અમદાવાદના રિવરફ્રન્ટ પર ૨૪,૦૦૦ થી વધુ દોડવીરોએ ચાર રેસ કેટેગરીમાં ભાગ લીધો

·
અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાયેલી #Run4OurSoldiers નો ઉદ્દેશ્ય ધરાવતી 9મી અદાણી અમદાવાદ મેરેથોનની ફૂલ મેરેથોનમાં મહિલાઓમાં અશ્વિની જાધવ અને પુરૂષોમાં નિખિલ સિંહ વિજેતા બન્યા હતા સ્પર્ધામાં 24,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. મેરથોનમાં સેના અને પોલીસના 4,000થી વધુ જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

દોડવીરોએ ગાંધી આશ્રમ, અટલ બ્રિજ અને એલિસ બ્રિજ સહિતના અમદાવાદના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સીમાચિહ્નો દર્શાવતા કોર્સ પર ફુલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિમી અને 5 કિમી કેટેગરીમાં ભાગ લીધો હતો. ફુલ મેરેથોન, હાફ મેરેથોન અને 10K કેટેગરીમાં ₹40 લાખથી વધુના ઇનામો સાથે, વિજેતાઓને વિવિધ સ્પર્ધા અને વય-જૂથમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં.
મેરેથોનને એર માર્શલ નાગેશ કપૂર, મેજર જનરલ ગૌરવ બગ્ગા; અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડાયરેક્ટર પ્રણવ અદાણી,ઓલિમ્પિક મેડલ વિજેતા અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના ઉપાધ્યક્ષ ગગન નારંગ; ફિટનેસ એમ્બેસેડર અને અભિનેત્રી-પ્રેઝન્ટર મંદિરા બેદી; અભિનેત્રી-નિર્માતા પ્રીતિ ઝાંગિયાની તથા જાણીતા ડિઝાઇનર આકીબ વાની ઉપરાંત અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ કંપની અદાણી સ્પોર્ટ્સલાઇનના વરિષ્ઠ અધિકારીઓએ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે ભારતીય ક્રિકેટર અને ગુજરાત જાયન્ટ્સ સાથે તાજેતરમાં જોડાયેલી યાસ્તિકા ભાટિયા પણ હાજર રહી હતી.
આ કાર્યક્રમને સંબોધતા અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઈએલ)ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, 2017ની સાલથી સીમાચિહ્નરૂપ ઈવેન્ટ અમદાવાદ મેરેથોનને શહેરે અત્યંત ઉમળકાભેર અપનાવી લીધી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણાં સૈનિકોએ દાખવેલી વીરતા અને પરાક્રમને કારણે આ વર્ષે, #Run4OurSoldiers નો સંદેશ વધુ ઉંડે સુધી ગુંજ્યો છે.
ભારતીય સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ, મેજર જનરલ ગૌરવ બગ્ગાએ જણાવ્યું હતું કે, ” દેશભરના હજારો લોકોની સાથે સેના અને પોલીસના 4,000થી વધુ જવાનોને ખભે ખભા મિલાવીને દોડતા જોવાનો લ્હાવો ખૂબ જ આનંદદાયક હતો. આવી અભૂતપૂર્વ ભાગીદારી માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી બલ્કે તે ભારતને પરિભાષિત કરતી એકતા, શિસ્ત અને સકારાત્મકતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
ભારતીય વાયુસેનાના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નાગેશ કપૂરે જણાવ્યું હતું કે, “આ ઇવેન્ટ આપણે ફિટનેસને કેટલું મહત્વ આપીએ છીએ તેનો પુરાવો છે. સશસ્ત્ર દળોના સન્માનમાં અદાણી ગ્રુપની આવી અદ્ભુત પહેલ જોઈને આનંદ થાય છે. “
અભિનેત્રી, એન્કર, લેખિકા અને ફિટનેસ એન્થુસિઆસિસ્ટ મંદિરા બેદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન એ આપણા સશસ્ત્ર દળોની સેવાની ભાવનાને અદ્ભુત ભાવાંજલિ છે.
9મી અદાણી અમદાવાદ મેરેથોનમાં વિજેતાઓની યાદી :
ફુલ ઓપન મેરેથોન
મહિલા
1. અશ્વિની જાધવ (02:56:49)
2. ભારતી (03:03:56)
3. જ્યોતિ ગાવટે (03:09:03)
પુરુષ
1. નિખિલ સિંહ (02:22:49)
2. સચિન પૂજારી (02:29:14)
3. મોહમ્મદ સાહિલ અન્નિગેરી (02:30:36)
હાફ ઓપન મેરેથોન
મહિલા
1. ફરહીન ફિરદોસ (01:03:48)
2. રત્ના મહેતા (01:39:10)
3. અદિતિ પંડ્યા (01:39:30)
પુરુષ
1. ધર્મેન્દ્ર (01:31:31)
2. મુકેશ કુમાર (01:03:57)
3. શિવમ સિંહ તોમર (01:06:21)
10 કિમી ઓપન મેરેથોન
સ્ત્રી
1. નીતા રાની (00:35:15)
2. અંજલિ દેવી (00:36:32)
3. અનુ દાસ (00:43:56)
પુરુષ
1. રાજન યાદવ (00:30:05)
- મુકેશ કુમાર (૦૦:૩૦:૧૧)
૩. સુનીલ કુમાર (૦૦:૩૧:૦૨)
ડિફેન્સ ઓપન મેરેથોન
મહિલા
૧. પૂજા (૦૩:૧૦:૧૬)
૨. નુપુર જાનુ (૦૩:૩૫:૪૨)
૩. નેહા દેવી (૦૩:૪૨:૩૦)
પુરુષ
૧. મોહિત કુમાર શર્મા (૦૨:૨૭:૧૪)
૨. દિનેશ સિંહ (૦૨:૨૮:૦૨)
૩. નાઝીમ પી (૦૨:૨૮:૦૭)
હાફ ડિફેન્સ મેરેથોન
મહિલા
૧. ખુશ્બુ ગુપ્તા (૦૧:૨૫:૦૭)
૨. પ્રીતિ ચૌધરી (01:29:00)
3. અન્નુ યાદવ (01:29:54)
પુરુષ
1. લવપ્રીત સિંહ (01:05:11)
2. શંકરલાલ સ્વામી (01:07:48)
- જાવેદ (01:12:44)
10 KM સંરક્ષણ મેરેથોન
મહિલા
1. સોનમ ચૌધરી (00:37:26)
2. પૂજા (00:37:36)
3. આર વરલક્ષ્મી (00:52:49)
પુરુષ
1. કદમ ગોવિંદ (00:32:31)
2. સચિન કે (૦૦:૩૨:૩૩)
૩. કિશોર આર (૦૦:૩૨:૪૭)
