મહિલા અંડર ૧૯ વન ડે ટ્રોફી એલિટમાં ગુજરાત કર્ણાટકને પાંચ વિકેટે હરાવીને ફાઈનલમાં

Spread the love

પૂણે

મહિલા અંડર ૧૯ વન ડે ટ્રોફી એલિટમાં ગુજરાત અને કર્ણાટક વચ્ચે પૂણેના વીરાંગણ ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે સેમિફાઇનલ ૧ મેચ રમાઈ હતી જેમાં ગુજરાત અંડર ૧૯ મહિલા ટીમ પાંચ વિકેટે વિજય સાથે ઓલ ઈન્ડિયા ફાઈનલમાં પ્રવેશી હતી.

ગુજરાતની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરતા કર્ણાટકની ટીમે ૪૭ ઓવરમાં ૧૬૩ રન બનાવ્યા જેમાં દીક્ષા જે એ ૪૮ બોલમાં ૪ ચોગ્ગા સાથે ૩૪ રન બનાવ્યા, ગુજરાત માટે અચસાહ એસ પરમારે ૩ ઓવરમાં ૧૫ રન આપીને ૩ વિકેટ અને યશ્વી માલમ – 2 વિકેટ લીધી.

જેના જવાબમાં ગુજરાતે ૩૦.૫ ઓવરમાં ૫ વિકેટે ૧૬૯ રન બનાવ્યા જેમાં સિયા એ પટેલે ૭૮ બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે ૮૭ રન બનાવ્યા, કર્ણાટક માટે વંદિકા કે રાવે 8 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

પરિણામ :-ગુજરાત 5 વિકેટથી જીત્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *