રેલવેના એસી-સ્લીપર કોચમાં રાતના 10થી સવારના છ સુધી ઊંઘી શકાશે

રેલવેનો આ નિયમ દરેક ટ્રેનોમાં લાગુ પડશે, જે ટ્રેનમાં ઊંઘવાની વ્યવસ્થા હોય છે નવી દિલ્હીજો તમે પણ રેલવેમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. રેલવે દ્વારા હવે ઊંધવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા રેલવે મુસાફરો વધુમાં વધુ 9 કલાક ઊંઘી શકતા હતા, પરંતુ હવે 8 કલાક જ ઊંઘી શકશે. આ પહેલા…

અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ, જનજીવનને ખોરવાયું

અમદાવાદ, સુરત, વડોદરામાં ઠેર-ઠેર પાણી ભરાયા, અનેક સ્થળે ટ્રાપિક જામ, જૂનાગઢ- ગીર સોમનાથમાં મેઘતાંડવ, ઘણા જિલ્લાઓમાં પાણી ભરાયા અમદાવાદહવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે આગાહી મુજબ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ માજા મુકી છે. તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘતાંડવનું રૌદ્રસ્વરૂપ જોવા મળી રહ્યું છે. વરસાદને…

સેન્સેક્સમાં 302 અને નિફ્ટીમાં 84 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

આઈટી અને ઓટો ઈન્ડેક્સમાં નજીવા ઘટાડા સાથે કારોબાર બંધ થયો છે અને આ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સમાં તેજી સાથે કારોબાર બંધ થયો મુંબઈટ્રેડિંગના અંતે સેન્સેક્સ 302.30 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 67,097.44 પર બંધ થયો હતો. જ્યારે બીજી તરફ નિફ્ટી 83.90 પોઈન્ટ એટલે કે 0.42 ટકાના વધારા સાથે 19833.15 ના સ્તર પર બંધ…

બાંગ્લાદેશ સામે બીજી વન-ડેમાં ભારતીય મહિલા ટીમનો 108 રને વિજય

બાંગ્લાદેશની ટીમની ઈનિંગ્સ 120 રનમાં સમેટાઈ ગઈ, જેમિમાએ સૌથી વધુ 86 અને કેપ્ટન હરમનપ્રીતે 52 રન બનાવ્યા ઢાકાભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ ભારતે 108 રને જીતી લીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી હતી.બીજી વનડે મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું…

10 વર્ષની બાળકીને ટોર્ચર કરવાના મામલે ભીડે મહિલા પાયલટ-પતિને ઢીબી નાખ્યા

બાળકી દંપત્તીના ઘરે કામ કરી રહી હતી, આ દરમિયાન ચોરીના આરોપમાં બંનેએ બાળકીને દઝાડીને ટોર્ચર કરી તો બાળકી ભાગી ગઈ અને પોતાના વાલીઓને સમગ્ર જણકારી આપી નવી દિલ્હીરાજધાની દિલ્હીમાં એક મહિલા પાયલોટ અને તેમના પતિની જાહેરમાં મારપીટનો વીડિયો સામે આવ્યો છે. એક સગીર બાળકીને ટોર્ચર કરવાના આરોપમાં ભીડે બંનેની મારપીટ કરી હતી. ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી…

ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમ

અમેરિકી રાજદ્વારી જોન કેરી જળવાયુ સંકટ પર ચર્ચા કરવા બેઇજિંગ પહોંચ્યા છે, પરંતુ ચીનના વિદેશ મંત્રીની ગેરહાજરી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બેઈજિંગ ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમ થઈ ગયા છે અને હાલ તોના કોઈ સંકેત જણાઈ રહ્યા નથી. ચીનના વિદેશ મંત્રી એવા સમયે ‘ગુમ’ થયા છે જ્યારે ચીનમાં રાજદ્વારી…

નીતિશ માટે બેંગલુરૂમાં અનસ્ટેબલ પ્રાઇમ મીનિસ્ટર ઉમેદવારના પોસ્ટર્સ લાગ્યા

પોસ્ટર્સમાં બિહારમાં તાજેતરમાં પડેલા બ્રિજની તસવીર પણ લગાવવામાં આવી બેંગલુરૂ વિપક્ષી દળોની બીજી સંયુક્ત બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં કુલ 26 પક્ષ સામેલ થઇ રહ્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, નીતિશ કુમાર, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, એમકે સ્ટાલિન, મહેબૂબા મુફ્તી અને અખિલેશ યાદવ સહિતના કેટલાક નેતા બેંગલુરૂ પહોચી ગયા છે. આ વચ્ચે નીતિશ કુમાર…

પૂંછમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા

રાત્રિમાં દેખરેખના સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા, માર્યા ગયેલા આતંકવાદીઓ મોટાભાગે વિદેશી આતંકવાદીઓ હોવાની શક્યતા જમ્મુ સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પહેલી અથડામણ ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યે થઈ હતી ત્યારબાદ રાત્રિમાં દેખરેખના સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ…

એટીએસે સીમા હૈદરને તેનો ભાઈ પાક. સેનામાં હોવાના સહિતના પ્રશ્નો પૂછ્યા

સીમા પાસે ચાર ફોન કેમ હતા, તેણે પાકિસ્તાની સિમ કેમ તોડ્યું, તે ભારતમાં કેવી રીતે પ્રવેશી, કરાચીથી નોઈડા પહોંચવામાં કોણે મદદ સહિતના સવાલો પુછાયા લખનૌ પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર પરના સવાલો હજુ પૂરા થયા નથી. યુપીએટીએસએ ફરી એકવાર સીમા હૈદર અને સચિનને ​​પૂછપરછ માટે ઝડપી લીધા છે. આ પહેલા ગઈકાલે પણ…

પોલેન્ડમાં નાનું પ્લેન એરફિલ્ડ હેંગરમાં અથડાતાં પાંચનાં મોત

અન્ય 7 લોકો ઘાયલ, પ્લેન ખરાબ હવામાનમાં લેન્ડિંગ કરી રહ્યું હતું, જેના કારણે ક્રેશ થયુ હોવાનું મનાઈ રહ્યું છે વોર્સો પોલેન્ડના વોર્સો પાસે એક નાનું પ્લેન એરફિલ્ડ હેંગરમાં અથડાતાં પાંચ લોકોનાં મોત અને અન્ય 7 લોકો ઘાયલ થયાંના સમાચાર મળી રહ્યા છે. પોલેન્ડની સ્ટેટ ફાયર સર્વિસના ચીફ કમાન્ડન્ટ એન્ડ્રેજ બાર્ટકોવિયાકે સોશિયલ મીડિયા પર જાનહાનિની ​​પુષ્ટિ…

વડાપ્રધાન રાજકોટ એરપોર્ટનું લોકાર્પણ કરશે

પીએમમોદીની મુલાકાત દરમિયાન ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને નવી ગતિ મળવાની અપેક્ષા નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી 27 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી તેના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે  28 થી 30 જુલાઈ સુધી ચાલશે. આગામી 27 જુલાઈએ પીએમ મોદી રાજકોટની…

શરદ પવારે વિપક્ષની એકતા પર શંકા વ્યક્ત કરી

અમને ખ્યાલ છે કે જો ભાજપને હરાવવા હોય તો આપણે એક થવું પડશે, આમાં કેટલીક સમસ્યાઓ છે, જેને અવગણી શકાય નહીઃ પવાર નવી દિલ્હી આજે સતત બીજા દિવસે બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, શરદ પવાર આજે બીજા દિવસે બેઠકનો ભાગ બનશે. આ દરમિયાન…

રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમમાં 21 જુલાઈએ સુનાવણી

સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી નવી દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી છે. આ…

અમેરિકાએ ભારતને ચોરાયેલી 105 પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપી

ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પુનર્જીવિત કરવાના પ્રયાસના ભાગરૂપે ભારત સરકાર દ્વારા પ્રાચીન વસ્તુઓને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વોશિંગ્ટન અમેરિકાએ સોમવારે ભારતને ચોરાયેલી 105 પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપી છે. ન્યૂયોર્કમાં એક સમારોહમાં આ કલાકૃતિઓ ભારતીય દૂતાવાસને સોંપવામાં આવી હતી. આ કલાકૃતિઓ ચોરી અને દાણચોરી દ્વારા અમેરિકા પહોંચી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનમાં અમેરિકાની…

પાયલટની તબિયત લથડતાં મહિલા યાત્રીએ પ્લેન ઊડાડ્યું

લેન્ડિંગ વખતે ચૂક થતાં પ્લેન ક્રેશ, કોઈ જાનહાની ન થઈ, પાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો ન્યૂયોર્ક અહીંથી ન્યૂયોર્ક માટે ઉડાન ભરનારું એક પ્રાઈવેટ પ્લેન લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. બનાવ એવો હતો કે, હવામાં ઉડાન દરમિયાન જ પાયલટની તબિયત લથડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, 79 વર્ષીય વૃદ્ધ પાયલટની મેડિકલ ઈમરજન્સી બાદ 68 વર્ષની…

પત્નીને નાના ભાઈ સાથે સુતેલી જોતા પતિએ હત્યા કરી

હત્યા બાદ મહિલાને તાવ આવ્યાનું જણાવીને હોસ્પિટલે લઈ જતાં મર્ડર થયાનું ખૂલતા પોલીસે આરોપીની ધરપકડ કરી રાજકોટ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેવચડીની ધાર પર ઝૂપડા બાંધી રહેતા પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. હત્યા બાદ મહિલાને તાવ આવ્યાનું જણાવીને હોસ્પિટલે લઈ જતાં મર્ડર થયાનું ખૂલતા પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા…

ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે 3.91 કરોડની છતરપિંડી

અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ્સ બનાવવા માટે ઈન્વેસ્ટમેન્ટની જરૂર હોઈ તેના બદલામાં 10 ટકાનો ભાગ આપવાની લાલચ આપી અમદાવાદ  શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. સામાન્ય લોકોથી માંડીને વેપારીઓ અને બિઝનેસ મેન સાથે થતી ઠગાઈના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે શહેરમાં વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુજરાતી ફિલ્મ બનાવવાના…

અમેરિકાની રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી 6 મગર અને 6 ઘડિયાળ આયાત કરશે

રેપ્ટાઈલ બેન્કનુ કહેવુ છે કે, આ પ્રજાતિઓને તે લુપ્ત થવા દેવા માંગતી નથી અને એટલા માટે તામિલનાડુથી તેને અમે્રિકા લાવવાની યોજના છે વોશિંગ્ટન અમેરિકાની સૌથી મોટા રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી 6 મગર અને 6 ઘડિયાળ ઈમ્પોર્ટ કરવા માંગે છે. આ માટે તેણે અમેરિકન સરકાર પાસે મંજૂરી માંગી છે. રેપ્ટાઈલ બેન્કનુ કહેવુ છે કે, આ પ્રજાતિઓને તે…

વિપક્ષની બેઠકને હાર્ડકોર ભ્રષ્ટાચાર બેઠક ગણાવતા નરેન્દ્ર મોદી

જે લોકો જાતિવાદનું ઝેર ફેલાવે છે અને ભ્રષ્ટ્રાચાર કરે છે તેઓ બેંગલુરુમાં દુકાનો ખોલીને બેઠા હોવાનો વડાપ્રધાનનો આક્ષેપ નવી દિલ્હી લોકસભા ચૂંટણી માટે બેંગલુરુમાં વિપક્ષો દ્વારા એકજૂથ થઈને બેઠક કરી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોર્ટ બ્લેઅરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ દરમિયાન વિપક્ષી એક્તા પર આકરા પ્રહારો કર્યા હતા અને આ બેઠકને હાર્ડકોર…

સેન્સેક્સમાં 205 અને નિફ્ટીમાં 38 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

મંગળવારે 1384 શેર વધ્યા, 1958 શેર ઘટ્યા અને 118 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો મુંબઈ ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો દિવસ મંગળવાર મંગળમય રહ્યો. આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ટોચ બનાવી. આજે સેન્સેક્સ પ્રથમ વખત 67 હજારની ઓલ ટાઈમ હાઈ સપાટીએ જોવા મળ્યો હતો, જોકે ઉપલા લેવલથી પ્રોફિટ બુકિંગ આવતાં બજાર થતાં ઘટીને 67…