મહિલાઓ વિરૂધ્ધ ગુનાના મામલે કોર્ટે સંવેદનશીલ રહેવું જોઈએઃ સુપ્રીમ

એક વ્યક્તિ અને તેમની માતા દ્વારા પોતાની પત્ની સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવાની સજા વિરુદ્ધ દાખલ અરજીને ફગાવી દીધી નવી દિલ્હી મહિલાઓ વિરૂદ્ધ ગુના મામલે સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતોએ મહિલાઓ વિરુદ્ધ ગુના મામલેની સુનાવણી દરમિયાન સંવેદનશીલ હોવું જોઈએ. જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની પીઠે…

રશિયા પાસેથી સસ્તું ઓઈલ દેશ-વૈશ્વિક હિતોને ધ્યાનમાં રાખીને ખરીદ્યુઃ પુરી

પુરીએ રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની મંદી અંગેનો પણ ઉલ્લેખ કર્યો નવી દિલ્હી ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયેલ ઑઈલ એન્ડ ગેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહીં તેમણે રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની…

સિક્કિમમાં 14000 કરોડના ડેમ સંદર્ભે અનેક વખત ચેતવણી અપાઈ હતી

ફ્લડનું નિરીક્ષણ કરતી સિસ્ટમ અંગે રીડિંગ પર ધ્યાન ન અપાયું, જો સમયસર એલર્ટ કરાયા હોત તો કદાચ નુકસાનથી બચી શકાયા હોત ગંગટોક તાજેતરમાં જ સિક્કિમમાં આભ ફાટવાની ઘટના બની. આ ઘટનામાં લ્હોનાક લેકમાં એટલી હદે પાણી આવી ગયું કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડની ઘટના બની અને તેના લીધે તીસ્તા નદી ગાંડીતૂર બની હતી. જેના પગલે…

મહારાષ્ટ્રમાં 131 દર્દીના મોત માટે જવાબદાર કોણઃ રાજ્યને પંચની નોટિસ

હોસ્પિટલ મેનેજમેન્ટ અને તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતાં હવે માનવાધિકાર પંચે રાજ્ય સરકારને નોટિસ પાઠવી 4 સપ્તાહમાં જવાબ આપવા સમય આપ્યો મુંબઈ મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી દર્દીઓનો મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. નાંદેડ બાદ હવે નાગપુરમાં માત્ર ચાર જ દિવસમાં 80 દર્દીઓ મૃત્યુ પામી ચૂક્યા છે. આ દરમિયાન આ બે જિલ્લામાં દર્દીઓના…

સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે

તમામ મંત્રાલયો અને વિભાગોને અસ્થાયી પદો પર આ અનામતને કડક રીતે લાગુ કરવા કેન્દ્ર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો નવી દિલ્હી સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે. કેન્દ્ર સરકારે  સુપ્રીમકોર્ટમાં આ માહિતી આપી હતી. કેન્દ્રએ જણાવ્યું કે સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેનાથી વધુની અસ્થાયી નિમણૂકમાં એસસી/એસટી/ઓબીસી અનામત મળશે.  કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ…

કેનેડાએ ભારતમાંથી તેના રાજદ્વારીઓને દક્ષિણ-પૂર્વ એશિયામાં ખસેડ્યા હોવાની શક્યતા

કેનેડાના વિદેશમંત્રી મેલોની જોલીએ નિવેદન આપ્યું કે, સરકાર કર્મચારીઓમાં કાપના મુદ્દે ભારત સાથે રાજદ્વારી રીતે વાતચીત કરી રહી છે નવી દિલ્હી ભારત કેનેડા વચ્ચે તનાવપૂર્ણ સંબંધ જોવા મળી રહ્યા છે. એવામાં ભારતે કેનેડા પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા 41 કેનેડીયન રાજદ્વારીઓને પાછા બોલવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત ગઈકાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ એવું…

મેનકા અને વરૂણ ગાંદીનું ભાજપ પત્તું કાપે એવી શક્યતા

માતા-પુત્રે ભાજપના સ્થાનિક કાર્યકરોનો ટેકો ગુમાવી દીધો હોવાના માડિયા રિપોર્ટસ લખનૌ/નવી દિલ્હી   ભારતીય જનતા પાર્ટી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મેનકા ગાંધી કે વરૂણ ગાંધીને પિલભત કે સુલ્તાનપુરમાંથી ચૂંટણી લડવાની ટિકીટ આપે તે સંભવિત લાગતું નથી. આ માહિતી આપતાં અખબારો સહિત અન્ય મિડીયા રિપોર્ટસ પણ જણાવે છે કે તે માતા-પુત્રે ભાજપના સ્થાનિક કાર્યકરોનો ટેકો ગુમાવી દીધો…

પંજાબ પાસે અન્ય રાજ્યને આપવા એક ટીપું પાણી નથીઃ માન

અન્ય રાજ્યોને આપીએ છીએ, તેથી વધારે એક ટીપું પણ પાણી આપવાના નથી, પંજાબના મુખ્યપ્રધાનનો કેબિનેટની બેઠકમાં હુંકાર ચંડીગઢ   સર્વોચ્ચ અદાલતે બુધવારે સતલજ-યમુના-લિંક (એસ.વાય.એલ.) માટે પંજાબમાં તેની કેનાલ માટેની જમીનની મોજણી શરૂ કરવા જણાવ્યું હતું, અને તે માટે પંજાબ સરકારને સહકાર આપવા આદેશ આપ્યો હતો. તે પછી બીજા જ દીવસે ગુરૂવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને…

રાજૌરીમાં આતંકી હુમલો નહીં તો કોનો હાથ એ મોટો સવાલ

અધિકારી દ્વારા કરાયેલા ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં 3 અધિકારી સહિત ઓછામાં ઓછા 5 સૈન્યકર્મી ઘવાયા હતા જમ્મુ જમ્મ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરુવારે એક સૈન્ય કેમ્પમાં એક અધિકારી દ્વારા કરાયેલા ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં 3 અધિકારી સહિત ઓછામાં ઓછા 5 સૈન્યકર્મી ઘવાયા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.  સૂત્રોના જણાવ્યાનુસાર મેજર રેન્કના એક અધિકારીએ ગોળીબારના અભ્યાસ…

એનડીએમાં છું, ટીડીપીને સમર્થન આપીશુઃ પવન કલ્યાણ

અભિનેતામાંથી નેતા બનેલા પવને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સામે પણ આકરા પ્રહારો કર્યા અને તેમને આગામી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી હતી અમરાવતી જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે એનડીએ છોડવાની અટકળોને  સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે જો તે ભવિષ્યમાં આવો કોઈ નિર્ણય લેશે તો તે અંગે યોગ્ય જાહેરાત કરશે. એવી અફવા ફેલાઇ હતી…

સાત ફેરા વગરના હિન્દુ વિવાહ કાયદેસર ન મનાયઃ કોર્ટ

પત્નીએ છૂટાછેડા લીધા વિના જ બીજા લગ્ન કરી લીધાં છે એટલા માટે તેને દંડિત કરવાની પતિની માગ કોર્ટે ફગાવી દીધી અલ્હાબાદ અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે સાત ફેરાં અને અન્ય રીતિઓ વગર હિન્દુ વિવાહ  કાયદેસર મનાય જ નહીં. હાઈકોર્ટે એક કેસ ફગાવી દીધો હતો જેમાં એક પતિએ આરોપ મૂક્યો હતો કે તેની પત્નીએ…

શૂટર તારા શાહદેવના ધર્મપરિવર્તન કેસમાં રકીબુલ હસનને આજીવન કેદ

હાઈકોર્ટના પૂર્વ રજિસ્ટ્રાર મુસ્તાક અહેમદને 15 વર્ષની સખત કેદની સજા અને રકીબુલ હસન ઉર્ફે રણજીત કોહલીની માતા કોસલ રાનીને 10 વર્ષની સજા રાંચી નેશનલ શૂટર તારા  શાહદેવ ધર્મ પરિવર્તન મામલે સીબીઆઈ કોર્ટે આજે સજા સંભળાવી છે. નેશનલ શૂટર તારા શાહદેવને 9 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી રણજીત કોહલી ઉર્ફે રકીબુલ હસનને આજીવન…

દક્ષિણના એક્ટર પવન કલ્યાણે એનડીએ સાથે છેડો ફાડ્યો

બીજેપીને દક્ષિણથી મોટો ઝાટકો, અભિનેતાના પક્ષે ટીડીપીનું સમર્થન કરવાનું એલાન કર્યું નવી દિલ્હી 2024માં લોકસભા ચૂંટણી છે અને તમામ પાર્ટીઓએ પોતાની કમર કસી લીધી છે. ત્યારે આ વચ્ચે હવે બીજેપીને દક્ષિણથી મોટો ઝાટકો લાગ્યો છે. એક્ટર અને નેતા પવન કલ્યાણે આજે ભાજપના નેતૃત્વ વાળી એનડીએનો સાથ છોડવાનું અને ટીડીપીનું સમર્થન કરવાનું એલાન કર્યું છે. તેમણે…

ભાવિ પતિને મોતથી બચાવવા યુવતીને મટકા લગ્ન માટે દબાણ

આ એકદમ વાહિયાત છે અને દરરોજ ઘરે તેની ચર્ચા માનસિક રીતે પરેશાન કરે છે, કોઈ સલાહ? શું આ સત્ય છે?  યુવતીઓ લોકો પાસે માર્ગદર્શન માગ્યું નવી દિલ્હી મુંબઈથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈની રહેવાસી 26 વર્ષની  યુવતીએ રીડઈટ પર એક પોસ્ટ શેર કરી છે. જે આજના યુગમાં અને ખાસ કરીને ભણેલા ગણેલા લોકો…

આપના સાંસદ સંજયસિંહની ધરપકડના વિરોધમાં દિલ્હી-મુંબઈ-પૂણેમાં દેખાવો

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને નેતાઓએ ઈડી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા નવી દિલ્હી દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ છે. ગઈ કાલે લીકર પોલિસી કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. હવે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને નેતાઓ તેમની ધરપકડના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. દિલ્હી, મુંબઈ…

જોધપુર સળગતું હતું ત્યારે ગેહલોત ક્યાં હતાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં લગભગ 5 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો જોધપુર રાજસ્થાનમાં આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપી એક્ટિવ મોડમાં છે. ત્યારે પીએમ મોદીએ આજે જોધપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતું. જનસભા શરૂ કરવા પહેલા મોદીએ રાજસ્થાનની જનતા માટે લગભગ 5…

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે શિવરાજની વિદાય નક્કી હોવાના સંકેત

તાજેતરના શિવરાજ સિંહના કેટલાક ભાષણો જાણે તેઓ વિદાય જ લઈ રહ્યા હોય તેવા સંકેત આપી રહ્યા છે ભોપાલ મધ્યપ્રદેશમાં હાલમાં વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત તો થઈ નથી પરંતુ રાજકારણ અત્યારથી ગરમાયું છે. ખાસ કરીને મુદ્દો એ છે કે ભાજપ જીતે કે હારે… પણ મુખ્યમંત્રી કોણ બનશે? શું શિવરાજ સિંહ ચૌહાણને ફરી આ પદભાર સોંપાશે?…

દિલ્હી-એનસીઆર સહિત ઉ.ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા

પંખા અને લાઇટ જેવી વસ્તુઓ પણ ફ્લોર પર ધ્રૂજતી જોવા મળી હતી, નોઈડામાં 10 થી 15 સેકન્ડ સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા નવી દિલ્હી  મંગળવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. પંખા અને લાઇટ જેવી…

ગુનો ગમે એવો મોટો હોય, લાંબા સમયથી જેલમાં બંધ હોય તેને છોડી દેવા જોઈએ

હાઈકોર્ટે 7.5 વર્ષથી જેલમાં બંધ આકાશ ચંડાલિયાને જામીન મંજુર કરતી વખતે આ ટિપ્પણી કરી મુંબઈ મુંબઈ હાઈકોર્ટે ડબલ મર્ડર કેસના આરોપી આકાશ ચંડાલિયાની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, જે અંડર ટ્રાયલ કેદીઓ લાંબા સમયથી જેલમાં બંધ છે, તેમને સામાન્ય રીતે જામીન પર છોડી દેવા જોઈએ, પછી…

નાંદેડ હોસ્પિટલમાં વધુ સાત દર્દી સહિત કુલ મૃત્યુઆંક 31 પર પહોંચ્યો

મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફ નાંદેડની સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે નાંદેડ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો હતો ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વધુ સાત દર્દીઓના મોતથી 36 કલાકમાં હોસ્પિટલમાં મૃતકોની સંખ્યા 24થી વધીને 31 થઈ ગઈ છે. સુત્રોના અહેવાલ અનુસાર આજે મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફ નાંદેડની સરકારી હોસ્પિટલની…