તમિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર સામે મુંબઈમાં વધુ એક એફઆઈઆર

એફઆઈઆરમાં નફરત ફેલાવા બદલ આઈપીસીની કલમ 153એ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે આઈપીસીની કલમ 295એને સામેલ કરાઈ મુંબઈ સનાતન ધર્મ અંગે કરેલી ટિપ્પણીને લઈને તમિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ વધુ એક એફઆઈઆર નોંધાઈ છે. ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર નોંધાવામાં…

આઝામખાનના 30 સ્થળો પર આટી-ઈડીના વ્યાપક દરોડા

આયકર વિભાગે અને ઈડીએ દરોડા પાડ્યા છે જેમાં રામપુર, મેરઠ, ગાઝિયાબાદ, સહારનપુર, સીતાપુર અને લખનઉના સ્થળોનો સમાવેશ થાય છે લખનઉ પૂર્વ મંત્રી અને સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી છે આજે વહેલી સવારે તેના રહેણાંક સહિત અનેક સ્થળોએ આયકર વિભાગે અને ઈડીએ સવારે દરોડા પાડ્યા છે જેમાં રામપુર, મેરઠ, ગાઝિયાબાદ, સહારનપુર, સીતાપુર અને લખનઉના…

સુરતમાં ડાયમંડ-જ્વેલર્સના ત્રણ ગ્રુપ પર આઈટીના દરોડા

ઈન્કટેક્સ દ્વારા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા સુરત સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે મોટુ સર્ચ ઓપરેશન હાથ ધરતા ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ પર દરોડા પાડતા જ્વેલર્સ નગરીમાં સન્નાટો છવાયો છે. ઈન્કટેક્સ દ્વારા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને…

વન-ડેમાં કુલદીપ યાદવ સૌથી ઝડપી 150 વિકેટ લેનારો લેફ્ટ આર્મ સ્પિનર

લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવે શ્રીલંકા સામે 9.3 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી નવી દિલ્હી એશિયા કપ 2023ના સુપર-4માં ભારતીય ટીમ શ્રીલંકાને 41 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે. હવે ભારતીય ટીમ 15 સેપ્ટેમ્બરના રોજ સુપર-4માં તેની અંતિમ મેચ બાંગ્લાદેશ સામે રમશે. બીજી તરફ ફાઈનલમાં પહોંચવા માટે હવે શ્રીલંકા…

લિબિયામાં વાવાઝોડા-પૂરથી 5200થી વધુ લોકોનાં મોત

પૂરની ભયાવહ સ્થિતિને કારણે બચાવ કામગીરી કરી રહેલી ટીમને મૃતદેહોને શોધવામાં મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે ડેરના લીબિયામાં ભયાનક વાવાઝોડાં બાદ વિનાશકારી પૂરને કારણે અનેક શહેરોમાં વિનાશ વેરાયો છે. પૂરની સૌથી ખરાબ અસર ડેરના શહેરમાં જોવા મળી હતી જ્યાં અત્યાર સુધીમાં 700 લોકો દફન જ થઈ ગયા છે. મૃત્યુઆંક પણ ઘણો વધારે હોઈ…

ઉ.કોરિયાએ વધુ એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું

આ પરિક્ષણની અસર જાપાન સુધી થઇ, જાપાનના કોસ્ટગાર્ડે જણાવ્યું કે આ મિસાઈલ સમુદ્રમાં પડી હતી મોસ્કો ઉ.કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ફરી તણાવ વધ્યો છે. કિમ જોંગ ઉનની રશિયાની મુલાકાત વચ્ચે ઉ.કોરિયાએ વધુ એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી ચોંકાવ્યા છે. દ.કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર ઉ.કોરિયાએ તેના પૂર્વ તટથી એક બેલેસ્ટિક મિસાઈલ ઝિંકી…

આઈટીએફ જે30 ટેનિસ ટૂર્નામેન્ટમાં 12 સપ્ટેમ્બરે રમાયેલી મેચના પરિણામ

અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમના એસીટીએફની ટર્ફ પર રમાઈ રહેલી આઈટીએફ જે30 ટેનિસ અમદાવાદ વર્લ્ડ ટેનિસ ટૂરમાં 12 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચોના પરિણામ નીચે મુજબ છે.

ભાજપ અને વિપક્ષ તિપરા મોથાના કાર્યકરોની અથડામણમાં 12 ઘાયલ

તિપરા મોથાના એક સમૂહ દ્વારા કથિત રીતે કેટલાક ભાજપ કાર્યકર્તાઓએ રેલીમાં સામેલ થવા પર રોક્યા બાદ હિંસક અથડામણ અગરતલાત્રિપુરાના સિપાહીજાલા જિલ્લામાં સત્તારુઢ ભાજપ અને વિપક્ષી તિપરા મોથા વચ્ચે સોમવારે હિંસક અથડામણ થઈ ગઈ હતી. આ દરમિયાન એક પોલીસ અધિકારી અને બે અન્ય કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ આજે તેની…

આયુષ્માનની ડ્રીમ ગર્લ-2નો 100 કરોડની ક્લબમાં પ્રવેશ

આ ફિલ્મે આયુષ્માન ખુરાનાને તેમના કરિયરની સૌથી મોટી ઓપનિંગ પણ આપી મુંબઈઆયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ કેટલાય દિવસથી 100 કરોડના ક્લબ માટે મહેનત કરી રહી હતી. આ ફિલ્મ માટે પહેલા ગદર 2 અને પછી જવાન અડચણ બની હતી. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર એવું તોફાન મચાવ્યું કે, ડ્રીમ ગર્લ 2 માટે ટકી રહેવું…

ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ થવાની શક્યતા

સુપર-4માં પાકિસ્તાને પોતાની અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવે તો ફાઈનલમાં ભારત સામેની ટક્કર નક્કી નવી દિલ્હીએશિયા કપ 2023માં સુપર-4નો રોમાંચ હવે બમણો થઇ ગયો છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાઈ ચુકી છે. ગ્રુપ સ્ટેજમાં પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી, પરંતુ બીજી વખત સુપર-4માં થયેલી ટક્કરમાં ભારતે પાકિસ્તાનને 228 રનોથી હરાવ્યું હતું….

હવે મોબાઈલનો નશો છોડાવવા લોકો સારવાર તરફ વળ્યા

કોરોના કાળમાં લાગેલું મોબાઈલનું વળગણ નુકશાનકારક હોવાનું સમજાતા લોકો આ ટેવ છોડાવવા મનોચિકિત્સકોના સહારે અમદાવાદદારૂ, ડ્રગ્સ કે અન્ય નશાકારક પદાર્થો કરતાં પણ વધુ દર્દીઓને મોબાઈલનો નશો છે. વાત માન્યામાં ન આવે તેવી લાગે પણ વાસ્તવિક છે. અમદાવાદના છેવાડે આવેલા ભાટ ગામે આવેલી વ્યસનમુક્તિ માટેની કાનોરિયા હોસ્પિટલમાં મોબાઈલ ફોનનું વળગણ કે નશો છોડવા આવનારાંઓની સંખ્યા અન્ય…

લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા ગૃહ મંત્રાલયે મંજૂરી આપી

સીબીઆઈએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને આપી,ત્રણ આરોપી અધિકારીઓ પર કેસ ચલાવવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ન હતી નવી દિલ્હીસીબીઆઈને નોકરીના બદલે જમીન કૌભાંડ મામલે લાલૂ પ્રસાદ યાદવ વિરુધ્ધ કેસ ચલાવવાની ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી મળી ગઈ છે. સીબીઆઈએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને આપી હતી. જો કે આ મામલામાં ત્રણ આરોપી અધિકારીઓ પર…

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા પંકજ ચૌધરીનું રાજીનામું

મહેસાણાના વતની પંકજ ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, કારણ અંગે માહિતી સામે આવી નથી અમદાવાદગુજરાતમાં ભાજપ આગામી લોકસભાની ચૂંટણી માટે પુરજોષમાં તૈયારી કરી રહી છે ત્યારે હવે પ્રદેશ ભાજપના મંત્રી પદેથી પંકજ ચૌધરીએ રાજીનામુ આપી દીધુ છે. જો કે આ રાજીનામું ક્યા કારણોસર આપ્યું છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી તેમજ પંકજ…

સૈન્ય હથિયાર નિષ્ણાતો સાથે કિમ જોંગ રશિયાની મુલાકાતે

રશિયન પ્રવક્તાએ કહ્યું કે, કિમ જોંગ ઉનની આ મુલાકાત બંને દેશોની દ્વિપક્ષીય વાતચીત માટે મહત્વની છે મોસ્કોરશિયા-યુક્રેન યુદ્ધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં એક નવો વળાંક સામે આવી રહ્યા છે. રશિયા યુદ્ધ માટે કિમ જોંગ ઉન પાસેથી સૈન્ય હથિયારોની ડીલ કરી શકે છે. આ વાત પર અગાઉ એક અમેરિકી મીડિયાએ દાવો કર્યો…

રાજસ્થાનના સીએમ અગે સોનિયા,રાહુલ-ખડગેનો નિર્ણય અંતિમઃ પાયલોટ

ગેહલોત કે પાયલોટ જૂથ આ અંગે નિર્ણય લેશે નહીં, કોઈપણ પ્રકારનો જૂથવાદ કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે જયપુરઆ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજવાની છે. જેન લઇ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો દ્વારા સતા પર આવવા માટે જોરશોર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સચિન પાયલોટનું એક મોટું નિવેદન સામે આવી રહ્યું છે. કોંગ્રેસના…

નાસિર-જુનૈદ હત્યાકાંડમાં મોનૂ માનેસરની પોલીસે ધરપકડ કરી

ગૌરક્ષક મોનૂ માનેસર નાસિર અને જુનૈદ હત્યાકાંડ બાદ 8 મહિનાથી ફરાર હતો ગુરૂગ્રામહરિયાણા પોલીસે ભિવાનીમાં જીવતા સળગાવી દેવામાં આવેલા નાસિર-જુનૈદ હત્યાકાંડમાં મોટી કાર્યવાહી કરી છે. ગૌરક્ષક મોનૂ માનેસરને ગુરૂગ્રામથી પોલીસે કસ્ટડીમાં લીધો છે. હરિયાણા પોલીસ હવે તેને રાજસ્થાન પોલીસને સોંપી શકે છે. મોનૂ માનેસર પર ભિવાનીમાં જીવતા સળગાવી દેવામાં આવેલા નાસિર અને જુનૈદની હત્યાનો આરોપ…

પાંચ નાગરિકોને છોડાવવા યુએસ ઈરાનને 48000 કરોડ આપવા તૈયાર

અમેરિકાએ સાઉથ કોરિયામાં ઈરાનના 6 અબજ ડોલર ફ્રીઝ કર્યા હતા પણ હવે બેન્કોને આ રકમ ઈરાનને ટ્રાન્સફર કરવા માટે છુટ આપી વોશિંગ્ટનસુપર પાવર અમેરિકાએ પોતાના પાંચ નાગરિકોને છોડાવવા માટે ઈરાનને 6 અબજ ડોલર એટલે કે લગભગ 48000 કરોડ રૂપિયા ચુકવવાનુ આખરે સ્વીકારી લીધુ છે.અમેરિકાએ સાઉથ કોરિયામાં ઈરાનના 6 અબજ ડોલર ફ્રીઝ કર્યા હતા પણ હવે…

રોહિત શર્માના 241 વન-ડે ઈનિંગ્સમાં 10 હજાર રન, છઠ્ઠો ભારતીય

રોહિત શર્માએ શ્રીલંકા સામે પોતાનો 22મો રન બનાવતાની સાથે જ આ વિશેષ માઈલસ્ટોન હાંસલ કર્યો કોલંબોભારત અને શ્રીલંકાની ટીમો કોલંબોમાં આમને-સામને છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. આ સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વન ડે ઈન્ટરનેશનલ મેચોમાં 10 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. રોહિત શર્માએ 241…

સેન્સેક્સમાં 95 પોઈન્ટનો વધારો, નિફ્ટીમાં 3 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

ટીસીએસમાં ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, એનટીપીસીમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો મુંબઈપ્રોફિટ બુકિંગના દબાણને કારણે સ્થાનિક શેરબજારો મજબૂત શરૂઆત છતાં ફ્લેટ બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 94.05 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 67,221.13 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, એનએસઈ નિફ્ટી 3.15 પોઈન્ટ અથવા 0.02…

યુપીમાં બેંક ગાર્ડની હત્યા કરી એટીએમ કેશ વાનમાંથી લૂંટ

બે બાઈક પર સવાર ચાર બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો, ગોળી લાગવાથી 3 અન્ય લોકો ઘાયલ મિર્ઝાપુરઉત્તર પ્રદેશના મિર્ઝાપુર શહેરમાં બેખૌફ બદમાશોએ આજે બપોરે ધોળા દિવસે મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલતર નજીક એક્સિસ બેંકના એટીએમ કેશ વાનને લૂંટી દીધી છે. વિરોધ કરી રહેલા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી…