એકઅનોખો (પાયોનિયરિંગ) ઉકેલજેકાર્ગોનેરોડપરથીરેલપરસ્થાનાંતરિતકરેછે, સાથેજચોક્કસજહાજકનેક્ટિવિટી (assured vessel connectivity) પૂરીપાડેછે, તેના દ્વારા દવાઓની નિકાસ માટેની સપ્લાય ચેઈન મજબૂત થશે
હૈદરાબાદ

ડીવી વર્લ્ડ દ્વારા ઓસન નેટવર્ક એક્સપ્રેસ (ઓએનઇ)ના સહયોગમાં સૌપ્રથમ વખત હૈદરાબાદના થિમાપુરથી ન્હવા શેવા (જેએનપીએ)સુધી એક સમર્પિત રીફર રેલ ફ્રેઈટ (વાતાનુકૂલિત રેલવે માલ પરિવહન) સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપાયથી સૌપ્રથમ વખત ડીપી વર્લ્ડ થિમાપુર આઇસીડીથી ન્હવા શેવા સુધી વાતાનુકૂલિત રેલવે પરિવહન થઈ શકશે. તેનો હેતુ આ ક્ષેત્રના દવાના નિકાસકારો માટે તેમની જરૂરિયાત મુજબ પરિવહન પૂરું પાડવાનો છે. કાર્ગોને રોડથી રેલવે સુધી લઈ જતી આ વ્યવસ્થા દ્વારા દવા ઉત્પાદનોની ગુણવત્તા તથા અસરકારકતા જાળવવા માટે મહત્ત્વના એવા તાપમાનને જાળવવાની સાથે જહાજની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો છે.
સમગ્ર કાર્ગોનો એક જ ટ્રેનમાં સમાવેશ કરીને આ વ્યવસ્થા એ સુનિશ્ચિત કરે છે કે સમગ્ર જથ્થો એક સાથે બંદર ઉપર પહોંચે અને જહાજનું સમયપત્રક જળવાય. આ સ્તરની નિશ્ચિત કનેક્ટિવિટી રોડ પરિવહન મારફત હાંસલ કરવાનું મુશ્કેલ છે કેમ કે તેમાં કાર્ગો નાના-નાના જથ્થામાં લઈ જવો પડે છે. હવે આ નવી અઠવાડિક સેવા હેઠળ 43 ટનના કન્ટેનરોને એક જ ટ્રેનમાં લઈ જઈ શકાશે. પ્રતિ મહિને ચાર નિશ્ચિત સેવા દ્વારા ડીપી વર્લ્ડ રોડથી રેલવે સુધી 172 કરતાં વધુ કન્ટેનર શિફ્ટ કરી શકશે, જેથી રોડ ઉપર દરરોજ આશરે 43 ટ્રકોની ભીડ ઓછી કરવામાં મદદ મળશે.
પ્રત્યેક કન્ટેનરમાં ડીપી વર્લ્ડના પોતાના પાવરપેક હશે જેથી સમગ્ર પરિવહન દરમિયાન દવાઓની ગુણવત્તા અને અસરકારકતા જાળવવા માટે નિશ્ચિત તાપમાન જાળવી શકાય. નિષ્ણાતોની ટીમ તથા ડિજિટલ સાધનો એમ બંને બાબતોના ઉપયોગ દ્વારા કાર્ગોની સલામતી સુનિશ્ચિત થશે અને એ દરમિયાન પ્રત્યેક ટ્રેનમાં ટેકનિશિયનની નિર્ધારિત ટીમ હશે જે જમીન પરની ટીમ સાથે ડિજિટલ સાધનોથી સતત જોડાયેલી રહેશે.
રેલ એનડ ઈનલેન્ડ ટર્મિનલ્સ, ડીપી વર્લ્ડ સબકોન્ટિનેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ અધેન્દ્રુ જૈને જણાવ્યું કે, “આ નવી રીફર રેલ ફ્રેઈટ સેવા હૈદરાબાદના દવા નિકાસકારોને રોડ પરિવહનનો અસરકારક અને વિશ્વાસપાત્ર વિકલ્પ પૂરો પાડે છે. આખી ટ્રેનને સીધી છેક બંદર સુધી લઈ જવાથી સુગ્રથિત વાતાનુકૂલિત સુવિધાનો લાભ મળશે, જહાજની કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે તથા સમગ્ર પરિવહન દરમિયાન કાર્ગોની સલામતી જળવાય છે. રેલવે સેવા ઉપલબ્ધ થવાથી કાર્બન ઉત્સર્જન ઘટશે, જેને પગલે દવા ઉદ્યોગો માટે વધુ ટકાઉ મોડેલ સર્જાશે. ડીપી વર્લ્ડ દ્વારા અમે સુગ્રથિત વ્યવસ્થા દ્વારા બજારની ઉપલબ્ધી સુનિશ્ચિત કરીએ છીએ.”
ઓસન નેટવર્ક એક્સપ્રેસ (ઈન્ડયા) પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મસાહિરો સાકિકુબોએ જણાવ્યું કે, “ઓસન નેટવર્ક એક્સપ્રેસ ઈન્ડિયા હૈદરાબાદની સૌપ્રથમ સરળ, મુશ્કેલીથી મુક્ત રીફર રેલ સેવા માટે ડીપી વર્લ્ડ સાથે જોડાવામાં ગૌરવ અનુભવે છે. આ ભાગીદારીથી અમે નિકાસકારોને ટકાઉ, સીધી તથા વિશ્વાસપાત્ર પરિવહન સેવા આપી શકીશું જે જમીન પરના ઉત્પાદન એકમોથી અમારા દરિયાઈ નેટવર્ક સુધી સમયબદ્ધ રીતે પહોંચી શકશે. રેલવે દ્વારા કાર્ગોનું પરિવહન થવાથી રોડ માર્ગે થતા વિલંબનું જોખમ ઘટશે અને જહાજ કનેક્શનનું સમયપત્રક જળવાશે. આ જોડાણ દર્શાવે છે કે કેવી રીતે રેલવે-દરિયાઈ સેવાનું સંકલન નિકાસકારો માટે કાર્યક્ષમતા વધારી શકે છે તથા વિશ્વ વેપારમાં ભારતની સ્થિતિ મજબૂત કરી શકે છે.”
આ પ્રારંભ ડીપી વર્લ્ડની એ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે, જે અંતર્ગત એક તોભારતના દવા ઉદ્યોગના મુખ્ય કેન્દ્રમાંથી વેપાર થઈ શકે તથા એ માટે ભવિષ્ય-લક્ષી પુરવઠાની વ્યવસ્થા સર્જાય જેથી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક માંગ બંને પૂર્ણ થાય.
આ સેવાથી માર્ગ પરિવહનની સરખામણીમાં 70 ટકા કાર્બન ઉત્સર્જન ઘટવાની ધારણા છે. તેલંગાણા માટે, જ્યાં હૈદરાબાદ દેશના દવા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગણાય છે તેને આ સેવાથી ઘણો લાભ થશે કેમ કે આ એક બહુવિધલક્ષી પરિવહન મોડેલ છે જેની મદદથી ઉદ્યોગગૃહો માટે ટકાઉ ઉપાયો ઉપલબ્ધ થયા છે. કામગીરી સાથે સંકળાયેલાં જોખમ ઘટાડીને તથા વિલંબને કારણે થતા નુકસાનની સંભાવનાઓને નાબૂદ કરી દેતી આ સેવા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સુધારો કરવાના સરકારના એજન્ડાને પણ માફક આવે છે. સાથે વધુ ટકાઉ પરિવહન નેટવર્ક પણ ઊભું થાય છે.
ડીપી વર્લ્ડ એ ભારતની સૌથી વિશાળ ખાનગી રેલવે માલ પરિવહન ઓપરેટરો પૈકી એક છે, જે આઠ જમીની રેલવે ટર્મિનલ, 100થી વધુ કન્ટેનર રેક, એસએફટીઓરેક અને 16,000 કરતાં વધુ ટન્ટેનર અને ટ્રેલર ધરાવે છે. પરિણામે ઝડપી, સ્વચ્છ તથા વધુ વિશ્વાસપાત્ર વેપાર માર્ગ સુનિશ્ચિત થાય છે. આ મિલકતો ઉપરાંત સર્વગ્રાહી વેરહાઉસિંગ અને ડિજિટલ દેખરેખ વ્યવસ્થા સાથે ડીપી વર્લ્ડ એવાં ક્ષેત્રોને પણ મદદ કરે છે જેમને હૈદરાબાદ તથા ન્હવા શેવા વચ્ચે બંને દિશામાં વાતાનુકૂલિત કાર્ગો કનેક્ટિવિટીની જરૂર છે.
