IBAMS પોર્ટલ, eHRMS–TULIP 2.0 અને SPARROW ઓનબોર્ડિંગ સહિતની સેવાઓ શરૂ; શ્રેષ્ઠ કર્મચારીઓ અને તેમના પ્રતિભાશાળી બાળકોનું પણ સન્માન
નવી દિલ્હી
નવી દિલ્હીમાં AFHQ સિવિલિયન સર્વિસિસ ડે સમારોહ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહે સંયુક્ત સચિવ અને મુખ્ય વહીવટી અધિકારી (JS & CAO) કાર્યાલયની સુધારેલી વિઝન અને મિશન સ્ટેટમેન્ટનું અનાવરણ કર્યું. આ પ્રસંગે તેમણે અનેક ડિજિટલ પહેલોને લીલી ઝંડી આપવાની સાથે કર્મચારીઓ અને તેમના પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કર્યા.
નવી વિઝન અને મિશન સ્ટેટમેન્ટનું અનાવરણ
રક્ષામંત્રીએ JS & CAO કાર્યાલયની સુધારેલી વિઝન અને મિશન સ્ટેટમેન્ટનું લોન્ચિંગ કર્યું. આ પહેલનો હેતુ વહીવટી કામગીરીને વધુ અસરકારક, પારદર્શક અને આધુનિક બનાવવાનો છે.
અનેક ડિજિટલ સેવાઓનો પ્રારંભ
સમારોહ દરમિયાન રક્ષામંત્રીએ Internet-Based Accommodation Management System (IBAMS) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. ઉપરાંત, દાવાઓના ઝડપી નિકાલ માટે eHRMS–TULIP 2.0 ઇન્ટિગ્રેશન, વેતન અને ભથ્થાંની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા CAO–TULIP 2.0 ઇન્ટિગ્રેશન તેમજ SPARROW પોર્ટલ પર ઓનબોર્ડિંગ જેવી મહત્વપૂર્ણ ડિજિટલ પહેલો પણ શરૂ કરવામાં આવી.
‘સંવાદ’ મેગેઝિનના નવા અંકનું વિમોચન
રક્ષામંત્રી રાજનાથ સિંહે AFHQ દ્વારા પ્રકાશિત થતી ‘સંવાદ’ સામયિકના 34મા અંકનું પણ વિમોચન કર્યું. આ પ્રકાશન સંસ્થાની પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધિઓને રજૂ કરતું મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે.
શ્રેષ્ઠ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન
સમારોહ દરમિયાન રમતગમત, શિક્ષણ અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર AFHQના કર્મચારીઓ તેમજ તેમના પ્રતિભાશાળી બાળકોને વિશેષ સન્માન આપવામાં આવ્યું. રક્ષામંત્રીએ તેમના યોગદાન અને સિદ્ધિઓને બિરદાવીને વધુ શ્રેષ્ઠ કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા.
