સેનાએ અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરી કરતા એક ઠાર, ત્રણ સાથીના મૃતદેહને લઈને નાસી ગયા

આ ઘટના સર્વેલન્સ ઉપકરણોમાં પણ નોંધાઈ, આ અંગે ભારતીય સૈન્યની ‘વ્હાઈટ નાઈટ કોર’એ એક્સ પર પોસ્ટમાં માહિતી આપી જમ્મુભારતીય સુરક્ષાદળોના જવાનોએ જમ્મુ-કાશ્મીર સરહદે શનિવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી થતો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરજ પર તહેનાત સુરક્ષાદળોએ મોરચો સંભાળીને જવાબી કાર્યવાહી કરી હતી અને એક…

પીએફઆઈ સાથે સંકળાયેલા પાંચ જણાની ઈડી દ્વારા ધરપકડ

આ તમામની ઓળખ ઈ એમ અબ્દુલ રહેમાન, અનીસ અહેમદ, અફસર પાશા, એ એસ ઈસ્માઈલ અને મોહમ્મદ શકિફ તરીકે થઈ છે નવી દિલ્હીકેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ પીએફઆઈ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી છે. આ તમામ આરોપી પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ માં અલગ-અલગ હોદ્દા પર હતા, જે વિદેશોમાંથી હવાલા દ્વારા આવેલા કરોડો રૂપિયાનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃતિઓમાં કરી…

બજરંગ પુનિયાને પદ્મશ્રી પરત કરવાનો અધિકાર નથી, રસ્તા પર મૂકીને ચાલ્યો ગયો

નિયમ મુજબ આ પુરસ્કાર અંગે રાષ્ટ્રપતિ દ્વારા નિર્ણય લેવાય છે જેને પરત કરવાનો કોઈને અધિકાર નથી નવી દિલ્હીહાલમાં જ કુસ્તીમાં ઓલમ્પિક પુરસ્કાર વિજેતા બજરંગ પુનિયાએ જાહેરાત કરી હતી કે તેઓ ભારત સરકાર દ્વારા મળેલા પદ્મ પુરસ્કારને પરત કરવામાં છે. બજરંગ પુનિયા પહેલા પણ ઘણા લોકોએ પદ્મ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે જો…

કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવા મુખ્યપ્રધાનનો આદેશ

અગાઉની બીજેપી સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો અને ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા પેન્ડિંગ છે બેંગલુરુ કર્ણાટકની કોંગ્રેસ  સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાની તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એ આજે પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે, રાજ્યની સ્કૂલો અને…

નેવાર્કના હિંદુ મંદિરની બહાર ભારત વિરોધી સૂત્રો લખી તોડફોડ

નેવાર્ક પોલીસે આ મામલે ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું નેવાર્ક અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોની શરમજનક કરતૂત જોવા મળી છે. અહીં એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં એક હિન્દુ મંદિરની બહારની દીવાલો પર ભારતવિરોધી સુત્રો લખીને તોડફોડ મચાવાઈ હતી.  જ્યારે નેવાર્ક પોલીસે આ મામલે ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું છે. આવું…

ટ્રમ્પને અયોગ્ય ઠેરવવા મામલે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

ઈતિહાસમાં પહેલીવાર 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને અયોગ્ય જાહેર કરવા માટે કરાયો વોશિંગ્ટન અમેરિકામાં યોજનાર રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે પણ આ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમકોર્ટે પણ તેમણે મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી સુપ્રીમકોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરવા મામલે…

પુતિનના ખાસ માણસે યેવગેની પ્રિગોઝીનની હત્યાનો આદેશ આપ્યો હતો

એક અહેવાલમાં પશ્ચિમની ગુપ્તચર અને ભૂતપૂર્વ રશિયન ગુપ્તચર અધિકારીને ટાંકીને આ માહિતી આપવામાં આવી મોસ્કો વૈગનર ચીફ યેવગેની પ્રિગોઝીનના મોત બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન પર ઘણા સવાલ ઉઠ્યા હતા. અમેરિકાની જાસૂસી એજન્સીના અધિકારીઓએ પ્રિગોઝીનના મોત પાછળ પુતિનનું કાવતરું હોવાનું જણાવ્યું હતું પરંતુ આ આક્ષેપના કોઈ પુરાવા મળ્યા નહોતા. હવે એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો…

આંતરરાષ્ટ્રીયક્ષેત્રે ભારતીય વાયુસેના મહત્વની ભૂમિકા નિભાવશેઃ વાયુસેનાના પ્રમુખ

આપણે નવા આકાશમાં ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા છીએ તો રાષ્ટ્રની શક્તિના મહત્વના રૂપ તરીકે વાયુ શક્તિ નિસંદેહ મહત્વની ભૂમિકા ભજવશે નવી દિલ્હી વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમયે વિશ્વ એક નિર્ણાયક સમયગાળામાં છે અને ફેરફારનું વલણ મજબૂતી સાથે ભારતના પક્ષમાં છે. તેમણે કહ્યું હતું કે ‘ગ્લોબલ સાઉથ’માં…

ચીન ટૂંક સમયમાં પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ કરી શકે છે

સેટેલાઈટ તસવીરોએ ચીનની પોલ ખોલી, ચીન ઉત્તર પશ્ચિમના ઓટોનોમલ વિસ્તાર ઝિંજિયાંગમાં સબ ક્રિટિકલ ન્યૂક્લિયર એક્સપ્લોજન કરી શકે છે ચીન ખુદને દુનિયાની સૌથી મોટી મહાસત્તા બનાવવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે અને તેના માટે તે 2030 સુધી 1000 પરમાણુ હથિયારો પણ બનાવી રહ્યું છે. આ સૌની વચ્ચે કેટલીક સેટેલાઈટ તસવીરોએ ચીનની પોલ ખોલી નાખી છે. આ તસવીરોથી સ્પષ્ટ…

સુર્યકુમાર યાદવ ફેબ્રુઆરી સુધી મેદાન પર વાપસી નહીં કરી શકે

સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યો ત્યારે તેના પગનો સ્કેન કરવામાં આવતા સ્કેનમાં ગ્રેડ-2 લેવલનું ટીયર મળી આવ્યું નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમને સતત 2 ટી20આઈ સિરીઝ જીતાવનાર સૂર્યકુમાર યાદવને પગમાં ગંભીર ઈજા થઇ હતી. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે તે ફેબ્રુઆરી મહિના સુધી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકશે નહીં. મળેલા અહેવાલો મુજબ…

ગૂગલ એડ સેલ્સ યુનિટમાં 30 હજાર કર્મચારીની છટણી કરશે

ગૂગલે આશરે એક વર્ષ પહેલા 12000 કર્મચારીઓની છટણી કરી હતી વોશિંગ્ટન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ની વધતી ભૂમિકાને લીધે નોકરીઓ સામે મોટું સંકટ પેદા થયું છે. રિપોર્ટ અનુસાર દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ તેના એડ સેલ્સ યુનિટમાં 30 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે.  માહિતી અનુસાર ગૂગલે આશરે એક વર્ષ પહેલા 12000 કર્મચારીઓની છટણી કરી હતી. એવામાં એક…

પેન્લ્ટી સાથે પાન-આધાર લિન્કના 2,125 કરોડની વસૂલાત

ડેડલાઇન વીતી જવાં લોકોની આળસ કહો કે ભૂલ કહો જે તેમને તો ભારે જ પડી પણ સાથે સરકાર માટે ફાયદાકારક નીવડી નવી દિલ્હી કેન્દ્ર સરકારે પાન અને આધાર (પાન-આધાર) ને પરસ્પર લિંક કરવા માટે છેલ્લી ડેડલાઈન 30 જૂન 2023 નક્કી કરી હતી. જેના પછી 1000 રૂપિયા દંડ ચૂકવીને લોકોને પાન-આધાર લિંક કરાવવા કહેવાયું હતું. ડેડલાઇન…

બીફ ખાનારી કામિયા જાનીએ જગન્નાથ મંદિરમં વીડિયો બનાવતા ધરપકડની માગ

જગન્નાથ મંદિરમાં, કામિયા સત્તારૂઢ બીજુ જનતા દળના નેતા વીકે પાંડિયન સાથે મહાપ્રસાદ ચાખતી જોવા મળતા ભારતીય જનતા પક્ષનો ભારે વિરોધ સોશિયલ મીડિયા પ્રભાવક અને યુટ્યુબ ચેનલ ‘કર્લી ટેલ્સ’ની સંસ્થાપક કામિયા જાની ઓડિશાના જગન્નાથ મંદિરમાં વીડિયો બનાવવાને કારણે વિવાદમાં ફસાઈ છે. બીજેપીના રાજ્ય એકમે તેને બીફ ખાનાર ગણાવીને તેની ધરપકડની માંગ કરી છે. જગન્નાથ મંદિરમાં, કામિયા…

દેશમાં ક્રિપ્ટો રોકાણકારોની સંખ્યા 1.9 કરોડને પાર

દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓમાં 75% યુવા છે અને તેમની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચે છે, લગભગ 9% મહિલા રોકાણકારો નવી દિલ્હી ક્રિપ્ટો કરન્સી પ્લેટફોર્મ કોઈનસ્વિચની રિપોર્ટના આંકડા પ્રમાણે દેશમાં ક્રિપ્ટો રોકાણકારોની કુલ સંખ્યા 1.9 કરોડને પાર છે અને તેમાં લગભગ 9% મહિલા રોકાણકારો છે.  રિપોર્ટ પ્રમાણે દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓમાં 75% યુવા છે…

ઓક્ટોબર-22થી સપ્ટેમ્બર-23માં 96,917 ભારતીયો યુએસમાં પ્રવેશતા પકડાયા

કેનેડા બોર્ડર અને  મેક્સિકો બોર્ડર, આ બે મુખ્ય માર્ગો દ્વારા ડંકી રૂટથી અમેરિકામાં પ્રવેશ કરી શકાય છે નવી દિલ્હી તાજેતરમાં શાહરૂખ ખાનની રિલીઝ થયેલી ફિલ્મ ડંકીમાં ડંકી રૂટ અપનાવનાર લોકોની વાત છે. ડંકી રૂટ એટલે એવો માર્ગ જ્યાં વ્યક્તિ ગેરકાયદેસર રીતે એક દેશથી બીજા દેશમાં જાય છે. ડંકી શબ્દ વાસ્તવમાં ગધેડા પરથી આવ્યો છે. આ…

વિશ્વમાં છેલ્લા એક માસમાં કોરોનાના 8.5 લાખ નવા કેસ

વિશ્વભરમાં કોરોનાના કારણે ચાર અઠવાડિયામાં 3,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા, ચાર અઠવાડિયામાં મૃત્યુમાં પણ 8%નો વધારો નોંધાયો નવી દિલ્હી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે. કોરોનાએ ફરી એક વખત વિશ્વને ડરાવવાનું શરૂ કરી દીધુ છે. વિશ્વભરમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના 8.5 લાખ નવા કેસ નોંધાયા છે. ડબલ્યુએચઓએ જણાવ્યું કે, છેલ્લા ચાર અઠવાડિયામાં…

દેશમાં ચોવિસ કલાકમાં 700થી વધુ કોરોનાના નવા કેસ, 4નાં મોત

કેરળમાં 266, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15, તમિલનાડુમાં 13 અને ગુજરાતમાં 12 સહિત 17 રાજ્યોમાં કોવિડ-19ના સક્રિય કેસ નોંધાયા નવી દિલ્હી વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારીએ ફરી એકવાર ચિંતા વધારી છે. દેશમાં દર એક કલાકે ઓછામાં ઓછા 26થી 27 લોકો સંક્રમિત થઈ રહ્યા છે જેના પગલે ડરનો માહોલ સર્જાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર…

બાપના પૈસાના નિવેદન પર ઉદયનીધિને સીતારમણની ચેતવણી

અમે કોઈના બાપના પૈસા માંગી નથી રહ્યા, અમે ફક્ત તમિલનાડુના લોકો દ્વારા  ચૂકવાયેલો ટેક્સનો હિસ્સો માંગી રહ્યા છીએના સ્ટાલિનના નિવેદન પર નાણાંમંત્રી ગુસ્સે થયા નવી દિલ્હી નાણામંત્રી નિર્મલા સીતારમણ એ ઉદયનિધિ સ્ટાલિનને તેમના ‘બાપના પૈસા’ વાળા નિવેદન પર ચેતવણી આપતા કહ્યું કે બોલતા પહેલા પોતાના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ અને રાજકીય નેતાને શોભે તે…

વિવેક બિન્દ્રા પર પત્નીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો

લગ્નના બે દિવસ બાદ માતા સાથે ઝઘડો થતાં વિવેકે પત્નીને રુમમાં પૂરી દીધી, દુર્વ્યવહાર શરૂ કરતા ફિરયાદ નોંધાવાઈ નોઈડા જાણીતા મોટિવેશનલ સ્પીકર અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર વિવેક બિન્દ્રા પર તેની પત્ની સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ વિવેક બિન્દ્રાની પત્ની યાનિકા બિન્દ્રાના ભાઈ વૈભવ ક્વાત્રાએ તેની સામે નોઈડાના સેક્ટર 126માં કેસ…

ઈઝરાયેલે ગાઝા પર 900 કિલોના હજારો બોમ્બ ઝિંક્યા

વિશ્વ 50 વર્ષ બાદ કોઈ સ્થળ પર આ પ્રકારના ભીષણ બોમ્બમારાને જોઈ રહયું છે તેલ અવીવ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ભીષણ રૂપ ધારણ કરી દીધુ છે. ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવી રહેલી હવાઈ અને જમીની કાર્યવાહીએ તાજેતરના દાયકાઓમાં થયેલા યુદ્ધોની તબાહીને પાછળ છોડી દીધી છે. ઈઝરાયેલે ગાઝા પર જે બોમ્બમારો કર્યો છે…