એ.ડી.સી. બેંક અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટ હીરામણિ સ્કૂલનો ફાઈનલમાં પ્રવેશ

Spread the love

એ.ડી.સી. બેંક અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલે શ્રી વિદ્યાનગર સ્કૂલને 9 વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો.

તા.11-12-2025ના રોજ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે શ્રી વિદ્યાનગર સ્કૂલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. શ્રી વિદ્યાનગર સ્કૂલે 50 ઓવરમાં 6 વિકેટે 223 રન કર્યા હતાં. નીલ પુરાનીએ 10 ઓવરમાં 44 રન આપીને 2 વિકેટ લીધી હતી.

હીરામણિ સ્કૂલે 33.1 ઓવરમાં 1 વિકેટે 226 રન કર્યા હતાં.  કિષ્ના તિવારીએ 106 બોલમાં 106 રન (નોટઆઉટ), હર્ષરાજ રાઠોડે 54 બોલમાં 66 રનઅને પરમ પટેલે 40 બોલમાં 29 રન (નોટઆઉટ) કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *