અમદાવાદના નવજીવન ટ્રસ્ટમાં ફોટોગ્રાફી એક્ઝિબિશન બાય ધ શોર 19થી 28 ફેબ્રુઆરી દરમિયાન બપોરે 12થી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે
અમદાવાદ
ભારતના સૌથી વિશાળ 1600 કિમીના દરિયાઈ પટ્ટાને આપણે તો માત્ર નક્શામાં જોયો હશે પણ આ લખપતથી ઉમરગામ સહિતના રાજ્યના દરિયાકાઠાને આવરી લેતા વિસ્તારોનું ખેડાણ (પ્રવાસ) કરીને ત્યાંના સુંદર દ્રશ્યોને કેમેરામાં કંડારવાના કપરા પડકારને મૂળ આણંદના પણ હાલ અમદાવાદ સ્થાયી ઝયેલા હિમાંશુ પંચાલે આ વિસ્તારના જનજીવનને વણી લેતી ઢગલાબંધ તસવીરોમાંની પસંદ કરાયેલી 77 તસવીરોનું પ્રદર્શન બાય ધ શોરના મથાળા હેઠળ રજૂ કર્યું છે.
ફાઈનાન્સમાંથી ફોટોગ્રાફીનો વળાંક
હિમાંશુ ભાઈએ પોતાની ફોટોગ્રાફીની સફર પર વાત કરતા જણાવ્યું હતું કે ફાઈનાન્સમાં પોતાની વ્યવસાયિક કારકિર્દી શરૂ કર્યા બાદ 2011માં કોર્પોરેટ જગત છોડ્યું. એ પછી ગુજરાતના દરિયા કાંઢાને ખાસ વિષય બનાવીને ફોટોગ્રાફીની કારકિર્દીનો પ્રારંભ કર્યો. કેનનના માર્ક-3-4 કેમેરાથી તેમણે કરેલી ફોટોગ્રાફી લાજવાબ છે.
ફોટોગ્રાફીની કોઈ તાલીમ લીધી નથી
હિમાંશુ ભાઈને અચાનક ફોટોગ્રાફી તરફ વળવાનો વિચાર આવ્યો. જોકે, આના માટે તેમણે કોઈ જ પદ્ધતિસર તાલીમ લીધી નથી. હા, નવજીવન ટ્ર્સ્ટના વિવેક દેસાઈએ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા આપી. તેમણે મને કયા ફોટા કેવી રીતે પાડવા એ અંગે સચોટ માર્ગદર્શન આપ્યું.
દરિયા પટ્ટાના માણસો ખૂબજ સરસ, ખાવાનું માગો તો ના ન પાડે
હિમાંશુ ભાઈએ તેમની ફોટોગ્રાફીની યાત્રાને વાગોળતા કહ્યું કે આ દરમિયાન મારા કોઈ જ કડવા અનુભવો નથી. આ પટ્ટાના માણસો ખૂબજ સરળ હતા, ગમે ત્યારે જાઓ અને કહો કે ભૂખ લાગી છે તો જમાડવામાં જરાયે ખચકાડ ન અનુભવે.
કોળી સમાજના સમૂહ લગ્ન અને મુસ્લિમ સમાજના લગ્ન
આ પટ્ટામાં મોટે ભાગે માછીમારો વસવાટ કરતા હોય છે. ખાસ કરીને કોળી સમાજ અને મુસ્લિમોના લગ્નોને મેં કેમેરામાં કંડાર્યા હતા. બન્નેના લગ્નના રિવાજ લગભગ સરખા જ હોય છે. જે રીતે હિન્દુ સમાજમાં લગ્નોમાં ગરબા હોય એ જ રીતે મુસ્લિમો પણ માતાજીના ગરબા પર ઘૂમતા જોવાનો એક અનોખો લહાવો છે. એ વાત જુદી છે કે આપણામાં લગ્ન તરીકે ઓળખાતા રિવાજ મુસ્લિમોમાં નિકાહ તરીકે ઓળખાય છે. નારીયેળ-ચોખાની વિધિ, માણેકસ્તંભ જેવી જ લાકડી બાંધવી અને સૌથી મોટું મંગળસૂત્ર તો બન્ને સમાજમાં હોય છે, એ થોડું જુદું જરૂર હોય છે.
નકલંગનો ફોટો મારા દીલની ખૂબજ કરીબ
હિમાંશુભાઈ માટે નકલંગનો દૂરના એંગલથી લીધેલો ફોટો ખાસ છે. આ ફોટા માટે તેમને એક સ્થાનિક કોન્સટેબલે મદદ કરી હતી. તેણે માંચડા પરથી ફોટો લેવાનીવ્યવસ્થા કરી આપી અને આટલો સુંદર ફોટો લઈ શકાયો.
