ટીએમસીના ગુંડાઓ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરે છેઃ ભાજપ

દેશમાં માત્ર એક જ મહિલા મુખ્યમંત્રી છે અને તેમનાં જ રાજ્યમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત હોવાનો ભાજપનાં સાંસદનો આક્ષેપ કોલકત્તા   સંદેશ-ખાળીગામમાં હિન્દુ મહિલાઓ ઉપર થતા અત્યાચારો અંગે ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મમતા સરકાર ઉપર હુમલો કર્યો છે. તેઓએ કહ્યું : ટીએમસીના ગુંડાઓ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેમનું ઉત્પીડન કરે છે. એક પ્રેસ…

કોઈ જ આધાર કાર્ડ રદ કરાયા ન હોવાની ઉડાઈની સ્પષ્ટતા

ડેટાબેઝ અપડેટ કરતી વખતે આધાર નંબર ધારકોને સમયાંતરે સૂચનાઓ આપવામાં આવે છેઃ ઉડાઈ નવી દિલ્હી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા બંગાળના લોકોના આધાર કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે જેથી તેઓને સરકારી યોજનાઓનો લાભ ન ​​મળે. જો કે,ઉડાઈ દ્વારા આ આરોપોને સંપૂર્ણ રીતે…

માનહાની મામલે રાહુલ ગાંધીને સુલતાનપુર કોર્ટમાંથી જામીન

ભાજપ નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો, આ મામલો લગભગ 6 વર્ષ જૂનો છે સુલતાનપુર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન મળી ગયા છે. તેઓ આજે ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. માનહાનિ સંબંધિત કેસમાં સુલતાનપુર કોર્ટે તેને સમન્સ પાઠવ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે…

ભારતીય પાસપોર્ટ એક સ્થાન નીચે ખસીને 85માં નંબરે આવી ગયો

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાન્સ ટોપ પર રહ્યું, ફ્રાન્સની સાથે જર્મની, ઈટલી, જાપાન, સિંગાપુર અને સ્પેન ટોપ પર વોશિંગ્ટન હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 જાહેર થઈ ચૂક્યો છે, જેમાં ફ્રાન્સ ટોપ પર છે. ફ્રાન્સનો પાસપોર્ટ ઘરાવતા લોકો 194 દેશોમાં વગર વીઝાએ મુસાફરી કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતીથી ખબર પડે છે કે તેઓ એક સોફ્ટ પાવર…

પાક.નું એફ-16 ધ્વસ્ત કરનાર ભારતીય મિસાઈલ નિશાન ચૂકી

રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી માઈકા-આર મિસાઈલે સચોટ નિશાન તાક્યું પોખરણ પોખરણમાં વાયુશક્તિ 2024 યુદ્ધાભ્યાસ દરમિયાન વાયુસેનાના તેજસ ફાઈટર જેટએ એક હવાઈ ટારગેટ તરફ આર-73 મિસાઈલ ફાયર કરી હતી જે ટારગેટને ચૂકી ગઈ. જ્યારે રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી માઈકા Iઆર મિસાઈલે સચોટ નિશાન તાક્યું હતું.  હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે શું આર-73 મિસાઈલનો ઉપયોગ…

આપના ત્રણ કાન્સિલર્સે પક્ષપલટો કરતા નંબરગેમ બદલાઈ

આપના ત્રણ કાઉન્સિલરોના આગમન સાથે હવે ભાજપના કાઉન્સિલરોની સંખ્યા વધીને 17 થઈ, તેમની પાસે 1 એમપીનો વોટ પણ છે ચંદીગઢ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગેરરીતિનો આરોપ લગાવી સુપ્રીમ કોર્ટની શરણ લીધી હતી. બંને પક્ષોએ ભાજપ સામે છેતરપિંડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે આજે ફરી સુનાવણી થવાની…

મહેબૂબા મુફ્તીનો પક્ષ કાશ્મીરમાં અલગ ચૂંટણી લડશે

પાર્ટીની સંસદીય સમિતિ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે નવી દિલ્હી લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઈન્ડિયાગઠબંધન મજબૂત થવાની જગ્યાએ વેરવિખેર થતું દેખાઈ રહ્યું છે. હવે જમ્મુ-કાશ્મીરમાંથી ઈન્ડિયાગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સ (એનસી) બાદ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ પણ લોકસભા ચૂંટણીમાં અલગ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે….

વારાણસીથી અયોધ્યા જતી બસ ખાડામાં પલટી જતાં 32 લોકોને ઈજા

બસમાં મધ્યપ્રદેશના શિવપુરીના મુસાફરો સવાર હોવાનો દાવો વારાણસી વારાણસીથી અયોધ્યા ધામ જઇ રહેલી દર્શનાર્થીઓથી ભરેલી એક બસ ત્રિલોચન મહાદેવ નજીક ભવનાથપુર ગામ નજીક બેકાબૂ થઈ જતાં ખાડામાં પલટી ગઇ હતી. આ દુર્ઘટના રવિવારે રાતે લગભગ એક વાગ્યે સર્જાઈ હતી.  માહિતી અનુસાર આ બસ વારાણસીથી ઉપડી હતી અને તેમાં 66 મુસાફરો સવાર હતા. જેમાંથી 32 લોકો…

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ભીષણ આગથી 130 ઝૂંપડાં બળીને ખાક

આગ એટલી ભયાવહ હતી કે દૂર દૂરથી આગની જ્વાળાઓ અને ધૂમાડો દેખાઈ રહ્યો હતો નવી દિલ્હી દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આગમાં આશરે 130 જેટલાં ઝુંપડા લપેટાઈ ગયા હતા. દિલ્હી ફાયરબ્રિગેડના જણાવ્યાનુસાર આ ઘટના રાતે આશરે 10 વાગ્યે બની હતી. ઘટના સામે આવ્યા બાદ ફાયરબ્રિગેડની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ…

રાહુલ ગાંધીને મળ્યા બાદ કમલનાથનો કોંગ્રેસમાં જ રહેવાનું અનુમાન

કમલનાથે ભાજપમાં જોડાવાનો ઈનકાર કર્યાનો દિગ્વિજયસિંહનો દાવો, મધ્યપ્રેદસ કોંગ્રેસે આ બાબતને કમલનાથ સામેનું કાવતરું ગણાવી નવી દિલ્હી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ ભાજપમાં જોડાવા હોવાની અટકળો વહેતી થયા બાદ બે દિવસથી રાજકારણમાં ખળભળાટ મચી રહ્યો છે. જોકે કમલનાથે ગઈકાલે તમામ અટકળોનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘જો આવું થશે તો બધાને ખબર…

રાજ ઠાકરેનો પક્ષ એનડીએ સાથે હાથ મિલાવે એવી શક્યતા

મુંબઈના બીજેપી અધ્યક્ષ આશિષ શેલારે એમએનએસ અધ્યક્ષ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી અને કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી મુંબઈ મહારાષ્ટ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)નો સમૂહ વધુ વધી શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) એનડીએમાં સામેલ થઈ જશે. મુંબઈના બીજેપી અધ્યક્ષ આશિષ શેલારે એમએનએસ અધ્યક્ષ રાજ…

રાહુલ ગાંધીએ એક રાત ખેતરોમાં વિતાવવી પડે એવી સ્થિતિ

કોંગ્રેસને સરકારે પાસે યાત્રા દરમિયાન જ્ઞાનપુરની વિભૂતિ નારાયણ ઈન્ટર કોલેજમાં રાત્રિ રોકાણ કરવાની પરવાનગી ન આપતા સમસ્યા ચંદૌલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હવે ઉત્તર પ્રદેશ પહોંચી ગઈ છે. યાત્રા બિહાર સરહદને અડીને આવેલા ચંદૌલીથી યુપીમાં પ્રવેશી હતી. ચંદૌલીથી શરૂ થયેલી આ યાત્રા બીજા દિવસે ભદોહી પહોંચશે. જો કે અહીં એવી સમસ્યા…

ભારતના પ્રસિદ્ધ શેફ ઈમ્તિયાઝ કુરૈશીનું 93 વર્ષની વયે નિધન

2016માં તેમને આ ક્ષેત્રમાં યોગદાન બદલ દેશના ચોથા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા લખનઉ ભારતના પ્રસિદ્ધ શેફ ઈમ્તિયાઝ કુરૈશીનું 93 વર્ષની વયે નિધન થઇ ગયું છે. તેમનો જન્મ 1931માં લખનઉમાં એક શેફ પરિવારમાં થયો હતો. નાની વયે કારકિર્દી શરૂ કરીને તેમણે દિલ્હીની બુખારા અને દમ પુખ્ત જેવી વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડ બનાવી હતી….

