વિશ્વ ચેમ્પિયનશીપ પહેલા 90 મીટરનું લેવલ પાર કરવા દબાણ નથીઃ નીરજ ચોપરા

નીરજે માંસપેશિયો ખેંચાણના કારણે ત્રણ મોટી સ્પર્ધામાં ભાગ ન લીધા બાદ ડાયમંડ લીગના લૌઝેન સ્ટેજ પર પાછા ફરતા 87.66 મીટરના અંતર સાથે સતત બીજી વખત ટોપનું સ્થાન જાળવી રાખ્યું નવી દિલ્હી ગયા અઠવાડિયે લુસાને ડાયમંડ લીગ જીતનાર ઓલંપિક ભાલાફેક ચેંમ્પિયન નીરજ ચોપડાનું કહેવુ છે કે ઓગસ્ટમાં થનારી વિશ્વ ચેમ્પિયનશીપ પહેલા શારિરીક અને માનસિક ફિટનેસ પર…

ચાર વર્ષે ડીગ્રી બાદ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી માટે માત્ર એક વર્ષનો અભ્યાસ

અંતર્ગત પ્રતિ સેમેસ્ટર 22 ક્રેડીટનું માળખું નક્કી કરવામાં આવ્યુ છે, વિદ્યાર્થીઓ ત્રણ વર્ષના અંતે કુલ 132 અને ચાર વર્ષના અંતે કુલ 176 ક્રેડીટ પ્રાપ્ત કરી શકશે ગાંધીનગર નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનીને જનકલ્યાણની યોજનાઓ લાગુ કરવી છેઃ અજિત પવાર

અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે દાવો કર્યો હતો કે તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે મુંબઈ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા બાદ આખરે ડેપ્યુટી સીએમ અજીત પવારે પોતાની રાજકીય મહત્વકાંક્ષાનો ખુલાસો કરી દીધો છે. અજીત પવારે કહ્યુ કે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે જેથી જનતાના કલ્યાણ માટે પોતાની…

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ચોમાસુ ફરી જમાવટ કરશે

આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને સમગ્ર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની વરસી શકે છે અમદાવાદ ગુજરાતમાં ચોમાસાની સારી શરૂઆત થાય બાદ હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ફરી ચોમાસુ જામવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં…

મેટા આજે ટ્વીટર જેવી થ્રેડ્સ એપ લોન્ચ કરશે

ઝુકરબર્ગે તમામ અટકળો વચ્ચે થ્રેડ્સના લોન્ચિંગ પર મહોર મારી દીધી મુંબઈ તાજેતરના સમયમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક બંને વચ્ચેની મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ (એમએમએ)ની હરિફાઇના સમાચાર આવ્યા હતા, એમએમએના કારણે આ બંનેની ઘણી ચર્ચા થઈ હતી અને બંને સમાચારોમાં ચમક્યા હતા, બંનેની કેજ ફાઇટની રાહ જોવાઇ રહી છે એવામાં હવે ફરી…

સ્પાઈસ જેટની દુબઈથી કોચી આવતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું

ટાયર ફાટવા છતાં લેન્ડિંગ સુરક્ષિત રીતે થયું હતું અને કોઈ જાનમાલની હાનિ થઈ નથી કોચી દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર લેન્ડિંગ વખતે જ ફાટી ગયું હતું. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી-17 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. એરલાઈનના પ્રવક્તાએ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ના થઈ હોવાનું જણાવ્યું…

શાહરૂખની સર્જરીના સમાચાર ખોટા, પરિવાર સાથે યુએસ ફરવા ગયો હતો

શાહરૂખ ખાન મુંબઈ પાછો આવ્યો હતો અને સ્વસ્થ લાગતો હતો, શાહરૂખ સાથે તેની પત્ની ગૌરી અને દીકરો અબરામ પણ હતા મુંબઈ બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની સર્જરીને લઈને મતમતાંર પ્રવર્તી રહ્યા છે. મંગળવારે અહેવાલ આવ્યા હતા કે, શાહરૂખને લોસ એન્જેલસમાં શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી અને તેની નાનકડી સર્જરી કરવામાં આવી હતી. જે બાદ બુધવારે અહેવાલ…

સીમા સાથે લગ્ન કરાવી આપવા પ્રેમી સચીનની મોદી-યોગીને આજીજી

હું અહીં મરવા તૈયાર છું પરંતુ પાછી પાકિસ્તાન ક્યારેય નહીં જઉં. ત્યાં મારું કોઈ નથી. મારા પતિએ એક વર્ષ પહેલા મને ડિવોર્સ આપી દીધા હતાઃ સીમાની સાફ વાત નોઈડા સીમા હૈદર નામની પાકિસ્તાની મહિલા પ્રેમમાં સરહદ ઓળંગીને ભારત આવી છે. છેલ્લા થોડા દિવસથી સીમા અને તેના પ્રેમી સચિનની પ્રેમકહાણીએ દેશભરમાં ચર્ચા જગાવી છે. ગ્રેટર નોઈડામાં…

ભારતમાં 87.85 કરોડ મોબાઈલ કનેક્સનમાંથી 40.87 લાખમાં ખોટા દસ્તાવેજનો ઉપયોગ

સમગ્ર ભારતમાં માત્ર 1575 ફ્રોડ પોઈન્ટ વિરુદ્ધ 181 એફઆઈઆર દાખલ કરવામાં આવી નવી દિલ્હી હાલમાં આખી દુનિયામાં એઆઈટેકનીક વિશે ચર્ચાઓ થઈ રહી છે. એઆઈટેકનીકની ચર્ચા ભારત જ નહી પરંતુ સમગ્ર દુનિયામાં થઈ રહી છે. ભારત સહિત દુનિયાભરમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં એઆઈએ મોટી એચીવમેન્ટ મેળવી છે. એક કેન્દ્રીય મંત્રાલય દ્વારા તાજેતરમાં થયેલા સર્વેમા…

સેન્સેક્સ 33 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 9.50 પોઈન્ટનો વધારો

સ્થાનિક શેરબજારમાં છેલ્લા પાંચ સત્રોની તેજીનો આજે અંત આવ્યો, વૈશ્વિક બજારમાં નબળાઈ વચ્ચે વૃદ્ધિની પ્રક્રિયા અટકી ગઈ મુંબઈ સ્થાનિક શેરબજારો આજે સપાટ બંધ રહ્યા હતા. આ રીતે શેરબજારમાં છેલ્લા પાંચ સેશનથી ચાલી રહેલી તોફાની તેજીનો આજે અંત આવ્યો હતો. બીએસઈસેન્સેક્સ 33.01 પોઈન્ટ એટલે કે 0.05 ટકાના ઘટાડા સાથે 65,446.04 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ…

એશિઝ: ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ

એશિઝની અત્યંત અપેક્ષિત ત્રીજી ટેસ્ટ 6ઠ્ઠી જુલાઈ 2023ના રોજથી શરૂ થવાની તૈયારીમાં છે. પ્રથમ બે મેચમાં હાઈ-ઓક્ટેન પ્રદર્શન અને રોમાંચક ક્ષણો બાદ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની દુશ્મનાવટ વધુ તીવ્ર બની છે. ઑસ્ટ્રેલિયા 2-0ની લીડ સાથે મેચની શરૂઆત કરશે, જ્યારે ઇંગ્લેન્ડ બધું દાવ પર લગાવીને બાઉન્સ બેક કરશે. બીજી ટેસ્ટમાં 181 રન બનાવનાર બેન ડકેટની સાથે…

49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023: 6ઠ્ઠો રાઉન્ડ પૂર્ણ થયા પછી ગોવાની IM ભક્તિ કુલકર્ણીની 5.5 pt સાથે ટુર્નામેન્ટમાં સરસાઈ

49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023માં રાજપથ ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદટૂર્નામેન્ટનો 6ઠ્ઠો રાઉન્ડ પૂરો થયા પછી PSPBની IM સૌમ્યા સ્વામીનાથને ટૂર્નામેન્ટની ટોચની ક્રમાંકિત ખેલાડી WGM દિવ્યા દેશમુખને હરાવી, જે દિવ્યાને 4.5 પોઈન્ટ સાથે ટેબલમાં 9મા સ્થાને અને સૌમ્યા 5.5 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બીજી બાજુ ગોવાની IM ભક્તિ કુલકર્ણીએ તમિલનાડુની WGM શ્રીજા શેષાદ્રીને આરામથી હરાવ્યા…

દૂરદર્શન છ ટીવી ચેનલો પર છ ભાષાઓમાં વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસનું પ્રસારણ કરશે

અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બાંગ્લા ભાષામાં ટેલિવિઝન પર બહોળી પહોંચ ધરાવતી શ્રેણી.મેચોનું પ્રસારણ કરવા માટે ડીડી સ્પોર્ટ્સ, ડીડી પોધિગાઈ, ડીડી સપ્તગીરી, ડીડી યાદગીરી, ડીડી બાંગ્લા, ડીડી ચંદના – ફ્રી-ટુ-એર ચેનલ પર ભારતની દ્વિપક્ષીય શ્રેણી માટે અત્યાર સુધીનું સૌથી મોટું ટેલિકાસ્ટ.તમામ મેચો ફેનકોડ પર લાઈવ સ્ટ્રીમ પણ કરવામાં આવશે. મુંબઈ ભારતના જાહેર પ્રસારણકર્તા દૂરદર્શન (DD)…

લાલીગામાં આ અઠવાડિયે 10 વસ્તુઓ શીખ્યા

છેલ્લા અઠવાડિયે લાલીગામાં શું ચાલી રહ્યું છે? એફસી બાર્સેલોનામાં ગુંડોગનના આગમનથી લઈને મોડ્રિકના કરારના નવીકરણ સુધીની ટોચની 10 વાર્તાઓ અહીં છે. ટ્રાન્સફર માર્કેટ સત્તાવાર રીતે 1લી જુલાઈના રોજ ખુલ્યું હોવાથી, આ પાછલું અઠવાડિયું લાલીગામાં વ્યસ્ત રહ્યું હતું. કેટલીક સ્પેનિશ ક્લબોએ હસ્તાક્ષર પૂર્ણ કર્યા, જ્યારે નીચે ચર્ચા કર્યા મુજબ અન્ય મુખ્ય હેડલાઇન્સ પણ હતી. FC બાર્સેલોનાએ…

સ્ટાર સ્પોર્ટ્સે ભારત, ઉપખંડ અને મેના ક્ષેત્ર માટે લંકા પ્રીમિયર લીગ 2023ના ટેલિવિઝન પ્રસારણ અધિકારો મેળવ્યા

દેશના અગ્રણી સ્પોર્ટ્સ નેટવર્ક સ્ટાર સ્પોર્ટ્સ પાસે આગામી લંકા પ્રીમિયર લીગ (LPL) 2023 માટે વિશિષ્ટ ટેલિવિઝન મીડિયા અધિકારો હશે, જે 30 જુલાઈથી 21 ઓગસ્ટ દરમિયાન શ્રીલંકામાં રમાનારી છે. ટેલિવિઝન પ્રસારણ અધિકારો મેળવ્યા પછી, સ્ટાર સ્પોર્ટ્સ લીગની ઉત્તેજક ક્રિયાનું જીવંત પ્રસારણ કરશે, ખાસ કરીને ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, માલદીવ્સ અને UAE સહિત MENA પ્રદેશમાં….

એશિયા કપમાં ભારત-પાકની 3 સપ્ટેમ્બરે ટક્કરની શક્યતા

આ સપ્તાહના અંત સુધી કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે નવી દિલ્હી લાખો ક્રિકેટ ફેન્સ એશિયા કપ 2023ની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની છે. એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્ત રૂપથી 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે રમાશે. એશિયા કપ 2023નો પ્રારંભ 31 ઓગસ્ટથી થવાનો છે. એટલે કે આ ટૂર્નામેન્ટ માટે…

ટૂંકમાં કેન્દ્રીય કર્મીઓના એચઆરએમાં ત્રણ ટકાના વધારાની શક્યતા

એચઆરએમાં વધારા બાદ સરકારી કર્મચારીઓના વેતનમાં તેના હાથમાં આવતો પગાર વધી જશે નવી દિલ્હી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે કે સરકાર જલદીએચઆરએએટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સમાં 3 ટકાનો વધારો કરી શકે છે. એચઆરએને જુલાઈ 2021માં રિવાઇઝ કરવામાં આવ્યું હતું. એચઆરએમાં વધારા બાદ સરકારી કર્મચારીઓના વેતનમાં તેના હાથમાં આવતો પગાર વધી જશે. જુલાઈ મહિનાની…

શેરબજારની વિક્રમી આગેકૂચ જારી, બેન્ચમાર્ક ઇન્ડેક્સ નવા શિખરે

સેન્સેક્સમાં 274 પોઈન્ટનો ઊછાળો, નિફ્ટી 19400ના સ્તર નજીક પહોંચ્યો, એનબીએફસી સેક્ટરની કંપનીઓના શેરોમાં તેજી, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરમાં ઘટાડો મુંબઈ ભારતીય સ્થાનિક શેરબજારમાં મંગળવારે સવારથી જ તેજી જોવા મળી હતી, જે બજાર બંધ થયા પછી પણ ચાલુ રહી હતી. સેન્સેક્સ સતત 5માં દિવસે વધતો રહ્યો અને 274 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો. જ્યારે નિફ્ટી…

યુએસમાં શૂટિંગ સમયે શાહરૂખને અકસ્માત, સર્જરી કરાવવી પડી

ઓપરેશન બાદ શાહરુખ નાક પર બેન્ડેજ સાથે સ્પોટ થયો હતો, અભિનેતા હાલ મુંબઈ સ્થિત ઘરે પરત આવી ગયો છે અને આરામ કરી રહ્યો છે’ મુંબઈ શાહરુખ ખાન અમેરિકાના લોસ એન્જલસમાં આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો તે સમયે તેને અકસ્માત નડ્યો હતો. તે એક્શન સીન શૂટ કરી રહ્યો હતો ત્યારે નાકમાં ઈજા થતાં લોહી વહેવા…

બિહાર સરકારના મંત્રી સુરેન્દ્ર યાદવની હત્યા માટે 11 કરોડની ઓફર

ક્ષત્રિય સેવા મહાસંઘના ધનવંત સિંહ રાઠોડે સુરેન્દ્ર યાદવને મારી નાખવાની ધમકી આપી, ફેસબુક પોસ્ટમાં રાઠોડે યાદવને ગુનેગાર ગણાવ્યો હતો પટના બિહાર સરકારના મંત્રી સુરેન્દ્ર યાદવને હત્યાની ધમકી મળી છે. તેમની હત્યા કરનારને 11 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ખુલ્લી ઓફર સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. નીતીશ સરકારમાં આરજેડી ક્વોટામાંથી સહકારી મંત્રી સુરેન્દ્ર યાદવ રાષ્ટ્રીય જનતા…