ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલનો વિજય

Spread the love

અમદાવાદ

ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલે એશિયા ઈંગ્લિસ સ્કૂલ સામે
પ્રથમ ઈનિંગ્સને આધારે વિજય મેળવ્યો હતો.

       રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે) માં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી.

એશિયા ઈંગ્લિસ સ્કૂલે પ્રથમ દાવમાં 40 ઓવરમાં 10 વિકેટે 58 રન કર્યા હતાં. જેમાં હેમ પ્રજાપતિએ 13 ઓવરમાં 16 રન આપીને 5 વિકેટ અને નીલ પુરાણીએ 11 ઓવરમાં 10 રન આપીને 4 વિકેટ લીધી હતી.

હીરામણિ સ્કૂલે 108 ઓવરમાં 8 વિકેટે 461 રન કરી દાવ ડીક્લેર કર્યો હતો.જેમાં વ્યોમ સોમપુરાએ 319 બોલમાં 200 રન નોટઆઉટ, નીલ પુરાણીએ 94 બોલમાં 107 રન અને જૈનમ પટેલે 147 બોલમાં 77 રન કર્યા હતાં.

એશિયા ઈંગ્લિસ સ્કૂલે બીજા દાવમાં14 ઓવરમાં 3 વિકેટે 43 રન કર્યા હતાં.જેમાં આર્યન ભરવાડે 4 ઓવરમાં 2 રન આપીને 1 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *