હીરામણિ નર્સરી-કે.જી.ના ભૂલકાંઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોના ચહેરા પર રેલાવ્યું સ્મિત

બાળગીતો, ભજનો અને વડીલોની જીવનકથાઓ વચ્ચે બે પેઢીઓ વચ્ચે સર્જાયો લાગણીસભર સેતુ; બાળકોએ વડીલો પ્રત્યે આદર, પ્રેમ અને કાળજી રાખવાનો સંદેશ મેળવ્યો અમદાવાદ: હીરામણિ સ્કૂલના નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓએ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ની મુલાકાત લઈને ત્યાં વસવાટ કરતા વડીલો સાથે આનંદ અને લાગણીસભર સમય વિતાવ્યો હતો. બાળકોની નિર્દોષ હાસ્યની કિલકારીઓ, મધુર બાળગીતો અને ભક્તિભાવપૂર્ણ ભજનોથી વૃદ્ધાશ્રમનું…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 17-11-2026, 250થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

એક યુગનો અંત! મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાં ખેલાડી તરીકે નિવૃત્ત, હવે CSKના ‘મેન્ટર’ બની નવી જવાબદારી સંભાળશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને…

એક યુગનો અંત! મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાં ખેલાડી તરીકે નિવૃત્ત, હવે CSKના ‘મેન્ટર’ બની નવી જવાબદારી સંભાળશે

17 નવેમ્બર 2026એ રિટેન્શન ડેડલાઇનના દિવસે CSKનો મોટો નિર્ણય; IPL 2027થી ‘થાલા’ પીળી જર્સીમાં જ જોવા મળશે , પાંચ IPL ટાઇટલ અને 10 ફાઇનલ સુધી પહોંચાડનાર દિગ્ગજ કેપ્ટન હવે માર્ગદર્શકની ભૂમિકામાં અમદાવાદ ક્રિકેટ જગતમાં એક યુગનો અંત આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડનાર અને કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલમાં…

HIV પોઝિટિવ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરની વહેલી ઓળખ માટે GCRIની નવી પહેલ: 1,542 મહિલાઓનું HPV DNA ટેસ્ટિંગ

નિયમિત HIV સારવાર સાથે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગને જોડ્યું; 319 મહિલાઓમાં HPV સંક્રમણની પુષ્ટિ, 94 મહિલાઓમાં કેન્સર પૂર્વેની સ્થિતિ મળી આવી, જ્યારે એક મહિલામાં પ્રારંભિક તબક્કાનું કેન્સર ઓળખાયું ગાંધીનગર HIV સાથે જીવતી મહિલાઓને સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર)ના વધતા જોખમથી સુરક્ષિત રાખવા માટે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા એક મહત્વપૂર્ણ અને નવીન પહેલ…

શિયાળુ વાવેતર પહેલાં ખેડૂતો સાવધાન! અધિકૃત લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી જ ખેતીની સામગ્રી ખરીદવા અનુરોધ

બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં છેતરપિંડીથી બચવા ખેતી નિયામકની માર્ગદર્શિકા; વેપારીનું નામ, સરનામું, લાયસન્સ નંબર અને લોટ નંબર સહિતની વિગતો ધરાવતું સહીવાળું પાકું બિલ મેળવવું ફરજિયાત ગાંધીનગર: શિયાળુ પાકની વાવણીની સિઝન નજીક આવી રહી છે ત્યારે રાજ્યના ખેડૂતો બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીની તૈયારીઓમાં લાગી ગયા છે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો સાથે છેતરપિંડી…

ગુજરાત સરકારે ૨૦૨૭ની બેંક રજાઓના જાહેરનામામાં સુધારો કર્યો: આંબેડકર જયંતીની તારીખ અંગેની ભૂલ સુધારાઈ

અગાઉના જાહેરનામામાં ૧૪ એપ્રિલ, ૨૦૨૬ દર્શાવાયું હતું; હવે બુધવાર, ૧૪ એપ્રિલ, ૨૦૨૭ના રોજ બેંકોમાં જાહેર રજા રહેશે ગાંધીનગર ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૭ માટે બેંકોની જાહેર રજાઓ અંગે અગાઉ બહાર પાડેલા જાહેરનામામાં થયેલી એક મહત્વપૂર્ણ ભૂલ સુધારીને નવું જાહેરનામું બહાર પાડ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતીની જાહેર રજાની તારીખ, વાર અને શક…

જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાની ‘સહાયતા સેતુ’ કવાયતનો પ્રારંભ

23 દેશોની ભાગીદારી સાથે ત્રણ દિવસીય બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત યોજાઈ; ચક્રવાત જેવી ગંભીર આપદા સામે સંયુક્ત પ્રતિસાદ, બચાવ અને રાહત કામગીરીનું થશે પ્રાયોગિક નિદર્શન અમદાવાદ ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘AJHE-26’ એટલે કે ‘સહાયતા સેતુ’નો મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે….

સાંધાનો દુખાવો એટલે સર્જરી જ એકમાત્ર વિકલ્પ નથી: આધુનિક સારવારથી સર્જરી વિના પણ મળી શકે છે રાહત

ઓસ્ટિયોઆર્થરાઇટિસ સહિત સાંધાની વિવિધ સમસ્યાઓમાં દવા, ફિઝિયોથેરાપી, વજન નિયંત્રણ અને જીવનશૈલીમાં ફેરફાર અસરકારક; જરૂર પડે ત્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીથી હલનચલનમાં સુધારો શક્ય અમદાવાદ: સાંધાનો દુખાવો આજના સમયમાં અનેક લોકો માટે સામાન્ય છતાં ગંભીર સમસ્યા બની રહ્યો છે. ઘૂંટણ, થાપા, કોણી સહિતના સાંધામાં થતી તકલીફને કારણે વ્યક્તિની રોજિંદી જીવનશૈલી પ્રભાવિત થાય છે. સીડી ચઢવા-ઊતરવા, ખુરશી પર…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 16-11-2026, 250થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

દિવાળીની રજાઓમાં ‘ડોક્ટર ઓન કોલ’ પહેલ બની દર્દીઓ માટે આશીર્વાદરૂપ: 80થી વધુ કોલ્સનો ત્વરિત પ્રતિસાદ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

હીરામણિ સ્કૂલનો શાનદાર વિજય: S.M.Y. શાહપુર ટ્યુટોરીયલ હાઈસ્કૂલને એક ઈનિંગ્સ અને 294 રનથી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ

દિવાન બલ્લુભાઈ કપ અન્ડર-19 મલ્ટી-ડે સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલના બોલરો અને બેટ્સમેનોનું દમદાર પ્રદર્શન; જૈનિલ પટેલ અને હસ્ત પટેલની સદી અમદાવાદ: દિવાન બલ્લુભાઈ કપ અન્ડર-19 (મલ્ટી-ડે) સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલે શાનદાર દેખાવ કરીને સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. તા. 12 અને 13 નવેમ્બર, 2026ના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં હીરામણિ સ્કૂલે S.M.Y….

ADC બેંક અંડર-19 સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રીજી વિદ્યાલય અને શ્રી વિદ્યાનગર સ્કૂલનો દમદાર વિજય

શ્રીજી વિદ્યાલયે વિજયનગર એજ્યુકેશન સોસાયટીને 211 રનથી હરાવી; શ્રી વિદ્યાનગર સ્કૂલે અંકુર સ્કૂલ સામે 3 વિકેટે મેળવી જીત અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ, અમદાવાદ દ્વારા આયોજિત ADC બેંક અંડર-19 વન-ડે સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 નવેમ્બરના રોજ રમાયેલી બે મેચમાં શ્રીજી વિદ્યાલય અને શ્રી વિદ્યાનગર સ્કૂલે શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. શ્રીજી વિદ્યાલયનો 211…

દિવાળીની રજાઓમાં ‘ડોક્ટર ઓન કોલ’ પહેલ બની દર્દીઓ માટે આશીર્વાદરૂપ: 80થી વધુ કોલ્સનો ત્વરિત પ્રતિસાદ

અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશનની સંયુક્ત પહેલ; હાર્ટ એટેકની શંકા સહિતના ગંભીર કેસોમાં તાત્કાલિક હોસ્પિટલ રિફરલ, ફટાકડાથી દાઝવાના અને ફ્રેક્ચરના કેસોમાં પણ માર્ગદર્શન અપાયું અમદાવાદ દિવાળીના તહેવારો દરમિયાન મોટાભાગની ખાનગી ક્લિનિક્સ અને નિયમિત ઓપીડી સેવાઓ બંધ રહેતી હોય છે, ત્યારે દર્દીઓને સમયસર તબીબી સલાહ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમદાવાદ મેડિકલ…

આસામના કાઝીરંગામાં ભયાનક માર્ગ અકસ્માતમાં 26નાં મોત: મોરારિબાપુ દ્વારા મૃતકોના પરિવારોને રૂ. 3.90 લાખની સહાય

કાઝીરંગા દુર્ઘટનામાં 14 બહેનો અને 12 યુવાનોના કરુણ મોત; મૃતકદીઠ રૂ. 15 હજારની હનુમંત સંવેદના અર્પણ કરાશે, જૂનાગઢના કુબારાવણી ગામના બે યુવાનોના પરિવારને પણ આર્થિક સહાય અમદાવાદ દેશના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી માર્ગ અકસ્માતની દુઃખદ ઘટનાઓમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવતાં પૂજ્ય મોરારિબાપુએ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને તેમને…

જામનગર એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેના દ્વારા બહુરાષ્ટ્રીય HADR કસરત ‘સહાયતા સેતુ’નો આરંભ

જામનગર ભારતીય રક્ષા દળો દ્વારા હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (HQ SWAC) ના માર્ગદર્શન હેઠળ, જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ૧૭ થી ૧૯ નવેમ્બર દરમિયાન ‘સહાયતા સેતુ’ (Exercise Sahayata Setu) નામની બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કસરતનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના નિર્દેશો અનુસાર આ કસરત…

9 કિલો વજન સાથે પાંચ મિનિટમાં 750 સ્કિપ્સ! અમદાવાદની બોક્સર કાવ્યા જોશીનો વર્લ્ડ રેકોર્ડ

18મા જન્મદિવસે અનોખી સિદ્ધિ હાંસલ કરી; રોપ સ્કિપિંગની 25 અલગ-અલગ શૈલીઓનું કર્યું પ્રદર્શન, છ મહિનાની સઘન તૈયારી અને પગની ગંભીર ઈજાને માત આપીને સફળતા હાંસલ કરી અમદાવાદ દૃઢ મનોબળ, સખત પરિશ્રમ અને અડગ સંકલ્પ હોય તો કોઈપણ પડકારને પાર કરી શકાય છે, તેનું પ્રેરણાદાયી ઉદાહરણ અમદાવાદની યુવા નેશનલ લેવલની બોક્સર કાવ્યા હિતેશ જોશીએ પૂરું પાડ્યું…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 08-11-2026, 250થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

મુહૂર્ત ટ્રેડિંગમાં સોના-ચાંદીની ચમક: દિવાળીએ બંને કિંમતી ધાતુઓમાં તેજી, ચાંદી ₹1.85 લાખને પાર સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ…

દિવાળીએ વતન જવા મુસાફરોનો ધસારો: STની 2400 એક્સ્ટ્રા બસો દોડી, એકલા અમદાવાદમાંથી 1800 વધારાના ફેરા

રાજ્યભરમાં 8000થી વધુ વધારાની ટ્રીપ્સનું સંચાલન, અમદાવાદ, સુરત સહિતનાં બસ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ; સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય-પૂર્વ ગુજરાતના રૂટ પર વિશેષ વ્યવસ્થા અમદાવાદ: દિવાળી અને બેસતા વર્ષના તહેવારોને લઈને ગુજરાતભરમાં વતન તરફ જતાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નોકરી, ધંધા અને રોજગાર માટે અમદાવાદ, સુરત, વડોદરા સહિતનાં મોટાં શહેરોમાં વસતા હજારો…

મુહૂર્ત ટ્રેડિંગમાં સોના-ચાંદીની ચમક: દિવાળીએ બંને કિંમતી ધાતુઓમાં તેજી, ચાંદી ₹1.85 લાખને પાર

MCX પર સોનામાં રૂ.533 અને ચાંદીમાં રૂ.552નો ઉછાળો; સોનું રૂ.1,42,700 પ્રતિ 10 ગ્રામ થયું, રોકાણકારોની નજર હવે આગામી બજારની ચાલ પર અમદાવાદ દિવાળીના પવિત્ર પર્વે પરંપરાગત રીતે શુભ માનવામાં આવતા મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે કોમોડિટી માર્કેટમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાતા રોકાણકારો…

મુહૂર્ત ટ્રેડિંગમાં 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: દિવાળીના શુભ દિવસે જ શેરબજાર લાલ નિશાને બંધ, સેન્સેક્સ 29 અને નિફ્ટી 44 પોઈન્ટ ગગડ્યા

2017 પછી પહેલીવાર દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં બજારમાં ઘટાડો; શરૂઆતમાં જોરદાર તેજી છતાં અંતે રોકાણકારોને નિરાશા, સન ફાર્માના શેરમાં સૌથી વધુ તેજી અમદાવાદ દિવાળીના પર્વે શેરબજારમાં નવા સંવતની શરૂઆત શુભ રહેવાની આશા સાથે રોકાણકારોએ મુહૂર્ત ટ્રેડિંગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોકે, આ વખતે શેરબજારના રોકાણકારોને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2026ના દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ…

દેશમાં બનેલી સિસ્ટમથી કંટ્રોલ થશે મેટ્રો ટ્રેનો, શું છે CBTC ટેકનોલોજી? રેડ લાઇનના એક હિસ્સા પર ટૂંક સમયમાં થશે ટ્રાયલ

નવી દિલ્હી દિલ્હી મેટ્રો સહિત દેશના મેટ્રો નેટવર્કમાં ટ્રેન સંચાલન અને દેખરેખ માટે વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટાડવાની તૈયારીઓ હવે ખૂબ જ ઝડપી બની ગઈ છે. DMRC (દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન)ના વાર્ષિક અહેવાલ મુજબ, સ્વદેશી ‘કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલ’ (i-CBTC) સિસ્ટમ વિકસાવવાના તમામ તબક્કા પૂરા થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં જ રેડ લાઇન પર આનો…