જાણીતા પત્રકાર-કટાર લેખક ભવેન કચ્છીને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ

ગુજરાત સમાચારના પત્રકાર અને કટાર લેખક ભવેન કચ્છીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર અને નોર્થ અમેરિકન ઈન્ડિયનના ઉપક્રમે સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં ઉદાહરણિય પ્રદાન આપનારી વ્યક્તિ વિશેષ તરીકે ગુજરાત ગૌરવ રચ્ન પુરસ્કાર એનાયત કરાયો હતો. અમદાવાદના મેયર પ્તિભા જૈન, શિવાનંદ આશ્રમના વડા સ્વામી પરમાત્મનંદ, ભૂતપૂર્વ ઈન્ફોર્મેશન કમિશનર ઉદય માહુરકરએ આ પ્તિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો હતો….

રિલાયન્સ ફાઉન્ડેશનની સીમાચિહ્ન અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં વિચારો, ક્રિયાઓ અને પ્લે-આધારિત શિક્ષણનો સંગમ શોધાયો

· મુંબઈમાં બે દિવસીય ‘બિલ્ડિંગ ફલોરિશિંગ ફ્યુચર્સ’ કોન્ફરન્સમાં 200 થી વધુ પ્રેક્ટિશનરો ભેગા થયા, અનુભવો શેર કર્યા અને બાળપણના સારા પરિણામો માટે પગલાં સૂચવ્યા મુંબઈ અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન (ECCE) સ્પેક્ટ્રમમાં ફેલાયેલા જાહેર અને ખાનગી પ્રેક્ટિશનરોની એક સીમાચિહ્ન સભા, રિલાયન્સ ફાઉન્ડેશનની બિલ્ડીંગ ફલોરીશિંગ ફ્યુચર્સ કોન્ફરન્સમાં આંતરદૃષ્ટિ શેર કરવા અને રમત આધારિત શિક્ષણનો અનુભવ કરવા…

અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત૩૫ જૈન દીક્ષાનો વિક્રમસર્જક વીરવ્રતોત્સવ

·          જૈનધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં ૨,૫૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૩૫ મુમુક્ષુઓ તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૪ના શુભ દિને સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે.  ·        જૈન શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી અજબગજબની ઘટના આવતી ૨૨ એપ્રિલના રોજ બનવા જઈ રહી છે. ·        વિક્રમ સંવત ૨૦૮૦ના ચૈત્ર…

અમદાવાદની વિદ્યાર્થીની જૈમિન શાહ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ટોપ-10માં

અમદાવાદની એકલવ્ય શાળાની વિદ્યાર્થીની સમાયરા જૈમિન શાહ (ધોરણ – ૩) ફ્રાન્સ દેશ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા માં  ટોપ-10 માં  સ્થાન અને સર્ટીફીકેટ મેળવ્યું છે. તે અમદાવાદ માં આવેલી હોબી સેન્ટર ફોર આર્ટ સંસ્થામાં કલાગુરુ વિશ્વનાથ પંચાલના માર્ગદર્શન હેઠળ ચિત્રકલાની તાલીમ મેળવે છે .

2024માં હવામાનની ગંભીર ઘટનાઓ-કુદરતી આફતો આવશે

આ વાત સાચી પણ સાબિત થઈ રહી છે, અભ્યાસ દર્શાવે છે કે ટોચના તાપમાનમાં વધારો થયો છે બલ્ગેરિયા બલ્ગેરિયાના રહસ્યમય બાબા વેંગાએ વર્ષ 2024 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. અંધ બાબા વેંગાએ 85 વર્ષની વયે 1996 માં તેમના મૃત્યુ પહેલા 2024 માટે ઘણા દાવા કર્યા હતા. આમાંના કેટલાક સત્ય થઈ રહ્યા હોવાનું જણાય છે અને…

વિશ્વના સૌથી વૃદ્ધ જુઆનનું 114 વર્ષની વયે નિધન

ફેબ્રુઆરી 2022 માં ગિનિસ બુકે સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા તે સમયે તેમની ઉંમર 112 વર્ષ 253 દિવસ હતી કારાકાસ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ વ્યક્તિનું નામ જુઆન વિસેન્ટ પેરેઝ મોરા હતું અને તેમની ઉંમર 114 વર્ષ હતી. જુઆન વિસેન્ટ પેરેઝ મોરા વેનેઝુએલાના રહેવાસી હતા. ફેબ્રુઆરી 2022 માં ગિનિસ બુક…

NMACC એનિવર્સરી શો પ્રસંગે નીતા અંબાણીનું વક્તવ્ય

દિવસ 1 | 30મી માર્ચ | અમિત ત્રિવેદી દ્વારા પ્રસ્તુત ફોક જર્ની ઓફ ઈન્ડિયા નમસ્કાર. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. NMACCના અમારા પ્રિય મિત્રો, કદરદાનો અને શુભેચ્છકો – આપ સહુનું અહીં ઉષ્માપૂર્ણ અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું! એક વર્ષ પસાર થઈ ગયું અને આ ખરેખર એક અદ્ભુત વર્ષ રહ્યું! અમે NMACCનું ઉદ્દઘાટન કર્યું તે જાણે હજી ગઇકાલની જ વાત હોય…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એ ભારત અને વિશ્વની શ્રેષ્ઠતાની ઉજવણીનું એક વર્ષ પૂર્ણ કર્યું

અદ્દભૂત સીમાચિહ્નો પોતાના નામે કરવા સાથે કલ્ચરલ સેન્ટર ભારતીય કળા અને સંસ્કૃતિના જગતમાં મુખ્ય પરિવર્તનકારી તરીકે ઊભરી આવ્યું છે મુંબઈ માર્ચ 31, 2023ના રોજ પ્રારંભ થયેલું નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ઘણી પ્રથમ ઘટનાઓ સાથે અદ્દભૂત વર્ષ પૂર્ણ કરે છે. સીમાચિહ્નરૂપ ક્ષણોથી ભરપૂર તેની પ્રેરણાદાયી યાત્રામાં, અનોખા મલ્ટિડિસિપ્લિનરી આર્ટ એન્ડ કલ્ચર ડેસ્ટિનેશને 10 લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું, 5 વિશ્વ-કક્ષાના…

પાછળ ઊભો રહેનાર દિવસે ન દેખાય તેવો ઝભ્ભો બનાવાયો

લંડનમાં આવેલ ઈનવિઝિબિલિટી શીલ્ડ કંપનીની ટીમને આ ટેક્નોલોજી બનાવવામાં ચાર વર્ષ લાગી ગયા લંડન જો તમે ‘હેરી પોટર’ ફિલ્મ જોઈ હોય તો તેમાં તમને બતાવવામાં આવેલો જાદુઈ ઝભ્ભો જરુર યાદ જ હશે, કે જેમાં રોનાલ્ડ વેસ્લીને તેની માતાએ પાર્સલ દ્વારા મોકલાવ્યો હતો. આ એક એવો ઝભ્ભો છે કે તેને પહેરનાર વ્યક્તિ ગાયબ થઈ જાય છે….

ખુશ રહેવામાં ભારતીયો વિશ્વમાં 126મા ક્રમે

ભારતના રાજ્યોમાં મિઝોરમ રાજ્યના લોકો સૌથી વધુ ખુશ રહે છે, અફઘાનિસ્તાનના લોકોનું ખુશ રહેવાની બાબતમાં સૌથી છેલ્લું સ્થાન નવી દિલ્હી ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે 20 માર્ચની પસંદગી કરવામાં આવી હતી કારણ કે આ દિવસે રાત અને દિવસ સમાન હોય છે. આ દિવસે યુએન દ્વારા…

આરોગ્ય ક્ષેત્રે 67 ટકા મહિલા છતાં પુરૂષોની સરખામણીએ 24 ટકા ઓછું મહેનતાણું

વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી મહિલા પોતાના પરિવાર માટે નાણાનું પુરતું રોકાણ કરી શકતી નથી ન્યૂયોર્ક  વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નવા અહેવાલ અનુસાર વિશ્વના આરોગ્ય ક્ષેત્રમાં ૬૭ ટકા મહિલાઓ હોવા છતાં પુરુષોની સરખામણીમાં ૨૪ ટકા પગાર મહેનતાણું ઓછુ મળે છે. ફેયર શેયર ફોર હેલ્થ કેયર નામના  અહેવાલમાં જણાવાયું છે કે વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી…

વિશ્વની સૌથી પસંદગીની મીઠાઈમાં ભારતની રસમલાઈ બીજા ક્રમે

પોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઇંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે ન્યૂયોર્ક ભારતમાં મીઠાઇઓની ભરમાર જોવા મળે છે. દુનિયાની સૌથી વધુ પસંદ કરાતી ૧૦ મીઠાઇઓમાં ભારતની રસ મલાઇ બીજા ક્રમે આવી છે. જયારે પોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઇંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે. ગ્રીસની…

પાણી અને હવામાં કામ કરી શકે એવું ડ્રોન બનાવાયું

દરિયા કિનારા અને નદીઓ પર ઓઈલ લીકને પણ પકડી પાડશે, પાણીની અંદરના ધોવાણ અને પાણીમાં પ્રદૂષકોના સ્તરને શોધી શકશે જોધપુર દેશની આઈઆઈટી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ અનેકવાર અવનવી શોધો કરતા રહે છે જેના ભરપૂર વખાણ પણ થાય છે. હવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) જોધપુરના વિદ્યાર્થીઓએ અનોખી શોધ કરી છે. આઈઆઈટી જોધપુરના વિદ્યાર્થીઓએ સાથે મળીને એક ફ્લાઈંગ…

ગુરુ પર ગ્રેટ રેડ સ્પોટનું તોફાન 350 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે

અંતરિક્ષયાન જૂનોએ લગભગ ૧૩૯૧૭ માઇલ દૂરથી ગુરુના ગ્રેટ રેડ સ્પોટના વાસ્તવિક રંગીન ચિત્રને કેદ કર્યુ વોશિંગ્ટન અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષ યાન જૂનો દ્વારા લેવાયેલી ગુરુ ગ્રહની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. ગુરુ ગ્રહ પર ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતા આ સ્થળની તસ્વીર એક તોફાનની છે જે પૃથ્વી કરતા બમણા આકારનું છે નવાઇની વાત…

યુક્રેનના દિમિત્રો હ્રુન્સકીએ પોતાની દાઢી, દાંત અને ગરદન દ્વારા 3 ગિનિસ બુક રેકોર્ડ તોડ્યા

દિમિત્રોએ પોતાની દાઢી વડે 2580 કિલો વજનનું વાહન ખેંચ્યું, 7759 કિલો વજનની ટ્રકને લગભગ 5 મીટરના અંતરે ખેંચી અને દાંતથી 7 ટેક્સી કાર ખેંચીને રોકોર્ડ કર્યો કીવ યુક્રેનના એક યુવકે પોતાની તાકાતથી એક નહીં પરંતુ ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેના અદ્ભુત પરાક્રમથી લોકો દંગ રહી ગયા છે. દિમિત્રો હ્રુન્સકી નામના આ વ્યક્તિએ પોતાની દાઢી,…

કોરોના મહામારીને લીધે લોકોના જીવનમાં 1.6 વર્ષનો ઘટાડો

ધ લેન્સેટ જર્નલના તાજેતરના સંશોધનમાં આ માહિતી સામે આવી નવી દિલ્હી આનંદ ફિલ્મનો એક ખૂબ જ પ્રખ્યાત ડાયલોગ છે. “જિંદગી બડી હોની ચાહિયે, જહાંપનાહ, લંબી નહીં”. તેમનો અંદાજો દાર્શનિક હતો પરંતુ વાસ્તવિકતા પર નજર કરીએ તો આજે દુનિયામાં લોકો પહેલા કરતા લાંબુ જીવે છે. લગભગ 73 વર્ષ સુધી. પરંતુ કોરોના મહામારીના કારણે જીવનમાં 1.6 વર્ષનો…

એઆઈના કારણે વીજસંકટ સર્જાઈ શકે છે

એઆઈ ચેટટૂલ ચેટજીપીટી દર કલાકે 5,000 કિલોવોટ વીજળી વાપરે છે. આ વપરાશ ફક્ત 200 મિલિયન યુઝર્સની ડેઈલી રીક્વેસ્ટ પર થઈ રહ્યો છે નવી દિલ્હી વિશ્વના ઘણા દેશોમાં વીજળીની કટોકટી છે અને ઉનાળાની ઋતુમાં આ સંકટ નોંધપાત્ર રીતે વધી જાય છે. ભારતમાં પણ આપણને વારંવાર વીજળીને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વિશ્વના…

સીરમ ઈન્સ્ટીટ્યૂટ મેલેરિયાની રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે

વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપનીએ આ રસી માટે કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા વધારી નવી દિલ્હી વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પૂનાવાલાએ કહ્યું કે, કોરોના વેક્સિન બાદ કંપની હવે મેલેરિયાની રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા વધારી છે. સીરમ સંસ્થા…

બિજનોરના તેજપાલસિંહે 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસ રજા લીધી

26 ડિસેમ્બર 1995ના રોજ તેજપાલસિંહે ક્લાર્ક તરીકે દ્વારકેશ શુગર ઈન્ડસ્ટ્રીજ લિમિટેડમાં નોકરીમાં જોડાયા હતા બિજનોર એક બાજુ વિશ્વમાં અઠવાડિયામાં 3 દિવસની રજા આપવાની વાત થઈ રહી છે, તો અહીં ઉત્તરપ્રદેશના બિજનોરમાં નિવાસી તેજપાલસિંહે પોતાની 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસની રજા લીધી છે. તેઓ રવિવારે પણ ઓફિસ આવતા હતાં. સાંભળવામાં આ થોડુ અજુગતું લાગશે,…

ઘરકામ કરતી 23 વર્ષની લક્ષ્મી રાઠોડ ધો.10 બોર્ડની પરીક્ષા આપશે

લક્ષ્મી તેના મોબાઈલ ફોન પર ઓન-લાઈન કોચિંગ લે છે અને લાઈબ્રેરી રીડિંગ રૂમમાં ડોનેશનમાં મળેલા પુસ્તકોમાંથી અભ્યાસ કરે છે સુરત 23 વર્ષીય લક્ષ્મી રાઠોડ જ્યારે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના પિતાની તબીયત બગડતા તેમને કામકાજ બંધ કરવું પડ્યું હતું. જેથી પરિવારને આર્થિક ટેકો કરવા માટે લક્ષ્મીએ ભણવાનું છોડીને લોકોના ઘરે કામ કરવાનું શરૂ…