સંતોષ ટ્રોફી, 79 મી નેસનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2025-26 જયપુર ખાતે વિદ્યાધર નગર સ્ટેડિયમ માં રમાઈ રહી છે
ગોવા
સંતોષ ટ્રોફી, 79 મી નેસનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2025-26માં ગુજરાતની ટીમેં પ્રથમ મેચ જોરદાર શરૂઆત સાથે મહારાષ્ટ્ર ને 3-0 થી મહાત આપી ૩ પોઈન્ટ્સ મેળવી લીધા છે. ગુજરાત સાથે ગ્રુપ(આઈ) માં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દાદરા નગર હવેલી & દીવ-દમણની ટીમો છે.
ગુજરાતની ટીમે મેચ શરુ થયાની 8 મી મીનીટે મીડ ફિલ્ડર મોઈનુદ્દીન ના શાનદાર ગોલ દ્વારા 1-0 ની લીડ મેળવી જે હાફ ટાઈમ સુધી સ્કોર 1-0 સ્કોર જાળવી રાખ્ય હતો.
હાફ ટાઈમ પછી મહારાષ્ટ્ર ની ટીમે ગોલ મારવાની ઘણી કોશિશ કરી પણ ગુજરાત ની ટીમે તેના બધા પ્રયાસો નિષ્ફળ બનાવ્યા અને મેચ ની 78 મી મીનીટે ગુજરાતના મોઈનુદ્દીન દ્વારા બીજો ગોલ ફટકારી ગુજરાત ને 2-0 ની લીડ અપાવી અને ત્યાર બાદ 58 મી મીનીટે સુબ્સીટ્યુટ થઇ રમવા આવેલ ફોરવર્ડ ધર્મેશ પરમાર દ્વારા 89 મી મીનીટે ગોલ કરી મેચ માં ગુજરાતનો વિજય નિશ્ચિત કરી, ટીમના સ્કોરને ૩-0 કર્યો હતો.
ગુજરાત 19-12-25 ના રોજ રાજસ્થાન સાથે અને 21-12-25 ના રોજ દાદરા નગર હવેલી & દમણ અને દીવ સાથે મેચ રમશે.
