ભારતે ઈઝરાયેલમાંના ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી

સ્થાનિક ઓથોરિટીના સૂચન માનવા અને કામ ન હોય તો બિનજરૂરી ઘરથી બહાર નીકળવા તથા સેફ્ટી શેલ્ટર્સની નજીક જ રહેવા સલાહ નવી દિલ્હી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છંછેડાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. હમાસના આતંકીઓએ ઈઝરાયલ પર હુમલો કરી દીધો અને ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક…

ઈઝરાયેલ પર હમાસના હુમલામાં 40થી વધુનાં મોત, 500થી વધુ ઘાયલ

ઈઝરાયલના નેશનલ સિક્યોરિટી મિનિસ્ટરે નેશનલ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી, હમાસે ઈઝરાયેલના જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝિંક્યા જેરુસલેમ ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ભડકી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મામલે પોતે ટ્વિટ કરીને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિમાં છે તેવી જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન મોટા અહેવાલ…

2023નો નોબલ શાંતિ પુરસ્કાર ઈરાનના એક્ટિવિસ્ટ નરગીસ મોહમ્મદીને

નરગીસ 1990ના દાયકાથી મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવી રહી છે,  2003માં તેહરાનમાં ડિફેન્ડર્સ ઑફ હ્યુમન રાઇટ્સ સેન્ટરમાં કામ શરૂ કર્યું વોશિંગ્ટન નોબલ પુરસ્કાર-2023  હેઠળ શાંતિ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે ઈરાનની એક્ટીવીસ્ટ નરગીસ મોહમ્મદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોહમ્મદીને આ પુરસ્કાર ઈરાનમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટેના તેમના સંઘર્ષ બદલ તેને એનાયત…

પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ યુનિટની નજીક મોટો વિસ્ફોટ

2012થી ટીટીપી આ પરમાણુ એકમ પર હુમલાની અનેક ધમકીઓ આપી ચૂક્યું હોઈ બ્લાસ્ટ પાછળ તેન હાથની શંકા કરાચી ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ યુનિટમાં વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. આ  ઘટના પાકિસ્તાનના પંજાબના ડેરા ગાઝી ખાન જિલ્લામાં બની હતી. એવી વાત પણ સામે આવી રહી છે કે 2012થી તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન (ટીટીપી) આ પરમાણુ એકમ પર…

સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલામાં 100થી વધુનાં મોત

આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, સીરિયાના સૈન્યએ હુમલા માટે જાણીતા આંતરરાષ્ટ્રીય દળો દ્વારા સમર્થિત બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા હોમ્સ સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલાના અહેવાલ મળ્યાં છે. માહિતી અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે. આ હુમલો સીરિયાના હોમ્સ શહેરમાં આવેલી સૈન્ય કોલેજમાં કરાયો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે…

પૂર્વ નાજી સૈનિકના સન્માન બદલ પુટિને ટ્રૂડોની ઝાટકણી કાઢી

પુટિને કેનેડાના આ પગલાંને વાહિયાત ગણાવ્યું સાથે જ યુક્રેન પર ગત વર્ષે ફેબ્રુઆરીમાં હુમલો કરવાના રશિયાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો મોસ્કો ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે પહેલાંથી મુશ્કેલીમાં મૂકાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર વારાફરતી વૈશ્વિક નેતાઓ ભડકી રહ્યા છે ત્યારે આ વખતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને તેમનો ઉધડો લીધો હતો. જોકે પુટિને ટ્રુડો સરકારને બીજા…

કેનેડાને લીધે ભારતના યુએસ સાથે સબંધ બગડી શકે છેઃ ગાર્સેટી

અ્મેરિકાના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીની પોતાના દેશને ચેતવણી નવી દિલ્હી https://df525c300c43e8fb094a37a0fbaa45fc.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સબંધોમાં ટકરાવ જોવા મળી રહ્યો છે ત્યારે અ્મેરિકાના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ એવી ચેતવણી આપી છે કે, કેનેડાના કારણે ભારત અને અમેરિકાના સબંધો ખરાબ થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે, કેનેડાનો આરોપ…

પાકિસ્તાનના મીડિયા પર પણ અંકુશ માટે ચીનના પ્રયાસ

ચીન પાકિસ્તાન જ નહીં પણ દુનિયાભરમાં મીડિયા પર કંટ્રોલ કરીને પોતાની ઈમેજ ચમકાવવા માટે ધમપછાડા કરી રહ્યુ છે ઈસ્લામાબાદ મિત્રતાના નામે પાકિસ્તાનનો ભરડો લેનાર ચીન હવે પાકિસ્તાનના મીડિયાને પણ અંકુશમાં લેવા માટે પ્રયાસો કરી રહ્યુ છે તેવો ચોંકાવનારો ખુલાસો થયો છે.  ચીન પાકિસ્તાન જ નહીં પણ દુનિયાભરમાં મીડિયા પર કંટ્રોલ કરીને પોતાની ઈમેજ ચમકાવવા માટે…

પિયરે એગોસ્ટિની, ફેરેંક ક્રૂજ અને એની એલ હુઈલિયરને ફિજિક્સનો નોબેલ

પદાર્થમાં ઇલેક્ટ્રોન ગતિશીલતાનો અભ્યાસ કરવા માટે પ્રકાશના એટોસેકન્ડ પલ્સ ઉત્પન્ન કરવાની પ્રાયોગિક પદ્ધતિઓને ધ્યાને લઈ આ એવોર્ડ અપાયો નવી દિલ્હી વર્ષ 2023 માટેના ભૌતિકી (ફિજિક્સ)માં નોબલ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. રૉયફિજિક્સમાં લ સ્વીડિશ એકેડમી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ફિજિક્સમાં પિયરે એગોસ્ટિની, ફેરેંક ક્રૂજ અને એની એલ હુઈલિયરને આ એવોર્ડ મળ્યો છે. પદાર્થમાં ઇલેક્ટ્રોન…

પાકિસ્તાનમાં તસ્કરોએ 328 લોકોની કિડની વેચી નાખી

લોકોની ગરીબીનો ફાયદો ઉઠાવીને હવે તસ્કરો કસાઈ બની ગયા, કિડની દીઠ એક કરોડ રૂપિયા પડાવાય છે ઈસ્લામાબાદ પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. ત્યાંના લોકો ગરીબી અને ભૂખમરાથી તડપી રહ્યા છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ગરીબીથી પરેશાન લોકો હવે પોતાની કિડની વેચવા માટે મજબૂર બન્યા છે. લોકોની ગરીબીનો ફાયદો…

ભારતે કેનેડાને તેના 40 રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ કર્યો

હાલમાં ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ કામ કરે છે, 10 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા આદેશ અપાયો નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનને લઈને વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. ભારત સરકારે કેનેડાના ડઝનેક રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે. અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. સુત્રો પરથી મળતી માહિતી…

ખાલિસ્તાનીઓએ ગુરૂદ્વારામાં ભારત વિરોધી પોસ્ટર્સ ન હટાવ્યા

ફરિયાદ મળ્યા બાદ કેનેડાની સરકારે પોસ્ટરો હટાવવાના આદેશ આપ્યા હતા, જોકે હજી સુધી ખાલિસ્તાનીઓએ આ પોસ્ટરો અને બેનરો હટાવ્યા નથી ઓટાવા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનીઓને એટલા માથે ચઢાવ્યા છે કે હવે તેઓ બેલગામ થઈ ચુકયા છે. કેનેડાની સરકારનો આદેશ માનવા માટે પણ તૈયાર નથી. ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા બાદ કેનેડાના એક ગુરુદ્વારામાં ભારતીય ડિપ્લોમેટ્સની…

અમેરિકી એરફોર્સને પ્રથમ એર ટેક્સી ડીલીવર કરવામાં આવી

નાસા દ્વારા એરફોર્સના એફેરેક્સ પ્રોગ્રામ અંતર્ગત કરાર મુજબ એક ટેસ્ટ કરવામાં આવશે જેમાં અમેરિકાના એર સ્પેસમાં કેટલા વ્હીકલ સમાઈ શકે છે એ જોવાશે વોશિંગ્ટન એર ટેક્સી એક એવો શબ્દ છે જે સંભાળીને એવું લાગે કે હવામાં ઉડતી ટેક્સી. જે હવે હકીકત બનવા જઈ રહી છે અને અમેરિકી એરફોર્સને પ્રથમ એર ટેક્સી ડીલીવર કરવામાં આવી છે….

