એચએસ પ્રણોય, ચિરાગ-સાત્વિક યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2024માં ક્વાર્ટર્સમાં પ્રવેશ્યા

ડિફેન્ડિંગ ચેમ્પિયન કુનલાવત અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયન યામાગુચીની હાર નવી દિલ્હી ભારતની વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 બ્રોન્ઝ મેડલ વિજેતા એચએસ પ્રણોય અને ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીની પુરુષ ડબલ્સ જોડી યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2024ની ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધી, જેનું આયોજન ઈન્ડિયા બેડટન એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુવારે અહીંના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં જોરદાર જીત…

KPB ટ્રસ્ટ ITF મહિલા ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવનાર રૂતુજા એકમાત્ર ભારતીય

બેંગલુરુ, 18 જાન્યુઆરી: એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા રૂતુજા ભોસલે ગુરુવારે અહીં કેએસએલટીએ સ્ટેડિયમ ખાતે KPB ટ્રસ્ટ ITF મહિલા ઓપનની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય કરવા માટે મુખ્ય ડ્રોમાં પાંચ ભારતીયોમાં એકમાત્ર મહિલા બની હતી. 27-વર્ષીયને વધુ પરસેવો છોડવો પડ્યો ન હતો કારણ કે તેની સર્વોચ્ચ ક્રમાંકિત ભારતીય પ્રતિસ્પર્ધી અંકિતા રૈના, 8મી ક્રમાંકિત, અસ્વસ્થ થયા…

સતત પાંચમા વર્ષે ભારત ડેરિવેટિવ સેગમેન્ટમાં વિશ્વભરમાં નંબર વન

ઇક્વિટી સેગમેન્ટમાં એનએસઈ હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે એટલે કે તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઇક્વિટી એક્સચેન્જ બની ગયું નવી દિલ્હી છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય શેરબજારોનું વર્ચસ્વ ઝડપથી વધ્યું છે. માત્ર દોઢ મહિના પહેલા જ ભારતના મુખ્ય શેરબજારો બીએસઈ અને એનએસઈએ 4-4 ટ્રિલિયન ડૉલરની વેલ્યૂ પ્રાપ્ત કરી મોટી સિદ્ધી મેળવી હતી અને હવે એનએસઈના…

‘રામલલાની અસલ મૂર્તિ ક્યાં છે? ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિ બાળ સ્વરૂપ નથીઃ દિગ્વિજયસિંહ

રામલલાની મૂર્તિ બાળ સ્વરૂપમાં માતા કૌશલ્યાના ખોળામાં હોવી જોઈએ, જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે તે મૂર્તિ બાળ સ્વરૂપ ન હોવાનો કોંગ્રેસન નેતાનો દાવો નવી દિલ્હી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને હવે દેશભરના રામ ભક્તો બસ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં…

ફ્લાઈટ કેન્સલ થાય તો પ્રવાસીને બે લાખ રૂપિયા મળી શકે છે

ફ્લાઈટના વિલંબના કારણે તમારે કોઈ હોટલમાં રોકાવુ પડે છે તો આવા મામલે ઘણી ઈન્સ્યોરન્સ કંપની હોટલના ખર્ચને કવર કરે છે નવી દિલ્હી સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને ઈમેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં દર્શાવવામાં આવી રહ્યુ છે કે ફ્લાઈટ મોડી પડવી કે કેન્સલ થવાથી મુસાફરોને કેટલી મુશ્કેલી થઈ રહી છે. આ મહિને ઉત્તર ભારતમાં…

પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા પણ રામભક્ત છે

સ્પિનર ​​દાનિશ કનેરિયાએ પણ રામલલાની પ્રતિમાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર શેર કરીને લખ્યું, મારા રામલલા બિરાજમાન થશે કરાંચી અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. હવે દેશભરના રામ ભક્તો બસ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે અને ભગવાન રામના દર્શન…

કોંગ્રેસને ડોનેટ ફોર દેશ અભિયાન હેઠળ 3 દિવસમાં 15 કરોડનું દાન મળ્યું

કોંગ્રેસને 3 લાખથી વધુની કાયદેસરની લેવડ-દેવડના માધ્યમથી અત્યાર સુધી 15 કરોડ રૂપિયા મળ્યા નવી દિલ્હી  કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 પહેલાં ફંડ એકઠું કરવા માટે ડોનેટ ફોર દેશ નામે એક અભિયાનની શરૂઆત કરી હતી. લગભગ 31 દિવસ એટલે કે એક મહિનામાં આ દરમિયાન અભિયાન હેઠળ પાર્ટીને 15 કરોડ રૂ.નું દાન મળ્યું છે.  કોંગ્રેસના ખજાનચી અજય માકણે કહ્યું કે…

પીએમ આવાસની લાભાર્થી મહિલાએ સાંસદને કહ્યું, 30 હજાર લીધા છે

ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ એક મહિલા લાભાર્થીને પીએમ આવાસ યોજના હેઠળ ઘરની ચાવી સોંપીને સવાલ કર્યો કે કોઈને પૈસા ચુકવ્યા છે? લખનૌ યુપીના બદાયૂંમાં થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ એક મહિલા લાભાર્થીને પીએમ આવાસ યોજના હેઠળ ઘરની ચાવી સોંપી રહ્યા છે. ચાવી સોંપતા સાંસદ…

રશિયા ભારતના સૌથી મોટા ક્રૂડ ઓઈલ સપ્લાયર તરીકે ઊભરી આવ્યું

ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો તેલનો આયાતકાર દેશ છે નવી દિલ્હી ભારત માટે ઈરાક અને સાઉદી અરેબિયા લાંબા સમયથી સૌથી મોટા તેલ (ક્રૂડ ઓઈલ)ના સપ્લાયર રહ્યા છે, જો કે ગયા વર્ષના આંકડાની વાત કરવામાં આવે તો સ્થિતિ કઈક અલગ જ જોવા મળે છે. ભારતે તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હવે તેલ…

વડોદરામાં શિક્ષિકા-છાત્રાના મૃતદેહને એક સાથે અગ્નિદાહ અપાયો

શિક્ષિકા-શિષ્યાને સાથે અગ્નિદાહ અપાતા લોકોની આંખોમાં આંસુ છલકાયા વડોદરા વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધુ છે.  મોતને ભેટેલા આ બાળકોની ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક જનાજો નિકળ્યો હતો અને સ્મશાનમાં તેમજ કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ…

હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે સીટની રચના કરાઈ

કન્વીનર પદે સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા, ડીસીપી પન્ના મોમાયા હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ સી બી ટંડેલ સહિત સાત અધિકારીઓનો સમાવેશ વડોદરા હરણી તળાવમાં સ્કૂલના બાળકોની બોટ પલટી જવાના બનાવની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવી છે. જ્યારે આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. હરણી તળાવમાં ગઈકાલે પિકનિક પર આવેલા…

અલગ રાજ્યની માગ સાથે એકેએસયુના સભ્યોના ઉગ્ર દેખાવ

દેખાવકારો રેલવેના પાટા પર બેસી ગયા હતા, જેના કારણે ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી જલપાઈગુડી પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં અખિલ કામતાપુર વિદ્યાર્થી સંગઠન (એકેએસયુ)ના સદસ્યો અલગ રાજ્યની માગને લઈને ઉગ્ર દેખાવ કરી રહ્યાં છે. આજે સવારથી જ દેખાવકારો રેલવેના પાટા પર બેસી ગયા હતા. જેના કારણે ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી. મોટી સંખ્યામાં લોકો રેલવે…

બિલિકિસ કેસના આરોપીઓની આત્મસમર્પણ માટે વધુ સમયની અપીલ ફગાવાઈ

આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માગણી કરેલી અરજીને ફગાવી દેતાં તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે નવી દિલ્હી બિલકિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોના 11 દોષિતોએ આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ દોષિતોએ ગુરુવારે વ્યક્તિગત…

હરણી દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશને હરણી મોટનાથ તળાવ લેક વ્યુ સીલ કર્યું

સ્થળ પર કોઈએ પ્રવેશ કરવો નહીં તેવી જાહેર નોટિસ લગાડવામાં આવી, કોઠીયા પ્રોજેક્ટના 18 ભાગીદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી વડોદરા હરણી મોટનાથ તળાવમાં ગઈકાલે કુલ 17 બાળક-શિક્ષકના મોત નીપજ્યા બાદ વડોદરા કોર્પોરેશન નું તંત્ર એક્શન માં આવ્યું છે અનેવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે હરણી મોટનાથ તળાવ લેક વ્યુ ને સીલ મારવામાં આવ્યું હતું…

મંગદીપ વિદ્યાલયમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રામ ભજન ગાન સહિતના કાર્યક્રમો યોજાયા

મંગલદીપ વિદ્યાલય, રાણીપ ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 19 1 2024 ને શુક્રવારના રોજ શાળા પટાંગણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની રામ લક્ષ્મણ જાનકીના પાત્રની વેશભૂષા અને રામ ભજન ગાન તેમજ વિદ્યાર્થીઓના શ્રી રામ જીવન પરના વક્તવ્યની રજૂઆત કરવામાં આવી.

પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી

તસવીરમાં શ્રી રામના ચહેરામાં મધુર હાસ્ય અને માથા પર તિલક જોવા મળી રહ્યું છે અયોધ્યા અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થાય તે પહેલા…

સેન્સેક્સમાં 545 અને નિફ્ટીમાં 176 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

ઓએનજીસી, ભારતી એરટેલ, એનટીપીસી અને બ્રિટાનિયાના શેરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક બેન્ક, એચડીએફસી બેન્ક અને ડીવિસ લેબના શેરમાં નબળાઈ નોંધાઈ મુંબઈ શેરબજારનો કારોબાર શુક્રવારે સારી રીતે સમાપ્ત થયો. બીએસઈસેન્સેક્સ 545 પોઈન્ટના વધારા સાથે 71372 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 176 પોઈન્ટના ઉછાળા સાથે 21638 પોઈન્ટના સ્તરે બંધ…

ઈઝરાયેલમાં ગૃહયુદ્ધ ભડકવાની સ્થાનિક મીડિયાની ચેતવણી

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વમાં એક દુઃસ્વપ્ન સમાન કેબિનેટ હેઠળ ઈઝરાયલમાં એક મોટાપાયે ગૃહયુદ્ધની સ્થિતિ ભડકવાનો અખબારનો દાવો તેલઅવિવ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 100 દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે ત્યારે નેતન્યાહૂની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધતી જઇ રહી છે. એક ઈઝરાયલી અખબાર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો અને ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે તેલ…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 355 નવા કેસ, કુલ 2331 સક્રિય કેસ

દેશમાં કોરોના સબ-વેરિયન્ટ જેએન.1ના કુલ કેસોની સંખ્યા હવે 1,226 છે નવી દિલ્હી ભારતમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બર 2023ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 841 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ કોસમાં વધારો જોવા મળ્યો નથી. કુલ સક્રિય કેસમાંથી મોટાભાગના (લગભગ 92 ટકા) સેલ્ફ આઈસોલેશન અને સામાન્ય સારવારથી સ્વસ્થ…

શનિવારે શેરબજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય, ટ્રેડિંગ થઈ શકશે

એનએસઈએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે (ઈન્ટ્રાડે) સ્વિચ-ઓવર માટે રાખ્યું છે, આ બંને સ્ટોક એક્સચેન્જો પર આવતીકાલે નાના-નાના 2 સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે મુંબઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ) આવતીકાલે શનિવારે શેર બજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સામાન્ય રીતે શેર બજારમાં શનિવારે અને રવિવારે રજા હોય…