સ્ટેટ ટેબલ ટેનિસમાં કરણપાલ અને રાધાપ્રિયા ચેમ્પિયન

Spread the love

અમદાવાદ

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે 27 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ખોખરા ખાતે યોજાયેલી સર્વો હાઇપરસ્પોર્ટ્સ એફ-5 ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં ભાવનગરના કરણપાલ જાડેજાએ શાનદાર રમત દાખવીને અમદાવાદના મોખરાના ક્રમના અક્ષિત સાવલાને હરાવીને મેન્સ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન ઓઇલ ટાઇટલ સ્પોન્સર અને જીએમડીસી એસોસિયેટ્સ સ્પોન્સર હતા જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહકારથી યોજાયેલી આ ટુર્નામેન્ટમાં સ્ટિગા ઇક્વિપમેન્ટ પાર્ટનર હતા. 

તાજેતરમાં જ સુરત ખાતેની ઇવેન્ટ જીતનારા કરણપાલે આત્મવિશ્વાસ દાખવીને ફેવરિટ એવા સાવલા સામે પ્રથમ ગેમ જીતી લીધી હતી. બીજી અને ચોથી ગેમમાં અક્ષિતે વિજય સાથે પુનરાગમન કર્યું હતું પરંતુ અંતે ભાવનગરના ખેલાડીએ 4-2થી ફાઇનલ જીતી લીધી હતી.

ગાંધીનગરની સ્ટાર ખેલાડી અને બીજો ક્રમાંક ધરાવતી રાધાપ્રિયા ગોયેલે અપેક્ષા મુજબનો જ દેખાવ કરીને પાંચમા ક્મની અમદાવાદની ઓઇશિકી જોઆરદાર સામે 4-0થી વિજય હાંસલ કરીને વિમેન્સ ટાઇટલ જીત્યું હતું.

જોકે ઓઇશિકીએ અંડર-19ની બીજા ક્રમની રિયા જયસ્વાલને 4-0થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. અમદાવાદની યુવાન ખેલાડી મૌબોની ચેટરજીએ બે ટાઇટલ જીતવામાં સફળતા હાંસલ કરી હતી. તેણે સબ જુનિયર ગર્લ્સમાં અપસેટ સર્જીને મોખરાના ક્રમની અને અમદાવાદની જ જિયા ત્રિવેદીને 3-2થી હરાવી હતી તો અંડર-17 ગર્લ્સ ઇવેન્ટમાં તેણે નવસારીની ત્રીજા ક્રમની સિદ્ધિ બલસારા સામે 3-0થી વિજય હાંસલ કરીને પોતાનું બીજું ટાઇટલ જીતી લીધું હતું.

અરાવલ્લીના મોખરાના ક્રમના અરમાન શેખે અંડર-19 બોયઝ ટાઇટલ જીતવા માટે સુરતના બીજા ક્રમના બુરહાનુદ્દીન માલુભાઈવાલાને 4-1થી હરાવ્યો હતો.

અરાવલ્લીના જ ત્રીજો ક્રમ ધરાવતા જન્મેજય પટેલે સુરતના આયુષ તન્ના સામે વિજય હાંસલ કરીને અંડર-17 ટાઇટલ જીત્યું હતું. તો અંડર-15 સબ જુનિયર ટાઇટલ જીતવા માટે અમદાવાદના ત્રીજા ક્રમના આર્ય કટારિયાએ અમદાવાદના મોખરાના માલવ પંચાલ સામે 3-2થી વિજય હાંસલ કર્યો હતો.

યજમાન અમદાવાદે ઓવરઓલ ચેમ્પિયનશિપ જીતી હતી કેમ કે તેના મોટા ભાગના ખેલાડી ટોપ ફિનિશર રહ્યા હતા.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે  “આ સાથે વર્તમાન સિઝનની ટેબલ ટેનિસ ઇવેન્ટ પૂર્ણ થઈ છે. આ દરમિયાન અમે રાજ્યમાંથી ઘણા નવા ખેલાડીઓને ઉભરતા જોયા છે.”

પરિણામોઃ

મેન્સ: 

ફાઇનલઃ કરણપાલ જાડેજા જીત્યા વિરુદ્ધ અક્ષિત સાવલા  11-7, 9-11, 11-6, 9-11, 11-4, 11-4

ત્રીજો/ચોથો ક્રમઃ બુરહાનુદ્દીન માલુભાઈવાલા જીત્યા વિરુદ્ધ અભિલાશ રાવલ 11-4,11-6,11-3.

વિમેન્સ : 

ફાઇનલઃ રાધાપ્રિયા ગોયેલ જીત્યા વિરુદ્ધ ઓઇશિકી જોઆરદાર 11-7, 11-9, 13-11, 11-8

ત્રીજો/ચોથો ક્રમઃ ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 11-6,11-1,13-11

અંડર-19 બોયઝ:

ફાઇનલ : અરમાન શેખ જીત્યા વિરુદ્ધ  બુરહાનુદ્દીન માલુભાઈવાલા 11-8,11-9,7-11,11-5,11-7

ત્રીજો/ચોથો ક્રમઃ આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 6-11,16-14,6-11,11-4,11-6

અંડર-19 ગર્લ્સ :

ફાઇનલઃ ઓઇશિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 11-5,11-8,11-4,11-5

ત્રીજો/ચોથો ક્રમઃ મૌબોની ચેટરજી જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ  11-3,11-7,11-9

અંડર-17 બોયઝ:

ફાઇનલઃ જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-7,8-11,11-6,6-11,11-9

ત્રીજો/ચોથો ક્રમઃ આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 15-13,8-11,11-7,7-11,11-7

અંડર-17 ગર્લ્સ :

ફાઇનલઃ મૌબોની ચેટરજી જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા  11-4,11-5,12-10

ત્રીજો / ચોથો ક્રમઃ નિધી પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ ફિઝા પવાર 11-4,11-6,11-4

સબ જુનિયર અંડર-15 બોયઝ:

ફાઇનલ: આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 11-9,8-11,9-11,11-9,11-9

ત્રીજો/ચોથો ક્રમઃ અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ હ્રિદાન શાહ 11-9, 11-5, 11-8

સબ જુનિયર અંડર-15 ગર્લ્સ :

ફાઇનલ :મૌબોની ચેટરજી જીત્યા વિરુદ્ધ  જિયા ત્રિવેદી 12-14,11-7,7-11,11-8,11-7

ત્રીજો/ચોથો ક્રમઃ ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ શિવાની ડોડિયા 11-6,11-5,11-9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *