અંગદાન થકી સુરતના યુવાનને મળ્યું નવજીવન, યુ.એન. મહેતા હોસ્પિટલમાં નિઃશુલ્ક હૃદય ટ્રાન્સપ્લાન્ટ

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસોથી કિશનભાઈ પેથાણીનું સફળ પ્રત્યારોપણ, બે વર્ષથી હૃદયની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા સુરત/અમદાવાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના પ્રયાસો અને દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલી ઝડપી પ્રત્યારોપણ પ્રક્રિયાના પરિણામે સુરતમાં રહેતા 37 વર્ષીય કિશન રણછોડ પેથાણીનું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું છે. મૂળ…

વડોદરાની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઓચિંતી મુલાકાત, દર્દીઓની સુવિધાનું સ્થળ પર નિરીક્ષણ

HOD, તબીબો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ સાથે સીધો સંવાદ; સેનિટેશન, સ્ટ્રેચર, પંખા સહિતની પાયાની સુવિધાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના વડોદરા રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, સુલભ અને માનવતાસભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વડોદરાની સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ વિવિધ વિભાગોની વ્યવસ્થાનું…

ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક; 2019ની H1N1 ગાઇડલાઇન મુજબ સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારનું પાલન કરવા સૂચના ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા નિયંત્રણ તથા સીઝનલ ફ્લૂ એટલે કે H1N1 સામેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના…

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

‘પૂજા ઘી’ અને નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધ રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની નાગરિકોને અપીલ ગાંધીનગર શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યસામગ્રી મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને ‘પૂજા માટેનું ઘી’ સહિત નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવચેત રહેવાની અપીલ કરી…

અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી

‘અમરગાથા’ પુસ્તકનું વિમોચન, ‘પ્રેરણા કક્ષ’ અને દર્દીઓ માટે ઇલેક્ટ્રિક કાર સેવાનું લોકાર્પણ; 250થી વધુ અંગદાનથી 1000થી વધુ દર્દીઓને નવજીવન અંગદાન મહાદાન, પરંતુ સંતુલિત જીવનશૈલી અને સંવેદનશીલતા પણ જીવન બચાવવાનું મોટું દાન: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આધુનિક…