કેમિકલ યુક્ત દારૂ કરતા મહુડાનો દારૂ સારો, મનસુખ વસાવાનું નિવેદન ચર્ચામાં

આદિવાસી યુવાનોને શિક્ષણ તરફ વળવા અપીલ; ગ્રામ પંચાયત ભવનના બાંધકામથી લઈને વિપક્ષ પરના પ્રહારો સુધી અનેક મુદ્દાઓએ ખેંચ્યું ધ્યાન નર્મદા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં યોજાયેલી ‘આદર્શ ગ્રામવિકાસ સમિતિ’ની પ્રથમ બેઠક દરમિયાન તેમણે સ્થાનિક પ્રશ્નો, વિકાસકાર્યો, શિક્ષણ અને દારૂની સમસ્યા સહિતના મુદ્દાઓ…

નર્મદા બોર્ડર પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, એલસીબીની કાર્યવાહીથી હેરાફેરીના નેટવર્કમાં ખળભળાટ

સાગબારા નજીક કન્ટેનરમાંથી રૂ. 31.77 લાખનો દારૂ મળી આવ્યો; ટ્રક સહિત કુલ રૂ. 46.82 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ નર્મદા:ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો યથાવત્ હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. નર્મદા જિલ્લા એલસીબી (LCB)એ મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ નજીકથી વિદેશી દારૂથી ભરેલું કન્ટેનર ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે….

ગુજરાત પોલીસનો મોટો ખુલાસો: 226 કરોડના શંકાસ્પદ ક્રિપ્ટો નેટવર્કનો ભાંડો ફૂટ્યો

ડાર્ક વેબ, ડ્રગ્સ ટ્રાફિકિંગ અને આતંકવાદી ફંડિંગ સાથે જોડાયેલા વ્યવહારોની તપાસ તેજ; વધુ બે આરોપીઓની ધરપકડ સાથે કુલ આંકડો 10 પર પહોંચ્યો ગાંધીનગર ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (સીસીઓઈ) દ્વારા હાથ ધરાયેલી વિશેષ તપાસ દરમિયાન અંદાજે રૂ. 226 કરોડથી વધુના શંકાસ્પદ આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આ…

અંગદાન અને જળ સંચયથી જ નવી સામાજિક ક્રાંતિ સર્જાશેઃ સી.આર. પાટીલ

અમદાવાદ સાયન્સ સિટીમાં ડાયાલિસિસ દર્દી જાગૃતિ અને અંગદાન સમારોહ અમદાવાદના આર.કે. રોયલ હોલમાં યોજાયો અમદાવાદ અમદાવાદ સાયન્સ સિટી રોડ સ્થિત આર.કે. રોયલ હોલમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના અવસરે ડાયાલિસિસ દર્દી જાગૃતિ અને અંગદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મૈરિંગો સિમ્સ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય “પાણી બચાવો –…

30,000થી વધુ ગ્રામીણ વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક ક્રાંતિ: જીએચસીએલ ફાઉન્ડેશનનું ‘જોયફુલ લર્નિંગ’ બદલાવી રહ્યું છે ગુજરાતનું શિક્ષણ દ્રશ્ય

અમરેલી અને ભાવનગરમાં પ્રવૃત્તિ આધારિત શિક્ષણથી બાળકોમાં આત્મવિશ્વાસ, સાક્ષરતા અને શીખવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો અમદાવાદભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે પાયાના સ્તરે શિક્ષણ અને સાક્ષરતા વધારવાનું કામ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું એક મોટો પડકાર રહ્યો છે. આ પડકારને તકમાં બદલવાનું કામ જીએચસીએલ…

લીઝ એગ્રિમેન્ટની શરતોના ભંગ બદલ આર્બિટ્રેશનના ઓર્ડર બાદ વડોદરાના સેવાસીમાં આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ વિવાદમાં- 200થી વધુ વિદ્યાર્થીનું ભાવિ જોખમાયુ

ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ ચાલતી અને ધો.1થી10ની આ સીબીએસઈ સ્કૂલના ટ્રસ્ટીઓ સામે ગેરરીતિની ફરિયાદોઃ ઓર્ડર બાદ પણ સ્કૂલની  જગ્યા ખાલી ન કરી વડોદરા, વડોદરા તાલુકાના સેવાસી નજીક અંપાડ ખાતે આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ વિવાદમાં ફસાઈ છે.આ સ્કૂલના ટ્રસ્ટ દ્વારા જમીન માલિકો સાથે કરાયેલા લીઝ એગ્રિમેન્ટની શરતોના ભંગ બદલ આર્બિટ્રેશન સેન્ટર(લવાદી કોર્ટ) દ્વારા ગત ઓક્ટોબરમાં ટ્રસ્ટને 31 મે 2026 સુધીમાં સ્કૂલની જગ્યા ખાલી કરવાનો અને લીઝ એગ્રિમેન્ટ…

ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર, 6 વરિષ્ઠ IAS અને GAS અધિકારીઓને વધારાનો હવાલો સોંપાયો

નિવૃત્ત અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરવા રાજ્ય સરકારે કરી તાત્કાલિક વ્યવસ્થા, મહત્વના વિભાગોની કામગીરીને મળશે વેગ એસવીએન,ગાંધીનગર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ વિભાગોમાં ખાલી પડેલા ઉચ્ચ હોદ્દાઓની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે 6 વરિષ્ઠ અધિકારીઓને વધારાની જવાબદારીઓ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે….

ગાંધીનગરની ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ

કોર્ટેનો પીડિત બાળકીને 10 લાખ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવવાનો પણ વહીવટી આદેશ ગાંધીનગર ગાંધીનગરના સેક્ટર-24માં આવેલી ઇન્દિરા નગર છાપરા વિસ્તારની 4 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા ઘાતકી દુષ્કર્મના કેસમાં અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના પાપી આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવીને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એટલે કે આજીવન કારાવાસની…

સમરકારના પોકળ દાવાઃ ગેસ સિલિન્ડરની ભારે અછત, દાહોદના સંજેલીમાં બોટલ ભરેલી ટ્ર્ક આવતા લોકોનું ઘર્ષણ

બે-ત્રણ મહિનાથી એજન્સીએ ચોપડી અને ખાલી બોટલ લઈ લીધી હોવા છતાં ભરેલી બોટલ ન આપ્યાનો આક્ષેપ દાહોદ દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા થતા એલપીજી સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા રહે છે. આવી જ એક ઘટનામાં આજે (30મી મે) ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા જ…

સાબરકાંઠાના એક ગામમાં ડાકણના વહેમમાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા

ગામના જ કેટલાક શખસોએ એક મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી સમગ્ર પરિવાર પર જીવલેણ હુમલો કરતા ઘરના મોભીનું મોત ગાડીવાંકડા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડીવાંકડા ગામમાંથી અંધશ્રદ્ધા અને ડાકણના વહેમમાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરાઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ગામના જ કેટલાક શખસોએ એક મહિલા પર ‘ડાકણ’ હોવાનો વહેમ રાખી સમગ્ર પરિવાર…

કોંગોથી વડોદરા આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલાનો રિપોર્ટ નેગેટિવ

અફવાથી દૂર રહેવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર ભરોસો કરવા સરકારની અપીલ અમદાવાદ ગુજરાતભરના લોકો તેમજ આરોગ્ય વિભાગ માટે રાહતના સમાચાર એ છે કે કૉંગોથી વડોદરા આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે કે નાગરિકોએ ડરવાની જરૂર નથી, કૉંગોથી આવેલા ચેપજન્ય…

કચ્છના દરિયાકાંઠેથી ₹1000 કરોડની કિંમતનું 115 કિલો કોકેઈન મળ્યું

ગુપ્ત ઇનપુટના આધારે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ભારતીય કોસ્ટગાર્ડ  અને સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ સંયુક્ત રીતે ભૂજ ભારતના સરહદી અને દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વો વિરૂદ્ધ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સર્જિકલ સ્ટ્રાઈક જેવી કડક કાર્યવાહી હાથ ધરી છે. એક ચોક્કસ અને ગુપ્ત ઇનપુટના આધારે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ભારતીય…

અમદાવાદમાં ઈબોલાના ડરે આફ્રિકાથી આવેલા 11 મુસાફરને હોમ આઈસોલેટ કરાયા

તમામ પ્રવાસીઓમાં વાયરસના કોઈ જ લક્ષણ ન જોવા મળ્યા છતાં તકેદારીના ભાગ રૂપે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા અમદાવાદ આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી…

ન્યૂ મેન્ટલ કેમ્પસમાં રૂ.૧૦૫ કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવાશે : પ્રફુલ પાનશેરીયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા ‘અતુલ્યમ ૧ થી ૪ બ્લોક’ના નુકસાન પેટે ટાટા એરલાઈન્સે આરોગ્ય વિભાગને રૂ.૫૩.૧૨ કરોડ ચૂકવશે : આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ -અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે થયેલા ‘અતુલ્યમ ૧ થી ૪ બ્લોક’ના નુકસાન પેટે આરોગ્ય વિભાગ દ્વારા ટાટા એરલાઈન્સ પાસે રૂ. ૫૩.૧૨ કરોડની માંગણી…

સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ઓન લાઈન છેતરપિંડી

યાત્રાળુઓને VIP દર્શન અથવા સ્પેશિયલ એન્ટ્રી અપાવવાના બહાને સોશિયલ મીડિયા અને નકલી વેબસાઈટો મારફતે છેતરપિંડી સોમનાથ દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ કેન્દ્ર એવું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર હવે ડિજિટલ યુગમાં ઓનલાઈન ઠગોના નિશાને આવ્યું છે. સોમનાથ દર્શન માટે આવતા ભોળા યાત્રાળુઓને VIP દર્શન અથવા સ્પેશિયલ એન્ટ્રી અપાવવાના બહાને સોશિયલ મીડિયા અને નકલી વેબસાઈટો મારફતે છેતરપિંડી…

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ગરમીમાં 2-3 ડીગ્રીના ઘટાડાની આગાહી

30 મેથી 1 જૂમાં રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડવાની શક્યતા અમદાવાદ હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે. હાલમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત્ રહ્યા બાદ, તેમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર…

સોમનાથ દરિયાના ઊંચા મોજાંની ઝપેટમાં 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો બચાવ

મહાદેવના દર્શન કર્યા બાદ દરિયા કિનારે ગયેલા મહારાષ્ટ્રના સોલાપુરના યાત્રિકો અચાનક આવેલા ઊંચા મોજાંની ઝપટે ચડી ગયા એસવીએન,સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સમુદ્રમાં ત્રણ પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહાદેવના દર્શન કર્યા બાદ દરિયા કિનારે ગયેલા મહારાષ્ટ્રના સોલાપુરના યાત્રિકો અચાનક આવેલા ઊંચા મોજાંની ઝપટે ચડી ગયા હતા.  દર્શન…

દેશના મતદારો મતદારો જાણે છે કે કયા મુદ્દા પર કયા પક્ષને મત આપવો: જેપીસીના વડા ચૌધરી

એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિની ગુજરાત મુલાકાતના ત્રીજો અને અંતિમ દિવસે રાષ્ટ્રીય અને રાજ્ય મુદ્દાઓ વચ્ચે સ્પષ્ટ તફાવત કરી શકે છે એવા અભિપ્રાયો સાથે સંવેદનશીલ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા ગાંધીનગર એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ના અધ્યક્ષ અને પાલીના સાંસદ પી.પી. ચૌધરીએ કહ્યું છે કે દેશના મતદારો એટલા…

ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, અમદાવાદથી એકની ધરપકડ; 5 ફરાર

14 મહિનામાં 100 કરતાં વધુ નિર્દોષ લોકોના નામે બેન્ક ખાતા ખોલાવ્યા અને તેની કિટ સાયબર માફિયાઓને વેચીને દેશભરમાં આર્થિક ફ્રોડ આચર્યો એસવીએન, અમદાવાદ અમદાવાદ શહેરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી, તેનો ઉપયોગ સાયબર છેતરપિંડી માટે કરતી એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ઝોન-1 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની…

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેન્ક દ્વારા ગ્રાહક સંવાદ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ 18-05-26 ને સોમવારના રોજ સાંજે હીરામણિ કેમ્પસમાં ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેંક દ્વારા ગ્રાહક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લગભગ 150 ખાતેદારોએ ભાગ લઈ બેન્કની કામગીરી અને ગ્રાહકલક્ષી યોજનાઓની માહિતી મેળવી હતી. આ આયોજન ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેંક, હીરામણિ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું.