આઈટીસીએ ફેબલે વૈશ્વિક ફ્લૅવર્સ સાથેની ચોકલેટ લોન્ચ કરી

આ અનોખા સર્જનનું અનાવરણ જાણીતા ક્રિકેટર દિનેશ કાર્તિક, વકાર યુનિસ અને લિઝા સ્થલેકરની હાજરીમાં થયું મુંબઈઆઈટીસી લિ.ની ઘરઆંગણે વિકસાવાયેલી લક્ઝરી ચોકલેટ બ્રાન્ડ ફેબલે ઍક્સક્વિઝિટ ચોકલેટ આ વર્ષે ચોકલેટપ્રેમીઓને લલચાવવા માટે અવનવું સર્જન લાવવાનું છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ – વિશ્વ એક પરિવાર છે એ લાગણીથી પ્રેરિત થઈ, ફેબલે પોતાનું નવતર નાવીન્ય રજૂ કરી રહ્યું છે – ફેબલે…

નોકિયાનો તેના 14000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય

નવા કોસ્ટ સેવિંગ્સ પ્લાન હેઠળ 14,000 નોકરીઓમાં ઘટાડો કરવાનો નિર્ણય, કર્મચારીઓની સંખ્યા 86,000થી ઘટીને 72,000  થઈ જશે નવી દિલ્હી એક તરફ ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન 2022થી જ દુનિયાભરમાં મંદી નું સંકટ જોવા મળી રહ્યું છે. જોકે હવે તેની…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બીજા ત્રિમાસિકના  પરિણામો: નાણાકીય વર્ષ 2024ના પહેલા છ મસિકમાં  રૂ. 124.72 અબજના જીડીપીઆઈ સાથે ઉદ્યોગ કરતાં આગળ  વધી

18.2%ની વૃદ્ધિ, ઉદ્યોગની 14.9% વૃદ્ધિ કરતાં વધુ. • કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણાકીય વર્ષ 2024ના પહેલા છ માસિકમાં રૂ.  124.72 અબજ નોંધાઈ છે, જે નાણાકીય વર્ષ 2023ના પહેલા છ માસિકમાં રૂ. 105.55 અબજ હતી, આ 18.2% ની વૃદ્ધિ દર્શાવે છે, જે ઉદ્યોગની 14.9% ની  વૃદ્ધિ કરતાં વધુ છે. o નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની જીડીપીઆઈ રૂ. 60.86 અબજ થઈ છે, જે  નાણાકીય વષર્ 2023ના બીજા ત્રિમાસિકમાં રૂ. 51.85 અબજ હતી, 17.4% ની વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ ઉદ્યોગની 12.5%ની  વૃદ્ધિ કરતાં વધુ છે. • નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં સંયુક્ત ગણોત્તર 103.7%  નોંધાયો છે, જેની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023ના પહેલા છ મહિનામાં સંયુક્ત ગુણોત્તર 104.6 % હતો. નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં રૂ. 0.83 અબજની અને નાણાકીય વર્ષ  2023ના પહેલા છ માસિક ગાળામાં રૂ. 0.28 અબજની સીએટી ખોટની અસરને બાદ કરતાં સંયુક્ત ગુણોત્તર અનુક્રમે 102.7% અને 104.2% હતો. o નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં સંયુક્ત ગુણોત્તર 103.9% હતો જે નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં 105.1% હતો. નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં રૂ. 0.48 અબજ અને નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક રૂ. 0.28 અબજની સીએટી ખોટની અસરને બાદ કરતાં, સંયુક્ત ગુણોત્તર અનુક્રમે 102.8% અને 104.3% હતો. • વેરા પહેલાંનો નફો (પીબીટી) નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં  19.4% વધીને રૂ.12.84 અબજ થયો છે, જે નાણાકીય વર્ષ  2023ના પહેલા છ માસિક ગાળામાં રૂ. 10.75 હતો, જ્યારે નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં પીબીટી 25.3% વધીને રૂ. 7.64 અબજ થયો હતો, જે નાણાકીય વર્ષ 2023મા બીજા ત્રિમાસિકમાં રૂ. 6.10 અબજ હતો. • પરિણામે, નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં વેરા પછીનો નફો (પીએટી) 3.0% વધીને રૂ. 9.68 અબજ થયો હતો, જે નાણાકીય વર્ષ  2023ના પહેલા છ માસિક ગાળામાં રૂ.  9.40 અબજ હતો.  નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં નફો 2.2% ઘટીને  રૂ. 5.77 અબજ થયો હતો જે નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં રૂ. 5.91 અબજ હતો. નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં વેરાની જોગવાઈને ઉલટાવવાની એક વખતની અસરને બાદ કરતાં, નાણાકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં પીએટી 19.2% અને નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં 24.8% વધ્યો હતો. • નાણાકીય વર્ષ 2023ના પહેલા છ માસિકમાં 19.9% ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં સરેરાશ ઇક્વિટી પરનું વળતર (આરઓએઈ) 18.0% હતું જ્યારે નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં 24.5% ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં આરઓએઈ 21.1% હતું. • 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સોલ્વન્સી રેશિયો 2.59x હતો જે 30 જૂન, 2023ના રોજ 2.53x હતો અને 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો. 31 માર્ચ, 2023ના રોજ સોલ્વન્સી રેશિયો 2.51x હતો. • કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2024ના પહેલા છ મહિના માટે શૅર દીઠ રૂ. 5.00નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જ્યારે નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં શૅર દીઠ રૂ. 4.50નું ડિવિડંન્ડ જાહેર કરાયું હતું.

બદલાવ હમસે હૈ બ્રાન્ડ કેમ્પેઈનને વિસ્તારતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને કિયારા અડવાણી કહે છે “સોચ બદલો ઔર બેંક ભી”

·        360-ડિગ્રી બ્રાન્ડ કેમ્પેઈન બેંકના નવીન બેંકિંગ સોલ્યુશન્સ દર્શાવે છે જે તેના ગ્રાહકોને સશક્ત બનાવે છે. ·        કેમ્પેઈન બેંકની ‘બદલાવ હમસે હૈ’ ફિલોસોફી પર ફરીથી ભાર મૂકે છે જેમાં મહિલાઓ બેંકિંગ સોલ્યુશન્સ સૂચવવામાં આગેવાની લે છે ·        એલએન્ડકે સાચી એન્ડ સાચી આ કેમ્પઇનની ક્રિએટિવ એજન્સી છે મુંબઈ ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક અને નવીન બેંકિંગ સોલ્યુશન્સ અને ગ્રાહક-કેન્દ્રિતતાનો પર્યાય બની ચૂકેલી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે (એયુ એસએફબી) તેના બ્રાન્ડ કેમ્પેઇન બદલાવ હમસે હૈને “સોચ બદલો ઔર બેંક ભી”ની વ્યૂહાત્મક થીમ હેઠળ વિસ્તાર્યું છે. આ કેમ્પેઇનમાં ત્રણ અલગ-અલગ પ્રોડક્ટ થીમ્સ – સેવિંગ્સ એકાઉન્ટ્સ, કરન્ટ એકાઉન્ટ્સ અને સંપૂર્ણ બેંકિંગ માટે વીડિયો બેંકિંગમાં વિચારપ્રેરક મેસેજિંગનો સમાવેશ થાય છે, જે પ્રત્યેક ટેક્નોલોજી સંચાલિત સોલ્યુશન્સ દ્વારા ઓફર કરવામાં આવતી પસંદગી તથા સુવિધા સાથે ગ્રાહકને સશક્ત બનાવવા માટે રચાયેલ છે. એલએન્ડકી સાચી એન્ડ સાચી આ કેમ્પેઇનની ક્રિએટિવ એજન્સી છે. અગ્રણી બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીનું એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે સતત બ્રાન્ડ એસોસિએશન આ કેમ્પેઇનમાં હૂંફ અને યુવાનીનો સ્પર્શ ઉમેરે છે. તેનું બહુમુખી વ્યક્તિત્વ બેંકના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને સમજવા અને તેને પૂરી કરવા માટે તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કેમ્પેઇનમાં તેને બેંકિંગ સંબંધિત બાબતોના ઉકેલ પ્રદાતા તરીકે દર્શાવવામાં આવી છે, જે ભારતમાં મહિલાઓ દ્વારા સતત વધતા સશક્ત નાણાંકીય નિર્ણયોને વ્યક્ત કરે છે. જ્યાં પરંપરાગત બેંકિંગ ધોરણો ઘણીવાર ગ્રાહકોને મર્યાદિત કરે છે તેવી દુનિયામાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક બેંકિંગને આગળ વધારે છે જે નિયમનકારી માર્ગદર્શિકામાં રહીને વ્યક્તિઓ અને વ્યવસાયોને અનુકૂલન કરે છે. કેમ્પેઇનનો સર્વોચ્ચ સંદેશ સ્પષ્ટ છે: તમારા હાલના બેંકિંગ સોલ્યુશન્સ પર પુનર્વિચાર કરવાનો અને બદલાતી જરૂરિયાતોને પૂરી કરતા બદલાવને સ્વીકારવાનો સમય આવી ગયો છે. આ નવા કેમ્પેઇન વિશે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉત્તમ ટિબરેવાલે જણાવ્યું હતું કે, “અમારા અગાઉના બ્રાન્ડ કેમ્પેઇન ‘બદલાવ હમસે હૈ’ને ખૂબ જ પ્રશંસા મળી હતી અને એયુ એસએફબી બ્રાન્ડ હાજરીને મજબૂત કરી હતી. આ કેમ્પેઇનથી આગળ વધીને આ નવીનતમ બ્રાન્ડ કેમ્પેઇન લોન્ચ કરવામાં અમે આનંદ અનુભવીએ છીએ. એયુ હંમેશા ગ્રાહકોની કલ્પનાને કેપ્ચર કરવામાં અને તેઓ જે ઈચ્છે છે તે પહોંચાડવા માટે યથાસ્થિતિને પડકારવામાં માને છે. આ નવું બ્રાન્ડ કેમ્પેઇન તે વિચારધારાને પ્રતિબિંબિત કરે છે અને અમારા ગ્રાહકોની વિકસતી આકાંક્ષાઓને અનુરૂપ છે. નાણાંકીય નિર્ણય લેવામાં મહિલાઓની ભૂમિકામાં ઉદાહરણરૂપ પરિવર્તનને ઓળખીને, અમે કિયારા અડવાણી સાથે અમારી બ્રાન્ડ પોલિસીને વ્યક્ત કરવા સાથે આગળ વધવા માટે ઉત્સાહિત છીએ. અમારું વિઝન પરંપરાગત બેંકિંગની બહાર છે-અમે નાણાંકીય સફર દ્વારા સંપૂર્ણ બેંકિંગ આપવા માંગીએ છીએ જે અનુકૂળ, સુલભ, આધુનિક અને ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ હોય. અમારો સંદેશ દરેક વ્યક્તિને અગાઉ ક્યારેય ન મળી હોય તેવી બેંકિંગ સુવિધા સાથે સશક્ત બનાવવાનો છે. ‘સોચ બદલો, ઔર બેંક ભી’ કેમ્પેઇન તે બદલાવની ઉજવણી કરે છે જે બેંકિંગને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. એલએન્ડકે સાચી એન્ડ સાચી પબ્લિસિસ વર્લ્ડવાઇડ ઈન્ડિયાના સીઈઓ પરિતોષ શ્રીવાસ્તવે ઉમેર્યું હતું કે “એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે છેલ્લા છ વર્ષમાં અકલ્પનીય સફર કરી છે અને લાખો લોકોનો વિશ્વાસ મેળવ્યો છે. તે દેશની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક છે. બેંકિંગ ઉદ્યોગમાં પરિવર્તનના એજન્ટ બનવાની અમારી ફિલોસોફી અમારી સફળતાના કેન્દ્રમાં છે. આ કેમ્પેઇન ‘બદલાવ હમસે હૈ’ની ફિલસૂફી પર આધારિત છે અને એયુ બેંકની પ્રોડક્ટ્સની શ્રેષ્ઠ ગુણવત્તાને રજૂ કરે છે જે ગ્રાહકની સમસ્યાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તે ગ્રાહકોને તેમની બેંકિંગ પસંદગી પર સવાલ ઉઠાવવા પણ વિનંતી કરે છે. એયુ એસએફબી પહેલેથી જ એક આદર પ્રાપ્ત કરનારી બેંક છે. હવે, અમારે એક શક્તિશાળી બ્રાન્ડ બનાવવી પડશે જે લાખો ભારતીયો સાથે પડઘો પાડે અને તેમના બેંકિંગ અનુભવને બદલી નાખે.” આ કેમ્પેઇન વ્યૂહાત્મક રીતે સમગ્ર દેશમાં વિવિધ પ્રેક્ષકોની લાગણી રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સેવિંગ્સ એકાઉન્ટ પર વાર્ષિક 7.25% સુધીના સ્પર્ધાત્મક વ્યાજ દરો સાથે માસિક વ્યાજની ચુકવણી, સુવિધાથી ભરેલા કરંટ એકાઉન્ટથી શરૂ થતા સંપૂર્ણ બિઝનેસ બેંકિંગ સોલ્યુશન્સ અને બ્રાન્ચ જેવો અનુભવ પ્રદાન કરવા માટે 24×7 વીડિયો બેંકિંગ સાથેનું અત્યાધુનિક AU 0101 ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ. આ કેમ્પેઇન બહોળા પ્રેક્ષકવર્ગને ધ્યાનમાં રાખીને ટીવી, પ્રિન્ટ, રેડિયો, ઓઓએચ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થશે અને ગ્રાહકોની પ્રથમ પસંદગી તરીકે એયુ એસએફબીની સ્થિતિને વધુ મજબૂત કરશે.

ભારત 2027 સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશેઃ જે.પી.મોર્ગન

જે.પી.મોર્ગનના એશિયા પેસિફિક ઈક્વિટી રિસર્ચના ડિરેક્ટર જેમ્સ સુલિવાનનો દાવો નવી દિલ્હી ભારતીય અર્થતંત્ર આવનારા સમયમાં ઝડપથી પ્રગતિ કરશે. ભારત 2027 સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. જે.પી.મોર્ગનના એશિયા પેસિફિક ઈક્વિટી રિસર્ચના ડિરેક્ટર જેમ્સ સુલિવાને આ દાવો કર્યો હતો.  આ મામલે માહિતી આપતાં જેમ્સ સુલિવાને દાવો કર્યો હતો કે ભારતીય અર્થતંત્ર 2030 સુધીમાં સાત લાખ કરોડનું થઈ…

સેન્સેક્સમાં 261 અને નિફ્ટીમાં 80 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે કારોબારમાં ઉછાળો, એફએમસીજી, એનર્જી, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ મેટલ્સ, ઓટો અને આઈટી સેક્ટરના શેરમાં તેજી સાથે બંધ થયા મુંબઈશેરબજારમાં આજે મજબૂત ગતિ સાથે તેજી જોવા મળી છે, અને સ્થાનિક શેરબજારમાં જોરદાર કારોબારી દિવસના અંતે જોરદાર ઉછાળો નોંધાયો છે. બેંક શેરોમાં જોરદાર ઉછાળાને કારણે શેરબજારને સપોર્ટ મળી રહ્યો છે અને આઈટી…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આકર્ષક કેશબેક અને ડિસ્કાઉન્ટ સાથે ‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ ઓફર્સની જાહેરાત કરી

એયુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વડે શોપિંગ, ફૂડ અને ટ્રાવેલ પર રૂ. 25,000થી વધુની બચત કરો મુંબઈ આ તહેવારોની સિઝનમાં, ભારતની સૌથી મોટી એસએફબી અને સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ ઓફર્સ લાવવા માટે જાણીતી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે (એયુ એસએફબી) એયુ ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સ પર ‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ કેમ્પેઇન હેઠળ ઉત્સવની આકર્ષક…

સતત ત્રીજા સત્રમાં સેન્સેક્સ 116 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી 19750 ની નીચે બંધ

સેન્સેક્સ પેકના 19 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા, તેમાંથી ટાટા સ્ટીલનો શેર સૌથી વધુ 1.68% વધીને બંધ રહ્યો હતો મુંબઈવૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે સોમવારે ભારતીય સ્થાનિક શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 115 પોઈન્ટ ઘટીને અને નિફ્ટી 19,750 પોઈન્ટના સ્તરની નીચે બંધ થયો. ક્ષેત્રીય સૂચકાંકો પણ ઘટ્યા હતા. નિફ્ટી આઈટી, નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો સહિત…

તહેવારો સમયે સિંગતેલના ભાવમાં ઘટાડાથી રાહત

ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ  રુપિયા 3000 હજારને પાર થયો હતો, હવે ઘટને 2910 થયો અમદાવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ખાદ્યતેલનાં વધી રહેલા ભાવથી ગૃહણીઓનું બજેટ ખોરવાયુ હતું ત્યારે હવે તહેવારો નજીક આવી રહ્યા છે તે સમયે જ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને રાહત મળી છે.  ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત વધતા સિંગતેલના…

સપ્ટેમ્બરમાં દેશના વેપારમાં 19.37 બિલિયન ડોલરનું નુકશાન

આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં દેશના વેપારમાં 24.16 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું નવી દિલ્હી શુક્રવારના સરકારી આંકડાઓ પ્રમાણે દેશમાં આયાત અને નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે દેશને સપ્ટેમ્બર 2023ના વેપારમાં 19.37 બિલિયન ડોલરનું નુકસાન જોવા મળે છે. આ આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં દેશના વેપારમાં 24.16 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.  સપ્ટેમ્બર 2023માં દેશની નિકાસ…

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે ‘સીઇંગ ઇઝ બિલિવિંગ’ પ્રોગ્રામના 20 વર્ષ પૂર્ણ કર્યા

વ્યૂહાત્મક પહેલ દ્વારા 15 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચીઓક્ટોબરમાં 31 નવા વિઝન સેન્ટર્સ ખોલ્યા, મહિનાના દરેક દિવસે એક આ વર્લ્ડ સાઇટ ડેના દિવસે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક તેના ‘સીઇંગ ઇઝ બિલિવિંગ’ પ્રોગ્રામની 20મી વર્ષગાંઠની ઊજવણી કરી રહી છે, જે ટાળી શકાય તેવા અંધત્વને નાબૂદ કરવા માટે સમર્પિત પહેલ છે. ભારતમાં 2003માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ…

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડનો રિટેલાઇઝેશન પોર્ટફોલિયો સપ્ટેમ્બર 30, 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 88% રહેવાનો અંદાજ

સ્ટોક એક્સચેન્જના ફાઇલિંગ મુજબ, અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (એલટીએફએચ)નો રિટેલાઇઝેશન પોર્ટફોલિયો 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે 88% હોવાનો અંદાજ છે, જે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે 58% હતો. કંપની લક્ષ્ય 2026ના 80%થી વધુ રિટેલાઇઝેશનના લક્ષ્યાંકથી ઘણી આગળ છે. 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા…

સેન્સેક્સ 65 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 19800ની નીચે બંધ થયો

ઈન્ફોસીસ, એચસીએલ ટેક બીજા ક્વાર્ટરના પરિણામો પહેલા 3% ઘટ્યા મુંબઈવૈશ્વિક સકારાત્મક સંકેતોને કારણે ગુરુવારે ઉછાળા સાથે ખુલેલા બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ તેમનો લાભ ગુમાવ્યો અને ઘટાડા સાથે બંધ થયા. બીએસઈ સેન્સેક્સ 64.66 પોઈન્ટ અથવા 0.097% ના ઘટાડા સાથે 66,408.39 પર બંધ થયો. એનએસઈ નિફ્ટી 27.50 પોઈન્ટ અથવા 0.14% ઘટીને 19,783.85 પર બંધ થયો. આઈટી,…

મુકેશ અંબાણી 92 અબજ ડૉલરની સંપત્તી સાથે દેશના સૌથી અમીર

ગૌતમ અદાણી 68 અબજ ડૉલરની સંપત્તિ સાથે યાદીમાં બીજા ક્રમે, તમામ 100 લોકોની સંયુક્ત સંપત્તિ 799 ડોલર બિલિયન નવી દિલ્હીફોર્બ્સે ઇન્ડિયા દર વર્ષે ભારતના અમીરોની યાદી જાહેર કરે છે. આ યાદીમાં ભારતના મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જેમની કુલ સંપત્તિ 92 અબજ ડૉલર છે. દરમિયાન ગૌતમ અદાણી 68 અબજ…

ભારતનું વર્તમાન દેવું જીડીપીના 81.9 ટકા, ચીનની જેમ નહીં વધે

 આઈએમએફ એ જણાવ્યું કે ભારતે દેવા સંબંધિત જોખમોને ઘટાડવા મધ્યમગાળામાં ખાધ ઘટાડવા માટે મહત્વાકાંક્ષી રાજકોષીય સશક્તિકરણ યોજના બનાવવી જોઈએ નવી દિલ્હી ભારત પર ચીનની  જેમ જ ભારે ભરખમ દેવું થઈ ગયું છે. તેમ છતાં પાડોશી દેશોની સરખામણીમાં ભારત સામે દેવા સંબંધિત જોખમો ઓછા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ જણાવ્યું હતું કે ભારતે દેવા સંબંધિત…

સેન્સેક્સમાં 394 અને નિફ્ટીમાં 122 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

એફએમસીજી અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં વધારો જોવા મળ્યો, રોકાણકારોની સંપત્તિમાં 1.86 લાખ કરોડનો ઉછાળો આવ્યો મુંબઈબુધવારે શેર માર્કેટમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો, સ્થાનિક શેરબજારે બુધવારે બિઝનેસની શાનદાર ક્લૉઝિંગ કરી છે. શરૂઆતના સેશન બાદ તમામ સેશનમાં મોટા શેરો ગ્રીનમાં રહ્યાં. માર્કેટમાં બન્ને મુખ્ય સ્થાનિક સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં નોંધપાત્ર વધારા…

હેલોનિક્સ ટેક્નોલોજીસે ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કર્યો

નવી દિલ્હી ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇલેક્ટ્રિકલ કંપનીઓમાંની એક હેલોનિક્સ ટેક્નોલોજીસે એ ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે અગ્રણી ટેક્નોલોજી દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નામ સૂચવે છે તેમ, ઉપરનો ભાગ (ડોમ) અને નીચેનો ભાગ (સ્ટેમ) બંને અલગ-અલગ રંગોમાં ચમકે છે, જે ગ્રાહકોને 3 અલગ-અલગ સ્વિચ એનેબલ્ડ મોડ દ્વારા તેમના રૂમમાં લાઇટિંગ…

યુધ્ધને લીધે ઈઝરાયેલી ચલણ શેકેલનું મુલ્ય સાત વર્ષનાં તળિયે

2020 પછી એક જ દિવસમાં શેકલના ભાવમાં આ સૌથી મોટો કડાકો, શેકેલનું મૂલ્ય એક ડોલર સામે ઘટીને લગભગ 4 થઈ ગયું જેરૂસલેમ પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ સતત ચાલુ છે. હમાસના હુમલા બાદ શરૂ થયેલા આ યુદ્ધનો હાલ કોઈ ઉકેલ નથી. દરમિયાન, ઇઝરાયેલી ચલણ શેકેલને ભારે નુકસાન થયું છે અને તેનું મૂલ્ય છેલ્લાં…

આઈએમએફે 2023-24ના ગ્રોથ અનુમાનને જુલાઈના 6.1 ટકાથી વધારી 6.3 ટકા કરી દીધું

ભારત માટે એજન્સીએ જૂન ત્રિમાસિકમાં અપેક્ષાથી વધુ મજબૂત વપરાશનો હવાલો આપતાં આ વાત કહી હતી નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (આઈએમએફ) એ ભારત માટે તેના 2023-24ના ગ્રોથ અનુમાનને જુલાઈના 6.1 ટકાથી વધારી 6.3 ટકા કરી દીધું છે. જ્યારે 2023માં દુનિયાનો ગ્રોથ 3 ટકા અને 2024માં 2.9 ટકાનું અનુમાન છે. એડવાન્સ્ડ ઈકોનોમીમાં 2023માં 1.5 ટકા અને…

સેન્સેક્સમાં 567 અને નિપ્ટીમાં 178 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

ઉત્તમ વૈશ્વિક સંકેતો અને રોકાણકારો દ્વારા ખરીદીને કારણે, બજારમાં ભારે ઉછાળો, સોમવારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે ભારતીય શેરબજારમાં હલચલ મચાવી દીધી હતી મુંબઈ ગઇકાલના ઘટાડા બાદ આજે ભારતીય શેર બજારમાં તેજીનો પવન ફૂંકાયો હતો, આજે બજારમાં સારા એવા કારોબારો વચ્ચે ક્લૉઝિંગ થયુ હતુ. આજે કારોબારી દિવસના અંતે બન્ને મુખ્ય સૂચકાંકો તેજીમાં રહ્યાં હતા, બીએસઇ…