નવસારી મહિલા ટીમે ગાંધીનગર વિરુદ્ધ શ્રેષ્ઠ વિજય હાંસલ કર્યો
અમદાવાદ, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ખોખરા ખાતે આયોજીત સર્વો હાઈપરસ્પોર્ટ એફ5 ગુજરાત સ્ટેટ અને ઈન્ટર-ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં નવસારીની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ભારે સંઘર્ષ બાદ 3-2થી ગાંધીનગર વિરુદ્ધ જીત હાંસલ કરી હતી. મેચમાં રાજ્યની બીજી ક્રમાંકિત ખેલાડી એવી રાધાપ્રિયા ગોયલનાં નેતૃત્ત્વમાં ગાંધીનગરની ટીમ ફેવરિટ મનાતી હતી, જોકે- નવસારીની…
