માશરેક ગિફ્ટ સિટીમાં વ્યૂહાત્મક બ્રાન્ચ કામગીરી શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનારી પહેલી યુએઈ સ્થિત બેંક બની

Spread the love
  • બ્રાન્ચ ફોરેન કરન્સી લોન, ટ્રેડ ફાઇનાન્સ અને ટ્રેઝરી સોલ્યુશન્સ ઓફર કરશે
  • વ્યૂહાત્મક હાજરી અને ઓફરિંગ્સ યુએઈ-ભારત ફાઇનાન્શિયલ કોરિડોરને વધુ મજબૂત બનાવશે

અમદાવાદ

મેના રિજનની અગ્રણી નાણાંકીય સંસ્થાઓ પૈકીની એક માશરેકે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં નવા ઇન્ટરનેશનલ ફાઈનાન્શ્યિલ સર્વિસીઝ સેન્ટર બેંકિંગ યુનિટ (આઈબીયુ) શરૂ કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી (આઈપીએ) મળી હોવાની આજે જાહેરાત કરી હતી. આ સાથે તે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ) પાસેથી આઈપીએ મેળવનારી પહેલી યુએઈ સ્થિત બેંક બની ગઈ છે.

આ મંજૂરી મહત્વના ગ્લોબલ ટ્રેડ કોરિડોર્સમાં સરળ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સક્ષમ કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને માશરેકની આંતરરાષ્ટ્રીય વિસ્તરણ વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આગામી બ્રાન્ચ તમામ નિયમનકારી મંજૂરીઓને આધીન નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં શરૂ થાય તેવી સંભાવના છે.

માશરેકના ગ્રુપ સીઈઓ એહમદ અબ્દેલાલે જણાવ્યું હતું કે અમે ભારતના અગ્રણી ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ હબ એવા ગિફ્ટ સિટીમાં અમારી નવી બ્રાન્ચ દ્વારા ભારતમાં અમારી હાજરી મજબૂત કરતા રોમાંચિત છીએ. અમને ભારતની ડાયનેમિક ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમની સંભાવનાઓમાં ગહન વિશ્વાસ છે. આ સીમાચિહ્ન ભારત અને મધ્યપૂર્વમાં અનેક મહત્વના કોરિડોર તથા સમગ્ર વિશ્વ વચ્ચે વેપારને સરળ બનાવવામાં તેમજ નવીનતા તથા રોકાણોને પ્રોત્સાહન આપવામાં અમારી પ્રતિબદ્ધતાને પૂરક બનાવે છે. ભારતના વડાપ્રધાનની વિઝનરી લીડરશિપ અને બંને દેશો વચ્ચેના સીઈપીએ કરારના સમર્થન સાથે અમે અમારા ક્લાયન્ટ્સની બદલાતી જતી જરૂરિયાતોને પહોંચી વળે તેવા વિશ્વકક્ષાના ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે સારી સ્થિતિમાં છીએ.

માશરેકે યુએઈ સેન્ટ્રલ બેંક અને એસઈઝેડ ઓથોરિટીની મંજૂરીઓ પહેલેથી મેળવી લીધી છે. હવે તે આઈએફએસસીએ ફુલ લાઇસન્સ મેળવવાના અંતિમ તબક્કામાં છે. પ્રિમાઇસીસ નક્કી થઈ ગઈ છે અને મહત્વની ભૂમિકાઓ માટેની ભરતીની પ્રક્રિયા હાલ ચાલુ છે.

ગિફ્ટ સિટી બ્રાન્ચ ફોરેન કરન્સી લોન, ટ્રેડ ફાઇનાન્સ સોલ્યુશન અને ટ્રેઝરી તથા રિસ્ક મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ સહિતની વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડશે.

ભારતીય ક્લાયન્ટ્સ સાથેની તેની નિકટતા અને સિંગલ ટાઇમ ઝોનમાં કામ કરવાના ફાયદાને જોતા ગિફ્ટ સિટી બ્રાન્ચ ગ્રાહકો માટે વધુ ઉચ્ચ સુગમતા અને ઝડપી કામગીરી પૂરી પાડશે. આ ઉપરાંત પ્રારંભિક વર્ષોમાં મૂળ સ્થાનેથી કર કપાત (ટીડીએસ) જેવા નિયમનકારી પ્રોત્સાહનો ફાઈનાન્શિયલ સોલ્યુશન્સના સ્પર્ધાત્મક માળખા તૈયાર કરવામાં મદદરૂપ થશે.

માશરેક ઈન્ડિયાના સીઈઓ તુષાર વિક્રમે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી ખાતેની નવી બ્રાન્ચ ગ્રાહક કેન્દ્રિત અભિગમ અને પરિવર્તનકારી સફરમાં માશરેકની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. આ ઓફરિંગ્સ ન કેવળ બદલાતી બજાર જરૂરિયાતો સાથે સંલગ્ન રહે છે પરંતુ ભારતીય કોર્પોરેટ્સને મૂડીની વધુ સારી પહોંચ, સરળ ક્રોસ-બોર્ડર ફ્લો તથા મૂલ્યવર્ધિત માર્ગદર્શિકા પૂરી પાડવા માટે પણ તૈયાર કરવામાં આવી છે. અમે આને ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા કલ્પના કરાયેલા વિકસિત ભારતના વિઝન સાથે સંલગ્ન રહીને માશરેક દ્વારા મૂકાયેલું નાનું પરંતુ અર્થપૂર્ણ પગલું ગણીએ છીએ.

માશરેકનો ગિફ્ટ સિટીમાં પ્રવેશ ભારતમાં તેની લાંબા સમયથી રહેલી હાજરી પર નિર્મિત છે અને બેંકની વૈશ્વિક વ્યૂહરચનામાં મહત્વના પાયા તરીકે દેશની ભૂમિકાને પુનઃસ્થાપિત કરે છે. માશરેક ઈન્ડિયાએવિશ્વભરમાં ગ્રુપમાં સૌથી મોટા આંતરરાષ્ટ્રીય વ્યવસાયો પૈકીના એક તરીકે વિકાસ કર્યો છે અને તે સમગ્ર જીસીસી, આફ્રિકા, એશિયા, યુરોપ અને અમેરિકામાં કોરિડોર બેંકિંગના વ્યૂહાત્મક હબ તરીકે કામ કરે છે. આ વિસ્તરણ ભારતીય બજારમાં બેંકની ગહન અને વર્તમાન પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

નવું આઈબીયુ તમામ ટાઇમ ઝોન અને નિયમનકારી માળખામાં ક્લાયન્ટ્સને સરળ રીતે સેવાઓ પૂરી પાડવા માટે માશરેકની ક્ષમતામાં વધારો કરશે.  ગિફ્ટ સિટી બ્રાન્ચ વિસ્તરતા જતા ભારત-યુએઈ કોરિડોર જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વ અને તેનાથી પણ આગળના પ્રદેશોમાં મુખ્ય કોરિડોર્સમાં વ્યાપાર અને રોકાણના પ્રવાહને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *