44 વર્ષીય જિજ્ઞેશે બીજા ક્રમના ખેલાડીને હરાવીને મેન્સ ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો
બિનક્રમંકિત હ્રિદાને મોખરાના ક્રમના સુજલને હરાવ્યો, અંડર-15ની ફાઇનલમાં પ્રવેશ ગાંધીધામ ઇડિયન ઓઇલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં શનિવારનો દિવસ અપસેટથી ભરેલો રહ્યો હતો જેમાં 44 વર્ષના જિજ્ઞેશ જયસ્વાલ (ભાવનગર) આકર્ષણનુ કેન્દ્ર રહ્યા હતા કેમ કે આ પીઢ ખેલાડીએ બીજા ક્રમના સોહમ ભટ્ટાચાર્યને 3-2થી હરાવીને મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો….
