દેશની ગુપ્ત માહિતી પાક. હેન્ડલરને પહોંચાડનારાની ભૂજથી ધરપકડ

નિલેશ બડિયા કચ્છ બીએસએફ યુનિટમાં પ્યૂન તરીકે કામ કરતો હતો, પાકિસ્તાનને માહિતી આપવાના બદલામાં રુ. 25 હજારથી વધુ રુપિયા મેળવતો હતો અમદાવાદદેશની ગુપ્ત માહિતી પહોંચાડવાના આરોપ હેઠળ કચ્છમાંથી ગુજરાત એટીએસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા ભૂજમાંથી નિલેશ બડીયા નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભૂજનો નિલેશ બડીયા નામનો…

રાજ્યમાં વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્ણય

આ ઈ-કોર્ટમાં ચલણનું પેમેન્ટ ઈ પેમેન્ટ ગેટવેથી ઓનલાઈન ભરી શકાશે, જેમાં ક્રેડિટ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ તેમજ નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન સરળતાથી દંડ ભરી શકાશે અમદાવાદરાજ્યમાં મે મહિનાની 3જી તારીખે અમદાવાદમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કર્યા બાદ હવે વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરુ કરવાનો ગુજરાત હાઈકોર્ટે શરુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરુ થયા…

24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, સિઝનનો કુલ 34. 50 ટકા વરસાદ

ગુજરાતના 15 જળાશયોમાં 49 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 29 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35 ટકા તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 49 ટકા જેટલો પાણીનો જથ્થો અમદાવાદરાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે અને આજથી આગામી પાંચ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ગઈકાલે…

ચાર વર્ષે ડીગ્રી બાદ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી માટે માત્ર એક વર્ષનો અભ્યાસ

અંતર્ગત પ્રતિ સેમેસ્ટર 22 ક્રેડીટનું માળખું નક્કી કરવામાં આવ્યુ છે, વિદ્યાર્થીઓ ત્રણ વર્ષના અંતે કુલ 132 અને ચાર વર્ષના અંતે કુલ 176 ક્રેડીટ પ્રાપ્ત કરી શકશે ગાંધીનગર નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે…

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ચોમાસુ ફરી જમાવટ કરશે

આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને સમગ્ર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની વરસી શકે છે અમદાવાદ ગુજરાતમાં ચોમાસાની સારી શરૂઆત થાય બાદ હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ફરી ચોમાસુ જામવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં…

રાજ્યમાં જુલાઈના પ્રારંભે જ સિઝનનો 32 ટકા વરસાદ

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પાડવાની કોઇ સંભાવના ન હોવાની આગાહી ગાંધીનગરગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ વરસી ચુક્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજથી વરસાદ…

રાજ્યના છ તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ, કુલ સરેરાશ વરસાદ 27.72 ટકા નોંધાયો

કચ્છ ઝોનમાં રાજ્યનો સૌથી વધુ 87.33 ટકા વરસાદ નોંધાયો, શુક્રવાર સુધીમાં ચોવિસ કલાકમાં 12નાં મોત, હજુ હળવાથી ભારે વરસાદની આગાહી અમદાવાદ  ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના પરિણામે નાગરીકો ખાસ કરીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 27 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર…

અંજાર, ગાંઘીધામ, રાપર -ભચાઉના વાહનોને જીજે-39 તરીકે નવી ઓળખ મળશે

પૂર્વ કચ્છના લોકોને વાહન વ્યવહાર કચેરીના કામ માટે જિલ્લામથક ભુજ સુધી ધક્કો હવે બચી જશે ગાંધીનગર અંજાર ગાંઘીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોને હવેથી જીજે-39 તરીકે નવી ઓળખ મળશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ મામલે જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટો છે. ઉપરાંત રાજ્યનો ટ્રાન્સપોર્ટ…

ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં 22 ટકા કરતા વધુ વરસાદ

સૌથી વધુ કચ્છમાં 76.80 ટકા વરસાદ વરસ્યો, અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તેમજ નદી નાળા અને ઝરણાં વહેતા થયા અમદાવાદ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે…

ભુલાભાઈ પાર્કમાં શાળાની છોકરીએ રોમિયોને પટ્ટાથી ફટકાર્યો

પોલીસે આ રોમિયોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી અમદાવાદશહેરમાં સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતીના અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. છેડતીના બનાવો રોકવા માટે પોલીસની શી ટીમ પણ કાર્યરત છે. ત્યારે શહેરમાં છેડતી કરતાં રોમિયોની સામે વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ ચૂપ રહે છે જેથી આ પ્રકારના બનાવોમાં વધારો થવા પામ્યો છે. પરંતુ શહેરમાં સ્કૂલમાં ભણતી…

રાજ્યની તમામ કોર્ટ માટે ઈ-આરટીઆઈ પોર્ટલ લૉન્ચ કરાયું

આ પોર્ટલ પરથી અરજદાર આરટીઆઈની ઓનલાઈન અરજીઓ, આરટીઆઈની ફર્સ્ટ અપીલ કરી શકશે, સ્ટેટસ પણ જોઈ શકાશે અમદાવાદગુજરાત હાઈકોર્ટની આઈટી કમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી આઈટી સેલ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ કોર્ટ માટે ઈ-આરટીઆઈ પોર્ટલ લૉન્ચ કરાયું છે. આ પોર્ટલ પરથી અરજદાર આરટીઆઈની ઓનલાઈન અરજીઓ, આરટીઆઈની ફર્સ્ટ અપીલ કરી શકશે…

રાજ્યભરમાં રાજીવ ગાંધી ભવન બનાવવા કોંગ્રેસનો નિર્ણય

ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવવામાં આવશે અમદાવાદગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે જવાબદારી સંભાળ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કમલમની જેમ ગુજરાતભરમાં રાજીવ ગાંધી ભવન બનાવવાનો નિર્ણય લીધો છે. હાઈકમાન્ડે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવવાનો નિર્ણય લીધો છે.ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ આજે…

હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોગ દિવસ ઉજવાયો

21 જૂન વિશ્વ યોગદિવસ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં હીરામણિ સંસ્થાના પ્રમુખ અને સાંસદ (રાજ્યસભા, ગુજરાત) નરહરિ અમીને 450 વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો સાથે યોગ અને પ્રાણાયામ કર્યા

જગન્નાથી મંદિરને રિડેવલપ કરાશે, 50000 લોકો દર્શન કરી શકશે

વિશાળ મંદિર પરિસર બનાવવામાં આવશે, ભક્તોના રહેવા અને જમવાની વ્યવસ્થાની સાથે મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે અમદાવાદશહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ગઈકાલે સંપન્ન થઈ છે. આજે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકારોને કહ્યું હતું કે, અમદાવાદમાં જમાલપુરના જગન્નાથ મંદિર સાથે વર્ષોથી લોકોની શ્રદ્ધા અને ભક્તિ વધી રહી છે. જેથી હવે આ મંદિરને રિડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે….

સૌરાષ્ટ્રના આપના નેતા વશરામ સાગઠિયાની ઘરવાપસી

ગુજરાત કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમા જોડાયા બાદ વશરામ સાગઠિયા કોંગ્રેસના નવા પ્રમુખની પદયાત્રામાં હાજર રહેતા રાજકારણ ગરમાયુ હતું અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાલોશીભર્યા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા અને જગદીશ ઠાકોરની જગ્યાએ શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રમુખ બાદ હવે કોંગ્રેસના પ્રભારી પણ બદલાય તેવી શક્યતાઓ છે. પ્રભારી તરીકે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને…

રથયાત્રાના કડિયાનાકાના રૂટ પર બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં આઠને ઈજા

આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી સામે આવી, મકાનને કોઇપણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી અમદાવાદશહેરમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને યાત્રાના રૂટ પર રહેલા જર્જરિત મકાનો અંગે અનેક વખત સવાલો ઉઠ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આજે રથયાત્રાના દરિયાપુરના કડિયાનાકાના રૂટ પર મકાનની બીજા…

સુરતમાં યુવકે સામેથી આવતી બસ નીચે પડતું મૂક્યું

આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે સુરતસુરતના વરાછા વિસ્તારમ આવેલા બોમ્બે માર્કેટ પાસે એક કાળજું કંપાવતી ઘટના સામે આવે છે. એક યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે આવી જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની પોલીસને જાણ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે…