ઈસરોએ ચંદ્રના આંગણામાં રમી રહેલા પ્રજ્ઞાન રોવરનો ક્યૂટ વીડિયો શેર કર્યો

વીડિચો વિક્રમ લેન્ડર દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો, ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર ચક્કર લગાવતું જોવા મળે છે શ્રીહરીકોટા‘પ્રજ્ઞાન રોવર’ દિવસેને દિવસે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે… તો તેની સાથે વિક્રમ લેન્ડર પણ સાથે સાથે જોવા મળી રહ્યું છે… ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોએ વધુ એક અપડેટ લોકો સમક્ષ રજુ કર્યું…

જી-20 સમિટમાં વિવિધ દેશના દિગ્ગજ નેતાઓ ભાગ લેશે

એક માત્ર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ બેઠકમાં સામેલ નહીં થાય નવી દિલ્હીજી-20 શિખર સમિટના આયોજન માટે ભારતની રાજધાની નવી દિલ્હીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ભારતના ઈતિહાસમાં કદાચ પહેલી વખત દુનિયાના દિગ્ગજ નેતાઓનો સૌથી મોટો મેળાવડો આ સમિટ દરમિયાન જોવા મળશે.જી-20 ગ્રુપમાં સામેલ મોટાભાગના દેશોના ટોચના નેતાઓ સમિટ માટે ભારતની મુલાકાત લેવાના છે.આ નેતાઓના નામ નીચે…

મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયાના કન્વિનર બનાવાય એવી શક્યતા

અન્ય મુખ્ય પક્ષોના 11 નેતાઓને સહ-સંયોજકોની જવાબદારી મળી શકે છે નવી દિલ્હીશરૂઆતથી જ એવી અટકળો હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઈન્ડિયા ગઠબંધનના કન્વીનર બનાવવામાં આવશે, પરંતુ હવે તેને આ વાત પર મોટો ઝટકો લાગી શકે છે. સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, હવે નીતિશ કુમારની બદલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કન્વીનર બનાવવામાં આવી શકે છે….

વૈજ્ઞાનિકો દક્ષિણ ધ્રુવનું મહત્તમ અંતર કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે

23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 દ્વારા ચંદ્રની સપાટી પર પહોંચેલા રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ પાસે માત્ર થોડા જ દિવસો બાકી નવી દિલ્હીચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. આ સંદર્ભમાં, 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 દ્વારા ચંદ્રની સપાટી પર પહોંચેલા રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ પાસે માત્ર થોડા જ દિવસો બાકી…

ભારતના પ્રજ્ઞાન અને ચીનની યુટુ-2 રોવરના સામનાની શક્યતા નહિવત

બંને રોવરની વચ્ચેનું અંતર લગભગ 1948 કિમી જેટલું, એવું પહેલી વખત બન્યું છે કે પૃથ્વીના બે રોવર ચંદ્ર પર સાથે છે નવી દિલ્હીચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાંથી બહાર નિકળ્યા બાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર કામગીરી આરંભી દીધી છે. ત્યારે ખાસ બાબત એ છે કે ચીનનું યુટુ 2 રોવર પણ ચંદ્ર પર કાર્યરત છે. ત્યારે એવા પ્રશ્નો…

પુલવામા આતંકી હુમલાને લીધે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી પડી

નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના આરોપોનો પણ જવાબ આપતા સોલિસિટર જનરલે 370મી કલમની નાબૂદી બાદ રાજ્યમાં શાતિ સ્થપાઈ હોવાન દાવો કર્યો નવી દિલ્હીફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ફરજ પડી હતી. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન આ માહિતી આપી હતી….

રાજ્યસભાના અધ્યક્ષે આઠ વિભાગ સબંધિત સંસદીય સ્થાયી સમિતિઓ બદલી

આમાં કોંગ્રેસના રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ પી ચિદમ્બરમની 31 સભ્યોની ગૃહ પેનલમાં નિમણૂકનો સમાવેશ થાય છે નવી દિલ્હીસંસદની સ્થાયી સમિતિઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આઠ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓ બદલી છે. આમાં કોંગ્રેસના રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ પી ચિદમ્બરમની 31 સભ્યોની ગૃહ પેનલમાં નિમણૂકનો સમાવેશ થાય છે.રાજ્યસભાના અધ્યક્ષે લોકસભાના અધ્યક્ષની સલાહથી આઠ…

વરૂણ ગાંધીને કોંગ્રેસમાં લેવાનો નિર્ણય પક્ષનું નેતૃત્વ કરશે

એક સમયે ભાજપના સ્ટાર પ્રચારક રહેલા વરુણ ગાંધી હવે મોટા નેતાઓ સાથે સ્ટેજ પર પણ નજર નથી આવતા નવી દિલ્હીલોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વખત યુપીમાં અજય રાય પર દાવ લગાવ્યો છે. અજય રાયે યુપી પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદથી પાર્ટી એક્શન મોડમાં છે અને કોંગ્રેસની વોટ બેંકને મજબૂત કરવા માટે સખત…

પાલઘર નજીર ટ્રકમાં આગથી હાઈવે પર ટ્રાફિક જામ

માલસામાન ભરેલી ટ્રક મુંબઇ તરફ જઇ રહી હતી તે વેળા મહારાષ્ટ્રના પાલઘર નજીકમા મેળવી હાઇવે પર અચાનક ટ્રકમાં આગ લાગી મુંબઈમહારાષ્ટ્રના પાલઘર નજીકના મેળવી હાઇવે પર આજે મંગળવારે મુંબઇ તરફ જઇ રહેલી ટ્રકમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના બાદ લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે હાઇવે…

ભાજપનું મહાકૌશલની બેઠકો પર ખાસ ધ્યાન

મહાકૌશલમાં 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે નોંધપાત્ર લીડ સાથે 15 વર્ષ બાદ 15 મહિના સુધી સત્તા મેળવી હોઈ આ વખતે ભાજપ મહાકૌશલ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે ભોપાલમધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે સત્તાપક્ષ ભાજપ પણ મહત્વની બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેમાં મહાકૌશલ વિસ્તારની બેઠકોનો…

તમામ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરાયો

75 લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળશે, એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. પાઇપ, સ્ટવ અને સિલિન્ડર વિનામૂલ્યે મળશે નવી દિલ્હીઓનમ અને રક્ષાબંધનના અવસર પર મોદી સરકારે મોટી ભેટ આપી છે. મંગળવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે તમામ ગ્રાહકો માટે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં…

સુર્યના અભ્યાસ માટે બે સપ્ટેમ્બરે આદિત્ય એલ-1 મિસન લોન્ચ થશે

ઈસરોએ વ્યુ ગેલેરીમાં બેસીને લોન્ચ જોવા માટે તેની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન લિંક પણ બહાર પાડી નવી દિલ્હીચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ઈતિહાસ રચનાર ઈસરોએ હવે એક નવા સીમાચિહ્ન તરફ કદમ માંડવાની તૈયારી શરુ કરી દીધી છે. ઈસરો એ જાહેરાત કરી છે કે, તે 2 સપ્ટેમ્બરે આદિત્ય-એલ1 મિશન લોન્ચ કરશે. તેને શ્રીહરિકોટાથી સવારે 11.50 કલાકે લોન્ચ કરવામાં…

હિંદુ નામનો કોઈ ધર્મ નથી, હિંદુ ધર્મ માત્ર છેતરપિંડી છેઃ સ્વામી પ્રસાદ મૌર્ય

જે બ્રાહ્મણ ધર્મને હિંદુ ધર્મ કહીને આ દેશના દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોને ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, તે વાસ્તવમાં બ્રાહ્મણ ધર્મ હોવાનો નેતાન દાવો લખનઉસમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પોતાના વિવાદિત નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે હિન્દુ ધર્મને લઈને ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. જે ઈન્ટરનેટ પર ખૂબ જ…

નિષ્ફળતાથી ધ્યાન હટાવવા ભાજપ કંઈ પણ કરી શકે છેઃ ઉદ્ધવ

મોદી કહે છે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ ખરા અર્થમાં તો તે દરેકને લાત અને પોતાના મિત્રોનો વિકાસ હોવાનો ઉદ્ધવ ઠાકરેનો દાવો હિંગોલીશિવસેના (યુબીટી)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના પ્રયાસો સામે લોકોને ચેતવણી આપી અને દલીલ કરી કે ભાજપ પોતાની સરકારની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે કંઈ…

પહેલાની સરકારોને ઈસરો પર ભરોસો નહતોઃ નંબી નારાયણ

આવા રાષ્ટ્રીય પ્રોજેક્ટની વાત થશે તો વડાપ્રધાન સિવાય બીજું કોણ શ્રેય લેશે? પૂર્વ વૈજ્ઞાનિકનો સવાલ નવી દિલ્હીભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થઈ ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-3 ચંદ્રનું દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડ થયા બાદ ઈતિહાસ રચી દીધો છે. ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણે જણાવ્યું કે, પહેલાની સરકારોને ઈસરો પર વિશ્વાસ નહોતો. આ…

ધાસચારા કૌભાંડમાં સાક્ષીના અભાવે 35 મુક્ત, 53ને 3 વર્ષની સજા

આ મામલે 36 આરોપીઓને 1 સપ્ટેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે, કુલ 124 આરોપીઓ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે રાંચીડોરંડા કોષાગાર સાથે સબંધિત ‘ઘાસચારા કૌંભાડ’ મામલે રાંચીમાં સીબીઆઈની વિશેષ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ મામલે સાક્ષીના અભાવમાં 35 લોકોને મુક્ત કર્યા છે. કોર્ટે આ મામલે 53 લોકોને 3 વર્ષની સજા સંભળાવી છે. અન્ય આરોપીઓ…

અંગત રીતે કંઈ નથી જોઈતું, મારું કામ બધાને એક કરવાનુઃ નીતિશ

મુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની આગામી બેઠક દરમિયાન કેટલાક વધુ રાજકીય પક્ષો તેમાં સામેલ થવાની સંભાવના વ્યક્ત કરતા બિહારના મુખ્યપ્રધાન પટનાભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન ઈન્ડિયા સતત ચર્ચામાં છે. આ ચર્ચાનું મુખ્ય કારણ આ મહાગઠબંધનના સંયોજકનું પદ છે. મહાગઠબંધનની રચના થઈ ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે બિહારના…

કારગિલ હિલ કાઉન્સિલની 26 બેઠકો માટે 10 સપ્ટેમ્બરે મતદાન

કારગિલ હિલ કાઉન્સિલની 26 સીટો પર 88 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા લદાખજમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટવા અને રાજ્યની પુનઃરચના બાદ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના કારગિલમાં પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. લદાખ ઓટોનોમલ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની આ ચૂંટણીમાં કારગિલ હિલ કાઉન્સિલની 26 સીટો માટે 10 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. આ વખતે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારો ઉતારતાં ચૂંટણી…

બાંધવગઢ ટાઈગર રિઝર્વની માનપુર રેન્જમાં વધુ એક વાઘનો મૃતદેહ મળ્યો

વન અધિકારીઓએ મૃત્યુનું કારણ પરસ્પર લડાઈ બતાવ્યું ભોપાલમધ્યપ્રદેશનું વિશ્વ પ્રસિદ્ધ બાંધવગઢ ટાઈગર રિઝર્વ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વાઘના સતત મૃત્યુથી વન્યપ્રાણી પ્રેમીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. બાંધવગઢ ટાઈગર રિઝર્વની માનપુર રેન્જમાં વધુ એક વાઘનો મૃતદેહ મળ્યો હતો. વન અધિકારીઓએ મૃત્યુનું કારણ પરસ્પર લડાઈ બતાવ્યું છે.જંગલોમાં વાઘની સંખ્યા વધવાની સાથે પરસ્પર લડાઈના કિસ્સાઓ પણ…

પૂર્વ ધારાસભ્યએ જમ્મુ કાશ્મીર યુનાઈટેડ મૂવમેન્ટ પક્ષની રચના કરી

પક્ષની સ્થાપના લોકોની ગંભીર ચિંતાઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હોવાનો પૂર્વ ધારાસભ્યનો દાવો જમ્મુજમ્મુ-કાશ્મીરમાં મુખ્ય પ્રવાહની રાજનીતિમાં વધુ એક પક્ષ અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે, કાશ્મીરના ગાંદરબલ મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય ઈશફાક જબ્બારે જમ્મુ કાશ્મીર યુનાઈટેડ મૂવમેન્ટ પક્ષની રચના ગઈકાલે કરી હતી. આ પક્ષની રચના સમયે તેના સમર્થકો હાજર રહ્યા હતા.જબ્બારે કહ્યું…