ડેવિસ કપમાં છેલ્લી વખત રમ્યા બાદ બોપન્ના કહ્યું આટલો લાંબો સમય રમ્યો તેનો ગર્વ છે

લખનૌ વર્લ્ડ ગ્રુપ II ટાઈમાં મોરોક્કો સામે વિજય મેળવ્યા પછી, રોહન બોપન્નાએ ડેવિસ કપમાંથી બહાર થઈ ગયો. બોપન્ના અને યુકી ભામ્બરીએ રવિવારે લખનૌના ગોમતી નગરના વિજયંત ખંડ મિની સ્ટેડિયમમાં રમાયેલી ડબલ્સ મેચમાં ઇલિયટ બેન્ચેટ્રિટ-યુનેસ લાલમી લારોસીની જોડીને 6-2, 6-1થી હરાવી હતી. બોપન્નાના પાવરફુલ ફોરહેન્ડને સામેની છાવણીમાંથી કોઈ જવાબ મળ્યો નહીં. “ડેવિસ કપ છોડીને દુ:ખની વાત…

હવે સિરાજને જ પૂછો કે આ ફ્રી ટાઈમમાં સું કરીએ, શ્રધ્ધા કપૂરનો સવાલ

શ્રદ્ધાએ સિરાજને લઈને લખેલી આ લાઈન સોશ્યલ મીડિયા પર ઘણાં યુઝર્સે શેર કરી મુંબઈ એશિયા કપ 2023ની ફાઈનલમાં જીત બદલ ભારતીય ટીમને ઘણાં સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે સોશ્યલ મીડિયા પર ગઈકાલની મેચના સ્ટાર મોહમ્મદ સિરાજને લઈને ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી શેર કરતા એક ખાસ વાત લખી હતી. સિરાજે એશિયા કપ 2023ની…

ઓરિએન્ટ ક્લબ ચેસ ટુર્નામેન્ટના અંતિમ ક્રમાંક

“સ્વ. શ્રીમતી લલિતાબેન એસ. પટેલ ટ્રોફી” ઓરિએન્ટ ક્લબ ચેસ U-9, U-11 અને વરિષ્ઠ (ઓપન અને ગર્લ્સ)ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ દ્વારા 17 સપ્ટેમ્બરે કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: U-9:                                                       U-11: 1) રૂદ્ર તિવારી – 4.5 પોઈન્ટ                            1)   વિયાન મખાણી – 4.5 પોઈન્ટ 2) ઈશાન અગ્રવાલ – 4…

ચીને તાઈવાનના એરસ્પેસની નજીક ફાઈટર વિમાનો મોકલતા ખળભળાટ

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક એલર્ટ જાહેર કરતાં જણાવ્યું કે ચીને છેલ્લા 24 કલાકમાં તેની સૈન્ય પ્રવૃત્તિઓમાં ધરખમ વધારો કર્યો બેઈજિંગ વૈશ્વિક સ્તરે આક્રમક રણનીતિને કારણે એકલાં પડી ગયેલા ચીને હવે તેના પાડોશીઓની હેરાનગતિ કરવાનું વધારી દીધું છે. ફરી એકવાર ડ્રેગને તાઈવાનના એરસ્પેસની નજીક તેના ફાઈટર વિમાનોનો કાફલો મોકલી ખળભળાટ મચાવી દીધો છે.  તાઈવાનના સંરક્ષણ…

TIE અમદાવાદ તેના સભ્યો માટે પીકલ બોલ ઇવેન્ટનું સફળ આયોજન કર્યું

અમદાવાદ  ઉદ્યોગ સાહસિકતા અને ઈનોવેશન ને સમર્પિત અમદાવાદના ટોચના બિઝનેસ એસોસિએશન ટાઈ (TIE) સંસ્થાએ તેના એસોસિએટ સભ્યો માટે પીકલ બોલ ઇવેન્ટનું સફળ આયોજન કર્યું છે. જેની ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવો આ  સમારંભ અમદાવાદમાં એપી પીકલ બોલ ક્લબ ખાતે યોજાયો હતો. TIE અમદાવાદમાં પીકલ બોલ ઈવેન્ટ તેના સભ્યોમાં ભાતૃભાવના ભાવના તથા તંદુરસ્ત જીવનશૈલી ને પ્રોત્સાહિત કરવામાં ખૂબ જ મહત્વનો બની રહે છે. આ ઈવેન્ટને તેમાં સામેલ થનાર સમુદાય તરફથી અદભુત પ્રતિભાવ સાંપડ્યો હતો અને સમગ્ર ઈવેન્ટ દરમિયાન તમામ લોકોએ ભારે ઉત્સાહ અને સ્પર્ધા ભાવના દાખવી હતી. વિવિધ જોડીઓમાં વહેંચાયેલા આ સમારંભમાં પ્રતિભા અને ભાવનાનું નોંધપાત્ર ઉચ્ચ વલણ જોવા મળ્યું હતું. પસંદ કરાયેલી જોડી ભારે ઉર્જા અને રોમાંચ સાથે સાચા અર્થમાં પીકલ બોલ ભાવના દર્શાવી હતી. આ સમારંભના વિજેતાઓની ગૌરવભેર જાહેરાત કરવામાં આવી હતી કે શ્રી જીતેષ મહેતા અને અશેષ શાહ અપવાદરૂપ કૌશલ્ય દાખવી તથા સ્ટ્રેટેજીક ગેમ પ્લે મારફતે ચેમ્પિયન જાહેર કર્યા હતા. શ્રી કૌશલ સોપારકર અને  કુમાર મનિષ ખૂબ ઓછા ગુણથી ટોચનું સ્થાન ગુમાવીને રનર્સઅપ જાહેર કર્યા હતા. તેમને અત્યંત ખેલદિલીપૂર્વક નોંધપાત્ર ખેલ ભાવના અને ચંચળતા દાખવી હતી. વધુમાં માસ્ટર નીવ ભગત અને તેના અદભૂત પર્ફોર્મન્સ અને ઈવેન્ટ દરમિયાન નોંધપાત્ર દેખાવને કારણે મેન ઓફ ધ મેચ જાહેર  કર્યા   હતા. સમારંભની સાંજ TIE ના સભ્યો માટે મોજ મસ્તી થી ભરપૂર રહી હતી. સામેલ થનાર સભ્યોએ ભારે રોમાંચ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ પરસ્પર અર્થપૂર્ણ સંબંધો વિકસાવીને પોતાનું પ્રોફેશનલ નેટવર્ક સબળ બનાવ્યું હતું. આ સમારંભ ને સંબોધન કરતાં TIE અમદાવાદ પ્રેસિડેન્ટ જતિન ત્રિવેદી એ તમામ સભ્યોએ દાખવેલી સક્રિયતા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વિજેતાઓને અભૂતપૂર્વ પર્ફોર્મન્સ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે “પીકલબૉલ ઈવેન્ટ ઉદ્યોગ સાહસિકતા અને ઈનોવેશન પ્રદર્શિત કરવામાં સભ્યો માટે તંદુરસ્ત સ્પર્ધા અને નેટવર્ક સ્થાપિત કરવાની ઉત્તમ તક બની રહી હતી. સમગ્ર સમારંભ દરમિયાન રજૂ કરવામાં આવેલી પ્રતિભાની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આપણે આ પ્રકારના સમારંભ યોજવામાં ચાલુ રાખીશું અને એસોસિએટ સભ્યોના બનેલા આપણાં સમુદાયો માટે સમૂહ ભાવના સાથે મનોરંજન માટેની તક પૂરી પાડતા રહીશું.”

પીએફ માટે વર્ષ 2023-24 માટે વ્યાજદરની જાહેરાત ન કરવા આદેશ

નાણાકીય વર્ષ 2021-22માં, ઈપીએફઓ પાસે 449.34 કરોડ રૂપિયાનું સરપ્લસ હતું, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં, ઈપીએફઓ 197.72 કરોડ રૂપિયા ખોટમાં ગયું હોવાની માહિતી મળી નવી દિલ્હી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ ​​દ્વારા દર નાણાકીય વર્ષ માટે વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે. પીએફ ખાતાધારકોને સંબંધિત નાણાકીય વર્ષમાં તેમની જમા રકમ પર આ નક્કી કરવામાં આવેલા…

ડેવિસ કપ: રોહન બોપન્નાએ મોરોક્કો સામે ભારતની પ્રભાવશાળી 4-1થી જીત સાથે ડેવિસ કપને વિદાય આપી

સુમિતે પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું, ભારત વર્લ્ડ ગ્રુપ-1 પ્લે-ઓફમાં પહોંચ્યું લખનૌ દિગ્ગજ ટેનિસ સ્ટાર રોહન બોપ્પાનાએ ડેવિસ કપને વિનિંગ નોટ પર વિદાય આપી છે. વર્લ્ડ ગ્રુપ-2 ડબલ્સ મેચમાં તેણે યુકી ભામ્બરીની સાથે મળીને ઈલિયટ બેન્ચેટ્રિટ-યુનેસ લાલામી લારોસીની મોરોક્કન જોડીને 6-2, 6-1થી હરાવ્યો હતો. રવિવારે ગોમતી નગરના વિજયંત ખંડ મિની સ્ટેડિયમમાં સુમિત નાગલે યાસીન દિલ્લીમીને 6-3,…

અમૃતા શેરગિલનું પેઈન્ટિંગ સૈફ્રોનાર્ટ હરાજીમાં 61.8 કરોડમાં વેચાયું

ભારતનું સૌથી મોંઘુ પેઇન્ટિંગ બની ગયું, સૈયદ હૈદર રઝાનું પેઇન્ટિંગ 51.7 કરોડ રૂપિયાની કિંમત સાથે ભારતનું બીજા નંબરનું મોંઘું પેઈન્ટિંગ નવી દિલ્હી અમૃતા શેરગિલ કલાની દુનિયામાં એક ખૂબ જ પ્રખ્યાત નામ છે. તેમણે ભારતને પેઇન્ટિંગના એવા નમૂના આપ્યા છે જેની આજે પણ દુનિયાભરમાં ચર્ચા જારી છે. હાલમાં જ સૈફ્રોનાર્ટ હરાજીમાં તેમનું પેઇન્ટિંગ 61.8 કરોડમાં વેચવામાં…

કેરળમાં સતત બીજા દિવસે નિપાહનો એક પણ કેસ ન નોંધયો

સંક્રમિત દર્દીઓની સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો હોવાની સરકારની જાહેરાત તિરુવનંતપુરમ કેરળમાંથી રાહતભર્યા સમાચાર મળ્યા છે. કારણ કે, ત્યાં સતત બીજા દિવસે જીવલેણ નિપાહ વાયરસનો એક પણ કેસ નથી નોંધાયો. કેરળ સરકારે રવિવારે જણાવ્યું કે, રાજ્યમાં નિપાહ વાયરસને નિયંત્રિત કરી લેવામાં આવ્યો છે. સતત બીજા દિવસે એક પણ કેસ નથી નોંધાયો અને સંક્રમિત દર્દીઓની સ્થિતિમાં સુધારો…

ભારતની અંડર-20 સ્ટ્રાઈકર કાજોલ ડિસોઝાએ સ્પેનની LALIGA એકેડમીમાં સંપૂર્ણ શિષ્યવૃત્તિ મેળવી

EA SPORTS અને LALIGA તરફથી સંપૂર્ણ શિષ્યવૃત્તિ પર FC FUTURES પ્રોગ્રામમાં પ્રવેશ મેળવનાર વિશ્વભરના 20 યુવા ખેલાડીઓમાંથી એક બન્યો મુંબઈ વૈશ્વિક ફૂટબોલ સમુદાયને પ્રોત્સાહિત કરવા અને મહિલા ફૂટબોલનું નિર્માણ કરવા માટે EA SPORTS’ FC FUTURES ની પહેલના ભાગરૂપે, ભારતની કાજોલ ડિસોઝા મેડ્રિડમાં LALIGA એકેડેમીમાં સંપૂર્ણ શિષ્યવૃત્તિ પર LALIGA પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શીખવા માટે જોડાશે….

બ્રિટનમાં કોલસા આધારિત સ્ટીલ ઉત્પાદન માટે 1.25 બિલિયન પાઉન્ડના રોકાણના કરાર

આ ડીલ પોર્ટ ટેલબોટ પ્લાન્ટમાં કોલસા આધારિત સ્ટીલ ઉત્પાદનને ઓછા કાર્બન  ઉત્સર્જનવાળી ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં બદલવા માટે કરાયો નવી દિલ્હી ભારતની કંપની ટાટા સ્ટીલ અને બ્રિટિશ સરકાર વચ્ચે શુક્રવારે એક ડીલ થઇ હતી. યુકે ના પીએમ ઋષિ સુનકે આડીલ બાબતે 1.25 બિલિયન પાઉન્ડના રોકાણ પેકેજની જાહેરાત કરી હતી. આ ડીલ પોર્ટ ટેલબોટ પ્લાન્ટમાં કોલસા આધારિત…

નીતિશ કુમારને ભાજપે બિહારના રાજ્યપાલપદની ઓફર કરી

ભાજપ દ્વારા રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ તથા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મારફતે નિતીશ કુમાર સાથે ચર્ચા ચાલી રહી હોવાનો દાવો પટના લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ બિહારમાં મોટી રમત રમવાની તૈયારીમાં છે. જો ભાજપની આ રમત સફળ થાય તો મુખ્ય પ્રધાન નિતીશ કુમાર ફરી એકવાર એનડીએમાં સામેલ થઇ શકે છે. જોકે આમ કરવા માટે નિતીશ કુમારને ભાજપની…

શ્રીલંકા સામે વિજય બાદ ઈશાન કિશને વિરાટની નકલ કરી

ઈશાન કિશન એક વીડ્યોમાં વિરાટ કોહલીની ચાલવાની સ્ટાઈલની નકલ કરતો જોવા મળી રહ્યો છે કોલંબો એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું હતું. અ જીત સાથે જ ભારતીય ટીમે 8મી વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી છે. ફાઈનલમાં મળી શાનદાર જીત વચ્ચે મેદાન પર ઇશાન કિશન વિરાટ કોહલીની નકલ કરતો…

23 વર્ષ પહેલાંની શ્રીલંકા સામેની હારનો ભારતે બદલો લીધો

શારજાહના મેદાન પર રમાયેલી આ મેચમાં શ્રીલંકા સામે જવાબમાં ભારતીય ટીમ માત્ર 54 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી નવી દિલ્હી એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ગઈકાલે ભારતીય ટીમે શ્રીલંકાને 15.2 ઓવરમાં માત્ર 50 રનના સ્કોર પર ઓલઆઉટ કરવાની સાથે પોતાનો 23 વર્ષ જૂનો બદલો પૂરો કર્યો હતો. ભારતીય ટીમે આ ટાર્ગેટને 6.1 ઓવરમાં હાંસલ…

શાંતિનિકેતનને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ

શાંતિનિકેતનને આ લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 45મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો કોલકાતા પશ્ચિમ બંગાળમાં સ્થિત શાંતિનિકેતનને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ કર્યું છે. મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરે એક સદી પહેલા આ આશ્રમમાં વિશ્વભારતીની સ્થાપના કરી હતી. યુનેસ્કોએ ગઈકાલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરી…

દેશનાં આંગણવાડી કેન્દ્રોમાં 43 લાખથી વધુ બાળકો મેદસ્વી

આ સંખ્યા સરવેમાં સામેલ કરાયેલા કુલ બાળકોની લગભગ 6% જેટલી થાય છે નવી દિલ્હી દેશભરમાં આંગણવાડી કેન્દ્રોમાં ગત મહિને 0-5 વર્ષની વયજૂથના 43 લાખથી વધુ બાળકો મેદસ્વી કે વધુ વજનની સમસ્યાથી પીડિત મળી આવ્યા હતા. આ સંખ્યા સરવેમાં સામેલ કરાયેલા કુલ બાળકોની લગભગ 6% જેટલી થાય છે. આ જાણકારી તાજેતરના સરકારી આંકડાઓમાં સામે આવી હતી. …

રશિયા-યુક્રેન યુદ્ધ પર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સુનાવણી

યુક્રેને ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાના હુમલાના થોડા દિવસો બાદ જ આઈસીજે સમક્ષ આ મામલો ઊઠાવ્યો હતો યુદ્ધના મેદાનમાં એકબીજા સામે લડી રહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેનો યુદ્ધનો મામલો હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચી ગઈ છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે) હવે આ મામલે સુનાવણી કરશે. આજે જ આ મામલે સુનાવણી શરૂ થશે. યુક્રેને ગત વર્ષે…

ભારતીય નૌકાદળે 68 યુધ્ધ જહાજોના ઓર્ડર આપ્યા

ઈન્ડિયન નેવીને 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી પણ મળી ગઈ નવી દિલ્હી ભારત અને ચીન વચ્ચે માત્ર જમીની સરહદ પર જ નહીં પરંતુ સમુદ્રમાં પણ સંઘર્ષની સ્થિતિ છે. બંને દેશ એકબીજાના હરીફ બની ગયા છે. હવે બંને દેશો વચ્ચે મુકાબલો હિંદ મહાસાગર ક્ષેત્રમાં છે. તેને ધ્યાનમાં રાખીને જ ભારત…

રાજ્યમાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધતાં 12 ટ્રેનો રદ

અમદાવાદ તરફ વડોદરા થઈને આવતી ઘણી ટ્રેનોની અવર-જવરને પણ અસર, મોટાભાગની ટ્રેનો મુંબઈ લાઈનથી અમદાવાદ તરફ અવર-જવર કરે છે અમદાવાદ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું છે ત્યારે સરકારે લોકોને રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તહેનાત કરવાની ફરજ પડી છે. આ દરમિયાન વડોદરા અને ભરુચ સહિત અનેક જિલ્લાઓમાં…

1976 બાદ ઓગસ્ટ 2023માં સૌથી વધુ મોનસૂન બ્રેકના દિવસો

આદર્શ સ્થિતિમાં મહત્તમ 5-6 દિવસનો જ બ્રેક એક મહિનામાં હોવો જોઇએ પણ આ ત્રણ ગણો વધુ છે નવી દિલ્હી મોનસૂન પર ક્લાઈમેટ ચેન્જનો ખતરો અનેક રીતે દેખાઈ રહ્યો છે. એક તરફ શુષ્ક વિસ્તારોમાં વધુ વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ વધુ વરસાદવાળા વિસ્તારોમાં વરસાદ ઘટી રહ્યો છે. ઝરમર વરસાદના દિવસો પણ ઘટી રહ્યા છે…