હૈદ્રાબાદને 82 રને હરાવીને ગુજરાત ટાઈટન્સ ટોચ પર પહોંચી ગઈ

Spread the love

ગુજરાતના પાંચ વિકેટે 168 રનના જવાબમાં હૈદ્રાબાદની ટીમની ઈનિંગ્સ માત્ર 86 રનમાં સમેટાઈ ગઈ

અમદાવાદ

સાંઈ સુદર્શન (61) અને વોશિંગ્ટન સુંદર (50)ની શાનદાર અડધી સદી તથા કિગોસ રબાડા (3 વિકેટ) અને જેસન હોલ્ડ (3 વિકેટ) સહિતના બોલર્સની વેધક બોલિંગના જોરે ગુજરાત ટાઈટન્સે હોમ ગ્રાઉન્ડ પર રમતા આઈપીએલની મેચમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદને…રને આસાનીથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ગુજરાતે પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટના ભોગે 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં હૈદ્રાબાદની ટીમ…રન બનાવી શકી હતી. ગુજરાતે 12 મેચમાં આઠમા વિજય સાથે 16 પોઈન્ટ સાથે પહેલું સ્થાન જ્યારે હૈદ્રાબાદે તેની 12મી મેચમાં પાંચમા પરાજય સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

169 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી હૈદ્રાબાદની ટીમે માત્ર છ રનમાં બે વિકેટ ટ્રેવિસ હેડ (0) અને અભિષેક શર્મા (6)ની વિકેટ ગુમાવી હતી. હેડને મોહમ્મદ સિરાઝે સિંધુના હાથમાં ઝિલાવ્યો હતો જ્યારે અભિષેક મોહમ્મદ સિરાઝના બોલે બોલ્ડ થયો હતો. સાત બોલમાં એક બાઉન્ડ્રી, એક સિક્સર સાથે 11 રન બનાવીને ઈશાન કિશન રબાડાના બોલે બટલરના હાથમાં કેચ આપી બેઠો હતો. હૈદ્રાબાદે તેની ત્રીજી વિકેટ માત્ર 23 રનમાં ગુમાવી હતી. રવિચંદ્રન સમરન રબાડાના બોલમાં શુભમન ગિલના હાથમાં કેચ આપી બેઠો હતો. તેણે 15 બોલમાં એક બાઉન્ડ્રી સાથે 9 રન બનાવ્યા હતા. પ્રસિદ્ધ ક્રિષ્નાએ સલીલ અરોરાને વિકેટકીપર બટલરના હાથમાં પકડાવી દીધો હતો. અરોરાએ 13 બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે 16 રન બનાવ્યા હતા. એ પછી કલાસન પણ હોલ્ડરના બોલ પર બટલરના હાથમાં પકડાઈ ગયો હતો. તેણે 16 બોલમાં બે બાઉન્ડ્રી સાથે 14 રન બનાવી લીધા હતા. હૈદ્રાબાદે તેની છઠ્ઠી વિકેટ 56 રનમાં ગુમાવી હતી. હોલ્ડરે નિતિશકુમાર રેડ્ડી (2)ને વોશિંગ્ટન સુંદરના હાથમાં ઝિલાવી દીધો હતો. હોલ્ડરે શિવાંગ કુમાર (4)ને પણ વિકેટકીપર બટલરના હાથમાં પકડાવી દીધો હતો. કમિન્સ નવ બોલમાં એક બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 19 રન બનાવીને પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલે સિરાઝના હાથમાં કેચ આપી બેઠો હતો. છેલ્લે રાશિદ ખાને પ્રફુલ હિંગે (3)ને સ્ટંપ આઉટ કરાવી હૈદ્રાબાદની ઈનિંગ્સ 86 રનમાં સમેટી દેતાં આ સ્કોર આઈપીએલનો સૌથી નિમ્ન સ્કોર રહ્યો હતો.

અગાઉ સનરાઈઝર્સ હૈદ્રાબાદના સુકાની પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતે સુકાની શુભમન ગીલની વિકેટ 15 રનના કુલ સ્કોર પર ગુમાવી હતી. ગીલને પ્રપુલ હિંગેએ મિડઓન પર કલાસેનના હાથમાં પાંચ રનના વ્યક્તિગત સ્કોર પર ઝિલાવ્યો હતો. ગીલે સાત બોલનો સામનો કરતા એક બાઉન્ડ્રી ફટકારી હતી. જોશ બટલર પ્રફુલ હિંગેના બોલમાં વિકેટની પાછળ રમવા જતાં ઈશાન કિશનના હાથમાં 11 બોલમાં એક બાઉન્ડ્રી સાથે સાત રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ગુજરાતની ટીમના 50 રન 7.1 ઓવરમાં પૂરા થયા હતા. સાંઈ સુદર્શને એક છેડો જાળવી રાખ્યો હતો જ્યારે નિશાંત સિદ્ધુએ 10 બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 20 રન ઝૂડીને ટીમની કથળેલી સ્થિતિને સંભાળી હતી. સિદ્ધુ કમિન્સના બોલે 14 બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 22 રન બનાવીને કલાસેનના હાથમાં કેચ આપી બેઠો હતો. તેણે ત્રીજી વિકેટની ભાગીદારીમાં 38 રન ઉમેર્યા હતા. દરમિયાનમાં સાંઈ સુદર્શને તેના 50 રન 38 બોલમાં પુરા કર્યા હતા. સાંઈએ વોશિંગ્ટન સુંદર સાથે 50 રનની ભાગીદારી 33 બોલમાં કરી હતી. જેમાં વોશિંગ્ટનના 20 રન હતા. આ ભાગીદારી હુસેને સાઈ સુદર્શનને હિંગેના હાથમાં ઝિલાવીને તોડી હતી. સાંઈએ 44 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 61 રન બનાવ્યા હતા.  અગાઉ સિંધુને કમિન્સે કલાસનના હાથમાં ઝિલાવ્યો હતો. સિંધુએ 14 બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 22 રન બનાવ્યા હતા.

વોશિંગ્ટન સુંદરે છેલ્લી ઓવરોમાં આક્રમક વલણ અપનાવ્યું અને ટીમના સ્કોરને 18.5 ઓવરમાં 150 રન પર પહોંચાડ્ય હતો. સુંદરે તેના 50 રન 2 બોલમાં સાત બાઉન્ડડ્રી અને એક સિક્સર સાથે પૂરા કર્યા હતા. જોકે તે એક પણ રન ઉમેર્યા વગર હુસેનના બોલમાં ઈશાન કિશનના હાથમાં ઝિલાઈ ગયો હતો. અંતે ગુજરાતે 168 રન પાંચ વિકેટ ગુમાવીને બનવ્યા હતા. જેસન હોલ્ડર 11 અને રાહુલ તિવેટિયા 4 રને અણનમ રહ્યા હતા.  પ્રફુલ હિંગે અને શાકીબ હુસેને બે-બે વિકેટ જ્યારે કમિંગ્સે એક વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *