મણિપુરમાં 10 હજાર માસુમ સહિત 50 હજારથી વધુ લોકો રાહત શિબિરમાઃ ખડગે

મહિલાઓ માટે સુવિધાઓનો અભાવ છે, સાથે જ લોકોને દવાઓ અને ખોરાકની અછતનો સામનો કરવો પડી રહ્યો છે નવી દિલ્હીમણીપુર હિંસા અંગે વિપક્ષ મોદી સરકારને સતત ઘેરી રહ્યો છે. હવે વિપક્ષી દળોનું પ્રતિનિધિમંડળ મણિપુર પ્રવાસથી પરત ફર્યું છે, ત્યારબાદ તમામ નેતાઓ પોતાના અનુભવો જણાવી રહ્યા છે. આ સાથે રાજ્યમાં સ્થિતિ કેટલી બગડી રહી છે તેનો ચિતાર…

યુક્રેનને મોસ્કોના સરકારી બિલ્ડિંગને ડ્રોનથી નિશાન બનાવ્યું

યુક્રેનના આ હુમલાથી મોસ્કોમાં અરાજકતા, હુમલા બાદ રાજધાની મોસ્કોના વનુકોવો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું મોસ્કોરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ વિવાદ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. રશિયન હુમલા બાદ હવે યુક્રેન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. યુક્રેને આજે ફરી એકવાર રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન વડે હુમલો કર્યો છે.યુક્રેનિયન ડ્રોને મોસ્કોમાં એક…

ચીનમાં ભારે વરસાદથી પૂર, બેઈજિંગમાં સૌથી માઠી આસર

બેઈજિંગમાં અસંખ્ય કારો પુરના પાણીમાં તણાઈ ગઈ, વિશેષત: પશ્ચિમ બેઈજિંગ અને આસપાસના વિસ્તારો જળમગ્ન બની ગયા બેઈજિંગચીનમાં છેલ્લા કેટલાએ દિવસોથી અનરાધાર વર્ષા થઈ રહી છે. તેમાં આજે (સોમવારે) તો સવારથી શરૂ થયેલી એકધારી વર્ષાએ હાહાકાર મચાવી દીધો છે. પશ્ચિમ બેઈજિંગમાં તો વરસાદનું જોર અત્યંત વધી ગયું છે. તેથી નદીમાં પૂર આવ્યા છે. અચાનક જ આવેલા…

તાજિયા જુલુસ દરમિયાન તિરંગા સાથે છેડછાડ બદલ 18ની ધરપકડ

ધ્વજમાં અશોક ચક્રના સ્થાને ઊર્દૂમાં કેટલાક શબ્દો લખવામાં આવ્યા હતા અને નીચે તલવારનું ચિન્હ હતું મેદીનીનગર (ઝારખંડ) :ઝારખંડના પલામુ જિલ્લામાં તાજીયાના સરઘસ દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડ કરવાની હકીકત બહાર આવી છે. તે બાબતે ૧૮ લોકોની ધરપકડ કરાઈ છે. તેઓની વિરુદ્ધ એફ.આઈ.આર. પણ દાખલ થઈ છે.આ માહિતી આપતાં એડીશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઋષભ ગર્ગે પત્રકારોને જણાવ્યું…

હરિયાણામાં હિંસાને લઈને એલર્ટ, શાળા-કોલેજો બંધ, કલમ-144 લાગુ

જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી, અર્ધલશ્કરી દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી ચંદિગઢહરિયાણાના નૂહમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણને લઈને વહીવટીતંત્ર એલર્ટ પર છે. તણાવને ધ્યાનમાં રાખીને જિલ્લા ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારે સાંજે કલમ 144 લાગુ કરી દીધી હતી. બીજી તરફ આ હિંસાને પગલે ફરીદાબાદમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ…

ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં પ્રતિ ટન 1600 રૂપિયાનો વધારો

અગાઉ 15 જુલાઈએ સરકારે ફરીથી પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો, 1લી ઓગસ્ટથી અમલ નવી દિલ્હીકેન્દ્ર સરકારે આજથી ઓઈલ કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ પર એસએઈડી (સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી) વિન્ડફોલ ટેક્સ 1600 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 4250 રૂપિયા પ્રતિ ટન કર્યો…

સીમા પાસેથી નકલી દસ્તાવેજો મળતા ફોર્જરીનો કેસ થઈ શકે છે

પબજીથી સીમાએ એકલા સચિન જ નહીં અનેક દિલ્હીમાં રહેતા છોકરાઓ સાથે મિત્રતા કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે નોઈડાસીમા હૈદરનું નામ અત્યારે આખા દેશમાં ચર્ચિત રહ્યું છે. કારણ કે એક બાજુ પબજી ગેમ રમતા રમતા તે ભારતીય યુવક સચિનના પ્રેમમાં પડ્યો હતો. તો બીજી બાજુ ખોટા દસ્તાવેજો બતાવી તેણે ભારતમાં પ્રવેશ કર્યો હતો. હવે પ્રાપ્ત…

લેટ ફી સાથે રિટર્ન ફાઈલ કરતા સમયે નવી-જૂની સિસ્ટમનું ધ્યાન જરૂરી

નાણાકીય વર્ષ 2022-23 માટે તેમની કમાણી જાહેર કરી નથી, તો લોકો હવે લેટ ફી ભરીને આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે નવી દિલ્હીઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહી ગયું છે, તો ફિકર નોટ…અહીં અમે તમારા માટે લઈને આવ્યાં છીએ ખાસ કામની વાત. કોઈ કામકાજમાં અટવાયેલાં હોવાને કારણે જો તમારે પણ આઈટીઆર ફાઈલ કરવાનું રહી ગયું…

ગુજરાતના નેતાઓને રાજસ્થા-મધ્ય પ્રદેશની ચૂંટણી માટે જવાબદારી સોંપાઈ

શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રમુખ બનતા જ ગુજરાત કોંગ્રેસ ફરી એક્ટિવ થઈ હોવાના સંકેત અમદાવાદરાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કર્ણાટકની જીત બાદ હવે કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે હવે કોંગ્રેસને ગુજરાતના નેતાઓને કામે લગાવ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને બંને રાજ્યોની ચૂંટણી…

તમામ ખેલાડી મહેનત કરે છે, કોઈ પણ ઘમંડી નથીઃ રવીન્દ્ર જાડેજા

ટીમ ઈન્ડિયા હારે ત્યારે આવા નિવેદનો આવે છે. પૂર્વ ખેલાડીઓ પોતાની વાત રાખી શકે છે, પરંતુ ટીમની અંદર એવું કંઈ નથીઃ ખેલાડીની સ્પષ્ટતા બાર્બાડોસભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી હતી જ્યારે વનડે સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે અને સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વનડે…

સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર 8થી 10 ઓગસ્ટે ચર્ચા થશે

વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે નવી દિલ્હીસંસદના ચોમાસા સત્રમાં મણીપુર મુદે સરકારને ઘેરવા વિપક્ષ પૂરેપૂરું જોર લગાડી રહી છે. વિપક્ષ દ્વારા સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે. વિપક્ષ સંસદમાં મણિપુર મુદ્દા પર ચર્ચા અને વડાપ્રધાનના…

રાજસ્થાનના ભરતપુરમાં પણ એલર્ટ, ચાર તાલુકામાં ઈન્ટરનેટ બંધ

હરિયાણા-ભરતપુર બોર્ડર પર કડક નાકાબંધી કરવામાં આવી છે અને દરેક ખૂણા પર પોલીસ તૈનાત ભરતપુરહરિયાણાના નૂહ જિલ્લામાં હિંસા બાદ ફરીદાબાદ અને ગુરુગ્રામમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. જ્યાર બાદ હવે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં પણ દેખરેખ વધારી દેવામાં આવી છે. રાજસ્થાન સરકાર દ્વારા સાવચેતીના પગલા તરીકે ભરતપુર જિલ્લાના 4 તાલુકાઓમાં પણ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી…

બરોડામાં મેન્સ કેટેગરીમાં રોમાંચક મુકાબલો જામશે

વડોદરા આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, વડોદરા ખાતે પ્રારંભ થશે ત્યારે સૌની નજર ટેબલ પર જ રહેશે અને આ ટુર્નામેન્ટ બ્લોકબસ્ટર બની રહે તેની ખાતરી છે. મેન્સ અને વિમેન્સ વિભાગમાં જે રીતે સ્પર્ધા થનારી છે અને જેટલી સંખ્યામાં ઇવેન્ટ માટે એન્ટ્રી મળી છે તે જોતાં કોઈ બોક્સ ઓફિસ…

FanCodeએ હીરો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023 માટે વિશિષ્ટ સ્ટ્રીમિંગ અધિકારો સાથે હોકી પોર્ટફોલિયોને મજબૂત બનાવી

મુંબઈ : ફેનકોડ, ભારતનું મુખ્ય રમતગમત સ્થળ, આવનારી હીરો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું વિશિષ્ટપણે જીવંત પ્રસારણ કરશે. પ્રતિષ્ઠિત પુરુષોની ફીલ્ડ હોકી ટૂર્નામેન્ટ 3જીથી 12મી ઓગસ્ટ 2023 દરમિયાન ચેન્નાઈમાં યોજાશે અને તેમાં ટોચની છ એશિયન ટીમો ભાગ લેશે. શીર્ષક માટે. ભારત, પાકિસ્તાન, ચીન, કોરિયા, જાપાન અને મલેશિયા છ ટીમો હરીફાઈ કરી રહી છે. કોરિયા અને જાપાન…

ક્રાફ્ટેડ વુમનવેર બ્રાન્ડ Encrustd AJIO સાથે એક્સક્લુઝિવ બની

● આ બ્રાન્ડ તેના ઉત્કૃષ્ટ પશ્ચિમી ડિઝાઇનર સંગ્રહ માટે જાણીતી છે ● Encrustd ની ટોચની શ્રેણીઓમાં ટોપવેર, બોટમવેર, ફૂટવેર અને બેગનો સમાવેશ થાય છે ● આ બ્રાંડ ટૂંક સમયમાં એક આકર્ષક નવું વેકેશન-પ્રેરિત સંગ્રહ લોન્ચ કરશે મુંબઈ પ્રખ્યાત ફેશન ગુરુ દીપા ચિકરમાનેના મગજની ઉપજ Encrustd જેવી ફેશન ક્રાંતિના સાક્ષી બનવા માટે તૈયાર રહો, જે હવે…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-13 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગીચેમ્પિયનશિપ-2023

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના નેજા હેઠળ ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન 5.8.2023 અને 6.8.2023ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 5.8.2023 ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 100 થી વધુ ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા રાખવામાં આવશે. દરેક કેટેગરીમાં…

વિરાટ કોહલી ડ્યુરોફ્લેક્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેની પ્રથમ કેમ્પેઈનમાં ગ્રેટ સ્લીપ હેલ્થ ટિપ આપી

નવી કેમ્પેઈન #Great Health માટે #Great Sleepના 8 કલાક આપતી ડિ-સ્ટ્રેસ ટેકનોલોજી સાથે નિર્મિત એનર્જાઈઝ મેટ્રેસ રેન્જને પ્રમોટ કર્યું ભારતની અગ્રણી સ્લીપ સોલ્યુશન્સ પ્રદાતા ડ્યુરોફ્લેક્સ દ્વારા તેમની એનર્જાઈઝ મેટ્રેસ રેન્જને ચમકાવતી રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર વિરાટ કોહલી સાથે તેમની પ્રથમ કેમ્પેઈન લોન્ચ કરી છે. આ કેમ્પેઈનનું લક્ષ્ય ગુણવત્તાયુક્ત નિદ્રાને પ્રમોટ કરવાનું અને સ્વાસ્થ્યમાં દીર્ઘાયુષ્યની ખાતરી રાખવા…

હીરામણિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ યોજાયો

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ યોજાયો

WWE® આ સપ્ટેમ્બરમાં ભારત પરત ફરી

WWE સુપરસ્ટાર સ્પેક્ટેકલ ભારતમાં 2017 થી યોજાનારી પ્રથમ WWE લાઈવ ઈવેન્ટ માટેની ટિકિટ આ શુક્રવારે 4 ઓગસ્ટે IST બપોરે 12:00 વાગ્યે વેચવામાં આવશે ચાહકો WWW.BOOKMYSHOW.COM પર પ્રારંભિક પ્રીસેલ ઍક્સેસ માટે હમણાં નોંધણી કરાવી શકે છે STAMFORD, Conn., ઓગસ્ટ 1, 2023 – WWE® (NYSE: WWE) એ આજે શુક્રવારે, સપ્ટેમ્બરના રોજ જીએમસી બાલયોગી ઇન્ડોર સ્ટેડિયમ (ગચીબોવલી ઇન્ડોર…

132મા ડ્યુરાન્ડ કપ 2023 માટે ઉત્તેજના વધી: ટોચના દાવેદારો પર એક નજર

મુંબઈ ઈન્ડિયન ઓઈલ ડ્યુરાન્ડ કપની 132મી આવૃત્તિનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ, ભારતભરના ફૂટબોલના ઉત્સાહીઓ 03 ઓગસ્ટ, 2023ના રોજ શરૂ થનારી રોમાંચક ભવ્યતા માટે તૈયારી કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ, ઈતિહાસમાં પથરાયેલી, રાષ્ટ્રના ટોચના લોકો વચ્ચે ઉગ્ર સ્પર્ધાનું વચન આપે છે. ફૂટબોલ ક્લબો. કોલકાતા, ગુવાહાટી અને કોકરાઝાર – ત્રણ શહેરોમાં આયોજિત – ઈન્ડિયન ઓઈલ ડ્યુરાન્ડ…