ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાંહીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં 10 વર્ષ અને 16 વર્ષના બાળકો માટે ટીટેનસ-ડીપ્થેરીયા રસીકરણનું આયોજન આરોગ્ય વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તથા ધ અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓને ટી.ડી. વેક્સિન અપાઈ હતી. જેમાં સંસ્થાના સી.ઈ.ઓ. ભગવત અમીન તથા બંન્ને માધ્યમના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.
હીરામણિ સ્કૂલમાં ટીટેનસ-ડીપ્થેરીયા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું
