વનતારા અને ગુજરાત વન વિભાગ બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવ વૈવિધ્ય જાળવવામાં સહાયરૂપ
કચ્છ (ગુજરાત) કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂપ બનવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની પહેલ ‘વનતારા’ના સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલ (સ્પોટેડ ડિયર)ને આયોજનબદ્ધ રીતે વસાવ્યા છે. આ સહયોગી પહેલનો…
