જોહાનિસબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલનમાં મોદી ભાગ લેશે

સમ્મેલન 22થી 24 ઓગષ્ટ સુધી ચાલશે, આ સમ્મેલનમાં અનેક મુદ્દા પર ભારતનું ફોકસ રહેશે, જેમાં આર્થિક સુરક્ષા હિત જ સર્વોપરી હશે નવી દિલ્હીસાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આ વખતે 15માં બ્રિક્સ શિખર સમ્મેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલા આ શિખર સમ્મેલનમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે. પીએમ મોદી આવતી કાલે સંમેલનમાં ભાગ લેવા માટે…

ભૂપેશ બધેલની પ્રેસ કોન્ફરન્સમાં અચાનક સાપ નિકળ્યો

મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન સાપ નીકળવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો બિલાસપુરછત્તીસગઢમાં આજે એક અજબ નજારો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ત્યાં અચાનક એક સાપ નીકળી આવ્યો. અચાનક સાપ આવી જવાથી ત્યાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો હતો. મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન સાપ…

પીએમ પદે મોદી 63 ટકાની અને રાહુલ 20 ટકાની પસંદ

તાજા સરવે મુજબ આપના નેતા અરવિંદ કેજરીવાલ દેશના વડાપ્રધાન તરીકે છ ટકા લોકોની જ પસંદ છે નવી દિલ્હીચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોની ચૂંટણીને આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની સેમિફાઈનલ મનાઈ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. એવામાં આમ આદમી પાર્ટી(આપ)ના સૌથી…

સુપ્રીમના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ

સુપ્રીમકોર્ટે એક દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ કડક ટિપ્પણી કરી નવી દિલ્હીગુજરાત હાઈકોર્ટ સામે રોષ ઠાલવતાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે કોઈપણ કોર્ટ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ છે. સુપ્રીમકોર્ટે એક દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ કડક…

સેન્સેક્સમાં 267 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 19350 પોઈન્ટને પાર

બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ, પાવરગ્રીડ કોર્પ અને અદાણી એન્ટરપ્રાઇઝિસે નિફ્ટીમાં સૌથી વધુ ઉછાળો જોવાયો મુંબઈસોમવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 267.43 પોઈન્ટ એટલે કે 0.41 ટકાના વધારા સાથે 65,216.09 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 83.45 પોઈન્ટ એટલે કે 0.43 ટકાના વધારા સાથે 19,393.60 પોઈન્ટના સ્તરે…

25 લાખની ખંડણી કેસમાં મહેસાણાના બે શખ્સની ધરપકડ

બંને આરોપીઓએ પોલીસની ખોટી ઓળખ આપી મહેસાણાના વ્યક્તિનું અપહરણ કરી પરિવાર પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અમદાવાદઅમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે 25 લાખની ખંડણી અને અપહરણ કરવાના કેસમાં મહેસાણાના 2 શખસની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ પોલીસની ખોટી ઓળખ આપી મહેસાણાના વ્યક્તિનું અપહરણ કરી પરિવાર પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારબાદ…

એશિયા કપ માટે ભારતીય ટીમમાં તિલક વર્માની સરપ્રાઈઝ એન્ટ્રી

શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની વાપસી, યુઝવેન્દ્ર ચહલને એશિયા કપ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી નવી દિલ્હી એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. એશિયા કપમાં ભારતીય ટીમ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. એશિયા કપ માટે 17 ખેલાડીઓને ટીમમાં…

જંગલોમાં આગથી બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતમાંથી 35000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો, સરકારે ઈમરજ્ન્સી લાગુ કરી દીધી ઓટાવાકેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના જંગલોમાં લાગેલી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે.તેના પર હજી સુધી કાબૂ મેળવી શકાયો નથી.ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.આ…

પોતાને મુસ્લિમ ગણાવનારા અહેમદિયા સમુદાયના છ લોકોની ધરપકડ

પાકિસ્તાને 1874માં એક કાયદો બનાવીને અહેમદિયા સમુદાયને બિન મુસ્લિમ જાહેર કરી દીધો હતો, કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષની કેદ અને દંડની જોગવાઈ ઈસ્લામાબાદપાકિસ્તાનમાં કાર્યકારી સરકારના રાજમાં એક પછી એક ધરપકડો થઈ રહી છે.પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ગઈકાલથી જેલમાં છે.સાથે સાથે પૂર્વ માનવાધિકાર મંત્રી શિરિન મઝારીએ પોતાની પુત્રીનુ પોલીસે અપહરણ કર્યુ હોવાનો આરોપ…

અલ્બેનિયામાં જમ્યા બાદ ભાગી જનારા 4 ટુરિસ્ટનાં ઈટાલી સરકારે બિલ ચુક્વ્યા

ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સુધી આ વાત પહોચી હતી, એ પછી તેમણે આલ્બેનિયા સ્થિત ઈટાલીની એમ્બેસીને ચાર પર્યટકોનુ બિલ ભરવા માટે આદેશ આપ્યો હતો રોમઈટાલીના ચાર ટુરિસ્ટે અલ્બેનિયામાં પોતાના દેશની આબરુના ધજાગરા કર્યા છે .આ ટુરિસ્ટ એક રેસ્ટોન્ટમાં જમવા ગયા હતા અને બિલ ચુકવ્યા વગર જ રવાના થઈ ગયા હતા. આ મામલો સ્થાનિક સ્તરે ભારે…

શરદ પવાર પોતાના જોરે ક્યારેય સરકાર બનાવી શક્યા નથીઃ દિલીપ પાટીલ

એનસીપી જ અમારી પાર્ટી છે અને પાર્ટીના ચૂંટણી ચિહ્ન અંગે ચૂંટણી પંચ જ્યારે નિર્ણય કરશે ત્યારે રાજકારણમાં ભૂકંપ આવી જશેઃ પાટીલ મુંબઈક્યારેક શરદ પવારના નજીકના રહેવા દિલીપ વલસે પાટિલે તેમના એક નિવેદનમાં કંઈક એવું કહ્યું કે જેનાથી શરદ પવારના સમર્થકો નારાજ થઈ શકે છે. ખરેખર દિલીપ વલસે પાટિલે શરદ પવારના રાજકીય કદ સામે સવાલો ઊઠાવ્યા…

ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચન્દ્રયાન-3નું સ્વાગત કર્યું, બંને વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થયો

લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો, આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગ માટે પ્રયાસ કરવામાં આવશે નવી દિલ્હીભારતનું ચન્દ્રયાન મિશન ચન્દ્ર તરફ સતત આગળ વધી રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાન-3ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ઈસરોએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચેનો સંચાર સફળતાપૂર્વક…

ડ્યુરાન્ડ કપ 2023: ચેન્નાઈ દિલ્હી એફસીને હરાવી ગ્રુપ E ની ટોચ પર રહી

ગુવાહાટી ચેન્નાઈન એફસીએ શુક્રવારે ગુવાહાટીમાં તેમની છેલ્લી ગ્રુપ E મેચમાં દિલ્હી એફસી સામે 2-1થી જીત મેળવ્યા બાદ ડ્યુરાન્ડ કપ 2023માં તેમના પ્રભાવશાળી અણનમ રનને લંબાવ્યો. ચેનાનિયિન એક માત્ર ટીમ હશે જે નવમાંથી નવ પોઈન્ટ મેળવશે અને તેની તમામ ગ્રુપ મેચ જીતશે. રાફેલ ક્રિવેલારો (38મી મિનિટ) અને વિન્સી બેરેટો (51મી)એ મરિના માચાન્સ માટે નેટ શોધી કાઢ્યો…

ઈમરાન ખાનને જેલમાં ઝેર આપવાની શંકા વ્યક્ત કરતી પત્ની

બુશરા બીબીએ પંજાબ રાજ્યના ગૃહ સચિવને એક પત્ર લખ્યો છે અને તેમાં કહ્યુ છે કે, જેલમાં ઈમરાન ખાનને ઝેર આપવામાં આવે તેવી શક્યતા છે ઈસ્લામાબાદપીએમ તરીકે મળેલી ભેટો બારોબાર વેચી દેવાના મામલામાં હાલમાં જેલની હવા ખાઈ રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની સુરક્ષાને લઈને તેમના પત્નીએ ચિંતા વ્યક્ત કરી છે.બુશરા બીબીએ પંજાબ રાજ્યના ગૃહ સચિવને…

આરબીઆઈની લોન લેવાનું સરળ બનશે, મિનિટોમાં લોનની માહિતી મળી શકશે

ભારતીય રિઝર્વ બેંકના આ પોર્ટલની મદદથી ફ્રીક્સન લેસ ક્રેડિટ મેળવી શકાય છે, આ પોર્ટલ દરેક વર્ગના લોકોને એક્સેસ આપશે, આ પબ્લિક ટેક પ્લેટફોર્મ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ છે નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકનું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ આરબીઆઈ લોન મેળવવાનું સરળ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ધિરાણકર્તાઓને લોનની સુવિધા જેટલી…

2022માં પીઓકેની મુલાકાત માટે ઉલ્હાન ઉમરને પાક. ફંડિગ કર્યું હતું

અમેરિકાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાની સરકારે 18 થી 24 એપ્રિલ દરમિયાન ઉમરના પ્રવાસ માટે નાણાકીય ભંડોળ પૂરુ પાડ્યુ હતુ વોશિંગ્ટનભારત સામે છાશવારે ઝેર ઓકતા અમેરિકન સાંસદ ઈલ્હાન ઉમર ફરી વિવાદોમાં છે.ઈલ્હાન ઉમરે 2022માં પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરની મુલાકાત લીધ હતી અને હવે એવો ઘટસ્ફોટ થયો છે કે, પાકિસ્તાને આ મુલાકાત માટે ફંડિંગ…

રાહુલ ગાંધી બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી

રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, પૈંગોંગ લેકના આ માર્ગ વિષે મારા પિતા કહેતા હતા કે, તે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે લદાખલદ્દાખની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે ટ્વિટર હેન્ડલ પર બાઇક સવાર રાહુલ ગાંધીની તસવીરો શેર કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર…

મંદિરોના રિનોવેશન ફંડને અટકાવવાનો નિર્ણય કર્ણાટકે પાછો ખેંચ્યો

જો કોઇ મંદિરમાં રિનોવેશનનું કામ શરૂ ન થયું હોય કે પછી 50 ટકા સુધી પૂરું ન થયું હોય તેવા મંદિરોની ફન્ડિંગને અટકાવી દેવાનો નિર્ણય લેવાયો હતો બેંગલુરૂભાજપ સહિત ચારેકોરથી ટીકાઓનો સામનો કર્યા બાદ કર્ણાટક સરકારે શુક્રવારે મુઝરાઈ ડિપાર્ટમેન્ટના આદેશને પાછો ખેંચી લીધો છે. આ આ દેશમાં મંદિરોને જારી કરવામાં આવતા રિનોવેશનને ફંડને અટકાવી દેવાનો નિર્ણય…

રાજસ્થાનની તમામ બેઠક પર ચૂંટણી લડવા આપની જાહેરાત

દેશમાં આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે નવી દિલ્હીદેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી માટે વિપક્ષ ગઠબંધન ઈન્ડિયા એક થઈ ગયું છે જેમાં આમ આદમી પાર્ટીએ પણ હાથ મિલાવ્યા છે. જો કે આ વચ્ચે ગઠબંધનમાં તકરાર સામે આવી રહી છે. દિલ્હી…

આયરલેન્ડ સામે ડકવર્થ લુઈસથી ભારતનો ટી20માં વિજય

આયરલેન્ડે 139/7નો સ્કોર કર્યો જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 47/2 રન બનાવ્યા, આ પછી વરસાદ પડ્યો અને આગળની રમત થઈ શકી નહીં પોર્ટબ્લેરભારત અને આયરલેન્ડ વચ્ચેની ટી20 સિરીઝની પ્રથમ મેચ ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ ભારતે બે રને જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આયરલેન્ડે પ્રથમ…