ભારતમાં પણ એરિસ વેરિયન્ટની એન્ટ્રી, નિષ્ણાતોનું એલર્ટ

Spread the love

ઓમિક્રોન પરિવારના કહેવાતા આ નવા વેરિયન્ટને સમજવા માટે હજુ પણ અભ્યાસ ચાલી રહ્યો છે, હાલ આ વેરિયન્ટને વધુ સંક્રમણ ફેલાવનારા વેરિયન્ટમાંથી એક માનવામાં આવી રહ્યો છે


નવી દિલ્હી
વિશ્વભરમાં કોરોના સંક્રમણની ગતિ નિયંત્રણમાં આવી ગઈ છે, જોકે હજુ ખતરો ટળ્યો નથી. તાજેતરમાં જ યુકેમાં કોરોનાના નવા વેરિયન્ટ ઈજી.5.1ની પુષ્ટિ કરવામાં આવી છે, જેને વૈજ્ઞાનિકોએ ‘એરિસ’ નામ આપ્યું છે. ઓમિક્રોન પરિવારના કહેવાતા આ નવા વેરિયન્ટને સમજવા માટે હજુ પણ અભ્યાસ ચાલી રહ્યો છે. હાલ આ વેરિયન્ટને વધુ સંક્રમણ ફેલાવનારા વેરિયન્ટમાંથી એક માનવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતમાં પણ ‘એરિસ’ વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે અને તેનો રિપોર્ટ પણ કરાયો છે…. દરમિયાન આરોગ્ય નિષ્ણાંતોએ નવા વેરિયન્ટને લઈ એલર્ટ આપ્યું છે.
મીડિયા અહેવાલો મુજબ ભારતમાં આ વેરિઅન્ટની મે મહિનામાં પુષ્ટિ થઈ ગઈ હતી, ત્યારબાદ 2 મહિનાનો સમય વિત્યા બાદ હજુ સુધી આવા કોઈ કેસ સામે આવ્યા નથી. જોકે આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાંતોએ કહ્યું કે, આ વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી, પરંતુ કોરોનાથી બચવાના ઉપાયોનું પાલન કરતા રહેવાની જરૂર છે… કારણ કે વેરિઅન્ટમાં મ્યૂટેશનનું જોખમ સતત રહેલું છે.
વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓએ કોરોનાના નવા વેરિયન્ટને ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ તરીગે વર્ગીકૃત કર્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ નવા વેરિયન્ટથી કોઈ મોટો ખતરો હોવાની સંભાવના નથી. નવા વેરિયન્ટ ઈજી.5.1 પર સંશોધન કરાયાના આધાર પર વૈશ્વિક સ્તરે આ વેરિયન્ટનું જાહેર જોખમ ઓછું આંકવામાં આવ્યું છે. વેરિયન્ટનો સંક્રમણ દર વધુ હોઈ શકે છે, જે અગાઉ પણ ઓમિક્રોનના અન્ય વેરિયન્ટમાં જોવા મળી છે… જોકે આ નવા વેરિયન્ટના કારણે ગંભીર બિમારી ફેલાવવાનો ખતરો ઘણો ઓછો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *