Admin

ભારતીય નૌકાદળમાં 11 જુલાઈએ જોડાશે સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગિરી’, આત્મનિર્ભર ભારતને મળશે વધુ બળ

પ્રોજેક્ટ-17A અંતર્ગત નિર્મિત છઠ્ઠું સ્વદેશી યુદ્ધજહાજ 75 ટકાથી વધુ સ્થાનિક ટેક્નોલોજીથી તૈયાર; દરિયાઈ સુરક્ષામાં વધશે ભારતની ક્ષમતા નવી દિલ્હી, ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મળવા જઈ રહી છે. પ્રોજેક્ટ-17A અંતર્ગત તૈયાર કરાયેલું છઠ્ઠું સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગિરી (F38)’ આગામી 11 જુલાઈ, 2026ના રોજ ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ થશે. 75…

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના નવા AOC-in-C એર માર્શલ પી.વી. શિવાનંદે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લીધી

નવી જવાબદારી સંભાળ્યા બાદ ગાંધીનગરના લોકભવન ખાતે સૌજન્ય મુલાકાત; પરસ્પર શુભેચ્છાઓની આપ-લે ગાંધીનગર દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ (South Western Air Command)ના નવા એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-in-C) તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ એર માર્શલ પી.વી. શિવાનંદે સોમવારે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સૌજન્ય મુલાકાત લીધી હતી. નવી જવાબદારી બાદ સૌજન્ય મુલાકાત એર માર્શલ પી.વી….

ભારે વરસાદ વચ્ચે જનસેવામાં સક્રિય બન્યું તંત્ર, મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કાર્યકરો અને કોર્પોરેટરો મેદાનમાં

“જનસેવા એ જ પ્રભુ સેવા”ના સંદેશ સાથે પાણી ભરાયેલા વિસ્તારોમાં રાહત, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સહાય માટે ટીમો તૈનાત સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે…

ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમ બાળકોનાં મોત, આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર

વીંઝોલ અને જીતપુરા ગામમાં સઘન સર્વે, દવા છંટકાવ અને વિશેષ મેડિકલ ટીમો તૈનાત; ગભરાવાની નહીં, સાવચેતી રાખવાની જરૂર: આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ગાંધીનગર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થતાં ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે…

વરસાદી સ્થિતિ વચ્ચે ગુજરાતનું આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

રાજ્યમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; PHC-CHC, 108 એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને 24 કલાક તૈયાર રહેવા સૂચના, રેડ એલર્ટ જિલ્લાઓમાં વિશેષ દેખરેખ ગાંધીનગર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ…

રિલાયન્સની સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સને બ્લડ ટેસ્ટથી કેન્સરની વહેલી ઓળખ માટે ભારતીય પેટન્ટ મળ્યું

સેલ-ફ્રી DNA આધારિત AI-સક્ષમ ટેકનોલોજીથી માત્ર લોહીના નમૂના પરથી કેન્સરની પ્રારંભિક ઓળખ અને તેના મૂળ ટિશ્યુનો અંદાજ લગાવવો બનશે શક્ય બેંગાલુરૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીઝે કેન્સરની વહેલી ઓળખ માટે વિકસાવેલા સેલ-ફ્રી DNA (cfDNA) આધારિત ઇન્ટિગ્રેટેડ એનાલિસિસ પ્લેટફોર્મ માટે સીમાચિહ્નરૂપ ભારતીય પેટન્ટ પ્રાપ્ત કર્યું છે. આ નવીન ટેકનોલોજી માત્ર લોહીના એક સરળ નમૂના…

હીરામણિ પ્રાથમિક શાળામાં ભવ્ય “આર્ટ એન્ડ ક્રાફ્ટ” સ્પર્ધા યોજાઈ

ધોરણ ૧ થી ૪ ના નાના ભૂલકાઓએ નકામા કાગળમાંથી બનાવી આકર્ષક રંગબેરંગી બેગ; કલાત્મક કૃતિઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતનો આપ્યો સુંદર સંદેશ અમદાવાદ: વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને વહેતી કરવા અને તેમનામાં સર્જનાત્મકતાનો વિકાસ થાય તે હેતુથી અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે એક શાનદાર “આર્ટ એન્ડ ક્રાફ્ટ” સ્પર્ધાનું સુંદર…

દંતકથારૂપ સિંહ બેલડી ‘જય-વીરુ’ને ભાવભીની શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું

ગીરના ગૌરવ સમાન સિંહ બેલડીના અવિસ્મરણીય વારસાને જીવંત રાખવા અનોખી પહેલ; સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે સ્મૃતિચિહ્ન સ્થાપિત સાસણ ગીર ગીરના જંગલમાં પોતાની નીડરતા, ભવ્યતા અને અતૂટ સાથ માટે જાણીતી દંતકથારૂપ સિંહ બેલડી ‘જય-વીરુ’ને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં રાજ્યસભાના સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ સાસણ ગીર ખાતે સિંહસદન અને દેવાળીયા સફારી પાર્કમાં ‘જય-વીરુ’ને…

ટીમ ઈન્ડિયાને મળશે નવા હેડ કોચ અને કોચિંગ સ્ટાફ, BCCI લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય, સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 07-07-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. બુરહાનની વરસી પર આતંકી આકાઓનો જમાવડો: ભારત વિરૂદ્ધ ષડયંત્ર માટે કરાચીમાં બેઠક, શું યોજના બનાવી? સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ…

બુરહાનની વરસી પર આતંકી આકાઓનો જમાવડો: ભારત વિરૂદ્ધ ષડયંત્ર માટે કરાચીમાં બેઠક, શું યોજના બનાવી?

હિઝબુલ આતંકી બુરહાન વાનીની ૧૦મી વરસી પર કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાની આતંકી સંગઠનો અને ISIનું નાપાક કાવતરું; ભારતીય એજન્સીઓ એલર્ટ ચંડીગઢ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા ઠાર કરાયેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીની ૧૦મી વરસી પર પાકિસ્તાનમાં ભારત વિરોધી એક મોટું અને ગુપ્ત ષડયંત્ર રચાયું હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૫ જુલાઈના રોજ પાકિસ્તાનના…

ટીમ ઈન્ડિયાને મળશે નવા હેડ કોચ અને કોચિંગ સ્ટાફ, BCCI લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય

વ્યસ્ત શિડ્યુલના કારણે સ્પ્લિટ-કોચિંગ ફોર્મ્યુલા; ગૌતમ ગંભીર સિનિયર ટીમ સાથે રહેશે, જ્યારે વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ અને એશિયન ગેમ્સમાં સંભાળશે મુખ્ય કોચની જવાબદારી નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો આગામી સમયનો વ્યસ્ત ઇન્ટરનેશનલ કેલેન્ડર ફરી એકવાર કોચિંગ સ્ટાફના વિભાજનનું કારણ બનવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સતત મેચો અને ઓવરલેપ થતા શિડ્યુલને…

‘ટ્રસ્ટ ઈચ્છતું હતું કે ચંપત રાય પદ પર રહે’, મહંત દિનેન્દ્ર દાસે બેઠકની વિગતો આપતા કહ્યું- સોનું-ચાંદી સંપૂર્ણ સુરક્ષિત છે

રામ મંદિરના ચઢાવામાં કથિત હેરાફેરીના વિવાદ વચ્ચે ટ્રસ્ટી મહંત દિનેન્દ્ર દાસે પૂર્વ મહાસચિવ ચંપત રાયનો બચાવ કર્યો; અનિલ મિશ્રા અને ચંપત રાયના રાજીનામા બાદ કૃષ્ણ મોહનને સોંપાઈ વચગાળાની જવાબદારી અયોધ્યા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ચઢાવાની કથિત ચોરી અને હેરાફેરીના મામલાએ હવે એક નવો વળાંક લીધો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર…

E20 પેટ્રોલના કારણે વાહનોની માઇલેજ ઘટી, રબરના ભાગોને નુકસાન: ARAIના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

E10 કમ્પેટીબલ વાહનોમાં E20 ઇંધણના વપરાશથી ફ્યુલ સિસ્ટમ પ્રભાવિત થવાની આશંકા; માઇલેજમાં 2 થી 6 ટકાનો ઘટાડો નોંધાયો અને BS-VI ટર્બો એન્જિનમાં પણ સમસ્યાઓ સામે આવી નવી દિલ્હી દેશભરમાં હાલમાં E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ના અમલીકરણ અને તેની વાહનો પર થતી અસરોને લઈને ભારે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ ગ્રાહકો…

ઝિમ્બાબ્વે સામેની ટી20 શ્રેણી માટે ટીમ પસંદગી પર ચર્ચા તેજ

સંજુ સેમસન, રજત પાટીદાર અને કૃણાલ પંડ્યાને તક ન મળતા ક્રિકેટ વર્તુળોમાં સવાલો; પસંદગી સમિતિના નિર્ણય પર ઉઠ્યા પ્રશ્નો નવી દિલ્હી ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)એ 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે રમાનારી ત્રણ મેચોની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં યુવા ખેલાડીઓથી સજ્જ ટીમની પસંદગી કરવામાં આવી છે. યશ ઠાકુર, અશોક…

‘નમો સ્વચ્છતા અભિયાન’માં છ દિવસમાં 5.49 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ

5.03 લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ, 1,677 ઓરડાઓ ઉપયોગ માટે થયા ખાલી; છઠા દિવસે 23 હજારથી વધુ સાધનોનું સમારકામ ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં ચાલી રહેલા નમો સ્વચ્છતા અભિયાનને નોંધપાત્ર સફળતા મળી રહી છે. રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલો સુધી વ્યાપક સ્તરે હાથ ધરાયેલા આ અભિયાનના પ્રથમ છ…

મોરબીમાં સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ

ગુજરાતના 11 જિલ્લાની ટીમો વચ્ચે શરૂ થઈ ફૂટબોલની રોમાંચક સ્પર્ધા; પ્રથમ દિવસે પાટણ, બનાસકાંઠા અને અમદાવાદની જીત મોરબી સમગ્ર વિશ્વમાં ફિફા વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ મહિલા ફૂટબોલને પ્રોત્સાહન આપતી સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ મોરબી ખાતે થયો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના આયોજન હેઠળ યોજાયેલી આ ટુર્નામેન્ટમાં…

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળ્યા નવા મહાસચિવ, ચંપત રાયનું રાજીનામું મંજૂર, સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 06-07-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. સંસ્કૃત અપનાવો, ભારતીય સંસ્કૃતિ બચાવો: સરસપુરમાં ગગનભેદી મંત્રોચ્ચાર સાથે ભવ્ય રથોત્સવ સંસ્કૃત યાત્રા સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ…

સંસ્કૃત અપનાવો, ભારતીય સંસ્કૃતિ બચાવો: સરસપુરમાં ગગનભેદી મંત્રોચ્ચાર સાથે ભવ્ય રથોત્સવ સંસ્કૃત યાત્રા

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે બાલા હનુમાન મંદિર ખાતે ચાંદીની ચરણ પાદુકા પૂજન અને કળશ યાત્રાનું ભવ્ય આયોજન, ૪૦૦ ઋષિકુમારોના વેદમંત્રોથી સરસપુર ગુંજી ઉઠ્યું અમદાવાદ અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા–૨૦૨૬ના પાવન અવસરે ભગવાનના મોસાળ ગણાતા સરસપુર વિસ્તારમાં આ વર્ષે એક અનોખો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમારોહ યોજાયો હતો. શ્રી બાલા હનુમાન મંદિર દ્વારા “સંસ્કૃત અપનાવો, ભારતીય સંસ્કૃતિ બચાવો”ના…

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળ્યા નવા મહાસચિવ, ચંપત રાયનું રાજીનામું મંજૂર

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગલાલ બાગડાને સોંપાઈ જવાબદારી; ટ્રસ્ટે વહીવટી માળખું વધુ મજબૂત કરવાની દિશામાં લીધો નિર્ણય અયોધ્યાઅયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સોમવારે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રસ્ટે હાલના મહાસચિવ ચંપત રાયનું રાજીનામું સ્વીકારીને વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગલાલ બાગડાને સર્વાનુમતે નવા મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા…

દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 7 જુલાઈએ 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળી અને તેજ પવનની શક્યતા; પહાડી વિસ્તારોમાં વિશેષ સાવચેતીની સલાહ નવી દિલ્હીદેશભરમાં ચોમાસું હવે વધુ સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 7 જુલાઈ માટે ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના 21 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનનું એલર્ટ જાહેર કર્યું છે….