સુરતમાં કરુણ ઘટના: મોબાઇલ મૂકીને અભ્યાસ કરવા કહેતા ધોરણ 11ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

સુરત સુરતના સચિન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરીક્ષાના સમયે મોબાઇલમાં ગેમ રમવા બાબતે માતાએ કરેલા સામાન્ય ઠપકાથી માઠું લાગી જઈને 17 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને કારણે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પરીક્ષા ચાલુ હોવાથી માતાએ કરી હતી ટકોર પ્રાપ્ત…

ગુજરાતમાં બેવડી ઋતુ વચ્ચે ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી, તાપમાન ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો

જમ્મુ અને રાજસ્થાન પર સર્જાયેલી બે હવામાન સિસ્ટમની અસર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા, આગામી 24 કલાકમાં પારો વધુ 2-3 ડિગ્રી ગગડશે અમદાવાદ: ગુજરાતમાં હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને એક મહત્વની આગાહી કરવામાં આવી છે. 29મી ઓક્ટોબર,…

એક જ વર્ષમાં 8 હિટ ફિલ્મો આપીને રવીના ટંડને રચ્યો ઇતિહાસ, શ્રીદેવી અને માધુરી દીક્ષિત પણ ન તોડી શક્યાં રેકોર્ડ!

સ્ટુડિયોમાં સફાઈથી લઈને બોલિવૂડની ટોચની અભિનેત્રી બનવા સુધીની સફર; 1991માં સલમાન ખાન સાથે કર્યું હતું ફિલ્મી ડેબ્યૂ, અનેક મોટી ફિલ્મોની ઓફર પણ ઠુકરાવી મુંબઈ બોલિવૂડમાં સફળતા મેળવવા માટે અનેક કલાકારોએ સંઘર્ષ કરવો પડે છે. જોકે, કેટલીક હસ્તીઓ પોતાની મહેનત અને પ્રતિભાના જોરે અલગ ઓળખ ઊભી કરે છે. આવી જ અભિનેત્રીઓમાં રવીના ટંડનનું નામ સામેલ છે….

પાટણમાં તળાવો અને કેનાલો સૂકાભઠ્ઠ, ખેડૂતોનો આક્રોશ: પાક સુકાતાં આર્થિક સંકટ ઘેરાયું

સરસ્વતી તાલુકામાં સિંચાઈના પાણી માટે ખેડૂતોની પોકાર; પાટણને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અથવા કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ, સાંસદ ભરતસિંહ ડાભી અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને કરી રજૂઆત પાટણ: અનિયમિત વરસાદ અને સિંચાઈના પાણીની અછતને પગલે પાટણ જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ પાટણ જિલ્લાને…

ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી રૂ. 53.78 લાખનો દારૂ ઝડપાયો! 19,522 બોટલો સાથે 1 ઝડપાયો, 10 ફરાર

જામનગરમાં 19,522 બોટલો સાથે ત્રણ વાહનો કબજે; એકની ધરપકડ, મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓની શોધખોળ જામનગર: જામનગરમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સામે કાર્યવાહી કરી છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉન પર દરોડો પાડીને પોલીસે વિદેશી દારૂની કુલ 19,522 બોટલો સહિત રૂ. 53,78,517ની કિંમતનો…

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ: યુગાન્ડાની મહિલા ટીમ સેમિફાઇનલમાં, કેન્યા સામે થશે મુકાબલો

શ્રીલંકાની પુરુષ અને મહિલા ટીમોએ અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું; પુરુષ વિભાગમાં કેન્યા અને બાંગ્લાદેશની શાનદાર જીત, યુગાન્ડાએ નાઇજીરિયાને 65-22થી હરાવ્યું અમદાવાદ: કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ના છઠ્ઠા દિવસે બુધવારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. પુરુષ વિભાગમાં કેન્યા અને બાંગ્લાદેશે શાનદાર જીત મેળવીને ગ્રુપ Bમાં અનુક્રમે પ્રથમ બે સ્થાનો પર કબજો જમાવ્યો…

આઈઆઈટીઈમાં ‘શરદ સંસ્કૃતિ સંગમ’ મ્યુઝિકલ ગરબા નાઈટનું ભવ્ય આયોજન

વિદ્યાર્થીઓની ઉત્સાહભરી સહભાગિતા સાથે સંસ્કૃતિ, સામાજિક સમરસતા અને મહિલા સશક્તિકરણનો સંદેશ ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (આઈઆઈટીઈ), ગાંધીનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સંયુક્ત આયોજન અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી ‘શરદ સંસ્કૃતિ સંગમ’ મ્યુઝિકલ ગરબા નાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ગરબા અને સંગીતના તાલે વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આરઆરયુ દ્વારા ગુજરાતના 20 જેલ સહાયક તાલીમાર્થીઓને ડિપ્લોમા પ્રમાણપત્ર એનાયત