જી20ની માટે ભારત આવેલા ટ્રૂડોના વિમાનમાં કોકેઈન હતું

સુદાનમાં ભારતના પૂર્વ રાજદૂત દીપક વોહરાએ કહ્યું કે વિશ્વસનીય અફવાઓ હતી કે ઈન્વેસ્ટિગેટિવ ડોગ્સને વિમાનમાં કોકેઈન મળ્યું હતું નવી દિલ્હી ભારત સાથે તંગદિલીભર્યા સંબંધો વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ઘેરાતાં જઇ રહ્યા છે. એક તરફ આતંકી નિજ્જર હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મૂક્યા બાદ તેઓ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે ત્યાં બીજી બાજુ એક નાજીને કેનેડિયન…

નેધરલેન્ડની રોટરડેમ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગમાં ત્રણનાં મોત

આ આંકડો હજી વધી શકે તેવી શક્યતા, બંદુકધારી વ્યક્તિએ યુનિવર્સિટીના ક્લાસરૂમો અને નજીકના ઘરો પર અઁધાધૂધ ગોળીઓ વરસાવી રોટરડેમ યુરોપિયન દેશ નેધરલેન્ડની રોટરડેમ યુનિવર્સિટીમાં થયેલા અંધાધૂધ ફાયરિંગ બાદ આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે પણ આ આંકડો હજી વધી શકે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બંદુકધારી વ્યક્તિએ…

બાંગ્લાદેશે કેનેડાની ઝાટકણી કાઢતા પ્રત્યાર્પણ નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો

હાલ સ્થિતિ એવી છે કે હત્યારાઓ કેનેડા જઈને શરણ લઈ શકે છે અને એક શાનદાર જીવન જીવી શકે છેઃ બાંગ્લાદેશના વિદેશમંત્રીનો આક્ષેપ ટોરેન્ટો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે તે ચારેય બાજુએથી ઘેરાયા છે. ભારત પર લગાવેલા પાયાવિહોણા આરોપ બાદ વિશ્વના દેશોએ કેનેડિયન…

કેનેડા હજુ ભારત સાથેના સબંધ મજબૂત કરવા સમર્પિતઃ ટ્રૂડો

ટ્રુડોએ એ પણ સ્વીકાર્યું કે ભારત એક વિકસતી આર્થિક સત્તા છે અને તેની અવગણના ન કરી શકાય ટોરેન્ટો કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર)ની હત્યા બાદ કેનેડાએ ભારત વિરુદ્ધ નિવેદન આપતાં ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો હતો.  જોકે આ રાજકીય વિવાદ વચ્ચે કેનેડાનો સૂર બદલાતો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે…

ભારતના વિદેશ મંત્રીની અમેરિકાના વિદેશ મંત્રી સાથે મુલાકાત

ભારત અને કેનેડા વિવાદની ચર્ચા થઈ હતી કે નહીં તે અંગે કોઈ ટિપ્પણી કરાઈ નથી વોશિંગ્ટન ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારત-કેનેડા વચ્ચે વકરેલા વિવાદ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓએ વોશિંગ્ટનમાં બેઠક યોજી હતી. જોકે, તેમાં ભારત અને કેનેડા વિવાદની ચર્ચા થઈ હતી કે…

અમેરિકામાં કંઈક ઘાતક થઈ રહ્યું છે જે લોકશાહી માટે ખતરો છેઃ બાયડેન

દેશમાં એક કટ્ટરપંથી અભિયાન ચલાવાઈ રહ્યું છે જે લોકશાહીને અનુરૂપ ન હોવાનું અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું વોશિંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને તેમના હરીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે કહ્યું કે અમેરિકામાં કંઇક અત્યંત ઘાતક થઈ રહ્યું છે જે દેશના લોકતંત્ર સામે ગંભીર ખતરો પેદા કરશે. અમેરિકામાં આગામી વર્ષે રાષ્ટ્રપતિ પદની…

તો હું ઈલ્હાનની પાક. અધિકૃત કાશ્મીરના પ્રવાસની તપાસ માટે વિનંતી કરીશઃ પ્રિયંકા ચતુર્વેદી

ભારત દ્વારા હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ચિંતાજનક, અમેરિકાએ કેનેડાની તપાસને સંપૂર્ણ સમર્થન આપવા યુએસના રાજનેતાની માગ નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકન રાજનેતા ઈલ્હાન ઓમરે એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેનો સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આક્રમક રીતે જવાબ આપ્યો છે. ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની…