
નવરાત્રી મહોત્સવ નિમિત્તે પૂજા થાળી સુશોભન સ્પર્ધા યોજાઈ

હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવરાત્રી મહોત્સવના ભાગરૂપે પૂજા થાળી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ સંસ્કૃતિમાં પૂજા વિધિનું મૂળ સારું મહત્વ છે. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પૂજામાં ભગવાનની આરતીની થાળીનું કલાત્મક અને ક્રિએટિવ સુશોભન કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિદ્યાર્થીઓએ સુંદર થાળી ડિઝાઈન કરી હતી. જેમાં સ્ટોન, મોતી, દોરી, તેમજ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને કલાત્મક સુશોભન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના આ ઉત્સાહ અને ઉમંગ જોઈને જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા નીતા શર્મા સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