જેલ સહાયકનો બેઝિક ટ્રેનિંગ કોર્સ હવે યુનિવર્સિટી ડિપ્લોમા સ્વરૂપે; સુધારાત્મક વહીવટ, પુનર્વસન અને કેદીઓના સમાજમાં પુનઃએકીકરણ પર ભાર ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) દ્વારા ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ સંસ્થા (GIPCA), અમદાવાદના 20 જેલ સહાયક તાલીમાર્થીઓને સુધારાત્મક વહીવટમાં ડિપ્લોમાના અભ્યાસક્રમ પૂર્ણતાનાં પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ તાલીમાર્થીઓ કુલ 540 સફળ તાલીમાર્થીઓના સમૂહનો ભાગ હતા….

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની ક્લબ ચેમ્પિયનશિપમાં 74 ક્લબોની રેકોર્ડબ્રેક સહભાગીતા

સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ અને અંડર-13, અંડર-15 તથા અંડર-17 બોયઝ યૂથ લીગમાં 28 મેચો રમાઈ; AIFFની યૂથ લીગમાં સ્થાન મેળવવા ક્લબો વચ્ચે સ્પર્ધા અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026 અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીની ફૂટબોલ…

યુવા પ્રતિભાઓને શોધી તેમને ઘડવામાં અમને વિશ્વાસ છે: ગુજરાત જાયન્ટ્સ મેનેજમેન્ટ

WPL 2027 માટે ગુજરાત જાયન્ટ્સની ટીમ પૂર્ણ; જી. કમલિની, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ અને સમાયરા રાઘવનો ટીમમાં સમાવેશ, 18 ખેલાડીઓની ટીમ તૈયાર અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2027 માટે પોતાની ટીમ પૂર્ણ કરી છે. કોચીમાં બુધવારે યોજાયેલી હરાજીમાં ફ્રેન્ચાઇઝીએ ત્રણ ખેલાડીઓ જી. કમલિની, આયર્લેન્ડની ઓર્લા પ્રેન્ડરગાસ્ટ અને 16 વર્ષીય સમાયરા રાઘવને ખરીદ્યા…

વેસ્ટર્ન એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં પ્રીશિતા ગુપ્તા, નિહિરા કુલ અને મૈત્રેયી મંડલ ટાઇટલની નજીક

અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાતી સ્પર્ધા અંતિમ તબક્કામાં; અંડર-18 ઓપનમાં માધવેન્દ્ર પ્રતાપ શર્મા, જ્યારે અન્ય વયજૂથોમાં પણ ખિતાબ માટે રસાકસી અમદાવાદ: ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન દ્વારા અમદાવાદના રાજપથ ક્લબ ખાતે 22થી 31 ઓક્ટોબર દરમિયાન આયોજિત વેસ્ટર્ન એશિયન જુનિયર અને યુથ ચેસ ચેમ્પિયનશિપ 2026 હવે રોમાંચક અંતિમ તબક્કામાં પહોંચી છે. સ્પર્ધાના આઠમા રાઉન્ડ બાદ અંડર-16, અંડર-18…

ભાવનગરના બોર તળાવ ખાતે 1 નવેમ્બરે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમનો ભવ્ય એર શો

સવારે 10 વાગ્યે શરૂ થશે હવાઈ કરતબોનું પ્રદર્શન; નવ Hawk Mk-132 જેટ વિમાનો રાષ્ટ્રીય રંગોમાં રચશે આકર્ષક ફોર્મેશન અમદાવાદ ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આગામી 1 નવેમ્બર, 2026ના રોજ ભાવનગરના બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે શરૂ થનારા આ પ્રદર્શનમાં વાયુસેનાના નવ લાલ અને…

યુગાન્ડાની મહિલાઓએ નાઇજીરિયાને 65-22થી હરાવ્યું, સેમિફાઇનલમાં કેન્યા સામે ટક્કર

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 | ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે; બાંગ્લાદેશની મહિલાઓએ ઇંગ્લેન્ડને 79-13થી હરાવ્યું અમદાવાદ: વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહેલી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં યુગાન્ડાની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતાં નાઇજીરિયાને 65-22થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. આ જીત સાથે યુગાન્ડાની ટક્કર હવે સેમિફાઇનલમાં ગ્રુપ Bમાં ટોચનું સ્થાન…

શ્રી મણિકાકા અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટ: હીરામાણી સ્કૂલનો પ્રથમ ઇનિંગની લીડના આધારે ફાઇનલ મેચમાં વિજય

સંઘર્ષપૂર્ણ ફાઇનલ ડ્રો રહી, પરંતુ હીરામાણી સ્કૂલના બેટ્સમેનો અને બોલરોના શાનદાર પ્રદર્શનથી ટાઇટલ પર કબજો અમદાવાદ અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ દ્વારા આયોજિત શ્રી મણિકાકા સ્કૂલ ટુર્નામેન્ટ (અંડર-14 મલ્ટિડે) ની રોમાંચક ફાઇનલ મેચ હીરામાણી સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ / સેન્ટ કબીર સ્કૂલ વચ્ચે પાયોનિયર-એ, કરાઈ ખાતે રમાઈ હતી. ૨૬ થી ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાયેલી…

ટેમર બોક્સિંગ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ જાહેર: કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ જૈસ્મિન અને અરુણધતી ચૌધરી 14 સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે

ફિનલેન્ડના ટેમ્પેરેમાં 28 ઑક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન યોજાશે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ; ભારતીય બોક્સરોને આંતરરાષ્ટ્રીય સ્તરે અનુભવ મેળવવાની તક મળશે નવી દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય બોક્સર જૈસ્મિન (57 કિગ્રા) અને અરુણધતી ચૌધરી (70 કિગ્રા) ફિનલેન્ડમાં યોજાનારી પ્રતિષ્ઠિત 46મી ઇન્ટરનેશનલ ટેમર બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. 28 ઑક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ટેમ્પેરેમાં યોજાનારી…

લિમ્ફેટિક વોકિંગ: ધીમી ચાલમાં છુપાયેલું શરીરના સ્વાસ્થ્ય અને સંતુલનનું રહસ્ય

ધીમી ચાલ, ઊંડો શ્વાસ અને હળવી શારીરિક ગતિથી તણાવ ઘટાડવા તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તરફ એક સરળ પગલું લેખક: ડૉ. અંકુર બાંભણીયા, MD (Internal Medicine), DrNB (Critical Care Medicine), HCG હોસ્પિટલ, ભાવનગર આજની વ્યસ્ત જીવનશૈલીમાં સ્વસ્થ રહેવા માટે લોકો વિવિધ પ્રકારની કસરતો અને શારીરિક પ્રવૃત્તિઓ અપનાવે છે. સામાન્ય રીતે ચાલવાનું મહત્ત્વ સૌ જાણે છે, પરંતુ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 28-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

‘નક્સલમુક્ત ભારત’ની થીમ સાથે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર…

વાવાઝોડા બાદ રાહત કામગીરી માટે ભારતીય વાયુસેનાએ વિજયવાડા પહોંચાડી NDRFની 23 ટન સામગ્રી

સાયક્લોન અર્નબની અસરોનો સામનો કરવા આપત્તિ વ્યવસ્થાપનને મળશે વેગ; C-130J વિમાનો દ્વારા રાહત સામગ્રીનું એરલિફ્ટિંગ કરાયું વિજયવાડા: સાયક્લોન અર્નબ બાદ ઊભી થનારી પરિસ્થિતિનો સામનો કરવા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવા ભારતીય વાયુસેનાએ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. ભારતીય વાયુસેનાના બે C-130J વિમાનો દ્વારા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ની 23 ટન રાહત સામગ્રી વિજયવાડા પહોંચાડવામાં…

ડૂન કેસલ ક્રિકેટ ટૂર્નામેન્ટ U/16: ટર્ફ ઇંગ્લિશ સ્કૂલે શાનદાર પ્રદર્શન કરી 268 રનથી મેચ જીતી લીધી

અમદાવાદ ડોન કેસલ ક્રિકેટ ટૂર્નામેન્ટ U/16 અંતર્ગત રમાયેલી રોમાંચક મેચમાં ટર્ફ ઇંગ્લિશ સ્કૂલની ટીમનો જબ્બર વિજય થયો છે. પ્રથમ ઇનિંગ્સમાં ટર્ફ ઇંગ્લિશ સ્કૂલે બેટિંગ કરતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં દેવાંશ ખત્રીએ 51 રન અને મન્યા પટેલે 42 રનનું યોગદાન આપ્યું હતું. ટીમનો કુલ સ્કોર 42.5 ઓવરમાં 10 વિકેટે 183 રન થયો હતો. શૌર્ય વાઘેલાએ…

સેન્ચુરી ક્રિકેટ ક્લબે રિલાયન્સ ફાઉન્ડેશન મેજર ટુર્નામેન્ટમાં ઇનિંગ્સ અને 89 રને શાનદાર વિજય મેળવ્યો

ધ્રુવ પટેલ અને મંથન ઉપાધ્યાયની ઘાતક બોલિંગ આગળ ઇન્કમ ટેક્સ ટીમ પરાજિત અમદાવાદ અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ દ્વારા યોજાયેલી રિલાયન્સ ફાઉન્ડેશન મેજર ટુર્નામેન્ટ (મલ્ટીડે) અંતર્ગત સોમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇન્કમ ટેક્સ અને સેન્ચુરી ક્રિકેટ ક્લબ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. આ મેચમાં ઇન્કમ ટેક્સની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ…