મારા રૂમનું પણ એસી બંધ કરી દોઃ પાક.ના કાર્યવાહક વડાપ્રધાન

વધેલા વીજળી બિલ વિરુદ્ધ મુલતાન, લાહોર અને કરાચી સહિત પાકિસ્તાનના અનેક રાજ્યો અને શહેરોમાં દેખાવો કરાયા ઈસ્લામાબાદપાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે વધેલા વીજળી બિલો પર લોકોના આક્રોશ વચ્ચે એક ઈમરજન્સી બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને વીજળીના બિલોમાં ઘટાડો કરવા માટે આગામી 48 કલાકમાં કોઈ મજબૂત પ્લાન તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો.માહિતી…

ગાડી પરથી પડી જનારા કર્મીને લાખ સિંગાપોર ડોલર વળતર ચુકવવા આદેશ

રામાલિંગમ મુરુગન કંપનીની ગાડીમાં કામ કરવા જતા હતા ત્યારે તે ગાડીમાંથી પડી જતા તેમના પગમાં ફ્રેક્ચર થયું હતું ચેન્નાઈતમિલનાડુના એક ભારતીય વ્યક્તિનું સિંગાપોરમાં કામ કરવા ખચાખચ ભરેલી કંપનીની ગાડીમાં જતા હતા તે દરમિયાન ગાડી પરથી પડી ગયા હતા. આ માટે તેણે નોકરીદાતાઓ સામે કેસ કર્યો હતો. આ કેસમાં નિર્ણય તેમના પક્ષમાં આવ્યો હતો જેમાં કંપનીને…

પુતિનના ભારત આવવા અંગે રાષ્ટ્રપતિ કાર્યલય જ જાહેરાત કરી શકે

રશિયાના રાજદૂત ડેનિસ એલીપોવ સાથે પત્રકારોએ વાત કરતા તેમણે સ્પષ્ટ ઉત્તર આપ્યો નવી દિલ્હીરશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે… હજુ પણ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની કોઈ સંભાવના જોવા મળી રહી નથી… ત્યારે આગામી મહિને ભારતમાં જી20 શિખર સંમેલન યોજાવાનું છે. ઉપરાંત એવા અહેવાલ પણ વહેતા થયા છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

યુક્રેન સામે યુધ્ધ માટે પુતિન સામે વોરંટ, ભારત આવે તો ધરપકડની શક્યતા

પુતિને દક્ષિણ આફ્રિકામાં ઉભરતી અર્થવ્યવસ્થાઓના બ્રિક્સ જૂથના નેતાઓની બેઠકમાં હાજરી આપી હતી, વ્યક્તિગત રૂપે નહીં પરંતુ વીડિયો લિંક દ્વારા મોસ્કોરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી G20 સમિટમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે નહીં. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિન પર યુક્રેનમાં યુદ્ધ અપરાધોનો આરોપ લગાવતા ધરપકડ વોરંટ જારી કર્યું છે, જેનો અર્થ છે કે વિદેશમાં મુસાફરી કરતી…

મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એથેન્સમાં ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના એન. સાકેલારોપૌલો દ્વારા એવોર્ડ એનાયત કરાયો એથેન્સવડાપ્રધાન નરેન્દ્ર મોદીને એથેન્સમાં ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના એન. સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા એથેન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીકના રાષ્ટ્રપતિ સાકેલારોપૌલો સાથેની મુલાકાત દરમિયાન ચંદ્રયાન-3 મિશનની સફળતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું…

નાઈજીરિયામાં કટ્ટરવાદીઓએ 42 મહિલાઓનું અપહરણ કર્યું

મહિલાઓ ગ્રામ્ય વિસ્તારમાં લાકડા ભેગા કરી રહી ત્યારે ક્ટ્ટરવાદીઓએ હુમલો કર્યો હતો, મહિલાને છોડવા માટે તેમણે 50000 નાયરાની માંગણી કરી બોર્નોઆફ્રિકન દેશ નાઈજીરિયામાં કટ્ટરવાદી સંગઠનો છાશવારે આતક મચાવતા રહે છે. હવે નાઈજીરિયાના બોર્નો નામના રાજ્યમાં કટ્ટરવાદીઓએ હુમલો કરીને 42 મહિલાઓનુ અપહરણ કરીને હાહાકાર મચાવી દીધો છે.સ્થાનિક લોકોએ મીડિયાને આ જાણકારી આપતા કહ્યુ હતુ કે, આ…

બ્રિક્સમાં વધુ છ દેશોનો સમાવેશ, સંગઠન બ્રિક્સ પ્લસ બન્યું

બ્રિક્સમાં જોડાનારા છ દેશોમાં આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સામેલ, મોદીએ બ્રિક્સના વિસ્તરણને સારો નિર્ણય ગણાવ્યો જ્હોનિસબર્ગબ્રિક્સ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટમાં મળ્યા હતા. બંને નેતાઓએ હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું. સમાચાર એજન્સી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પીએમ મોદી જ્યારે…

યુએસના કેન્યન શહેરમાં ગોળીબારમાં પાંચ લોકોનાં મોત

આ ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી, બાઈકર બાર નામની એક જગ્યાએ હુમલાખોરે ગોળીબાર કર્યો કેલિફોર્નિયા અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના ટ્રેબુકો કેન્યન શહેરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી. જેમાં 5 લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં અન્યોની હાલત ગંભીર જણાવાઈ રહી છે.  માહિતી અનુસાર બાઈકર બાર નામની…

નેપાળમાં બસ અકસ્માતમાં સાત ભારતીયોનાં મોત

બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી લગભગ 15 મીટર નીચે પડી ગઈ હતી કાઠમંડુ નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. બસમાં યાત્રાળુઓ હતા, જેમાંથી મોટાભાગના લોકો ભારતના…

ઈસરોની મજાક ઊડાવનારા પાક. નેતાએ હવે સંસ્થાના વખાણ કર્યા

ઈમરાન ખાન સરકારમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી રહેલા ફવાદ હુસૈને ભારતના ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ની પ્રશંસા કરી કરાચીભારત માટે આજનો દિવસ ખાસ છે કારણકે આજે ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડિગ કરશે, આ વચ્ચે પાકિસ્તાનના જે નેતાએ પહેલા ઈસરોની મજાક ઉડાવી હતી તે જ નેતા હવે ઈસરોના વખાણ કરી રહ્યા છે અને પાક. મીડિયાને ચંદ્રયાન લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટની…

અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં લૂંટના ઈરાદે હત્યા

10 હજાર ડોલરની કરન્સી એક્સચેન્જ કરવવા અર્થે મેક્સિકો સિટીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગયા હતા મેક્સિકોછેલ્લા કેટલાક દિવસોમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓની હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક મૂળ અમદાવાદના ગુજરાતીની મેક્સિકોમાં હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા લૂંટના ઈરાદે કરી હોવાની માહિતી મળી રહી છે.સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મેક્સિકોમાં રહેતા મૂળ અમદાવાદના…

પાકિસ્તાનમાં કેબલ કારમાં છ વિદ્યાર્થી સહિત આઠ લોકો ફસાયા

બચાવ કામગીરી માટે પાકિસ્તાન આર્મીનું હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું પરંતુ પવનના જોરદાર દબાણને કારણે બીજો કેબલ તૂટવાનો ભય હોઈ તેને પાછુ બોલાવવામાં આવ્યું કરાંચીપાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાંથી એક ઘટના સામે આવી રહી છે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કેબલ કારમાં અધવચ્ચે જ અટવાઈ ગયા છે. આ કેબલ કારમાં છ વિદ્યાર્થીઓ સહિત 8 લોકો ફસાયા છે.મળતી…

અમદાવાદના કુશ પટેલે લંડનમાં આત્મહત્યા કરી

કુશનો મૃતદેહ પાણીમાં કોહવાઈ ગયેલો મળ્યો હતો પરંતુ બાયોમેટ્રિક અને ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહની ઓળખ કરાઈ લંડન અમદવાદનો યુવક કુશ પટેલ લંડનમાં છેલ્લા 11 દિવસથી ગુમ થયો હતો ત્યારે હવે તેનો મૃતદેહ લંડન બ્રિજ પાસેથી મળી આવ્યો છે. આ યુવક સ્ટુડન્ટ વિઝા પર લંડન ભણવા ગયો હતો. કુશ પટેલે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે….

લુના-25ના ક્રેશથી રશિયન અવકાશ વૈજ્ઞાનિક આઘાતમાં, તબિયત લથડી

રશિયાના ટોચના વૈજ્ઞાનિક મિખાઇલ મારોવની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા મોસ્કો ચંદ્રની સપાટી પર ઉતરવાની રશિયાની આશા ત્યારે તૂટી ગઈ જ્યારે તેનું ચંદ્ર મિશન લુના-25 ક્રેશ થયું. લુના-25ના ક્રેશથી રશિયન અવકાશ વૈજ્ઞાનિકોને મોટો ઝટકો લાગ્યો છે. આ કારણે રશિયાના ટોચના ભૌતિકશાસ્ત્રીની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મળેલા…

સત્તા પર પાછા આવશે તો ભારત પર વધુ ટેકસની ટ્રમ્પની ચેતવણી

ભારત અહીં ખૂબ ઊંચા ટેક્સ લાદે છે, હું એક સમાન ટેક્સ ઈચ્છું છું, ટેક્સેશનના મામલામાં ભારત ઘણું આગળ છેઃ ટ્રમ્પ વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત દ્વારા કેટલીક અમેરિકન પ્રોડક્ટ્સ પર ઊંચા ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ધમકી આપી છે કે જો તેઓ આવતા વર્ષે સત્તામાં પાછા આવશે તો ભારત પર ટેક્સ લગાવશે….

જંગલોમાં આગથી બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતમાંથી 35000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો, સરકારે ઈમરજ્ન્સી લાગુ કરી દીધી ઓટાવાકેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના જંગલોમાં લાગેલી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે.તેના પર હજી સુધી કાબૂ મેળવી શકાયો નથી.ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.આ…

પોતાને મુસ્લિમ ગણાવનારા અહેમદિયા સમુદાયના છ લોકોની ધરપકડ

પાકિસ્તાને 1874માં એક કાયદો બનાવીને અહેમદિયા સમુદાયને બિન મુસ્લિમ જાહેર કરી દીધો હતો, કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષની કેદ અને દંડની જોગવાઈ ઈસ્લામાબાદપાકિસ્તાનમાં કાર્યકારી સરકારના રાજમાં એક પછી એક ધરપકડો થઈ રહી છે.પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ગઈકાલથી જેલમાં છે.સાથે સાથે પૂર્વ માનવાધિકાર મંત્રી શિરિન મઝારીએ પોતાની પુત્રીનુ પોલીસે અપહરણ કર્યુ હોવાનો આરોપ…

અલ્બેનિયામાં જમ્યા બાદ ભાગી જનારા 4 ટુરિસ્ટનાં ઈટાલી સરકારે બિલ ચુક્વ્યા

ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સુધી આ વાત પહોચી હતી, એ પછી તેમણે આલ્બેનિયા સ્થિત ઈટાલીની એમ્બેસીને ચાર પર્યટકોનુ બિલ ભરવા માટે આદેશ આપ્યો હતો રોમઈટાલીના ચાર ટુરિસ્ટે અલ્બેનિયામાં પોતાના દેશની આબરુના ધજાગરા કર્યા છે .આ ટુરિસ્ટ એક રેસ્ટોન્ટમાં જમવા ગયા હતા અને બિલ ચુકવ્યા વગર જ રવાના થઈ ગયા હતા. આ મામલો સ્થાનિક સ્તરે ભારે…

ઈમરાન ખાનને જેલમાં ઝેર આપવાની શંકા વ્યક્ત કરતી પત્ની

બુશરા બીબીએ પંજાબ રાજ્યના ગૃહ સચિવને એક પત્ર લખ્યો છે અને તેમાં કહ્યુ છે કે, જેલમાં ઈમરાન ખાનને ઝેર આપવામાં આવે તેવી શક્યતા છે ઈસ્લામાબાદપીએમ તરીકે મળેલી ભેટો બારોબાર વેચી દેવાના મામલામાં હાલમાં જેલની હવા ખાઈ રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની સુરક્ષાને લઈને તેમના પત્નીએ ચિંતા વ્યક્ત કરી છે.બુશરા બીબીએ પંજાબ રાજ્યના ગૃહ સચિવને…

2022માં પીઓકેની મુલાકાત માટે ઉલ્હાન ઉમરને પાક. ફંડિગ કર્યું હતું

અમેરિકાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાની સરકારે 18 થી 24 એપ્રિલ દરમિયાન ઉમરના પ્રવાસ માટે નાણાકીય ભંડોળ પૂરુ પાડ્યુ હતુ વોશિંગ્ટનભારત સામે છાશવારે ઝેર ઓકતા અમેરિકન સાંસદ ઈલ્હાન ઉમર ફરી વિવાદોમાં છે.ઈલ્હાન ઉમરે 2022માં પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરની મુલાકાત લીધ હતી અને હવે એવો ઘટસ્ફોટ થયો છે કે, પાકિસ્તાને આ મુલાકાત માટે ફંડિંગ…