આઈઝોલમાં નિર્માણાધિન રેલવે બુલ તૂટતાં 17 લોકોનાં મોત

ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા, આ તમામ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે આઇઝોલ મિઝોરમના આઈઝોલમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતા 17 લોકોના મોત થયા હતા. આધારભૂતસાધનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઘટના સાયરાંગ વિસ્તાર પાસે બની હતી.ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા. આ તમામ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા…

ચંદ્રયાન-3 આજે સાંજે 6.45 વાગે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે

ચંદ્રની સપાટીનો વીડિયો આવ્યો સામે, ચંદ્રયાન-3ના લેન્ડિંગનું કાલે સાંજે 5.20 વાગ્યાથી લાઈવ પ્રસારણઈસરોએ લેન્ડર ઈમેજર કેમેરા 4થી લીધેલી તસવીરો એક નાના વીડિયોના માધ્યમથી ટ્વીટ કરીને જાહેર કરી નવી દિલ્હીભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 હવે તેના અંતિમ તબક્કામાં છે. ઈસરોના વૈજ્ઞાનિકોની સાથે સાથે હવે દેશના લોકોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. આ દરમિયાન ઈસરોના ચેરમેન એસ…

કોંગ્રેસની સરકાર બનતા જ મ.પ્ર.માં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે

મલ્લિકાર્જુન ખડગે મધ્યપ્રદેશના સાગરમાં જાહેર સભાને સંબોધન કર્યું અને મતદારોને રિઝવવા અનેક ચૂંટણીલક્ષી વચનો પણ આપ્યા સાગરમધ્યપ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી હતી કે પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. આ પહેલા બિહારમાં નીતિશની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરી રહી છે.આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની…

ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડતાં ઈમરજન્સી લેન્ડિંગ

62 વર્ષના મુસાફરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું મુંબઈ ઈન્ડિગો એરલાઈન્સની મુંબઈ-રાંચી ફ્લાઈટમાં ગઈકાલે મોડી રાત્રે એક મુસાફરની તબિયત અચાનક લથડી હતી. તેને ફ્લાઈટની અંદર લોહીની ઉલટી થવા લાગતા ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને તાત્કાલિક મુસાફરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત…

ઉ.ભારતના અનેક ભાગમાં સપ્તાહના અંતથી ચોમાસું વિરામ લેશે

પહાડી વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે, બે-ત્રણ દિવસમાં ચોમાસું તેની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ આગળ વધશે નવી દિલ્હી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સપ્તાહના અંતથી ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ચોમાસામાં વિરામ આવી શકે છે. બીજી તરફ પહાડી વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. …

કોરોનાનો શિકાર 6.5 ટકાએ એક વર્ષમાં મૃત્યુ પામ્યા

જો કે, આમાંથી 73.3 ટકા લોકો એવા હતા જેઓ ઓછામાં ઓછા એક અથવા વધુ રોગોથી પીડિત હતા નવી દિલ્હી કોરોનાના પહેલા અને બીજા વેવ દરમિયાન, 6.5 ટકા લોકો જેમને કોરોના વાયરસના ચેપની ગંભીર અસર થઈ હતી અને 14 દિવસ કે તેથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, તેઓ એક વર્ષમાં મૃત્યુ પામ્યા છે….

રાજ્યોને કોરોના વાયરસના નવા વૈશ્વિક વેરિએન્ટ પર નજર રાખવા સુચના

દેશમાં નવા વેરિએન્ટના કેસની દૈનિક એવરેજ 50થી ઓછી, સાત દિવસમાં વૈશ્વિક સ્તરે કોવિડના કુલ 2,96,219 નવા કેસ નોંધાયા નવી દિલ્હી વિશ્વમાં કોરોનાના ફરી એક વખત વધતા કેસોને ઘ્યાને લઇ  દેશમાં સમીક્ષા કરવા માટે કેન્દ્રએ હાઇ લેવલ મીટિંગ કરી હતી. વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રાએ કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા માટે આ બેઠકની અધ્યક્ષતા કરી…

ચાર વર્ષમાં ચાર દેશને ચંદ્ર પર ઊતરવામાં નિષ્ફળતા મળી

એક માત્ર ભારત જ છે જેણે ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ચંદ્ર પર પાછા ફરવાની હિંમત એકઠી કરી છે નવી દિલ્હી વિશ્વની નજર રશિયાના લુના-25 અને ભારતના ચંદ્રયાન-3 વચ્ચેની રેસ પર હતી. દરમિયાન સમાચાર આવ્યા કે લુના-25 ચંદ્ર પર ઉતરવામાં નિષ્ફળ ગયું છે. જો કે છેલ્લા ચાર વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો લગભગ ચાર દેશો એવા…

નફરત ફેલાવનારાઓને સત્તાનું સમર્થન મળે છેઃ સોનિયા

રાજીવજીએ પંચાયતો અને નગર પાલિકાઓમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ આરક્ષણ માટે સંઘર્ષ કર્યો હતો નવી દિલ્હી   પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા ‘સદ્ભાવના- પુરસ્કાર કાર્યક્રમ’માં બોલતાં કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, ‘દેશ સેવા માટે મળેલા બહુ ઓછા સમયમાં રાજીવ ગાંધીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ભારતમાં રહેલી અનેકવિધતાની સુરક્ષા અને…

મહાવીરી જુલૂસને રોકવા મામલે પથ્થરમારામાં ચાર પોલીસ સહિત 12 ઘાયલ

ઘાયલોમાં એકની સ્થિતિ ગંભીર, અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર કેમ્પ કરી રહી છે, સ્થિતિ નિયંત્રણમાં બગહા નાગપંચમી પર સોમવારે બપોરે મહાવીરી જુલૂસને રોકવા મામલે બે પક્ષો વચ્ચે વિવાદ અને પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં ચાર પોલીસ કર્મચારીઓ સહિત 12 લોકો ઘાયલ થઈ ગયા હતા. ઘાયલોમાં એકની સ્થિતિ ગંભીર છે. તમામ ઘાયલોની સારવાર અનુમંડલીય હોસ્પિટલમાં ચાલી…

એક કરોડની લૂંટ માટે જ્યોતિષ પાસેથી મુહૂર્ત કઢાવ્યું

શુભ મુહૂર્ત પ્રમાણે લૂંટ કરી અને લૂંટમાં પણ સફળતા મળી પરંતુ 4 મહિના બાદ લૂંટનો પર્દાફાશ થતા લૂંટારુઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા બારામતી લોકો સામાન્યતઃ લગ્ન કે નવી વસ્તુ ખરીદવા માટે જ્યોતિષથી શુભ મુહૂર્ત કઢાવતા હોય છે. પરંતુ મહારાષ્ટ્રના બારામતીમાં એક ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે, જ્યાં ચોરોએ 1 કરોડ રૂપિયાની લૂંટ કરવા માટે જ્યોતિષીથી…

બાલાકોટ એલએસી પર બે ઘૂસણખોર ઠાર, હથિયારો મળ્યા

પાકિસ્તાની મૂળની દવાઓ સહિત શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત જમ્મુ જમ્મુ-કાશ્મીર બીએસએફને મોટી સફળતા મળી છે. બીએસએફના જવાનોએ પૂંચના બાલાકોટ સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એલર્ટ રહેલા બીએસએફના જવાનોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની મૂળની દવાઓ…

હિમાચલમાં વગર વરસાદે સાત મકાન ધરાશાયી થયા

જવાલી વિધાનસભા ક્ષેત્રના કોટલામાં વધુ 14 મકાનો ખાલી કરાવાયા, ભૂસ્ખલનને કારણે આ મકાનો જોખમ ભરી સ્થિતિમાં જણાઈ રહ્યા હતા શિમલાહિમાચલમાં પૂર અને ભૂસ્ખલનથી લોકોની પરેશાની ઓછી થઈ રહી નથી. કાંગડા જિલ્લાના જવાલી વિધાનસભા ક્ષેત્રના કોટલામાં વધુ 14 મકાનો ખાલી કરાવામાં આવ્યા હતા. ભૂસ્ખલનને કારણે આ મકાનો જોખમ ભરી સ્થિતિમાં જણાઈ રહ્યા હતા. જોકે અહીં રવિવારે…

ઈન્ડિયાના લોગોની મુંબઈ બેઠકમાં અનાવરણ થવાની શક્યતા

ઈન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠકમાં 26થી વધુ રાજકીય પક્ષોના લગભગ 80 નેતાઓના સામેલ થવાની આશા મુંબઈવિપક્ષી દળોના ગઠબંધન ઈન્ડિયાના લોગોનું અનાવરણ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનાર ગઠબંધનની બેઠક દરમિયાન થવાની શક્યતા છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દેશની નાણાકીય રાજધાનીમાં ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈનક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા) ગઠબંધનની ત્રીજી બેઠકમાં 26થી વધુ…

તેજ પ્રતાપે અટલ બિહારી પાર્કનું નામ કોકોનટ પાર્ક કરી નાખ્યું

કાંકડબાગમાં આવેલ આ પાર્કનું નામ પહેલા કોકોનટ પાર્ક હતું, 2018માં તેનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું હતું પટનાબિહાર સરકારમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તેજ પ્રતાપે પટનાના અટલ બિહારી વાજપેયી પાર્કનું નામ બદલી નાખ્યું છે. હવે આ પાર્ક કોકોનટ પાર્ક તરીકે ઓળખાશે. કાંકડબાગમાં આવેલ આ પાર્કનું નામ પહેલા કોકોનટ પાર્ક હતું….

છત્તીસગઢમાં કોંગ્રેસ 48-54 બેઠકો સાથે બાજી મારી જશે

સરકાર બનાવવા માટે છત્તીસગઢમાં 46 સીટો પર જીત જરૂરી, ભાજપના ખાતામાં 35-41 સીટો આવી શકે છે નવી દિલ્હીછત્તીસગઢમાં વર્ષના અંત સધીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા દિવસોમાં ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરી દીધુ છે. આ સાથે જ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. શું રાજ્યમાં કોંગ્રેસ સરકાર રિપીટ કરશે કે, પછી ભાજપનું કમળ ખીલશે? આ…

ચંદ્રની સપાટી પર લેન્ડ થયા બાદ રોવર કુલ 14 દિવસ સુધી રિસર્ચ કરશે

ઇસરોએ લેન્ડર વિક્રમ દ્વારા લેવામાં આવેલી ચંદ્રની નવી તસવીરો જાહેર કરી, આ તસવીરો ખૂબ જ નજીકથી લેવામાં આવી છે નવી દિલ્હીચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે વિક્રમ લેન્ડર સંપૂર્ણપણે તૈયાર છે. ચંદ્રયાનના ચંદ્રની સપાટી પર લેન્ડ થવામાં હવે ફક્ત 3 જ દિવસ બાકી છે. ચંદ્રયાન 3નું લેન્ડર 23 ઓગસ્ટે 2023ના રોજ સાંજે 6 વાગ્યે…

જર્મનીના પ્રધાને યુપીઆઈનો ઉપયોગ કર્યો

યુપીઆઈ પસંદ કરનારાઓની યાદીમાં જર્મની પણ સામેલ થઈ ગયું નવી દિલ્હીભારતના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈનો ઉપયોગ વિશ્વના તમામ દેશોમાં થઈ રહ્યો છે. ભારત સરકાર પણ યુપીઆઈને તેની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક માને છે. ભારતનો યુપીઆઈ પસંદ કરનારાઓની લિસ્ટમાં જર્મની પણ સામેલ થઈ ગયું છે. જી20 સમિટમાં ભાગ લેવા આવેલા જર્મનીના ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ…

જોહાનિસબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલનમાં મોદી ભાગ લેશે

સમ્મેલન 22થી 24 ઓગષ્ટ સુધી ચાલશે, આ સમ્મેલનમાં અનેક મુદ્દા પર ભારતનું ફોકસ રહેશે, જેમાં આર્થિક સુરક્ષા હિત જ સર્વોપરી હશે નવી દિલ્હીસાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આ વખતે 15માં બ્રિક્સ શિખર સમ્મેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલા આ શિખર સમ્મેલનમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે. પીએમ મોદી આવતી કાલે સંમેલનમાં ભાગ લેવા માટે…

ભૂપેશ બધેલની પ્રેસ કોન્ફરન્સમાં અચાનક સાપ નિકળ્યો

મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન સાપ નીકળવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો બિલાસપુરછત્તીસગઢમાં આજે એક અજબ નજારો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ત્યાં અચાનક એક સાપ નીકળી આવ્યો. અચાનક સાપ આવી જવાથી ત્યાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો હતો. મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન સાપ…