બીએસએફે પંજાબ સરહદેથી પાકિસ્તાની નાગરિકને ઝડપી લીધો

બીએસફ પંજાબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી ગુરુદાસપુર ભારત-પાકિસ્તાન સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે, કારણકે તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પંજાબના ગુરદાસપુર જિલ્લાના ઠાકુરપુર ગામ નજીક ભારતીય વિસ્તારમાં પ્રવેશ્યો હતો. આ અંગે બીએસફના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરિક અજાણતાં ભારતીય સરહદમાં પ્રવેશ્યો હતો અને…

ઈલેક્ટ્રિક સ્કૂટર સાથે જોડાયેલા ઈલેક્ટ્રિક એક્સટેન્શન બોર્ડમાં આગથી પરિવારને શ્વાન બચાવ્યો

આગ જોઈને શ્વાન દોડે છે અને એક્સ્ટેંશન બોર્ડને ખેંચી કોઈક રીતે તેને ઇલેક્ટ્રિક સ્કૂટરથી અલગ કરી પછી તે પાછો આવીને પલંગ પર બેસી જાય છે નવી દિલ્હી શ્વાન એક વફાદાર અને ચપળ પાલતું પ્રાણી છે આ વાત સૌ કોઈ જાણે છે. પરંતુ શ્વાનની ચપળતા મનુષ્યો માટે કેટલી અસરકારક સાબિત થઇ શકે છે તેના વિશે કોઈએ…

કેજરીવાલને 16 માર્ચે હાજર થવા કોર્ટનો આદેશ

ઈડી દ્વારા અપાયેલા પાંચ સમન્સની અવગણના અને પોતાની ગેરહાજરીના સ્પષ્ટીકરણ માટે કેજરીવાલ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે વારંવાર સમન્સ મળ્યા બાદ પણ કેજરીવાલ હાજર નહોતા થઈ રહ્યા. ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે સીએમને…

મ.પ્ર.ના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ભાજપમાં જોડાવાની અફવા

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મ.પ્ર. પહોંચે તે પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ નવી દિલ્હી એક પછી એક કોંગ્રેસી નેતાઓના રાજીનામાં બાદ ભાજપમાં જોડાયા પછી હવે કોંગ્રેસનું ટેન્શન વધારતાં અહેવાલ સામે આવ્યા છે. મધ્યપ્રદેશથી મળતાં અહેવાલો અનુસાર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. જોકે હજુ…

કમલનાથ પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાવાના સંકેત

જો આવી કોઈ ઘટના બનશે, તો હું તમને સૌથી પહેલા જણાવીશ, કમલનાથે પત્રકારોને કહ્યું નવી દિલ્હી મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. ત્યારે ભાજપમાં જોડાવાની અટકળો પર કમલનાથની પહેલી પ્રતિક્રિયા આવી છે. કમલનાથે પત્રકારોને કહ્યું કે,…

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી આઠ શ્રમિકોનાં મોત, છ ઘાયલ

તમિલનાડુમાં ફટાકડાનો મોટો ઉદ્યોગ છે અને અહીં ગેરકાયદે ફેક્ટરીઓ પણ ચાલે છે વેમ્બાકોટ્ટઈ તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ બ્લાસ્ટમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.  તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટઈમાં આજે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે ,જેમાં ફેક્ટરીમાં કામ કરતા…

હું માં ગંગાની સામે અહંકારથી નહીં, શીશ ઝુકાવીને આવ્યો છુઃ રાહુલ ગાંધી

દેશમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે, પરંતુ વડાપ્રધાન મોદીને આ દેખાતું નથીઃ કોંગ્રેસના નેતાનો આક્ષેપ વારાણસી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વડાપ્રધાન મોદીના મતવિસ્તાર વારાણસીમાં પહોંચી હતી. અહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય…