આયૂષે બે ટાઇટલ જીત્યા, ફિલઝાહ વિમેન્સ ફાઇનલમાં ક્રિત્વિકા સામે ટકરાશે
ગાંધીધામ માઇક્રોસાઇન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં શનિવારે સુરતના આયૂષ તન્નાએ બેવડી સિદ્ધિ હાંસલ કરીને બે ટાઇટલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટ ભાવનગરમાં બીજીથી પાંચમી મે દરમિયાન એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર ખાતે યોજાયેલી છે.બીજા ક્રમના આયૂષ તન્નાએ પાંચમા ક્રમના જન્મેજય પટેલ (અરવલ્લી)ને 4-1થી હરાવીને અંડર-19 બોયઝ ટાઇટલ જીત્યું હતું જ્યારે મોખરાના ક્રમના અરમાનો…
