રાજ્યના આપના કેટલાક નેતા કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આપને વધુ એક વખત મોટો ઝટકો લાગી શકે છે અમદાવાદ દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ આપમાં ભંગાણ થવાના સમાચાર સુત્રોમાંથી મળી રહ્યા છે. ગુજરાત આપના કેટલાક આગેવાનો કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરશે. જો કે હજુ નામોની સત્તાવાર જાહેરાત થઈ નથી. ગુજરાતમાં આપમાંથી મોટા સમાચાર…

મણિપુરમાં આતંકીઓના ગોળીબારમાં જવાન શહીદ, અન્ય બે ઘાયલ

ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા ઈમ્ફાલ મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આતંકવાદીઓના ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે. આ ઉપરાંત અન્ય બે જવાન પણ ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે. આજે મોડી રાત્રે સેરૌ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓના જૂથ વચ્ચેની ગોળીબારમાં બીએસએફનો એક જવાન…

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત તૃણમૂલ કોંગ્રેસનું કાવતરુઃ અધિકારી

સીબીઆઈની તપાસમાં પણ આ હકીકત બહાર આવવી જોઈએ અને જો તે નહીં આવે તો તેઓ તેની સામે કોર્ટમાં જશે એવી ચેતવણી કોલકાતા પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ ગંભીર આક્ષેપો કર્યા છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે, ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત તૃણમૂલ કોંગ્રેસનું કાવતરું છે. સુવેન્દુ અધિકારીનું કહેવું છે…

એનસીબીએ સૌથી મોટું પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું

દરોડામાં એનસીબીએ હજારો કરોડની કિંમતની નસીલી દવા લિસેર્જિક એસિડ ડાયથાઇલામાઇડનો જથ્થો પકડ્યો નવી દિલ્હી એનસીબીને મોટી સફળતા મળી છે. એનસીબીટીમે ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી છે. ડ્રગ સ્મગલર્સનું આ નેટવર્ક ઘણું મોટું છે અને સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ દરોડામાં એનસીબીએ હજારો કરોડની કિંમતની…

ચેન્નાઈ એગમોર એક્સપ્રેસના કોટમાં તિરાડ જોવા મળી

રેલ્વે કર્મચારીઓએ તરત જ તે કોચને ટ્રેનથી અલગ કરી નવો કોચ જોડ્યો અને તેને આગળ રવાના કરતા મોટી દુર્ઘટના ટળી સેંગોટ્ટાઈતમિલનાડુના સેંગોટ્ટાઈ રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી હતી જ્યારે સેંગોટાઈ સ્ટેશન પર આવી રહેલી ચેન્નાઈ એગમોર એક્સપ્રેસના કોચમાં તિરાડ જોવા મળી હતી. ત્યારબાદ રેલ્વે કર્મચારીઓએ તરત જ તે કોચને ટ્રેનથી અલગ કરી નવો કોચ…

ટ્રેનના પાટા પરથી બંગાળીમાં લખેલી પ્રેમ કવિતાઓ મળી

હાથીઓ, માછલીઓ અને સૂર્યના ચિત્રો સાથે વિખરાયેલા પાનાઓ પર કોઈએ પ્રેમ વ્યક્ત કર્યો હતો, કોઈ પ્રવાસીએ રજાઓ દરમિયાન તેના પ્રેમીને પત્ર લખ્યો હશે બાલાસોરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેનના ડબ્બા પાટા પર વેરવિખેર થઈ ગયા હતા. કોરોમંડલ એક્સપ્રેસના છૂટાછવાયા કોચ અને તબાહી વચ્ચે કેટલાક પાનાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાટા પર તબાહી વચ્ચે લોકોએ જમીન…

ઓડિશાના બારગઢમાં માલગાડી પાટા પરથી ઊતરી ગઈ

માલગાડીમાં ચુનાનો પથ્થર ભરાયો હતો અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા, આ દુર્ઘટનામાં કોઈને નુકસાન થયાના સમાચાર નથી બારગઢઓડિશામાં ફરી ટ્રેન પાટા પરથી ઉતરી હોવાના સમાચાર મળી રહ્યા છે. બારગઢમાં માલગાડી પાટા પરથી ઉતરી હોવાની માહિતી મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, માલગાડીમાં ચુનાનો પથ્થર ભરાયો હતો અને તેના…

ત્રણ માસ પહેલાં જ એક રેલ અધિકારીએ દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરી હતી

અધિકારીનો ત્રણ મહિના પહેલાનો પત્ર વાયરલ થઈ રહ્યો છે ત્યારે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે તેમની સાથે વાત કરીને સ્થિતિનો તાગ મેળવવા પહોંચી ગયા બાલાસોરબાલાસોરની જેમ 2014ની ગોરખધામ એક્સપ્રેસનો અકસ્માત હોય કે પછી 2018માં હરચુંદપુરમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસની દુર્ઘટના. આ દુર્ઘટનાઓની તપાસ બાદ રેલવે સુરક્ષા કમિશનરે ફુલપ્રૂફ સિગ્નલ વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા હતા. રેલવેના એક…

એરલાઈન્સોએ કેટલાક શહેરોના ભાડામાં બમણો વધારો ઝિંકી દીધો

એરલાઇન્સ કંપનીઓએ કોલકાતાથી દક્ષિણ ભારતના ભુવનેશ્વર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, ચેન્નઈ, કોચ્ચિ જેવા શહેરોના ભાડા વધારી દેવાયા નવી દિલ્હીઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ સરકાર દ્વારા કડક નિર્દેશ આપવા છતાં એરલાઇન્સ કંપનીઓએ કોલકાતાથી દક્ષિણ ભારતના ભુવનેશ્વર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, ચેન્નઈ, કોચ્ચિ જેવા શહેરોના ભાડામાં બમણો વધારો ઝિંકી દીધો. મુસાફરોનું કહેવું છે કે ટ્રેન દુર્ઘટનાના સમાચાર ફેલાતાની…

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠક માટે ઓગસ્ટમાં ચૂંટણી યોજાશે

ભાજપ આ બેઠકો પર ચહેરા બદલાવી શકે છે, 18 ઓગસ્ટે આ બેઠકોની 6 વર્ષની ટર્મ પુરી થઇ રહી છે નવી દિલ્હીગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્ય સભાની ચૂંટણી યોજાવાની સંભાવાના છે. રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ત્રણેય બેઠકોની ટર્મ પૂર્ણ થવાની હોવાથી રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ભાજપ આ બેઠકો પર ચહેરા બદલાવી શકે છે.રાજ્યસભાની 18 ઓગસ્ટે આ…

રેલવેમાં નવ વર્ષમાં 3 લાખ પદો પર ભરતી કેમ નથી થઈ? ખડગે

મોદી સરકાર દ્વારા સતત ખામીયુક્ત અને ઉતાવળીયા નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેના લીધે રેલવેમાં મુસાફરી અસુરક્ષિત બની ગઈ હોવાનો આક્ષેપ નવી દિલ્હીકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત મામલે સવાલો ઊઠાવતાં વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે રેલવે વિભાગ અને મોદી સરકારના શાસન સામે પણ સવાલો ઊઠાવ્યા હતા. તેમણે…

રેલ ટ્રેકનું પુનઃસ્થાપનનું કાર્ય પૂર્ણ, ગુમ લોકોને શોધવાનું કાર્ય બાકીઃ વૈષ્ણવ

અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને મળી શકેઃ રેલવેમંત્રી બાલાસોરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા. રેલ્વે મંત્રી અસરગ્રસ્ત ટ્રેકના પુનઃસ્થાપન અંગે મીડિયાને માહિતી આપી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેઓ ભાવુક થઈ રડી પડ્યા હતા. તેમણે કહ્યું…

એમપીમાં રસીનો જથ્થો ખલાસ છતાં કોરોના વેક્સિનના સર્ટિફિકેટ આપવાનું ચાલુ

ભિંડ જિલ્લાના સોનીમાં આવેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ગત બે મહિનાથી કોરોના વેક્સિનનો જથ્થો ખલાસ થઈ ગયો છે ભોપાલએમપી અજબ છે, એમપી ગજબ છે. મધ્યપ્રદેશ અંગે આ ટેગલાઈન ખૂબ જ પ્રચલિત છે. ગત દિવસોમાં ભિંડમાં જે થયું તેને જોઈને આ લાઈન એકદમ યોગ્ય લાગે છે. ખરેખર ભિંડ જિલ્લાના સોનીમાં આવેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ગત બે મહિનાથી…

ટ્રેન દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપનારા સામે કડક કાર્યવાહી થશે

લોકોને ખોટી અને દૂષિત પોસ્ટ્સ ફેલાવવાનું બંધ કરવા વિનંતી બાલાસોરઓડિશા પોલીસે ઓડિશા ટ્રેન દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવા સામે ચેતવણી જાહેર કરી છે. પોલીસે કહ્યું કે જે લોકો બાલાસોર અકસ્માતને ‘સાંપ્રદાયિક રંગ’ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ખોટી અને દૂષિત પોસ્ટ્સ ફેલાવવાનું બંધ કરવા વિનંતી કરતા પોલીસે કહ્યું,…

અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા

કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો, 3 ઓગસ્ટ 1991ના રોજ વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના લહુરાબીર વિસ્તારમાં કોંગ્રેસ નેતા અવધેશ રાયની હત્યા થઈ હતી વારાણસીવારાણસીની એમપી-એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે. સોમવારે સાંસદ-ધારાસભ્ય કોર્ટે વારાણસીના 32 વર્ષ જૂના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. વારાણસી કોર્ટે સોમવારે અવધેશ રાય હત્યા કેસમાં આ…

સૈક્ષણિક રેન્કિંગમાં આઈઆઈટી મદ્રાસ, મેનેજમેન્ટ કોલેજમાં આઈઆઈએમ અમદાવાદ ટોચના ક્રમે

આઈઆઈટી મદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં સતત પાંચમા વર્ષે પ્રથમ રેન્ક મેળવ્યો બેંગ્લુરુમાં આવેલી આઈઆઈએસસી બીજા સ્થાને, યુનિવર્સિટી કેટેગરીમાં આઈઆઈએસસી બેંગ્લુરુ પ્રથમ ક્રમે રહી નવી દિલ્હીકેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ 2023 માટે પણ દેશભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આજે એટલે કે 5 જૂન, 2023 ના રોજ બહાર પાડવામાં આવેલ એનઆઈઆરએફ…

પ,બંગાળમાં જાહેર શૌચાલય પાસે બોમ્બ બ્લાસ્ટથી અફરાતફરી

11 વર્ષના નિર્દોષ બાળકનું મોત, પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી કોલકાતાપશ્ચિમ બંગાળમાં બોંબ બ્લાસ્ટની ઘટના બાદ અફરાતફરી મચી હોવાની ઘટના સામે આવી છે. અહીં એક જાહેર શૌચાલયમાં જોરદાર ધડાકો થતાં ચારેકોર નાસભાગ મચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં આજે એક જાહેર શૌચાલયમાં…

બાલાસોરની હોસ્પિટલમાં રક્તદાન માટે લોકોની ભીડ ઉમટી પડી

ટ્રેન દુર્ઘટના સ્થળે ચાલી રહેલા બચાવ અભિયાનથી લઈને હોસ્પિટલો સુધી લોકો મદદ માટે ઉભા છે બાલાસોર ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભયાનક ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ શોકમાં છે. આ દુર્ઘટનાના પીડિતોને સરકાર મદદ કરી રહી છે એટલું જ નહીં ઘટનાસ્થળની આસપાસના લોકો પણ આગળ આવ્યા છે. એનડીઆરએફ, સેના, પોલીસ, ડોકટરોથી લઈને તમામ રાજકીય પક્ષોના કાર્યકરો, સામાન્ય લોકોએ…

1981માં દેશનો સૌથી મોટો રેલ અકસ્માત થયો હતો, 800નાં મોત થયા હતા

6 જૂન 1981ના રોજ બિહારમાં માનસી-સહરસા  રેલવે લાઈન પર દેશનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હતો, બદલા અને ધમારા ઘાટ સ્ટેશનની વચ્ચે ટ્રેનના 9 ડબ્બા બાગમતી નદીમાં પડી ગયા હતા બાલાસોર ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા…

પ્રેમિકાને ચાકૂ હુલાવ્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરી લીધી

યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, જોકે યુવકનું મોત નીપજ્યું નવી દિલ્હી કહેવાય છે કે એકતરફી પ્રેમનો અંત દર્દનાક હોય છે. આવા જ એકતરફી પ્રેમની ચોંકાવનારી ઘટના દિલ્હીના બેગમપુરથી સામે આવી છે. વિસ્તારમાં રહેતી યુવતીને એકતરફી પ્રેમની કિંમત ચૂકવવી પડી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બેગમપુરમાં રહેતા યુવકે એકતરફી…