હાર્દિકનું લિગામેન્ટ ફાટી ગયું, સવ્સ્થ થવામાં બે સપ્તાહ લાગશે

ન્યુઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા સામે આગામી મેચમાં રમી શકશે નહી મુંબઈભારતીય ક્રિકેટ ટીમ હાલ વન-ડે વર્લ્ડ કપ2023માં ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. હાર્દિક પંડ્યાની ઈજાએ વન-ડે વર્લ્ડ કપ2023 દરમિયાન ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. હાર્દિકને બાંગ્લાદેશ સામે થઇ ઈજા હવે વધુ ગંભીર થતી દેખાઈ રહી છે. પહેલા સમાચાર મળ્યા હતા કે…

મેક્સિકો કિનારે ‘ઓટિસ’ વાવાઝોડું 230 કિમી ઝડપે અથડાતાં ભારે તારાજી

મેક્સિકોના અકાપુલ્કો પાસે ‘ઓટિસ’ ચક્રવાત ટકરાયું હતું જ્યાં 10 લાખ લોકો રહે છે મેક્સિકોપેસિફિક મહાસાગરના કિનારે સ્થિત મેક્સિકોમાં ગઈકાલે કુદરતનો કહેર જોવા મળ્યો હતો. મેક્સિકો કિનારે ‘ઓટિસ’ વાવાઝોડું 230 કિમી પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું. જોરદાર પવન અને વરસાદના લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાય હતી. આ વાવાઝોડાએ લોકોના ઘર, વાહનો, સ્ટ્રીટ લાઈટ, વૃક્ષો અને…

રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાને ત્યાં ઈડીના દરોડા

ઈડીએ અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાના ઘરે પણ દરોડા પાડ્યા જયપુરરાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે એક મોટા અહેવાલ મળી રહ્યા છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર પેપર લીક કેસમાં સંડોવણીના આરોપો હેઠળ તેમના પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ ઈડીએ અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાના…

સ્ટેડિયમાં આયોજિત લાઈટ શૉ પ્રેક્ષકો માટે સારો, ખેલાડીઓ માટે મુશ્કેલી

આ કારણે મારું માથું દુખવા લાગ્યું. આંખોને એડજસ્ટ કરવામાં પણ સમય લાગી રહ્યો હતોઃ મેક્સવેલ મુંબઈઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 309 રનથી જીત મેળવી હતી. ગ્લેન મેક્સવેલે આ મેચમાં વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. મેક્સવેલે 40 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. પરંતુ મેચ સમાપ્ત થયા બાદ તે નારાજ જોવા…

ભાજપ ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ઈડીના દરોડાની ગંદી રમત રમી રહી છેઃ મમતા

ભાજપ અને ઈડી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાનની ધમકી કોલકાતાપશ્ચિમ બંગાળ સરકારમાં અગાઉ ખાદ્ય મંત્રીનો કાર્યભાર સંભાવનાર અને હાલ કોલકાતામાં પશ્ચિમ બંગાળના વન મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે ઈડીએ દરોડા પાડ્યા બાદ રાજકારણ ગરમાયું છે. મલિકના ત્યાં દરોડા મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી) ગુસ્સે ભરાયા છે. બેનર્જીએ ભાજપ પર ઈડીના દરોડા અને એનસીઆરટી ભલામણ સહિત ઘણા…

2040 સુધી દેશના ઘણા શહેરોમાં ગરમી ચારથી દસ ગણી વધી શકે છે

ડીએસટીના મહામના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન ક્લાયમેન્ટ ચેન્જ રીસર્ચના વિશ્લેષણમાં આ ભવિષ્યવાણી કરાઈ, 1961થી 2021 વચ્ચે ભારતમાં હીટવેવના સમયગાળામાં આશરે અઢી દિવસનો વધારો થયો નવી દિલ્હીટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી વિકસી રહેલ વિશ્વ સાથે વધી રહેલ કાર્બન ઉત્સર્જન કારણે ગ્લોબલ વોર્મિંગ ધરતીના વાતાવરણ માટે સૌથી મોટો ખતરો બનીને ઉભરી આવ્યું છે. જો આ રીતે જ કાર્બન…

ઓટ્ટાવામાં તિરંગો લપેટી મોદી-અધિકારીઓનાં પૂતળાં સળગાવાયા

ખાલિસ્તાનીઓએ ભારત અને હિન્દુ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા ઓટ્ટાવાખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની જૂનમાં થયેલી હત્યા મામલે ભારત-કેનેડા વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે, ત્યારે કેનેડામાં ફરી ભારત વિરોધી અપમાનજનક કૃત્ય કરાયું હોવાની ઘટના સામે આવી છે. ખાલિસ્તાની સમર્થકોએ દશેરા પર્વે ઓટ્ટાવામાં ભારતીય ત્રિરંગામાં લપેટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય દૂતાવાસના અધિકારીઓના પુતળા સળગાવ્યા……

શેરબજારમાં એક જ દિવસમાં રોકાણકારોના 5.54 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા

સેન્સેક્સમાં 901 અને નિફ્ટીમાં 265 પોઈન્ટનું ગાબડું પડ્યું, 5 વર્ષમાં બજારની આ પ્રથમ નકારાત્મક ઓક્ટોબર શ્રેણી છે મુંબઈભારતીય સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે જેના કારણે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. 5 વર્ષમાં બજારની આ…

એશિયન પેરા ગેમ્સમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન, 17 ગોલ્ડ સાથે 75 મેડલ

21 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ સામેલ, ભારતે અગાઉ 2018માં જાકાર્તા એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ 72 મેડલ જીત્યા હતા હાંગઝોઉએશિયન પેરા ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ભારતે 26 ઓક્ટોબર 2023ની સવારે હોંગઝોઉમાં ઈતિહાસ રચ્યો હતો. હોંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સમાં ચોથા દિવસે ભારતની મેડલ સંખ્યા 75 પર પહોંચી ગઈ છે. જેમાં 17…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કર્યું

બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જાહેર નાણાંકીય સંસ્થાઓ અને પ્રમાણમાં ઊંચા વ્યાજ દરના જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ સાથેના ડેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ મુખ્ય બાબતોઃ એનએફઓ 25મી ઓક્ટોબર 2023ના રોજ ખુલે છે અને 6મી નવેમ્બર 2023ના રોજ બંધ થાય છેફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી બેન્કિંગ અને પીએસયુ ડેટ ઇન્ડેક્સ છેએન્ટ્રી લોડ લાગુ નથી અને…

એક ડ્રીમ ડેબ્યુ: બાર્કાના 17-વર્ષના માર્ક ગીયુએ આવ્યા પછી માત્ર 34 સેકન્ડમાં જ સ્કોર કર્યો

એથ્લેટિક ક્લબને 1-0થી હરાવવા માટે યુવાને ડેબ્યૂ ગોલ કર્યો અને તેની વરિષ્ઠ કારકિર્દીનો બીજો સ્પર્શ કર્યો! લા માસિયામાંથી બહાર આવવા માટે તમારે નવીનતમ સંવેદના વિશે જાણવાની જરૂર છે તે અહીં છે. રવિવારે રાત્રે એથ્લેટિક ક્લબ સાથે એફસી બાર્સેલોનાની હેડ-ટુ-હેડની 78 મિનિટમાં, બાર્સાના કોચ ઝેવી હર્નાન્ડેઝે સ્થિતિસ્થાપક એથ્લેટિક સંરક્ષણને તોડવા માટે બેન્ચ તરફ જોયું. તેણે બેવડો…

ત્રણ મુખ્ય દ્વંદ્વયુદ્ધ જે આ શનિવારના એલ્લેસીકો નક્કી કરી શકે છે

મિડફિલ્ડથી લઈને બેન્ચ સુધી, એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં આ રમત જીતી અથવા હારી શકાય છે. 2023/24 સીઝનનો પ્રથમ ELCLASICO નજીકમાં છે અને FC બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ વચ્ચેની આ મીટિંગમાં દાવ ભાગ્યે જ વધારે હોઈ શકે છે, બાદમાં LALIGA EA સ્પોર્ટ્સ ટેબલમાં ભૂતપૂર્વ કરતાં માત્ર એક પોઈન્ટ આગળ છે. જેમ જેમ આ હેવીવેઇટ દ્વંદ્વયુદ્ધ…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રીન પ્રોજેક્ટ્સને સમર્પિત આવક સાથે પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ રજૂ કરી

• પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ તેની સંપૂર્ણ આવકને વેસ્ટ મેનેજમેન્ટ, સોલર પ્રોજેક્ટ્સ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ, વરસાદી પાણીના સંગ્રહ અને ઇલેક્ટ્રિક વાહનો સહિત રિન્યુએબલ અને ગ્રીન પ્રોજેક્ટ્સને સમર્થન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.• ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ એ પ્રોજેક્ટ્સ અને બિઝનેસને ટેકો આપીને વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે જે ક્લાઈમેટ ચેન્જ અને ટકાઉ…

માનવે શરથને હરાવીને ટાઇટલ જીત્યું

ગાંધીધામ ટેનિસ ચેમ્પિયનશિપમાં માનવ ઠક્કરે રોમાંચક બનેલી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં એ. શરથ કમાલને 4-3થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. આ સાથે માનવે 77 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ જીત્યો હતો. માનવ 2-1ના સ્કોર પર મજબૂત સરસાઈ ભોગવી રહ્યો હતો પરંતુ શરથે તેના આ પીએસપીબીના સાથીદાર સામે વળતો પ્રહાર કરીને સ્કોર પોતાની તરફેણમાં 3-2 કરી દીધો…

ઇઝરાયેલ અને હમાસ મુદ્દો ટુ સ્ટેટ સોલ્યુશનના આધારે ઉકેલી શકાયઃ ચીન

પેલેસ્ટાઈન-ઇઝરાયેલ યુદ્ધમાં સ્થિતિ અરબના દેશો સાથે વધારે સુસંગત હોવાની ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગની સ્પષ્ટતા બેઈજિંગઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર પોતાનું મૌન તોડતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે બેજિંગને આશા છે કે આ મુદ્દો “ટુ સ્ટેટ સોલ્યુશન” ના આધારે “ન્યાયી અને કાયમી રીતે” ઉકેલવામાં આવી શકે છે. ચીનની રાજધાની બેજિંગમાં…

યુનોની સુરક્ષા પરિષદની બેઠક બાદ યુએન પ્રમુખના રાજીનામાની માગ

સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના રાજદૂત ગિલાડ એર્દાનએ યુએન ચીફ એન્ટોનિયો ગ્યુટરેસને તાત્કાલિક રાજીનામું આપવા કહ્યું વોશિંગ્ટનઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આખી દુનિયામાં હાહાકાર મચી ગયેલું છે. દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ ગાઝા પર ઈઝરાયલના હુમલાની આકરી ટીકા થઈ રહી છે તો બીજી બાજુ ઈઝરાયલે હમાસની તુલના આઈએસઆઈએસ સાથે કરી…

હું લખીને આપું છું કે હવે મોદી સરકાર નહીં આવેઃ રાહુલ ગાંધી

કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી નવી દિલ્હીઆગામી નવેમ્બર ડિસેમ્બરમાં 5 રાજ્યોમાં લોકસભાની સેમિફાઈનલ કહેવાતી વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જેનું હાલ ધમધોકાટ પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ 2024માં લોકસભા ચૂંટણીઓ યોજાવાની છે, જે માટે મોટાભાગના પક્ષોએ અત્યારથી જ યોજનાઓ ઘડવાની શરૂ કરી દીધી છે….

ભારતના સુંદર સિંહ ગુર્જરે પુરુષોની ભાલા ફેંક-એફ46 ફાઇનલમાં ગોલ્ડ જીત્યો

ભારત આ ઇવેન્ટમાં 1-2-3 થી જીત મેળવીને પોડિયમ સ્વીપ કરવામાં સફળ રહ્યું હાંગઝોઉએશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ શાનદાર દેખાવ કરી રહ્યા છે. ભારતના સુંદર સિંહ ગુર્જરે બુધવારે ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંક-એફ46 ફાઇનલમાં ગોલ્ડ જીતવા માટે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. સુંદરના 68.60 મીટર થ્રોએ તેના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં શ્રીલંકાના દિનેશ પ્રિયંતાનો…

શેરબજાર ફરી ઊંધા માથે પટકાયું, રોકાણકારોના બે લાખ કરોડ ડૂબ્યા

સેન્સેક્સમાં 523 અને નિફ્ટીમાં 160 પોઈન્ટનું ગાબડું પડ્યું, આઈટી, રિયલ્ટી, ફાર્મા ઈન્ડાઈસિસમાં દબાણ, બેન્કિંગ, ઓટો, એનર્જી શેરોમાં વેચવાલી મુંબઈઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર પડતી જોવા મળી રહી છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. માર્કેટમાં મંદીનો દોર યથાવત છે. સેન્સેક્સ- નિફ્ટી સતત 5માં દિવસે ઘટાડા સાથે બંધ…

એનસીઈઆરટીના પુસ્તકોમાં હવે ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવામાં આવશે

એનસીઈઆરટી પેનલ સમક્ષ આને લગતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો નવી દિલ્હીનેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)ના પુસ્તકોમાં હવે ઈન્ડિયાનું નામ બદલીને ‘ભારત’ કરવામાં આવશે. એનસીઈઆરટી દ્વારા રચાયેલી સમિતિએ સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ માટે એનસીઈઆરટીએ 19 સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (એનએસટીસી)ની રચના કરવામાં આવી…