રેલવેમાં નવ વર્ષમાં 3 લાખ પદો પર ભરતી કેમ નથી થઈ? ખડગે

મોદી સરકાર દ્વારા સતત ખામીયુક્ત અને ઉતાવળીયા નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેના લીધે રેલવેમાં મુસાફરી અસુરક્ષિત બની ગઈ હોવાનો આક્ષેપ નવી દિલ્હીકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત મામલે સવાલો ઊઠાવતાં વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે રેલવે વિભાગ અને મોદી સરકારના શાસન સામે પણ સવાલો ઊઠાવ્યા હતા. તેમણે…

રેલ ટ્રેકનું પુનઃસ્થાપનનું કાર્ય પૂર્ણ, ગુમ લોકોને શોધવાનું કાર્ય બાકીઃ વૈષ્ણવ

અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને મળી શકેઃ રેલવેમંત્રી બાલાસોરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા. રેલ્વે મંત્રી અસરગ્રસ્ત ટ્રેકના પુનઃસ્થાપન અંગે મીડિયાને માહિતી આપી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેઓ ભાવુક થઈ રડી પડ્યા હતા. તેમણે કહ્યું…

એમપીમાં રસીનો જથ્થો ખલાસ છતાં કોરોના વેક્સિનના સર્ટિફિકેટ આપવાનું ચાલુ

ભિંડ જિલ્લાના સોનીમાં આવેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ગત બે મહિનાથી કોરોના વેક્સિનનો જથ્થો ખલાસ થઈ ગયો છે ભોપાલએમપી અજબ છે, એમપી ગજબ છે. મધ્યપ્રદેશ અંગે આ ટેગલાઈન ખૂબ જ પ્રચલિત છે. ગત દિવસોમાં ભિંડમાં જે થયું તેને જોઈને આ લાઈન એકદમ યોગ્ય લાગે છે. ખરેખર ભિંડ જિલ્લાના સોનીમાં આવેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ગત બે મહિનાથી…

ટ્રેન દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપનારા સામે કડક કાર્યવાહી થશે

લોકોને ખોટી અને દૂષિત પોસ્ટ્સ ફેલાવવાનું બંધ કરવા વિનંતી બાલાસોરઓડિશા પોલીસે ઓડિશા ટ્રેન દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવા સામે ચેતવણી જાહેર કરી છે. પોલીસે કહ્યું કે જે લોકો બાલાસોર અકસ્માતને ‘સાંપ્રદાયિક રંગ’ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ખોટી અને દૂષિત પોસ્ટ્સ ફેલાવવાનું બંધ કરવા વિનંતી કરતા પોલીસે કહ્યું,…

અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા

કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો, 3 ઓગસ્ટ 1991ના રોજ વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના લહુરાબીર વિસ્તારમાં કોંગ્રેસ નેતા અવધેશ રાયની હત્યા થઈ હતી વારાણસીવારાણસીની એમપી-એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે. સોમવારે સાંસદ-ધારાસભ્ય કોર્ટે વારાણસીના 32 વર્ષ જૂના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. વારાણસી કોર્ટે સોમવારે અવધેશ રાય હત્યા કેસમાં આ…

સૈક્ષણિક રેન્કિંગમાં આઈઆઈટી મદ્રાસ, મેનેજમેન્ટ કોલેજમાં આઈઆઈએમ અમદાવાદ ટોચના ક્રમે

આઈઆઈટી મદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં સતત પાંચમા વર્ષે પ્રથમ રેન્ક મેળવ્યો બેંગ્લુરુમાં આવેલી આઈઆઈએસસી બીજા સ્થાને, યુનિવર્સિટી કેટેગરીમાં આઈઆઈએસસી બેંગ્લુરુ પ્રથમ ક્રમે રહી નવી દિલ્હીકેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ 2023 માટે પણ દેશભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આજે એટલે કે 5 જૂન, 2023 ના રોજ બહાર પાડવામાં આવેલ એનઆઈઆરએફ…

પ,બંગાળમાં જાહેર શૌચાલય પાસે બોમ્બ બ્લાસ્ટથી અફરાતફરી

11 વર્ષના નિર્દોષ બાળકનું મોત, પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી કોલકાતાપશ્ચિમ બંગાળમાં બોંબ બ્લાસ્ટની ઘટના બાદ અફરાતફરી મચી હોવાની ઘટના સામે આવી છે. અહીં એક જાહેર શૌચાલયમાં જોરદાર ધડાકો થતાં ચારેકોર નાસભાગ મચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં આજે એક જાહેર શૌચાલયમાં…

બાલાસોરની હોસ્પિટલમાં રક્તદાન માટે લોકોની ભીડ ઉમટી પડી

ટ્રેન દુર્ઘટના સ્થળે ચાલી રહેલા બચાવ અભિયાનથી લઈને હોસ્પિટલો સુધી લોકો મદદ માટે ઉભા છે બાલાસોર ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભયાનક ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ શોકમાં છે. આ દુર્ઘટનાના પીડિતોને સરકાર મદદ કરી રહી છે એટલું જ નહીં ઘટનાસ્થળની આસપાસના લોકો પણ આગળ આવ્યા છે. એનડીઆરએફ, સેના, પોલીસ, ડોકટરોથી લઈને તમામ રાજકીય પક્ષોના કાર્યકરો, સામાન્ય લોકોએ…

1981માં દેશનો સૌથી મોટો રેલ અકસ્માત થયો હતો, 800નાં મોત થયા હતા

6 જૂન 1981ના રોજ બિહારમાં માનસી-સહરસા  રેલવે લાઈન પર દેશનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હતો, બદલા અને ધમારા ઘાટ સ્ટેશનની વચ્ચે ટ્રેનના 9 ડબ્બા બાગમતી નદીમાં પડી ગયા હતા બાલાસોર ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા…

પ્રેમિકાને ચાકૂ હુલાવ્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરી લીધી

યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, જોકે યુવકનું મોત નીપજ્યું નવી દિલ્હી કહેવાય છે કે એકતરફી પ્રેમનો અંત દર્દનાક હોય છે. આવા જ એકતરફી પ્રેમની ચોંકાવનારી ઘટના દિલ્હીના બેગમપુરથી સામે આવી છે. વિસ્તારમાં રહેતી યુવતીને એકતરફી પ્રેમની કિંમત ચૂકવવી પડી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બેગમપુરમાં રહેતા યુવકે એકતરફી…

આંતરધર્મી સમલૈંગિક દંપતીને ધમકી મળતા સુરક્ષા આપવા આદેશ

અરજીકર્તામાં એક હિન્દુ મહિલા છે જ્યારે બીજી મુસ્લિમ મહિલા છે, જેમના સંબંધને પરિવારજનો સ્વીકાર કરી રહ્યા નથી તેથી તેમને ધમકી અપાય છે નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે એક આંતરધર્મી સમલૈંગિક કપલને તેમના પરિવાર તરફથી તેમના અંગત સંબંધોના કારણે મળી રહેલી ધમકી વચ્ચે દિલ્હી પોલીસને તેમને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ રજનીશ ભટનાગરની સિંગલ બેન્ચે તેમની…

રેલ ટિકિટ સાથેના 35 પૈસાના વીમાથી મૃતકના પરિવારને દસ લાખનું વળતર મળે

આઈઆરસીટીસી વેબસાઈટના અનુસાર આ મુસાફરી વીમો  રેલવે એક્ટ 1989 મુજબ નક્કી કરવામાં આવ્યો છે બાલાસોર ઓડિશાના બાલાસોરમાં ગઈકાલે એટલે કે 2 જૂને એક ભયાનક રેલ્વે અકસ્માત થયો હતો, જેમાં 280 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટના સ્થળ પર હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે જે લોકોના…

બાલાસોર રેલ દુર્ઘટનાને પગલે 43 ટ્રેન રદ, 38 ટ્રેનના રૂટ ડાયવર્ટ કરાયા

દુર્ઘટના બાદ બચાવ કામગીરી માટે એનડીઆરએફના 7 યુનિટ, ઓડીઆરએએફના 5 યુનિટ અને 24 ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ બાલાસોર  ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 288 લોકોના મોત થયા…

ટ્રેનમાં કોઈ એન્ટિ-કોલિઝન ડિવાઇસ હોત તો આ દુર્ઘટના ન થઈ હોતઃ મમતા બેનર્જી

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અમે 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત બાલાસોર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આજે ઓડિશાના બાલેશ્વરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ 280થી વધુ લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલા સીએમ મમતાએ કહ્યું, “આ અત્યાર સુધીની સૌથી મોટી ટ્રેન…

આમ આદમી પાર્ટી 11 જૂને રામલીલા મેદાનમાં રેલી યોજશે

કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે 4 જૂને દિલ્હીના બે હજાર મંડળો પર ભવ્ય રેલીની તૈયારીઓ પર બેઠક થશે નવી દિલ્હી દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અંગે કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ આમ આદમી પાર્ટી 11 જૂને રામલીલા મેદાનમાં રેલી કરવા જઈ રહી છે. આ મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની તાકાત બતાવશે. દિલ્હી એકમના કન્વીનર અને કેબિનેટ પ્રધાન ગોપાલ રાયે ગઈકાલે પદાધિકારીઓ સાથે…

રેલ દુર્ઘટના સંદર્ભે ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક

રાજ્યભરમાં કોઈ જ ઉત્સવ મનાવવામાં ન આવ્યા બાલાસોર  ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 280 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે ટ્રેનમાં…

સિગ્નલ સિસ્ટમ ફેલ થતાં કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે ચઢતાં અકસ્માત થયો

ત્રણ ટ્રેનોની ભયાનક અથડામણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો બાલાસોરબાલાસોર રેલવે અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. તેમણે જણાવ્યું કે સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ જવાને લીધે જ કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે…

સરપ્રાઈઝની લાલચ આપી પત્નીને બોલાવી પતિએ હત્યા કરી નાખી

મહિલાની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને તેની ખરાબ તબિયત અંગે જાણ કરાતા પુત્રીનો મૃતદેહ જોઈ પરિવારજનોએ પુત્રીના સાસરીયાઓના ઘરમાં ઘુસીને ભારે હોબાળો મચાવ્યો બાલાસોરબિહારના સહરસા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પતિએ પત્નીને સરપ્રાઈઝની લાલચ આપીને તેના પિયરથી બોલાવી અને તેની હત્યા કરી નાખી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી પતિ ત્રીસ વર્ષની પત્નીને તેના…

સાત લાખથી વધુ યાત્રાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા

ચોમાસુ આવ્યા પહેલા કેદારનાથ ધામના દર્શન કરતા યાત્રાળુઓની સંખ્યા 12 લાખ પાર પહોંચી જશે દહેરાદૂન25 એપ્રિલથી અત્યાર સુધી સાત લાખ યાત્રાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. હવામાન સારુ રહેશે તો યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે ચોમાસુ આવ્યા પહેલા કેદારનાથ ધામના દર્શન કરતા યાત્રાળુઓની સંખ્યા 12 લાખ પાર…

બ્રિજભૂષણ સિંહના મામલે મોદી-ભાજપના મૌન પર સિબ્બલના સવાલ

બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પુરાવા સતત વધી રહ્યા છે તેમની સામે લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે પરંતુ તે પછી પણ તેમની ધરપકડ ન કરાયાનો આક્ષેપ નવી દિલ્હીદેશના પહેલવાનો ડબલ્યુએફઆઈના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. સિબ્બલે પીએમ…