દૂન કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ ટુર્નામેન્ટ U-16: DPSનો એપોલો ઇન્ટરનેશનલ સામે 8 વિકેટે ભવ્ય વિજય

ઇબ્રાહિમ આવરીની પાંચ વિકેટ અને અર્ણવ શર્માની અણનમ 77 રનની ઇનિંગ્સથી દિલ્હી પબ્લિક સ્કૂલે સુપર નોકઆઉટ મુકાબલામાં નોંધાવ્યો શાનદાર વિજય અમદાવાદ: ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ, અમદાવાદ દ્વારા આયોજિત દૂન કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ ટુર્નામેન્ટ U-16 (મલ્ટીડે)ની સુપર નોકઆઉટ મેચમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)એ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલને 8 વિકેટે હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. પાયોનિયર B…

SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડિવાઇન લાઇફ સ્કૂલની ઇનિંગ્સથી જીત

દૂન કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ અંડર-16 મલ્ટિડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોલરોનો તરખાટ; આયુષ પટેલની 97 રનની શાનદાર ઇનિંગ્સ અમદાવાદ: ધ સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ, અમદાવાદના આયોજન હેઠળ રમાઈ રહેલી દૂન કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ અંડર-16 મલ્ટિડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડિવાઇન લાઇફ સ્કૂલે પ્રભાવશાળી પ્રદર્શન કરીને ઇનિંગ્સથી જીત મેળવી હતી. SGVP ઇન્ટરનેશનલ સ્કૂલે આનંદ નિકેતન-મણિનગરને ઇનિંગ્સ…

વેસ્ટર્ન એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં છઠ્ઠા રાઉન્ડ બાદ જિહાન તેજસ શાહની લીડ ખતમ

એફએમ શરણાર્થી વિરે રાતોરાત લીડર જિહાન તેજસ શાહને હરાવ્યો; અંડર-18, અંડર-16 અને અંડર-12 સહિત વિવિધ કેટેગરીમાં ખેલાડીઓ વચ્ચે રસાકસી અમદાવાદ: ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા અમદાવાદના રાજપથ ક્લબ ખાતે આયોજિત વેસ્ટર્ન એશિયન યુથ અને જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2026માં છઠ્ઠા રાઉન્ડ બાદ વિવિધ કેટેગરીમાં લીડ માટે રસાકસી જોવા મળી રહી છે. જુનિયર ઓપન કેટેગરીમાં એફએમ શરણાર્થી વિરે…

નર્સિંગમાં દયા, પ્રેમ અને કરુણા સાથે દર્દીઓની સેવા કરવી જરૂરીઃ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

૨૩મી TNAI ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો પ્રારંભ; નર્સિંગ પ્રોફેશનલ્સને જ્ઞાન અને કૌશલ્યમાં સતત વૃદ્ધિ કરવા આહવાન અમદાવાદ: ટ્રેઇન્ડ નર્સીસ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (TNAI)ની ગુજરાત સ્ટેટ બ્રાંચ દ્વારા આયોજિત ૨૩મી ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે નર્સિંગ પ્રોફેશનલ્સને દયા, પ્રેમ, કરુણા અને માનવતાના અભિગમ સાથે…

ભારતીય પુરુષ ટીમની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, તાન્ઝાનિયાને 48-20થી હરાવ્યું

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતની સતત પાંચમી જીત; કેન્યા અને મલેશિયાની મહિલા ટીમોનો પણ દબદબો અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં તાન્ઝાનિયાને 48-20થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મંગળવારે રમાયેલી આ મેચમાં ભારતીય ખેલાડીઓએ રેડિંગ અને ડિફેન્સ બંને વિભાગમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ભારતે…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 27-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

એકતાનગરમાં 31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ મહત્ત્વનાં આકર્ષણોનાં સાક્ષી બનશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

પાંચમા દિવસે કેન્યા અને બાંગ્લાદેશનો શાનદાર વિજય

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં કેન્યાની મહિલાઓનો અજેય સિલસિલો યથાવત્, મલેશિયા અને કેનેડાની પણ ભવ્ય જીત અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ના પાંચમા દિવસે કેન્યા, મલેશિયા, બાંગ્લાદેશ અને કેનેડાની ટીમોએ શાનદાર વિજય નોંધાવ્યા હતા. કેન્યાની મહિલા ટીમે સ્કોટલેન્ડને 61-16થી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની અજેય કૂચ જાળવી રાખી હતી. મલેશિયાની મહિલાઓએ સિંગાપોરને…

એકતાનગરની રાષ્ટ્રીય એકતા પરેડ-2026માં ગુંજશે ‘નશામુક્ત ભારત’નો સંદેશ

સરદાર પટેલની 151મી જન્મજયંતિએ 225 બાઈકચાલકોની રેલી બનશે વિશેષ આકર્ષણ; અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી રાજપીપળા: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે 31 ઓક્ટોબર, 2026ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં આ વર્ષે ‘નશામુક્ત ભારત’નો સંદેશ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ ભવ્ય ઉજવણીમાં ‘ફાઇટ…

સેવા દરમિયાન ઘાયલ થયા, હવે દેશના જવાનો માટે દોડશે યુદ્ધના વીર સૈનિકો

29 નવેમ્બરે યોજાનારી અદાણી અમદાવાદ મેરેથોનમાં પ્રથમવાર વોર વાઉન્ડેડ ફાઉન્ડેશનના ચાર જવાનો લેશે ભાગ; ‘રન ફોર અવર સોલ્જર્સ’ પહેલ દ્વારા સૈન્યના જવાનોના કલ્યાણ માટે અપાશે યોગદાન અમદાવાદ દેશની સરહદો પર ફરજ બજાવતી વખતે ગંભીર રીતે ઘાયલ થયેલા ચાર ભૂતપૂર્વ સૈનિકો હવે અમદાવાદની સડકો પર દેશના જવાનોના સન્માન અને કલ્યાણ માટે દોડશે. આગામી 29 નવેમ્બરે યોજાનારી…

સ્પેશિયલ કેમ્પેઇન 6.0 અંતર્ગત વડોદરા એરફોર્સ સ્ટેશનમાં સ્વચ્છતા અને વહીવટી કાર્યક્ષમતા પર ભાર

રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની ત્રિમાસિક બેઠક યોજાઈ; ભૂતપૂર્વ સૈનિકો, વીર નારીઓ અને આશ્રિતોના પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા કલેક્ટરની સૂચના વડોદરા/રાજકોટ: સ્પેશિયલ કેમ્પેઇન 6.0 અંતર્ગત એરફોર્સ સ્ટેશન વડોદરા ખાતે સ્વચ્છતા, રેકોર્ડ વ્યવસ્થાપન અને વહીવટી કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન કાર્યસ્થળની સ્વચ્છતા જાળવવા, દસ્તાવેજો અને રેકોર્ડનું…

એકતાનગરમાં 31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ મહત્ત્વનાં આકર્ષણોનાં સાક્ષી બનશે

સરદાર પટેલની 151મી જન્મજયંતીએ ‘વિવિધતામાં એકતા’ અને ‘નક્સલ મુક્ત ભારત’નો સંદેશ ગુંજશે; 19 કન્ટિન્જન્ટનો માર્ચપાસ્ટ, 45 ડોગ સ્ક્વોડનું વિશેષ આકર્ષણ, 2.62 કિમીની ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’નું લોકાર્પણ અને નશામુક્તિ માટે મોટરસાયકલ રેલી દ્વારા જનજાગૃતિ રાજપીપળા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 31 ઑક્ટોબરના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે….

વેસ્ટર્ન એશિયન યુથ એન્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં અમદાવાદના જિહાન તેજસ શાહની આગેકૂચ

ચોથા રાઉન્ડના અંતે જુનિયર ઓપન વિભાગમાં જિહાન એકમાત્ર લીડર; અંડર-18માં તિજિલ સિંહ ચાર પોઈન્ટ સાથે મોખરે અમદાવાદ અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાઈ રહેલી વેસ્ટર્ન એશિયન યુથ એન્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2026માં ચોથા રાઉન્ડના અંતે અમદાવાદના જિહાન તેજસ શાહે જુનિયર ઓપન વિભાગમાં શાનદાર પ્રદર્શન કરીને એકમાત્ર લીડર બનવાનું ગૌરવ મેળવ્યું છે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન દ્વારા આયોજિત…

દિવાળીના પર્વે eFootball™ની ધમાકેદાર ઉજવણી: સુનીલ છેત્રી, સંજુ સેમસન સહિત ખેલાડીઓ અને ગેમિંગ ક્રિએટર્સ જોડાયા

KONAMI દ્વારા ભારતમાં ખાસ દિવાળી કેમ્પેઇન શરૂ; સુનીલ છેત્રીનું અપગ્રેડેડ ઇન-ગેમ કાર્ડ, તહેવાર આધારિત જર્સી અને ખાસ રિવોર્ડ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ/વિન્ડસર, દિવાળીના તહેવારને વધુ રોમાંચક બનાવવા માટે ગેમિંગ જગતની જાણીતી કંપની KONAMIએ ભારતમાં તેની લોકપ્રિય ફૂટબોલ ગેમ eFootball™ માટે ખાસ દિવાળી કેમ્પેઇન શરૂ કર્યું છે. આ અભિયાનમાં ભારતીય ફૂટબોલના દિગ્ગજ ખેલાડી સુનીલ છેત્રી, ભારતીય…

રક્ષા મંત્રાલયનો મોટો નિર્ણય: સશસ્ત્ર દળો માટે રૂ. 2.12 લાખ કરોડની સંરક્ષણ ખરીદીની દરખાસ્તોને મંજૂરી

સેનાની તાકાત વધારવા હાઈ મોબિલિટી વાહનો, આધુનિક તોપો, હેલિકોપ્ટર, ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ ખરીદાશે; 82 ટકા ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી થશે નવી દિલ્હી: ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની દિશામાં સંરક્ષણ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં 26 ઑક્ટોબર, 2026ના રોજ યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં સશસ્ત્ર…

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતનો વિજયી સિલસિલો યથાવત્: પુરુષ અને મહિલા ટીમે નાઈજીરિયાને હરાવ્યું

મહિલા ટીમે 38-10 અને પુરુષ ટીમે 50-23થી શાનદાર જીત નોંધાવી , બંને ટીમોની સેમિફાઇનલ તરફ મજબૂત આગેકૂચ અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ના ચોથા દિવસે ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને નાઈજીરિયાને પરાજય આપ્યો હતો. ભારતીય મહિલા ટીમે 38-10થી, જ્યારે પુરુષ ટીમે 50-23થી જીત મેળવીને પોતાનો…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 26-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

નવસારીમાં રૂ. 450 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટી આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’ બનશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે એકતાનગર સજ્જ, પરેડનું અંતિમ રિહર્સલ પૂરજોશમાં

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે 31 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય પરેડ; CRPF, BSF સહિતનાં સુરક્ષા દળો અને વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર ‘ફાઇટ અગેન્સ્ટ ડ્રગ્સ’ થીમ આધારિત બાઇક રેલી, BSFની ડોગ સ્ક્વોડ અને શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ સાથે મહેમાનોની સુવિધા માટે પાર્કિંગ, પરિવહન, સુરક્ષા અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા રાજપીપળા: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ…

નવસારીમાં રૂ. 450 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટી આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’ બનશે

SVNM ટ્રસ્ટનો 1 કરોડ લોકોને અંધત્વમુક્ત બનાવવાનો સંકલ્પ; 200 બેડ, 21 ઓપરેશન થિયેટર અને 64 OPD સાથે વિશ્વકક્ષાની નેત્ર હોસ્પિટલનું નિર્માણ થશે અમદાવાદ આંખના રોગોથી પીડાતા દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને અંધત્વમુક્ત સમાજના નિર્માણના ધ્યેય સાથે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNM Trust) દ્વારા નવસારી જિલ્લાના સુપા ગામ ખાતે રૂ. 450 કરોડના ખર્ચે અત્યાધુનિક…

એકતા પરેડમાં અંબાજીના આદિવાસી બાળકોની ‘હેટ્રિક’: સતત ત્રીજી વખત ગુંજશે બેગપાઇપર બેન્ડના સૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રસ્તુતિ આપશે ; ‘ભીખ નહીં, શિક્ષણ’ના મંત્રથી વંચિત બાળકોને મળી નવી ઓળખ સુખદેવ વસાવા. રાજપીપળા: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં અંબાજીના આદિવાસી બાળકો વધુ એક વખત પોતાની પ્રતિભાનો પરિચય આપવા સજ્જ બન્યા…

સરદાર પટેલની 151મી જન્મજયંતિએ નવી પેઢીમાં રાષ્ટ્રીય એકતાના સંસ્કારનું સિંચન

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક પ્રવાસને પ્રોત્સાહન આપવા વિદ્યાર્થીઓને ટિકિટમાં 50 ટકા રાહત; 2,157 સંસ્થાઓના 1.86 લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો મેહુલ વાંઝવાલા. એકતાનગર રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે એકતાનગર ખાતે આવેલી વિશ્વપ્રસિદ્ધ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નવી પેઢીમાં રાષ્ટ્રીય ગૌરવ, દેશપ્રેમ અને એકતાના સંસ્કારોનું સિંચન કરવાનું…