ઈરાન ચાઈનિઝ તાઈપેઈને 5 – 0 થી હરાવીને એશિયન ફૂટબોલ ક્વોલિફાયર અંડર-17માં  પોઈન્ટ્સ ટેબલમાં આગળ

અમદાવાદ ઓલઇન્ડિયા ફૂટબોલ ફેડરેસન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએસન અને સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત, એશિયન ફૂટબોલ કોન્ફેડરેસન ક્વોલિફાયર 2025ની મેચ અમદાવાદના એકા અરેના ,ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડીયમ ખાતે રમાઈ હતી જેમાં ૩ મેચના અંતે ઇન્ડિયા ઉપરાંત પેલેસ્ટાઈન, ચાઈનિઝ તાઈપેઈ અને લેબનાન બધાની મેચ ડ્રો ગઈ હોવાથી ચારેય ટીમ ને ૧-૧ પોઈન્ટ છે. ઈરાન ૩ પોઈન્ટ્સ…

સ્ટેટ ટીટી અંડર-19 પ્રાઇઝમની ટુર્નામેન્ટમાં જન્મેજય અને રિયા ચેમ્પિયન

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ નવસારી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના લુન્સિકોઈ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર્સ (અંડર-19) પ્રાઇઝમની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અરાવલ્લીનો જન્મેજય પટેલ બોયઝમાં તથા ભાવનગરની રિયા જયસ્વાલ ગર્લ્સ કેટેગરીમાં ચેમ્પિયન બન્યા હતા. આ ટુર્નામેન્ટ એનજે ગ્રુપ સ્પોન્સર કરી હતી. ટુર્નામેન્ટના અંતિમ દિવસે બોયઝમાં મોખરાના ક્રમના…

સાંસદ નરહરિ અમીન દ્વારા 21 થી 23, નવેમ્બરે વિવિધ રમતોનો સાંસદ ખેલ મહોત્સવ યોજાયો

રાજ્યસભાનાં સાંસદ નરહરિ અમીન દ્વારા આયોજીત સાંસદ ખેલ મહોત્સવ તા.21,22,23 નવેમ્બર,2025 દરમિયાન યોજવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારની શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ  લીધો હતો. તા.21-11-25 ના રોજ હીરામણિ સ્કૂલ ખાતે યોજાયેલ કબડ્ડી, વૉલીબોલ અને ખો-ખો સ્પર્ધામાં 56 ટીમોનાં 686 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તા.22-11-25 ના રોજ હીરામણિ સ્કૂલ ખાતે રસ્સા ખેંચ, યોગાસન, લીંબુ ચમચી,…

ટેનિસ પ્રીમિયર લીગની ‘રેસ ટુ ગોલ્ડ ગુજરાત માસ્ટર્સ’નું અમદાવાદમાં યોજાશે

અમદાવાદ દિલ્હીની સફળ સિઝન બાદ, ટેનિસ પ્રીમિયર લીગ (TPL) તેની રેસ ટુ ગોલ્ડ માસ્ટર્સ પહેલને વાઇબ્રન્ટ સિટી અમદાવાદમાં લાવવા માટે તૈયાર છે. ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનના સહયોગથી, આ ટુર્નામેન્ટ 22 અને 23 નવેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે રમાશે. રેસ ટુ ગોલ્ડ માસ્ટર્સ, પહેલ એ TPL ની ભારતની આગામી પેઢીના ટેનિસ સ્ટાર્સને શોધવા અને…

ગુવાહાટી ટેસ્ટ પહેલા ગિલ મુંબઈ પરત ફર્યો ; ડોક્ટરની દેખરેખ હેઠળ આરામ કરશે ; ODI અંગે શંકા

ભારતીય કેપ્ટન શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તે ગુવાહાટીથી મુંબઈ જવા રવાના થઈ ગયો છે ગુવાહાટી  ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને ગુવાહાટીમાં બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તે શુક્રવારે મુંબઈ જવા રવાના થયો હતો. ગિલ 19 નવેમ્બરે ટીમ સાથે ગુવાહાટી પહોંચ્યો હતો પરંતુ 20…

અંડર-19 મલ્ટિ ડે પ્લેઈંગ ટીમ ક્રિકેટમાં ડીપીએસનો શ્રેયસ ફાઉન્ડેશ સામે 59 રને વિજય

અમદાવાદ ઈન્ટર સ્કૂલ અંડર-19 (મસ્ટિ ડે) પ્લેઈંગ ટીમની એક મેચમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (બોપલ)નીટીમ શ્રેયસ ફાઉન્ડેશનની ટીમ સામે 59 રને વિજય મેળવ્યો હતો. શ્રેયસ ફાઉન્ડેશને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા ડીપીએસની પ્રથમ ઈનિંગ્સ 98 અને બીજી ઈનિંગ્સ 105 રનમાં સમેટી દીધી હતી. જોકે એની સામે તેની પ્રથણ ઈનિંગ્સ 61 અને બીજી ઈનિંગ્સ 82 રનમાં સમેટાઈ…

સાંસદ ખેલ મહોત્સવ-2025 હિરામણી સ્કૂલમાં યોજાયો

અમદાવાદ સાંસદ ખેલ મહોત્સવ-2025 અંતર્ગત રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન દ્વારા આયોજીત રમત-ગમત મહોત્સવનું આયોજન હીરામણિ શાળા સંકુલનાં રમત-ગમતના વિશાળ મેદાનમાં થયું હતું. આ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે  ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા તથા અતિથિ વિશેષ તરીકે પ્રતિભા જૈન (મેયર, અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન, મીરા પટેલ (મેયર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન), પ્રેરકશાહ (શહેર ભાજપ પ્રમુખ,…

નવસારીમાં આજથી સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટીટી ટુર્નામેન્ટનો પ્રારંભ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ  ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને નવસારી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે ગુજરાત સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો નવસારીના લુન્સિકૂઈ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે શનિવારથી પ્રારંભ થશે.  ગુજરાત સ્ટેટના ટેબલ ટેનિસ ઇતિહાસમાં પહેલી વાર અંડર-19 કેટેગરીમાં પ્રાઇઝ મની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે.આ સ્પર્ધામાં બોયઝ અને ગર્લ્સ વિભાગમાં ગુજરાતના મોખરાના આઠ આઠ…

ગૌતમ ગંભીર ખેલાડીઓનો બલિના બકરા તરીકે ઉપયોગ કરી રહ્યો છે , દ. આફ્રિકાના દિગ્ગજ ખેલાડીનો દાવો

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ 30 રનથી હારી ગઈ હતી. હાર બાદ, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પિચનો બચાવ કર્યો અને હાર માટે ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા નવી દિલ્હી  દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, કોલકાતાના ઇડન ગાર્ડન્સની પિચની ભારે ટીકા થઈ, જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓ અને ચાહકોનો…

ઈન્ટર સ્કૂલ અંડર-16 ક્રિકેટમાં હીરામણી સ્કૂલ સેમિફાઈનલમાં

હીરામણિ સ્કૂલનો 1 ઈનિંગ્સ ને આધારે વિજય         તા.18-11-2025ના રોજ વિવેક નિકેતન ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાયેલી રીલાયન્સ ફાઉન્ડેશન ઈન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ (અન્ડર-16  90-90 ઓવર્સ)માં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતીં. વિદ્યાનગર સ્કૂલે પ્રથમ દાવમાં 69.2 ઓવરમાં 10 વિકેટે 119 રન કર્યા હતાં. જેમાં નીલ પુરાનીએ 23 ઓવરમાં 38 રન આપને 4 વિકેટ અને…

મુંબઈમાં પિકલબોલ ફીવર, ઇન્ડિયન પિકલબોલ લીગ ડેબ્યૂ સીઝન માટે પ્રથમ પાંચ ટીમોમાં સ્થાન મેળવ્યું

મુંબઈ ભારતના નાણાકીય કેન્દ્ર, મુંબઈમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) દ્વારા માન્યતા પ્રાપ્ત, ભારતની એકમાત્ર રાષ્ટ્રીય પિકલેબોલ લીગ, ઇન્ડિયન પિકલેબોલ એસોસિએશન (IPA) દ્વારા મંજૂર કરાયેલ, પ્રથમ ઇન્ડિયન પિકલેબોલ લીગ (IPBL) માં શહેર-આધારિત ટીમોમાંની એક તરીકે સત્તાવાર રીતે પુષ્ટિ આપવામાં આવી છે. ખેલાડીઓ અને શરૂઆતના અપનાવનારાઓના ઝડપથી વિકસતા આધાર સાથે, મુંબઈ IPBL ની શરૂઆતની સીઝનમાં…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટમાં લો-હેન્ડિકેપ કેટેગરીમાં ત્વિષા પટેલ 79 ગ્રોસ-38 પોઈન્ટ સાથે વિજેતા

આ ટૂર્નામેન્ટમાં ત્રણેય કેટેગરીમાં 27 ગોલ્ફરોએ રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા હતા અમદાવાદ  શહેરના ગોલ્ફિંગ ટુર્નામેન્ટમાંની એક, ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) ના 11માં અને અંતિમ રાઉન્ડમાં 60 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે યોજાયેલી ટૂર્નામેન્ટનો આ અંતિમ અને સમાપન રાઉન્ડ 15 અને 16 નવેમ્બરના રોજ ગુલમહોર ગ્રીન્સ : ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયો હતો. ટૂર્નામેન્ટમાં લો-હેન્ડિકેપ કેટેગરીમાં ત્વિષા પટેલ 79 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે વિજેતા બની હતી, જ્યારે…

19 નવેમ્બરનો દિવસ રોહિત શર્મા માટે કમનસીબ, વર્લ્ડ કપ ફાઇનલમાં હારના બે વર્ષે નંબર 1નો તાજ ગુમાવ્યો

19 નવેમ્બર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે એક દુર્ભાગ્યપૂર્ણ તારીખ બની રહી છે. આ તારીખે તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ હતી અને આજે, તે જ તારીખે, એક મહત્વપૂર્ણ ઘટના બની છે નવી દિલ્હી  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા માટે, 19 નવેમ્બરની…

FIDE વર્લ્ડ કપ 2025: અરુણની ક્વાર્ટરફાઇનલમાં હાર સાથે ભારતનાં પડકારનો અંત

પણજી બુધવારે ગ્રાન્ડમાસ્ટર અરુણ એરિગાઇસી ક્વાર્ટરફાઇનલ ટાઇબ્રેકમાં ચીનના જીએમ વેઇ યી સામે હારી જતાં ભારતની આશાઓ પર પાણી ફરી ગયું. ક્વાર્ટરફાઇનલમાં બાકી રહેલા એકમાત્ર ભારતીય, અરુણ એરિગાઇસીએ બંને ક્લાસિકલ રમતો ડ્રો કરી, જેનાથી સ્પષ્ટ થયું કે નિર્ણય ટાઇબ્રેકમાં થશે. ત્યાંની સ્પર્ધા ખૂબ જ કડક બનવાની હતી. વારંગલના 22 વર્ષીય અરુણ એરિગાઇસીએ પ્રથમ ટાઇબ્રેક રમતમાં બ્લેક…

IPL 2025 માં ધૂમ પૈસા મેળવનારા 3 ખેલાડીઓ આ વખતે હરાજીમાં ખૂબ જ ઓછી કિંમતે વેચાશે !

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની મીની હરાજી 16 ડિસેમ્બરે યોજાવાની છે . ચાહકો આ ઇવેન્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે, અને આ વર્ષની મીની હરાજી ખૂબ જ રસપ્રદ બનવાની છે નવી દિલ્હી 15 નવેમ્બરના રોજ , બધી IPL ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી. IPL 2026 ની મીની હરાજી 16 ડિસેમ્બરે…

અંડર-16 મલ્ટિ ડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ડીપીએસ બોપલ ફાઈનલમાં

અમદાવાદ સીબીસીએ દ્વારા યોજાયેલી કેટલ બાયોટેક અંડર-16 મલ્ટિ ડે પ્લેઈગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટની સેમિફાઈનલલ મેચમાં દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે માધવ એજ્યુકેશન કેમ્પસ સામે બે વિકેટે વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ડીપીએસના સુકાની શ્લોક જાનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા માધવ કેમ્પસનની પ્રથમ ઈનિંગ્સ 105 અને બીજી ઈનિંગ્સ 95 રનમાં સમેટી દીધી હતી જ્યારે ડીપીએસે…

હોસ્પિટલમાંથી રજા છતાં શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટ રમવાની શક્યતા ઓછી ; પંતને કેપ્ટનશીપ સોંપાશે ?

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં, કેપ્ટન શુભમન ગિલ બીજા દિવસે ઘાયલ થયો હતો અને સમગ્ર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો નવી દિલ્હી  ભારતીય કેપ્ટન શુભમન ગિલને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યાં તે ગરદનની ઇજાની સારવાર લઈ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ગિલને ગરદનમાં…

પંચકુલા ખાતે નેશનલ ટીટીમાં માનુષને બ્રોન્ઝ મેડલ

ગાંધીધામ  હરિયાણા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે પંચકુલા ખાતે યોજાયેલી યુટીટી ચોથી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025મા ભારતના મોખરાના મેન્સ ખેલાડી અને વડોદરાના માનુષ શાહ સેમિફાઇનલમાં હારી જતાં બ્રોન્ઝ મેડલ જીત્યો  હતો. મોખરાના ક્રમનો તથા ટુર્નામેન્ટમાં ફેવરિટ મનાતો માનુષના અભિયાનનો સેમિફાઇનલમાં અનપેક્ષિત અંત આવી ગયો હતો જ્યારે તેનો આરએસપીબીના ચોથા ક્રમના આકાશ પાલ સામે પરાજય થયો…

કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫માં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓ ચમક્યા

અમદાવાદતાજેતરમાં મલેશિયાના કુઆલાલંપુર ખાતે “કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫” યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. અંડર-૧૪ ગર્લ્સ કેટેગરીમાં, અદિત્રી શોમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તે અપરાજિત રહી અને ૮.૫ પોઈન્ટ મેળવ્યા જેનાથી તેણી ગોલ્ડ મેડલ સાથે બોર્ડમાં ટોચ પર રહી. અંડર-૧૮ ગર્લ્સ કેટેગરીમાં, સિયા સાગરે પણ શાનદાર પ્રદર્શન…