બ્રેકઅપ બાદ પ્રેમિકાને માતા-પિતાની મરજીથી લગ્નની સલાહ ગુનો નથીઃ સુપ્રીમ

સાથી/મિત્રને માતા-પિતાની સલાહ પર લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુના સમાન નથીઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બ્રેકઅપ પછી પ્રેમીકાને તેના માતા-પિતાની ઈચ્છા મુજબ લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નથી. પોતાની પ્રેમીકાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી એક યુવકને નિર્દોષ જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે…

આઈસીસીની ટીમમાં ભારતના ચાર ખેલાડીને સ્થાન મળ્યું

આઈસીસીએ જાહેર કરેલી ટીમમાં કેપ્ટન ઉદય સહારન અને સ્ટાર બેટર મુશીર ખાન સહિત બેટર સચિન ધાસ અને સ્પિનર ​​સૌમ્ય પાંડેનો સમાવેશ દુબઈ આઈસીસીએ ગઈકાલે અંડર-19 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરી હતી. આ ટીમમાં ભારતીય ટીમના એક-બે નહીં પરંતુ 4 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આઈસીસીએ જાહેર કરેલી ટીમમાં કેપ્ટન ઉદય સહારન…

15 ફેબ્રુઆરી સુધી દેશના કેટલાક ભાગમાં વરસાદની સંભાવના

પશ્ચિમી વિક્ષેપને કારણે 17 અને 18 ફેબ્રુઆરીએ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા નવી દિલ્હી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે જેમાં 13-15 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા…

ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબાર, એકનું મોત

પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ન્યૂયોર્ક અમેરિકામાં આડેધડ ગોળીબારની ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લઈ રહી. અમેરિકાના ન્યુયોર્ક સિટી સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતી જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા. ઘટના સોમવારે બની હતી, હાલ પોલીસે વધુ તપાસ…

રાજકોટના મેદાન પર ભારતનો શાનદાર રેકોર્ડ, ટેસ્ટમાં અપરાજિત

રાજકોટમાં 7 વર્ષ અને 3 મહિના પહેલા ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓમાંથી વર્તમાન ટીમમાં 4 ખેલાડીઓ સામેલ છે રાજકોટ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. જે બાદ ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ જીતી સીરિઝ 1-1થી…

લૉક સ્ક્રીનથી જ સ્પામ મેસેજને બ્લોક કરવાનું વોટ્સએપમાં ફીચર

કંપની ટૂંક સમયમાં એક નવું અપડેટ બહાર પાડશે જે યુઝરને તેમની ચેટ્સને લિંક કરેલ ડિવાઈસ પર સુરક્ષિત રાખવામાં મદદ કરશે નવી દિલ્હી આજના ભાગદોડના સોશિયલ મીડિયામાં તમારા મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવાની શ્રેષ્ઠ રીત વ્હોટ્સએપ છે. તેમજ વ્હોટ્સએપ પોતાના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરતુ રહે છે, જેનાથી યૂઝર્સનો આ મેસેજિંગ પ્લેટફોર્મથી લગાવ…

બોડી શેમિંગ કોમેન્ટ કરનારા યુઝર્સને બુમરાહની પત્નીએ ફટકાર લગાવી

ભાભી જાડી દેખાઈ રહી છે, આના પર સંજનાએ લખ્યું, સ્કૂલના વિજ્ઞાનના પુસ્તકો તો યાદ થતા નથી અને મહિલાઓના શરીર પર કોમેન્ટ કરો છો, ભાગો અહીંથી મુંબઈ ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લીધા બાદ જસપ્રીત બુમરાહ ગુરુવારે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ફરી એક્શનમાં દેખાશે. પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે જીતી હતી જ્યારે બીજી ટેસ્ટ ભારતીય…

ઈન્ડોનેશિયામાં ફૂટબોલની ફ્રેન્ડલી મેચમાં વીજળી પડતાં ખેલાડીનું મોત

આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જાવા ખેલ જગત માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડી પર વીજળી પડી હતી. આ ખેલાડીનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં શનિવારે એફસી બેનડુંગ અને…

ઈંદિરા ગાંધી બાદ યુએઈ જનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન

છેલ્લા 8 મહિનાઓમાં વડાપ્રધાન ત્રીજી વખત મધ્ય પૂર્વના આ દેશમાં જઈ રહ્યા છે નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી(મંગળવાર) બે દિવસ સુધી યુએઈના પ્રવાસે રહેશે. 13 અને 14 ફેબ્રુઆરીએ જ્યારે વડાપ્રધાન યુએઈ જઈ રહ્યા છે તો એ નોંધાવું જોઈએ કે 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની સાતમી મુલાકાત હશે. આ સિવાય છેલ્લા 8 મહિનાઓમાં વડાપ્રધાન…

રિલાયન્સની માર્કેટ કેપ 20 લાખ કરોડનો આંક વટાવી ગઈ

રિલાયન્સનો શેર બીએસઈ પર 1.89 ટકા વધીને 52 વીકની હાઈ સપાટી રૂ. 2957.80 પર પહોંચ્યો ત્યારે તેની માર્કેટ કેપે પણ નવો રેકોર્ડ બનાવ્યો નવી દિલ્હી મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ જૂથે એક પછી એક સફળતાઓ મેળવી છે અને હવે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. રિલાયન્સની માર્કેટ કેપિટલ આજે 20 લાખ કરોડને પાર કરી ગઈ…

મહિલાએ સંતાનો પાસેથી ભીખ મંગાવીને છ સપ્તાહમાં અઢી લાખની કમાણી કરી

મહિલા એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને રોકડની માલિક ઈન્દોર  એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને ફક્ત છ અઠવાડિયામાં અઢી લાખ રૂપિયા કમાણી. આ કોઈ નોકરિયાત વર્ગની સંપત્તિ નથી પરંતુ એક ભીખારણની છે, જે તેણે પોતાના સંતાનો પાસે ભીખ મગાવીને ઊભી કરી છે. ઈન્દોર પોલીસે…

કેનેડિયન સિટિઝનશિપ માટેની અરજીઓમાં ઘટાડો

કેટલાક કિસ્સામાં તો કેનેડામાં સેટલ થવાના બદલે લોકો રિવર્સ માઈગ્રેશન કરી રહ્યા છે નવી દિલ્હી ભણવા અને કામ કરવા માટે ભારતીયો વિદેશ જવાનો વિચાર કરે ત્યારે સૌથી પહેલી પસંદગી અમેરિકા હોય છે. ત્યાર પછી યુકે અને કેનેડા જેવા દેશોનો વારો આવે છે. કેનેડાએ લાખો ભારતીયોમાં પાછલા કેટલાક વર્ષોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. પરંતુ હવે ભારતીયોને…

વધુ છ દેશોમાં ભારતીયો વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકશે

15 દિવસથી લઈને 90 દિવસ સુધી વિદેશી ટૂર કરવી હોય તો આ છૂટછાટ ઉપયોગી બની શકે છે નવી દિલ્હી ભારતીય પ્રવાસીઓની ફોરેન ટ્રાવેલની ભૂખ ઉઘડી ગઈ છે. તેથી વધુને વધુ બિઝનેસ મેળવવા માટે મલેશિયા, થાઈલેન્ડ સહિત કેટલાક દેશો ભારતીય ટુરિસ્ટને અમુક સમય માટે વિઝા ફ્રી ટ્રાવેલની ઓફર કરે છે. 15 દિવસથી લઈને 90 દિવસ સુધી…

શેફિલ્ડમાં મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની હત્યા

આ મામલામાં પોલીસે 34 વર્ષના વિલિયમ મૂરે નામના એક અમેરિકન યુવકની ધરપકડ કરી અલાબામા અમેરિકામાં વધુ એક ગુજરાતીની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં પોતાની મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલને 08 ફેબ્રુઆરી 2024ના દિવસે તેમની જ મોટેલમાં ગોળી મારવામાં આવી હતી.આ મામલામાં પોલીસે 34 વર્ષના વિલિયમ મૂરે…

ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા 10 વર્ષમાં 58થી વધીને 2.10 લાખ

તમામ વસવાટ ધરાવતાં ગામડાંને ભારતનેટ પ્રોગ્રામમાં જોડવા માટે રૂ. 1.88 લાખ કરોડના ખર્ચની જોગવાઈ ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા મે 2014માં 58 હતી, જે વધીને ડિસેમ્બર 2023 સુધીમાં 2.10 લાખ થઈ ગઈ છે. તાજેતરમાં, સરકારે 1.88 લાખ કરોડ રૂપિયાના ખર્ચે તમામ વસવાટ ધરાવતા ગામોને આવરી લેવા માટે ભારતનેટ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય સંચાર…

મલય ઠક્કર ક્વા. ફાઇનલમાં, મોખરાન ક્રમનો ગૌરાંગ આઉટ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિના નેજા હેઠળ દસમી અને 11મી ફેબ્રુઆરીથી ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાયેલી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન સુરતના મલય ઠક્કરે મેન્સ 49+ કેટેગરીમાં શનિવારે અમિત ખંધારને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ…

5મી કેજી પ્રભુ મેમોરિયલ શૂટીંગ ચેમ્પિયનશિપ 2024નો ઇનામ વિતરણ સમારોહ

5મી કેજી પ્રભુ મેમોરિયલ શૂટીંગ ચેમ્પિયનશિપ 2024નો ઇનામ વિતરણ સમારોહ THE AM & RTA (રાઇફલ ક્લબ) અમદાવાદ ખાતે યોજાયો હતો. મેડલ વિતરણ સમારોહમાં 10M એર ઇવેન્ટ્સ (NR અને ISSF) ના વિજેતાઓને મેડલ આપવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી શૂટરોએ 10M એર રાઈફલ અને એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો અને વિવિધ કેટેગરીમાં પુરુષો, મહિલા, જુનિયર, યુવા,…

કોટક મ્યુચ્યુઅલ ફંડે દેશના ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવા માટેની તક પૂરી પાડવા કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કર્યું

એનએફઓ 12મી ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 26મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”) કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને…

સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસમાં પ્રસુન્ના પારેખને ત્રણ ટાઇટલ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાયેલી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વર્તમાન વેટરન્સ નેશનલ ચેમ્પિયન અને મોખરાના ક્રમની પ્રસુન્ના પારેખે ત્રણ ટાઇટલજીતી લીધાં હતાં. આ ટુર્નામેન્ટ ભૂજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક દ્વારા સ્પોન્સર…