2024 સુધીમાં દેશમાં અમેરિકા જેવા હાઈવે બનાવવાનું લક્ષ્યઃ નીતિન ગડકરી

ગુજરાતમાં બે લાખ કરોડની કિંમતના નવીન રસ્તાઓના કામો ઝડપે ચાલી રહ્યા છે જેનાથી ગુજરાતના વિકાસમાં વધુ ઝડપ આવશે તેવી ગડકરીએ આશા વ્યક્ત કરી વડોદરાસારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો દેશનો વિકાસ થશે નહીં પરંતુ હવે ભારત સરકારે 2024 સુધીમાં અમેરિકા જેવા રસ્તા થઈ જાય એ પ્રમાણેના હાઇવે બનાવવાના પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરાશે.વડોદરા દુમાડ પાસે ફ્લાય ઓવર…

મહિલા રેસલર્સના સમર્થમમાં યોજાયેલી ખાપમાં અંદરો-અંદર ઝઘડો

કુરુક્ષેત્રમાં ખાપ પંચાયતની બેઠક દરમિયાન કોઈ મુદ્દે બેઠકમાં ઉપસ્થિત ચૌધરી અંદરો અંદર ઝઘડી પડ્યા, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો કુરુક્ષેત્રભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત પ્રદર્શનો કરી રહ્યા છે. કુસ્તબાજોનો સમર્થનમાં ખાપ પંચાયતો પણ મેદાનમાં ઉતરી આવી છે અને કુરુક્ષેત્રમાં ખાપ પંચાયતની બેઠકનું આયોજન કરાયું છે, જોકે…

બેંગલુરૂમાં ટ્રાફિકમાં ફસાયેલા બસ ડ્રાયવરે બસમાં જ ભોજન કરી લીધું

ટ્રાફિકમાં ફસાયેલ બસ ડ્રાઈવરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો બેંગલુરૂભારતમાં દિવસેને દિવસે શહેરોમાં ટ્રાફિક એ સૌથી મોટી સમસ્યા છે. જ્યાં જાઓ ત્યાં જામ છે. કેટલીકવાર તો આ ટ્રાફિકમાં કલાકોના કલાકો નીકળી જાય છે. એમાં પણ જો તમે દિલ્હી કે બેંગ્લોર જેવા શહેરોમાં રહો છો તો આ પ્રકારના દ્રશ્યો દરરોજ જોતા હશો. આવો જ હાલ…

1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ આંદોલનકારી મહિલા રેસલર્સના સમર્થનમાં

અનેક મોટા ક્રિકેટરોના સમર્થનથી હવે દેખાવકાર કુશ્તીબાજોનો જુસ્સો બુલંદ થયો હશે, આ મામલે આ વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડીઓએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતુ નવી દિલ્હી1983ની ક્રિકેટ વર્લ્ડકપ વિજેતા ટીમ હવે જાતીય સતામણીનો આરોપ મૂકી દેખાવો કરનારા મહિલા રેસલરોના સમર્થનમાં ઊતરી આવી છે. અનેક મોટા ક્રિકેટરોના સમર્થનથી હવે દેખાવકાર કુશ્તીબાજોનો જુસ્સો બુલંદ થયો હશે. આ…

પાકિસ્તાન મોટા પ્રમાણમાં હથિયાર-ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં

ઈન્ટેલિજન્સ ઈનપુટમાં પાકિસ્તાનથી ભારત સુધીનો આખો સપ્લાય રૂટ પણ શેર કરવામાં આવ્યો છે જેથી સુરક્ષા દળો તે રૂટ પર એલર્ટ રહે શ્રીનગરજમ્મુ-કાશ્મીરમાં શાંતિ આતંકવાદીઓથી જોઈ નથી શકાતી. ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે, પાકિસ્તાન ભારતને મોટા પ્રમાણમાં હથિયારો અને ડ્રગ્સ સપ્લાય કરવાની ફિરાકમાં છે. એવા ઈનપુટ છે કે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન શ્રીનગરમાં ભારતની સરહદ…

બિહારના ગયામાં ભાજપના નેતાના ઘર પર બોમ્બથી હુમલો

નેતાનો પરિવાર હુમલામાં બચી ગયો, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે ગુનેગારોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી પટનાબિહારમાં ગુનેગારો એટલા બેરોકટોક અને બેખોફ થઇ ગયા છે કે તેઓ સામાન્ય લોકોને પણ નિશાન બનાવતા ડરતા નથી. તાજેતરનો મામલો ગયા જિલ્લામાંથી જાણવા મળ્યો છે.અહીં ગુનેગારોએ બીજેપી નેતા સંતોષ ગુપ્તાના ઘર પર બોમ્બથી…

સાક્ષીઓને વોટ્સએપ પર સમન્સ મોકલવા બદલ કોર્ટે પોલીસની ટીકા કરી

પોલીસ અધિકારીઓએ એક વખત પણ સાક્ષીના ઘરે જવાનો પ્રયાસ કર્યો ન હતો, જ્યારે તેઓએ ઓછામાં ઓછા ત્રણ વખત સાક્ષીના ઘરે જવું જોઈતું હતુઃ કોર્ટ નવી દિલ્હીદિલ્હીની એક કોર્ટે વોટ્સએપ દ્વારા સરકારી સાક્ષીઓને સમન્સ મોકલવા બદલ પોલીસની ટીકા કરી હતી અને યોગ્ય કાર્યવાહી માટે આ મામલો નાયબ પોલીસ કમિશનરને મોકલ્યો હતો. પંજાબી બાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા…

મણિપુર હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરાશે

હિંસામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ રૂપિયા અને મણિપુર સરકાર દ્વારા 5 લાખ રૂપિયા આપવાની શાહની જાહેરાત ઈમ્ફાલકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારથી મણિપુરમાં બીજેપીની ડબલ એન્જિન સરકાર બની છે ત્યારથી રાજ્ય વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પરંતુ…

જીડીપી રીપોર્ટે જ રાહુલ ગાંધીના નફરતના બજારને બંધ કરી દીધુઃ રવિશંકર પ્રસાદ

નવી દિલ્હીભાજપના નેતા રવિશંકર પ્રસાદે આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી પર પલટ પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી કહે છે કે તેઓ નફરતના બજારમાં પ્રેમનો સંદેશ લઈને આવ્યા છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે નફરતનું બજાર તેમ જ કેમ ફેલાવી રહ્યા છો.બીજેપી નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધી…

ભાજપે દરેકને પાકા મકાન, 24 કલાક વીજળી સહિતના વચન પૂરા નથી કર્યા

નવી દિલ્હીવડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સત્તામાં 9 વર્ષ પૂર્ણ કરી દીધા છે. પીએમ મોદીએ વર્ષ 2014માં 26મી મેએ કેન્દ્ર સરકારની સત્તા સંભાળી હતી. વર્ષ 2014માં ભાજપે મોદી લહેર પર સવાર થઈને પ્રચંડ બહુમત મેળવ્યો હતો. આ 9 વર્ષમાં નરેન્દ્ર મોદીએ પ્રજાના હિતમાં સ્વચ્છ ભારત અભિયાનથી લઈને જનધન યોજના… તમામ ભારતીયોને પાક્કુ મકાનથી લઈને…

ચોરી કરી ફ્લાઈટમાં ગામ જઈને ચોર પરત ફરતો હતો

મુંબઈકેટલાંક ચોરો એટલા ચાલાક હોય છે કે ચોરી કર્યા પછી પણ કોઈને ગંધ શુદ્ધાં આવતા દેતા નથી. તો કેટલાંક ચોરો મોજશોખ માટે ચોરી કરતા હોય છે અને પછી પોતાના શોખ પૂરા કરતા હોય છે. લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવવા માટે પણ કેટલાંક શખસો ચોરીના રવાડે ચઢી જતા હોય છે. ત્યારે મહારાષ્ટ્ર્ની રાજધાની મુંબઈમાંથી પણ આવી જ…

ત્રણ રાજ્યોમાં પીએફઆઈના 25 સ્થળે એનઆઈએના દરોડા

નવી દિલ્હીફુલવારી શરીફ કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ફરી એકવાર એક્શન મોડમાં આવી ગઈ છે. એનઆઈએએ આજે ત્રણ રાજ્યોમાં પીએફઆઈના 25 સ્થળો પર દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ કર્ણાટક, કેરળ અને બિહારમાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરી રહી છે.એનઆઈએ પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ અને તેની સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ કર્ણાટક, બિહાર અને કેરળમાં…

દેશના મોટાભાગના વિસ્તારોમાં 15 જૂનથી ચોમાસુ બેશશે

નવી દિલ્હી19 મેથી આંદામાન અને નિકોબાર ટાપુઓ પર અટવાયેલા દક્ષિણપશ્ચિમ ચોમાસાએ 29 મેના રોજ વેગ પકડ્યો હતો. 15 જૂનથી દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય ગતિએ આગળ વધતા, ચોમાસાએ 22 થી 26 મે દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પાર કરીને બંગાળની ખાડીમાં આગળ વધવું જોઈતું હતું, પરંતુ ચોમાસું…

દેશની 40 મેડિકલ કોલેજોની માન્યતા રદ, 150 પર સરકારની નજર

નવી દિલ્હીકેન્દ્ર સરકાર દ્વારા દેશની 40 મેડિકલ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. ઉપરાંત 150 મેડિકલ કોલેજ હાલમાં સરકારની નજર હેઠળ છે. એનો અર્થ એ છે કે આ બાકીની 150 કોલેજ પર પણ કાર્યવાહી થઇ શકે છે. આ અંગે મળતી વિગતો મુજબ તપાસ દરમીયાન આ કોલેજ તથા તેની વ્યવસ્થા પ્રણાલીમાં અનેક તૃટિઓ જોવા મળી છે….

મહારાષ્ટ્રમાં ખેડૂતો માત્ર એક રૂપિયામાં પાક વીમો લઈ શકશે

મુંબઈમહારાષ્ટ્ર સરકારે રાજ્યના ખેડૂતો માટે મંગળવારે મહત્વની જાહેરાત કરી છે. નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાને કેબિનેટની બેઠકમાં લીલી ઝંડી બતાવવામાં આવી છે. મહારાષ્ટ્રના ખેડૂતો હવે પાક વીમો 1 રૂપિયામાં લઈ શકશે. ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ નહીં ચૂકવવું પડે કારણકે તેમના ભાગનું 2 ટકા પ્રીમિયમ રાજ્ય સરકાર ચૂકવી દેશે. માર્ચ મહિનામાં રાજ્યના બજેટ વખતે આ પ્રસ્તાવ…

સિબિલ ઓછો હોય છતાં એજ્યુકેશન લોન માટે ના ન પાડી શકાય

થિરુવનંતપુરમકેરળ હાઈકોર્ટે તેની એક કેસ પર સુનાવણી કરતાં કહ્યું કે સિબિલ સ્કોર ઓછો હોય તેમ છતાં કોઈ વિદ્યાર્થીને એજ્યુકેશન લોન આપવા માટે બેન્ક ના ન પાડી શકે. બેન્કોને ફટકાર લગાવતા જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને શિક્ષણ લોન માટેની અરજી પર વિચાર કરતી વખતે બેન્કોને માનવીય દૃષ્ટિકોણ અપનાવવા આગ્રહ કર્યો હતો.એક અહેવાલ અનુસાર હાઈકોર્ટે વિદ્યાર્થીની અરજી પર સુનાવણી…

અનંતનાગમાં તોયબાના આતંકીઓએ હિંદુ યુવકની હત્યા કરી

શ્રીનગરજમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં દુધની ખરીદી માટે બજારમાં ગયેલા એક બિન-મુસ્લિમ કામદારની લશ્કર-એ-તોયબાના આતંકીઓએ સોમવારે ગોળી મારી હત્યા કરી હતી. જમ્મુ રિજનના ઉધમપુર જિલ્લાનો નિવાસી કામદાર દીપુ કુમાર જંગલાત મંડી વિસ્તારમાં એક સર્કસમાં કામ કરી રહ્યો હતો. સરકારે દીપુ કુમારના પરિવારને રૂ. ૫ લાખની સહાયની જાહેરાત કરી છે.પોલીસે જણાવ્યું હતું કે, જંગલાત મંડી વિસ્તારમાં છેલ્લા કેટલાક…

કેન્દ્રની પીઆઈએલ સ્કિમ નિષ્ફળ સાબિત થઈ છેઃ રઘુરામ રાજન

નવી દિલ્હીરિઝર્વ બેંક (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એકવાર ભારત સરકારની આર્થિક નીતિઓ પર શંકા વ્યક્ત કરી છે અને કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. આ વખતે તેમનો ટાર્ગેટ કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (પીઆઈએલ) છે અને તેમણે પૂછ્યું છે કે શું સરકારની આ યોજના નિષ્ફળ સાબિત થઈ છે.આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેટલાક…

મહિલાઓનવે ભણવા કે સંતાનો વચ્ચે પસંદગીની ફરજ ન પાડી શકાય

નવી દિલ્હીદિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, મહિલાઓને ભણવા કે સંતાનો વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી શકાય નહીં. આ મહત્વની ટિપ્પણી સાથે કોર્ટે એમ.એડ.ની વિદ્યાર્થીનીને મેટરનિટી લિવનો લાભ આપવા અને જરૂરી હાજરી પુરી કર્યા બાદ પરીક્ષામાં બેસવા દેવાનો પણ નિર્દેશ આપ્યો છે.જસ્ટિસ પુરૂષેન્દ્ર કુમાર કૌરવે તાજેતરમાં એમ.ઈડીની વિદ્યાર્થીનીની અરજી પર ચુકાદો આપતા કહ્યું કે બંધારણમાં સમાનતાવાદી સમાજની…

બ્રિજભૂષણ પર આરોપ મૂકનારી સગીરાની ઓળખ જાહેર કરવા બદલ દિલ્હીના ડીસીપીને મહિલા આયોગનું સમન્સ

નવી દિલ્હીબ્રિજભૂષણ સિંહ સામે જાતીય શોષણનો આરોપ મૂકનાર સગીરા પીડિતાની ઓળખ જાહેર કરી દેવા મામલે દિલ્હી મહિલા આયોગ (ડીસીડબલ્યુ)ના પ્રમુખ સ્વાતિ માલીવાલે નવી દિલ્હીના ડીસીપીને સમન્સ ફટકાર્યું છે. ખરેખર અમુક દિવસ પહેલા એક વ્યક્તિએ ખુદને સગીર છોકરીનો કાકા બતાવી તેની સાથે સંકળાયેલા દસ્તાવેજો પ્રેસ સમક્ષ રજૂ કરી દીધા હતા. તેમાં એ વ્યક્તિએ દાવો કર્યો હતો…