સ્ટેટ માસ્ટર્સ ટીટી મીટમાં પથિક, મલયનો પ્રભાવશાળી દેખાવ

ગાંધીધામ ગુજરાતના ટોચના પેડલર પથિક મહેતા, જે એક સમયે ભારતનો નંબર 4 ક્રમાંક ધરાવતા હતા, તેમણે શાનદાર પ્રદર્શન સાથે પહેલી ગુજરાત માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ડબલ તાજ જીત્યો. આ ટુર્નામેન્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ કમિટી દ્વારા…

સ્ટેટ ટીટી અંડર-19 પ્રાઇઝમની ટુર્નામેન્ટમાં જન્મેજય અને રિયા ચેમ્પિયન

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ નવસારી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના લુન્સિકોઈ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર્સ (અંડર-19) પ્રાઇઝમની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અરાવલ્લીનો જન્મેજય પટેલ બોયઝમાં તથા ભાવનગરની રિયા જયસ્વાલ ગર્લ્સ કેટેગરીમાં ચેમ્પિયન બન્યા હતા. આ ટુર્નામેન્ટ એનજે ગ્રુપ સ્પોન્સર કરી હતી. ટુર્નામેન્ટના અંતિમ દિવસે બોયઝમાં મોખરાના ક્રમના…

નવસારીમાં આજથી સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટીટી ટુર્નામેન્ટનો પ્રારંભ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ  ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને નવસારી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે ગુજરાત સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો નવસારીના લુન્સિકૂઈ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે શનિવારથી પ્રારંભ થશે.  ગુજરાત સ્ટેટના ટેબલ ટેનિસ ઇતિહાસમાં પહેલી વાર અંડર-19 કેટેગરીમાં પ્રાઇઝ મની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે.આ સ્પર્ધામાં બોયઝ અને ગર્લ્સ વિભાગમાં ગુજરાતના મોખરાના આઠ આઠ…

પંચકુલા ખાતે નેશનલ ટીટીમાં માનુષને બ્રોન્ઝ મેડલ

ગાંધીધામ  હરિયાણા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે પંચકુલા ખાતે યોજાયેલી યુટીટી ચોથી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025મા ભારતના મોખરાના મેન્સ ખેલાડી અને વડોદરાના માનુષ શાહ સેમિફાઇનલમાં હારી જતાં બ્રોન્ઝ મેડલ જીત્યો  હતો. મોખરાના ક્રમનો તથા ટુર્નામેન્ટમાં ફેવરિટ મનાતો માનુષના અભિયાનનો સેમિફાઇનલમાં અનપેક્ષિત અંત આવી ગયો હતો જ્યારે તેનો આરએસપીબીના ચોથા ક્રમના આકાશ પાલ સામે પરાજય થયો…

ગુજરાતના ટીટી ખેલાડી માનવ ઠક્કરે વિશ્વ ક્રમાંકમાં મોખરાના 35 ખેલાડીમાં સ્થાન હાંસલ કર્યું

ગાંધીધામ ગુજરાતના સ્ટાર પેડલર માનવ ઠક્કરે તેની પ્રભાવશાળી કારકિર્દીમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે અને તે વર્લ્ડ ટેબલ ટેનિસ ક્રમાંકમાં મોખરાના 35 ખેલાડીમાં સ્થાન હાંસલ કર્યું છે. આમ કરનારો તે માત્ર ત્રીજો ભારતીય અને ઓવરઓલ પાંચમો ભારતીય પેડલર બન્યો છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઇટીટીએફ)ના 2025ના 46મા સપ્તાહ માટેના તાજા જાહેર કરાયેલા ક્રમાંક મુજબ…

ગુજરાતની શાઈની ગોમ્સ ટોક્યો ડેફલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગાંધીધામ ગુજરાતની ટેલેન્ટેડ ડેફ ખેલાડી શાઈની ગોમ્સની 25માં ડેફલિમ્પિક માટેની ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી થઈ છે. આ ડેફલિમ્પિક જાપાનનાં ટોક્યો ખાતે 15 થી 26 નવેમ્બર 2025 દરમિયાન યોજાશે. આ ડેફલિમ્પિક શાઈની માટે સતત ત્રીજી સિઝન રહેશે. આ અગાઉ તેણે 2017 તુર્કીયે ગેમ્સ અને 2021 બ્રાઝિલ ગેમ્સ (કોવિડને લીધે 2022માં યોજાઈ હતી)માં ટીમની કેપ્ટન તરીકે ભાગ લીધો…

ઈન્દોર ખાતે નેશનલ ટેબલ ટેનિસમાં વિવાન દવે એ બ્રોન્ઝ જીત્યો

ગાંધીધામ મધ્ય પ્રદેશ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ ઈન્ડિયાનાં નેજા હેઠળ યોજાયેલ યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું અભય પ્રશાલ ઈન્ડોર સ્ટેડિયમ, ઈન્દોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગુજરાતના ઉભરતા ખેલાડી વિવાન દવે એ અંડર-15 બોયસ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ચોથા ક્રમાંકિત 13 વર્ષીય…

ઇન્દોર નેશનલ રેન્કિંગ ટીટીમાં દેવ ભટ્ટને સિલ્વર મેડલ

ગાંધીધામ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ મધ્ય પ્રદેશ ટેબલ ટેનિસ એસોસયિયેશનના ઉપક્રમે ઇન્દોરના અભય પ્રસાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના ઉભરતા ખેલાડી દેવ ભટ્ટે રાજ્યને ગૌરવ અપાવતાં બોયઝ અંડર-13 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટ 28 ઓક્ટોબર થી ચોથી નવેમ્બર દરમિયાન યોજાઈ છે. રાજકોટના 12 વર્ષીય…

સ્ટેટ ટીટીમાં પ્રથમ માદલાણી મેન્સમાં ચેમ્પિયન, પ્રથાની ત્રેવડી સિદ્ધિ

અમદાવાદની 16 વર્ષીય પ્રથાએ વિમેન્સ, અંડર-19 અને અંડર-17 ટાઇટલ જીત્યાં, સુરતની ટીમ ઓવરઓલ ચેમ્પિયન ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાયેલી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં પ્રારંભમાં વારંવાર સર્જાયેલા વિવિધ અપસેટને કારણે શનિવારે પાંચમા અને અંતિમ દિવસે નવા  જ ખેલાડીએ ટાઇટલ હાંસલ કર્યા હતા….

દેવ ભટ્ટે વર્ચસ્વ જાળવી રાખીને વધુ એક અંડર-13 ટાઇટલ જીત્યું

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાયેલી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં શુક્રવારે મોખરાના ક્રમના રાજકોટના દેવ ભટ્ટે પોતાની આગેકૂચ જારી રાખીને કચ્છના ધ્રુવ બ્રહ્મભટ્ટને 3-0થી હરાવીને અંડર-13 બોયઝ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ,…

સ્ટેટ ટીટી ચેમ્પિયનશિપમાં છમાંથી ત્રણ ટાઇટલ સુરતે જીત્યા

મેન્સ અને વિમેન્સ ટીમમાં સળંગ બીજા વર્ષે ચેમ્પિયનગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાયેલી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ  અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ગુરુવારે સુરતની ટીમે છમાંથી ત્રણ ટાઇટલ પોતાના નામે કરી લીધા હતા જેમાં મેન્સ અને વિમેન્સ ટીમના ટાઇટલ તેમણે સતત બીજા વર્ષે હાંસલ કર્યા હતા….

વડોદરાની મેન્સ ટીમનો મોખરાના ક્રમની અમદાવાદની ટીમને હરાવી અપસેટ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાયેલી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં બુધવારે વડોદરાની મેન્સ ટીમે મોખરાના ક્રમની અમદાવાદની ટીમને 3-2થી હરાવીને ટીમ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ ટુર્નામેન્ટ આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ…

ચેમ્પિયન સુરતની વિમેન્સ ટીમે સ્ટેટ ટીટીમાં વિજય સાથે પ્રારંભ કર્યો

ગાંધીધામ  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાતી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં વર્તમાન ચેમ્પિયન સુરતની વિમેન્સ ટીમે મંગળવારે પ્રથમ દિવસે વડોદરા સામે 3-0ની સફળતા સાથે ટુર્નામેન્ટનો વિજય સાથે પ્રારંભ કર્યો હતો. આ ટુર્નામેન્ટ આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી…

સ્ટેટ ટીટીમાં ધ્રુવ અને વિન્સી અંડર-13માં ચેમ્પિયન

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે અંડર-13માં મોખરાના ખેલાડી ધ્રુવ ભંભાણી અને ગર્લ્સમાં વિન્સી તન્નાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ટાઇટલ જીતી લીધા હતા.અંડર-13…

અભિલાષે કારકિર્દીનું પ્રથમ ટાઇટલ જીત્યું સુરત ખાતેની રેન્કિંગ ટીટીમાં અભિલાષ મેન્સ ટાઇટલ જીત્યો

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શુક્રવારે અમદાવાદના અભિલાષ રાવલે 14 વર્ષના ઇંતેજારનો અંત લાવીને તથા ટાઇટલ નહીં જીતવાના તમામ અફસોસ અને સંઘર્ષને પાછળ રાખીને…

જિયાને હરાવીને ચાર્મી અંડર-19ની સેમિફાઇનલમાં બિનક્રમાંકિત હેત ઠાકરએ તેની વિજયકૂચ જાળવી રાખી

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે ભાવનગરની છઠ્ઠા ક્રમની ચાર્મી ત્રિવેદીએ એક ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા ક્રમની જિયા ત્રિવેદી (અમદાવાદ)ને 3-1થી…

સુરતમાં સ્ટેટ ટીટીમાં પ્રથમ દિવસે 13મા ક્રમના હેતે અપસેટ સર્જી ચોથા ક્રમના પૂજનને હરાવ્યો

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના હેત ઠક્કરે કેટલાક અવિસ્મરણીય શોટ રમીને મેજર અપસેટ સર્જતા ચોથા ક્રમના પૂજન ચંદારાણાને બોયઝ અંડર-19ની પ્રથમ રાઉન્ડની…

ટોપનોચને હરાવીને મલ્ટિમેચ માર્વેલ્સ GSL ચેમ્પિયન

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં બુધવારે અત્યંત રોમાંચક બનેલી ફાઇનલમાં મલ્ટિમેટ માર્વેલ્સે 16 પોઇન્ટથી પાછળ રહેવા છતાં ટોપનોચ એચિરવર્સને 130-119થી હરાવીને જીએસએલનું પ્રથમ ટાઇટલ જીતી લીધું હતું. ઇવેન્ટના ધીમા પ્રારંભ બાદ ટોપનોચ એચિવર્સે તેના સુકાની પાયસ જૈનની મદદથી શાનદાર પ્રદર્શન…

GSL II: મલ્ટિમેટ માર્વેલ્સ, ટોપનોચ એચિવર્સનો ફાઇનલમાં પ્રવેશ

અમદાવાદ  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચાલી રહેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં ઓલિમ્પિયન હરમિત દેસાઈએ અગાઉના પરાજય બાદ વળતો પ્રહાર કરતાં હરમિતની આગેવાની હેઠળની મલ્ટિમેટ માર્વેલ્સની રોમાંચક બનેલી સેમિફાઇનલમાં કટારિયા કિંગ્સને 137-131થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પ્રારંભથી જ માર્વેલ્સ અને કિંગ્સ વચ્ચે જોરદાર રસાકસી…

GSLમાં મલ્ટિમેટ અજેય, ટોપનોચ અને કટારિયા કિંગ્સનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી મંગળવારે અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચાલી રહેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં ઓલિમ્પિયન હરમિત દેસાઈની મદદથી મલ્ટિમેટ માર્વેલ્સે તેની વિજયકૂચ આગળ ધપાવીને 578 પોઇન્ટ હાંસલ કરી લીધા હતા. મંગળવારે મલ્ટિમેટની ટીમે ભાયાણી સ્ટાર્સ સામે 145-138થી વિજય હાંસલ કર્યો હતો. ભાયાણી સ્ટાર્સ 532 પોઇન્ટ સાથે હાલમાં ચોથા ક્રમે છે….