ઈઝરાયેલ ને પેલેસ્ટાઈનના સમર્થક જૂથો વચ્ચે લંડનમાં અથડામણ

Spread the love

આ ઘટના રાજધાની લંડનના હાઈ સ્ટ્રીટ કેન્સિંગ્ટન ટ્યુબ સ્ટેશન પર બની હતી, ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી

લંડન

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા ચાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ શરુ થયા બાદથી વિશ્વભરમાં બંને પક્ષોના સમર્થનમાં દેખાવો થઈ રહ્યા છે. કોઈ ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યું છે તો કોઈ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઊભું છે. તેવી જ રીતે બ્રિટનમાં પણ યુદ્ધ બાદ બે જૂથો સામે આવી ગયા હતા, સોમવારે મોડી રાત્રે બંને પક્ષના જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. આ ઘટના રાજધાની લંડનના હાઈ સ્ટ્રીટ કેન્સિંગ્ટન ટ્યુબ સ્ટેશન પર બની હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લંડનમાં વિવિધ સ્થળોએ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ પ્રદર્શનો હિંસક બની રહ્યા છે. સોમવારે સાંજે લગભગ છ વાગ્યે, લંડનમાં ઇઝરાયેલી દૂતાવાસની બહાર ભીડ વધવા લાગી. હજારો દેખાવકારો પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને ઈઝરાયેલ વિરુદ્ધ ધાર્મિક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જ કેટલાક લોકોએ ઇઝરાયલ એમ્બેસી તરફ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું. આ દરમિયાન ઈઝરાયેલ સમર્થકો અને પેલેસ્ટાઈન સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી.
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે હમાસને સમર્થન કરનારા લોકોને આતંકવાદી ગણાવ્યા હતા. સુનકે ટ્વીટ કર્યું કે જે લોકો હમાસને સમર્થન આપે છે તેઓ આ ભયાનક હુમલા માટે જવાબદાર છે. તેઓ આતંકવાદી છે. બ્રિટનના ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેને બ્રિટનમાં આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની ચેતવણી આપી હતી.
પોલીસનું કહેવું છે કે અથડામણની માહિતી મળતાં જ અમે ત્યાં પહોંચી ગયા. અમે બંને જૂથના લોકોને અલગ કર્યા. અમારી પ્રાથમિકતા વિસ્તારમાં શાંતિ જાળવવાની અને બને તેટલી વહેલી તકે તણાવનો અંત લાવવાની છે. મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં કહ્યું કે બંને પક્ષો વચ્ચેની અથડામણ હવે સમાપ્ત થઈ ગઈ છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *