મણિપુર હિંસા મુદ્દે ઈન્ડિયાની બેઠક, સાંસદો કાળા કપડામાં હાજર રહ્યા

આ બેઠક વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં થઈ, વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની રણનીતિ બનાવી નવી દિલ્હી સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર વિપક્ષ દ્વારા સરકાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષી મહા ગઠબંધન ઈન્ડિયા એ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી. વિરોધ પક્ષોના…

શ્રીનગરમાં મોહરમના જુલૂસની પરવાનગી અપાઈ

27 જુલાઈ 2023એ સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 8 મી મોહરમ- 1445 એ મોહરમ જુલૂસ કાઢવાની પરવાનગી આપવામાં આવી શ્રીનગર જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ બુધવારે 3 દાયકા કરતા વધુ સમય સુધી પ્રતિબંધિત રહ્યા બાદ ગુરુવારે શ્રીનગરથી 8 મા મોહરમ જુલૂસની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો. જોકે, તંત્રએ જુલૂસ માટે એક સમય મર્યાદા નક્કી કરી છે.  શ્રીનગરના…

સરકારે યુઝર્સ માટે ખતરનાર અકીરા રેન્સમવેર અંગે ચેતવણી આપી

આ વાયરસ યુઝર્સની અંગત વિગતોની ચોરી કરીને યુઝર પાસેથી પૈસાની માંગ પણ કરી શકે છે નવી દિલ્હી સરકારે એક વાયરસને લઈને એડવાઈઝરી જારી કરી છે અને તેનાથી સાવચેત રહેવા જણાવ્યું છે. આ ખતરનાક રેન્સમવેરનું નામ અકીરા છે. આ યુઝર્સ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેઓ યુઝર્સની અંગત વિગતોની ચોરી કરીને યુઝર પાસેથી…

સિક્કિમમાં સરકારી મહિલા કર્મીને 12 માસની મેટરનીટી લિવ

આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને તેમના બાળકો અને પરિવારની સારી સંભાળ રાખવામાં મદદ મળશે સિક્કિમ સિક્કિમ સરકારે મેટરનિટી લીવને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં માતા બનનાર સરકારી મહિલા કર્મચારીઓને 12 મહિનાની રજા આપવામાં આવશે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે આ એલાન કર્યું છે. આ ઉપરાંત બાળકના પિતાને પણ એક મહિનાની રજા આપવાની જોગવાઈ છે….

વડાપ્રધાનની સીકર મુલાકાત પર કેન્દ્ર-રાજ્યના આરોપ-પ્રત્યારોપ

ગેહલોતે પીએમ મોદીના કાર્યક્રમમાં ત્રણ મિનિટના ભાષણ હટાવાયાની ફરિયાદ કરી, ટ્વિટર પર જ પીએમનું સ્વાગત કરતાં તેમણે પોતાની છ માંગણીઓ પણ મૂકી નવી દિલ્હી સીકરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું હતું. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વડાપ્રધાન કાર્યાલય વચ્ચે ટ્વિટર પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો હતો. ગેહલોતે પીએમ મોદીના કાર્યક્રમમાં ત્રણ મિનિટના…

દિલ્હી બિલ વિરુધ્ધ મતદાનના બિલથી રાજ્યભાના ઉપસભાપતિ દુવિધામાં

રાજ્યસભાના ઉપસભાપતિ અને જેડીયુ સાંસદ હરિવંશ નારાયણ સિંહ પક્ષ દ્વારા વિપક્ષના વ્હીપને સમર્થનથી મૂંઝવણમાં મુકાયા નવી દિલ્હી સંસદના બંને ગૃહોમાં મણિપુર મુદ્દે હજુ હોબાળાની સ્થિતિ યથાવત્ છે. વિપક્ષે આજે કાળા કપડાં પહેરીને તેના તીખા મિજાજ બતાવી દીધા છે જ્યારે લોકસભાની કાર્યવાહી ભારે હોબાળાને પગલે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન એવા અહેવાલ છે કે…

આઈએસઆઈ ભારતની આર્મી સ્કૂલને ટાર્ગેટ બનાવે છે, તંત્ર એલર્ટ

જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હી, યુપીની આર્મી સ્કૂલોના વિદ્યાર્થીઓને પાકિસ્તાનથી ફોન અને મેસેજ આવી રહ્યા છે,ફોન કરનારા વિદ્યાર્થીઓેને આઈએસઆઈ સાથે જોડાવા માટે કહી રહ્યા છે નવી દિલ્હીપાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા હવે ભારતની આર્મી સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહી હોવાની જાણકારી સામે આવ્યા બાદ ભારત સરકાર ચોંકી ઉઠી છે.જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હી, યુપીની આર્મી સ્કૂલોના…

ઈન્ડિયન ઓઈલની ગેસ પાઈપલાઈનમાં નદીની વચ્ચે જ બ્લાસ્ટ

યમુનામાંથી પસાર થતી પાણીપત-દાદરી ગેસ પાઈપલાઈન અચાનક વિસ્ફોટ સાથે ધડાકાભેર બ્લાસ્ટ થઈને તુટી ગઈ, હાલ માટે ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો બાગપતઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના જાગોશ ગામમાં યમુના નદીની વચ્ચે ઈન્ડિયન ઓઈલ કંપનીની ગેસ પાઈપલાઈન અચાનક બ્લાસ્ટ થઈ હતી જેના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થતા…

કટિહારમાં પ્રદર્શનકારીઓ પર પોલીસના ગોળીબારમાં એકનું મોત

વિરોધ કરી રહેલા લોકો અચાનક ઉગ્ર બની જતા પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને એરિયલ ફાયરિંગ કરતા ત્રણ જણાને ગોળી વાગી કટિહારબિહારના કટિહારમાં ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. જ્યારે બેની હાલત નાજુક છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બારસોઈ પ્રખંડ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો પાવર કટનો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રદર્શનમાં ગ્રામજનો…

મોદી સરકાર સામેની અવિશ્વાસની બે દરખાસ્તને લોકસભા સ્પિકરે મંજૂરી આપી

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તેઓ તમામ પક્ષો સાથે વાત કરશે, પછી જાહેરાત કરશે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ક્યારે ચર્ચા થશે નવી દિલ્લીકોંગ્રેસે તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સાથે મળીને લોકસભામાં પીએમ નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ બે અલગ-અલગ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે…

મણિપુરના આદિવાસીઓ પર હુમલાની તપાસ એનઆઈએ દ્વારા કરવા માગ

મણિપુરની જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટીએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી નવી દિલ્હી દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વંશીય સંઘર્ષને કારણે જોમી-કુકી સંગઠને પીએમ મોદીના હસ્તક્ષેપની માંગ કરતા પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યના આદિવાસીઓ પર થયેલા હુમલાની તપાસ એનઆઈએ દ્વારા થવી જોઈએ તેવી માગ કરી છે. આ…

અયોધ્યાને ગ્લોબલ સિટી બનાવવા હજારો કરોડનો પ્રોજેક્ટ

અયોધ્યાના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરતા પહેલા જેરુસલેમ અને વેટિકન સિટી જેવા તીર્થધામોની સુવિધાઓ અને વ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવ્યો અયોધ્યા એક તરફ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને બીજી તરફ શહેરને ગ્લોબલ સિટી બનાવવા માટે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. અયોધ્યાના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરતા…

કારગિલ દિવસ પર મોદી સહિત નેતાઓની શહીદોને અંજલિ

કારગિલ વિજય દિવસ ભારતના એ અદભૂત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશેઃ મોદી નવી દિલ્હી આજે 26મી જુલાઈના રોજ સમગ્ર દેશ કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. 24 વર્ષ પહેલા વર્ષ 1999માં આજના દિવસે ભારતીય સેનાએ કારગીલ શિખરો પર ઘૂસી ગયેલા દુશ્મનોને હરાવીને વિજયનું એલાન કર્યું હતું….

ઈમ્ફાલના મોલમાં મહિલાની છેડતી કરનારો બીએસએફનો જવાન સસ્પેન્ડ

પજવણી કરનાર બીએસએફ જવાન સામે ઇમ્ફાલમાં છેડતીનો કેસ પણ નોંધવામાં આવ્યો ઈમ્ફાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)નો જવાન એક છોકરીની પજવણી કરતો જોવા મળે છે. આ ઘટના મણીપુરના ઇમ્ફાલમાં આવેલા એક ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં બની હતી. આ ઘટના અંગે પગલા ભરતા બીએસએફએ છેડતીખોર હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો…

બરૌની-નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન ત્રણ કિમી ખોટી દીશામાં દોડી

મુઝફ્ફરપુરથી નર્કટિયાગંજ ડાઈવર્ટ કરેલી ટ્રેનને હાજીપુર રેલ લાઈનમાં સિગ્નલ અપાયું, જોકે લૉકો પાઇલટ અને ગાર્ડને જાણ થતા ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને મુઝફ્ફરપુર પાછી લવાઈ પટણા રેલવેમાં રોજ બનતા અવનવા અકસ્માત પૈકી તાજેતરમાં બિહારના બરૌનીથી નવી દિલ્હી રવાના થયેલી સ્પેશિયલ ટ્રેન ત્રણેક કિલોમીટર સુધી ખોટી દિશામાં જવાને કારણે રેલવે(ઈસીઆર) તંત્રમાં દોડાદોડી થઈ ગઈ હતી. લોકો પાઇલટને…

રસ્તાની બાજુમાં ઊભેલી કારને કન્ટેનરે ટક્કર મારતા ચારનાં મોત

આ તમામ પુષ્કર, અજમેર અને ખાટુ શ્યામની મુલાકાત લઈને મેરઠ પરત ફરી રહ્યા હતા, એક મહિલા અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ બહાદુરગઢ હરિયાણાના બહાદુરગઢમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત બહાદુરગઢમાં કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે પર…

રાજસ્થાનમાં પુત્રીના લવ મેરેજથી નારાજ માતા-પિતાની આત્મહત્યા

પેટાઃ સુસાઈડ નોટમાં લખ્યું, અમારી દીકરીએ લવ મેરેજ કર્યા છે, જેથી અમે પરેશાન છીએ અને આત્મહત્યા કરીએ છીએ, પોલીસે અમારા પુત્રને હેરાન ન કરવો બાડમેર રાજસ્થાનમાં એક દંપતીએ આત્મહત્યા કરી લીધી કારણ કે તેમની પુત્રીએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. દંપતી આત્મહત્યા બાદ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં લખ્યું…

મણિપુરમાં 22-23 જુલાઈએ 718 મ્યાનમાર નાગરિકો પ્રવેશ્યા

મણિપુર સરકારે આસામ રાઈફલ્સ પાસેથી આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો, મ્યાનમારના નાગરિકોના બાયોમેટ્રિક્સ અને ફોટોગ્રાફ્સ રાખવાનો નિર્દેશ ઈમ્ફાલમણિપુરમાં હાલમાં જે સ્થિતિ છે તે કોઈનાથી છુપાયી નથી. મણિપુરમાં હિંસાને લઈને રોડથી લઈને સંસદ સુધી વિરોધ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સોમવારે મોડી રાત્રે ગૃહ વિભાગે આપેલા નિવેદન પ્રમાણે…

ગુજરાતમાં રાહત પણ દેશના 12 રાજ્યોમાં વરસાદ મુસ્કેલી વધારશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોનસૂન ટર્ફ સતત સક્રિય છે અને તે તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ આગળ વધી રહી છે નવી દિલ્હીસોમવારે પણ દેશના ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગામી ચાર દિવસની આગાહી દર્શાવે છે કે ગુજરાતમાં વરસાદથી રાહત મળી શકે છે, પરંતુ 12 રાજ્યો માટે ચોમાસું મુશ્કેલીમાં વધારો જ કરશે….

મણિપુર મહિલાઓને પરેડ મામલે સાતમા આરોપીની ધરપકડ

પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દેખાતા અન્ય આરોપીઓની ધરપકડ માટે ઠેર ઠેર શોધખોળ ઈમ્ફાલમણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવવા મામલે પોલીસે સાતમા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દેખાતા અન્ય આરોપીઓની ધરપકડ માટે ઠેર ઠેર શોધખોળ અભિયાન ચલાવી રહી છે.આ ઘટના અંગે અત્યાર સુધી પોલીસે…